[:gj]અમિત શાહને ડીફેન્સ, ગૃહ, કાયદો આપવામાં આવે તેવી શક્યતા [:]

[:gj]સ્પષ્ટ બહુમતિ સાથે મોદી સરકાર બની રહી છે ત્યારે આ વખત ગુજરાતમાંથી જીતેલા કયા સાંસદને મોદીના મંત્રીમંડળમાં સ્થાન મળશે, તેની ચર્ચા શરૂં થઈ છે. ખાસ તો પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ગૃહ, ડીફેન્સ અને લો ખાતાની જવાબદારી આપી શકાય તેમ છે. ગાંધીનગર બેઠક પરથી મોટી લીડથી જીતેલા અમિત શાહ નવા રોલમાં આવશે તે નક્કિ દેખાઇ રહ્યું છે. તો નવસારી બેઠક પર 6.89 લાખ મતોની લીડથી જીતેલા સી.આર.પાટીલ મંત્રી બની શકે છે. પણ ગુજરાતના વડાપ્રધાન અને ગુજરાતના અમિત શાહ બે વ્યક્તિઓ સરકારમાં હોવાતી બીજા બહું ઓછા પ્રધાનોને સ્થાન મળે એવું જણાય રહ્યું છે.

રાજ્યસભાના સાંસદ  અને પ્રધાન મનસુખ માંડવીયા અને પરસોત્તમ રૂપાલામાંથી એકને પડતા મુકાય તેવી શક્યતા છે, અમરેલીથી વિપક્ષના નેતા પરેશ ધાનાણી સામે જીતેલા નારાયણ કાછડિયાને મંત્રીપદ મળવાની શક્યતા છે, મહિલાઓની વાત કરીએ તો 26 લોકસભા બેઠકમાંથી 6 બેઠકો પર ભાજપની મહિલા સાંસદોની મોટી લીડથી જીત થઇ છે. જેમાં જામનગરથી ફરીથી સાંસદ બનેલા પુનમબેન માંડમ અને ભાવનગરથી બીજી વખત સાંસદ બનેલા ભારતીબેન શિયાળમાંથી કોઇ એકને મંત્રીપદ મળવાની શક્યતા છે. ખાસ કરીને પુનમબેન માંડમ મજબૂત દાવેદાર છે. બનાસકાંઠા બેઠક પરથી જીતેલા ગુજરાત સરકારના મંત્રી પરબત પટેલ, મધ્ય ગુજરાતમાંથી જીતેલા આદિવાસી નેતા મનસુખ વસાવાનો પણ મંત્રીપદમાં સમાવેશ થવાની શક્યતા છે.[:]