2010માં મોદીએ વિશ્વ વિક્રમ સ્થાપી પાકિસ્તાનને પરાસ્ત કર્યું, એ વૃક્ષ મળતા નથી
ગાંધીનગર હરિયાળુ એક અધિકારીએ બનાવી દીધું
વૃક્ષોના નામે છેતરતાં અમદાવાદના નેતાઓ
મોદીનો અમદાવાદમાં વિક્રમ પણ વૃક્ષ સુકાઈ ગયા
દિલીપ પટેલ
અમદાવાદ, 13 જુલાઈ 2026
અમદાવાદ-ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 1.25 કરોડ વૃક્ષો તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 50 લાખ વૃક્ષો વાવવાનું નક્કી કરાયું હતું. ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ગ્રીનરીનું પ્રમાણ 11.23 ટકાથી વધારીને 20 ટકા કરવાની જાહેરાત કરાઈ હતી. લોકસભા વિસ્તારમાં કુલ 101 ઓક્સિજન પાર્ક બનાવવા જાહેરાત કરાઈ હતી.
અમદાવાદના સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત ભાઇ શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાડજ ખાતે 91 હજાર ચોરસ મીટરમાં મિયાવાકી પદ્ધતિથી એક કલાકમાં 35 જાતોનાં 3.61 લાખ વૃક્ષોના રોપા वाવી ગીનીશ વર્ડ રેકોર્ડ બનાવાયો હતો. 25 હજાર લોકોએ વૃક્ષો ઉગાડ્યા હતા.
નરેન્દ્ર મોદીએ પણ અમદાવાદમાં 2010માં વૃક્ષોના રોપા વાવવાનો વિશ્વ વિક્રમ કર્યો હતો. પણ તે વૃક્ષો ઉગ્યા નથી.
1986થી અમદાવાદને હરિયાળું બનાવવા ભાજપ ચૂંટણી વચન આપતો રહ્યો છે. પણ અમદાવાદ હરિયાળું બનતું નથી અને 40 વર્ષથી જનતાના નાણાંનો ધુમાડો કરી દીધો છે.
કેટલાં વૃક્ષો વાવ્યા
અમદાવાદમાં 40 વર્ષમાં 4 કરોડ વૃક્ષો વાવ્યા હશે. 2010થી 2026 સુધીમાં 3 કરોડ વૃક્ષો વાવવાનો દાવો કરાયો હતો. હાલ 20 લાખથી વધારે વૃક્ષો ધરતી પન ઉભા નથી.
અમદાવાદમાં વર્ષ 2014થી 2016 સુધીમાં 1 કરોડ 55 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હોવાનો દાવો કર્યો છે.
છેલ્લા 12 વર્ષમાં 2 કરોડ 50 લાખ વૃક્ષોના રોપા અમદાવાદમાં વાવવામાં આવ્યા હોવાનો દાવો કરાયો હતો. જેમાં 2025 સુધીમાં અમદાવાદના ઇતિહાસમાં 100 વર્ષમાં
2014થી 2018 સુધીમાં રદ વર્ષે સરેરાશ 2 લાખ પ્રમાણે 5 વર્ષમાં 50 લાખ
2019થી 2023માં 75 લાખ 43 હજાર 5 વર્ષમાં વૃક્ષ..
2024થી 2025માં 30 લાખ વૃક્ષો રોપાયા.
2025-2016માં 40 લાખ
2026માં 50 લાખ વૃક્ષો ઉગાડવાનું નક્કી કર્યું.
12 જૂલાઈ 2026માં એક જ કલાકમાં 3.61 લાખ વૃક્ષો વાવીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો.
વાસ્તવિકતા
14 વર્ષમાં 6 લાખ વૃક્ષો વાવ્યા
2012માં 6.18 લાખ વૃક્ષો હતા. જે વર્ષ 2016સુધીમાં 15.41 લાખ જીવંત મોટા વૃક્ષો હતા. બે વર્ષમાં 70 લાખ રોપાં-વૃક્ષ વાવવા પાછળ રૂ. 100 કરોડ ખર્ચ થયો.
2025માં ઈન્ટર નેશનલ કાઉન્સિલ ફોર લોકલ એન્વાયરમેન્ટ ઇનિશિએટીવ દ્વારા શહેરના વૃક્ષ વિસ્તારને લઈ સરવે કરાયો હતો. આ સરવેમાં બાર વોર્ડના વૃક્ષ વિસ્તારમાં વર્ષ 2012-2024 સુધીમાં ઘટાડો નોંધાયો છે. વટવામાં સૌથી વધુ 41 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો.
ગ્રીન કવરમાં કેટલો ઘટાડો?
