[:gj]અસરકારક કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ, અટકાયત કરી જેલમાં મોકલી આપ્યા [:]

[:gj]જિલ્લા કલેક્ટર ડૉ. વિક્રાંત પાંડેએ અમદાવાદ જિલ્લામાં દારૂના ધંધા સાથે સંકળાયેલા ૭ જેટલા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરી તેમને જેલમાં મોકલી આપ્યાં છે. જિલ્લામાં પ્રોહિબીશનની અસામાજિક પ્રવૃત્તિને નાબૂદ કરવા જિલ્લા પોલીસ અધિક્ષક અમદાવાદ(ગ્રામ્ય) શ્રી આર.વી.અસારીએ જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી આ કાર્યવાહી કરી છે. આ અસરકારક કાર્યવાહીથી અસમાજિક તત્વો અને પ્રોહિબીશનની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. જિલ્લા કલેક્ટરશ્રીએ જે ૭ બુટલેગરોને અટકાયત કરી જેલમાં મોકલી આપ્યા છે તેની યાદી આ મુજબ છે.

  1. જગદીશભાઈ બાબુરામ બ્રીશ્રોઈ પાસે થી ૭૫૮૪ નંગ બોટલ મળી આવી છે તેની કિમત રૂ. ૩૦,૩૩,૬૦૦ છે અને તે રાજકોટ જેલ માં છે.
  2. જીયારામ રુધારામ સરણા પાસે થી ૭૫૮૪ નંગ બોટલ મળી આવી છે તેની કિમત રૂ. ૩૦,૩૩,૬૦૦ છે અને તે સુરત જેલ માં છે.
  3. નથ્થુરામ પીથીરામ કુમ્હાર પાસે થી ૩૧૩૨ નંગ બોટલ મળી આવી છે તેની કિમત રૂ. ૧૩,૬૬,૮૦૦ છે અને તે રાજકોટ જેલ માં છે.
  4. સોનુસિંગ રામનિવાસ રાજપૂત પાસે થી ૩૧૩૨ નંગ બોટલ મળી આવી છે તેની કિમત રૂ. ૧૩,૬૬,૮૦૦ છે અને તે રાજકોટ જેલ માં છે.
  5. ગોવિંદસિંગ વક્તાવારસિંગ રાવ પાસે થી ૮૫૫૬ નંગ બોટલ મળી આવી છે તેની કિમત રૂ. ૩૪,૨૨,૪૦૦ છે અને તે વડોદરા જેલ માં છે.
  6. હરપ્રીતસિંહ ચમકૉરસિંગ જાટ પાસે થી ૫૬૪૦ નંગ બોટલ મળી આવી છે તેની કિમત રૂ. ૨૨,૫૬,૦૦૦ છે અને તે વડોદરા જેલ માં છે.
  7. ગુરુપ્રિતસિંહ હવીંશસિંગ મજલી શેખ પાસે થી ૩૧૩૨ નંગ બોટલ મળી આવી છે તેની કિમત રૂ. ૧૩,૬૬,૮૦૦ છે અને તે રાજકોટ જેલ માં છે.

[:]