અમદાવાદ શહેરના વેજલપુરમાં 8.51 ટકા, ખાડિયામાં 1.68 ટકા, અમરાઈવાડીમાં 25.33 ટકા, દાણીલીમડામાં 11.55 ટકા, ઇસનપુરમાં 1.69 ટકા, ખોખરામાં 24.61 ટકા, વટવામાં 41.88 ટકા, લાંભામાં 27.7 ટકા, રાણીપમાં 26.09 ટકા, સરદાર પટેલ સ્ટેડિયમમાં 3.75 ટકા, નવરંગપુરામાં 2.69 ટકા અને પાલડીમાં 27.55 ટકા ઘટાડો થયો છે.
7 વર્ષમાં 12000 વૃક્ષો કાપી કઢાયા હતા.
ભારતે અત્યાર સુધીમાં કુલ 62 કરોડ વૃક્ષો વાવી દીધા હોવાનો દાવો છે.
અત્યાર સુધીમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં કુલ રૂ. 28,492 કરોડનાં કામો પૂર્ણ થયા છે.
મોદીનો વિક્રમ એક છળ
શહેરના જીએમડીસી ગ્રાઉન્ડમાં 31મી જુલાઈ 2010માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ મહાનગરપાલિકાના ગ્રીન અમદાવાદ પ્રોજેક્ટ શરૂ કરીને 8 લાખ વૃક્ષોનું વાવેતર કરાવીને વિશ્વ વિક્રમ બનાવ્યો હતો.
પાકિસ્તાનના નામે 5 લાખ વૃક્ષો વાવવાનો રેકોર્ડ પરાસ્ત કરીને સાડા સાત લાખ વૃક્ષો અમદાવાદમાં ઉગાડી બતાવ્યા છે.
મેયર કાનાજી ઠાકોર હતા. 400 જગ્યાએ વૃક્ષો ઉગાડ્યા હતા. પ્રસિદ્ધિ તો મોદીએ લીધી પણ વૃક્ષો તો ઉગ્યા નહીં. મોદીનું જુઠાણું પકડાયું હતું.
હવે અમિત શાહનું જુઠાણું પકડવા માટે એક વર્ષ જોઈશે.
મોટા ઉપાડે થતાં વૃક્ષારોપણ બાદ તેનું જતન કરવામાં સત્તાધીશો ઊણાં ઉતર્યા છે.
2010માં તૈયાર કરાયેલું સ્મૃતિવન લોકોના સ્મૃતિપટ પરથી ગાયબ થઈ ગયું
ઓગસ્ટ 2010માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે શહેરમાં એકસાથે વિવિધ વિસ્તારોમાં 9.19 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરાવીને વિશ્વ વિક્રમ બનાવીને ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન મેળવ્યું હતું.
મોટી જાહેરાતો કરીને પ્રજાને ભરમાવી હતી. પણ વૃક્ષો 10 ટકા પણ બચાવી શક્યા નથી. પ્રજા સાથે મોદીની એ મોટી છેતરપિંડી હતી. હવે તે કામ અમિત શાહ કરી રહ્યા છે.
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે એક સ્મૃતિ વન પણ તૈયાર કર્યું હતું. જે આજે શહેરીજનોના સ્મૃતિપટ પરથી ગાયબ થઈ ગયું છે. ત્યાં પથ્થર સિવાય કંઈ નથી. આજે આ વન વેરાન બની ગયું છે.
યોગગુરૂ રામદેવે નિકંદન કાઢ્યું
જીએમડીસી ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણના એક મહિનામાં જ યોગગુરૂ બાબા રામદેવે યોગનો કાર્યક્રમ રાખ્યો હતો. તેના કારણે આ સ્મૃતિ વનના મોટાભાગના વૃક્ષોનું નિકંદન તે સમયે નીકળી ગયું હતું. ત્યારબાદ ભવનોના કારણે બાકીના સ્મૃતિવનનું પણ નિકંદન નીકળી ગયું.
બગીચા ખાતાના ડાયરેક્ટર શું કહે છે?
વર્ષ 2010માં કરાયેલા વિશ્વ વિક્રમી નવ લાખથી વધુ વૃક્ષોના વાવેતર અંગે અમપાના બગીચા ખાતાના ડાયરેક્ટર જિજ્ઞેશ પટેલે જાહેર કર્યું હતું કે, જ્યારે આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું તે પછી તેની જાળવણી અને માવજત માટે અમપા દ્વારા યોગ્ય આયોજન કરવામાં આવ્યું નહોતું. માત્ર 10 ટકા જેટલાં જ વૃક્ષો બચી શક્યા છે, જ્યારે બાકીના વૃક્ષોનું નિકંદન નીકળી ગયું છે.
મોદીને બચાવવા ગણતરી ન કરી
2010માં નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં વૃક્ષારોપણ કરીને વિશ્વ વિક્રમ કરેલો તેની પોલ બહાર ન આવે તે માટે અમદાવાદમાં વૃક્ષોની કોઈ ગણતરી કરવામાં આવી નથી. લાખોની સંખ્યામાં અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારમાંથી વિકાસના ઓઠા હેઠળ પ્રાચીન અને મહામૂલા વૃક્ષોનું નિકંદન કાઢી નાંખવામાં આવ્યું છે.
જંગલોના વિનાશમાં મોદી કરતાં ભૂપેન્દ્ર પટેલ આગળ નીકળ્યા, 3 વર્ષમાં 20 લાખ મીટર જંગલ ઉદ્યોગપતિને શરણે છે.
30 ઉદ્યોગપતિઓએ જંગલની 180 હેક્ટર જમીન હડપ કરી હતી.
લીલાછમ જંગલ, ઉદ્યોગોના માલિકોને ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરકારે સોનાના તાસક ઉપર લૂંટવા આપી દીધા હતા.
રાજ્યમાં વૃક્ષોનું આવરણ 20 વર્ષમાં પહેલીવાર 3 ટકા ઓછું થયું.
વિધાનસભામાં 2023માં ભાજપની સરકારે ધારાસભ્યોના પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું કે, બે વર્ષમાં ઉદ્યોગોને 180 હેક્ટર જંગલની જમીન આપી જે 18 લાખ ચોરસ મીટર થાય.
એક ચોરસ મીટરે માત્ર 437 રૂપિયામાં આપી દઈને જંગલોનો સોથ વાળી દેવાયો હતો. ઉદ્યોગો પાસેથી 78.71 કરોડ રૂપિયા લેવાયા હતા.
વર્ષ 2021માં જંગલની જમીન હડપવા 21 ઉદ્યોગપતિઓ ટાંપીને બેઠા હતા. જેમાં 172 હેક્ટર જમીન તો સરકારે આપી પણ દીધી હતી.
2022માં 9 ઉદ્યોગો જંગલની લીલીછમ જમીનો લેવા માટે ટોળે વળેલા હતા. જેમાં 7.35 હેક્ટર જમીન ભૂપેન્દ્ર પટેલની સરકારે આપી હતી. બે વર્ષમાં કુલ મળીને
સુરત જિલ્લામાં આર્સેલર મિત્તલ-નિપ્પો ગૃપ દ્વારા વન વિભાગની હજીરા-સુવાલી ખાતે બીજી 196.90 હેક્ટર જમીન પડાવી લેવા સરકારને કહ્યું હતું.
ગેરકાયદે દબાણ હેઠળની 93 હેક્ટર જમીન દબાવી હતી તેમાં 65.73 હેક્ટર જમીન હડપ કરી હતી.
કચ્છના પાંઘૌ ગામે 206.38 હેક્ટર બિન જંગલની જમીન મેળવવામાં આવી હતી.
વૃક્ષોમાં 35 ટકા ઘટાડો
જંગલ ખાતાના અહેવાલ 2022માં ગુજરાતમાં કહેવાયું છે કે 10 વર્ષમાં 2869 ચો.કિ.મી. વિસ્તારમાંથી વૃક્ષો કાપી કઢાયા હતા. જે 10 વર્ષમાં 34.32%નો ઘટાડો દર્શાવે છે.
વૃક્ષોના આવરણમાં ગુજરાત દેશમાં છઠ્ઠા નંબરે છે.
11 વર્ષ પહેલાથી મોદી રાજમાં વૃક્ષોની કતલ થતી રહી હતી.
મોદી સરકારે ત્રણ જિલ્લામાં ઉદ્યોગોને જંગલની 2211 હેક્ટર જમીન આપી દીધી હતી.
જેમાં એસ્સાર,અદાણી, હચ ફેસલ લી., વોડાફોન-એસ્સાર સહિતના 17 ઉદ્યોગપતિઓ હતાં.
116 કરોડ રૂપિયા લઈને આપી હતી.
વિધાનસભામાં 21 ધારાસભ્યોએ આ મુદ્દે મોદી સરકારને ઘેરી હતી.
કચ્છમાં અદાણી ગ્રૂપને મુન્દ્દા પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન દ્વારા 2008.41 હેક્ટર જંગલની જમીન હડપ કરી હતી.
ગૌતમ અદાણીએ 12 કરોડમાં નવા વન ઉભા કરવાના હતા. અને 100 કરોડ લઈને મોદી સરકારે જમીનો આપી હતી.
કચ્છ જિલ્લામાં ગુજરાત પાવરને 130 હેક્ટર જમીન આપી હતી. જેના માટે 13 કરોડ ઉદ્યોગોએ આપ્યા હતા.
સુરતમાં એસ્સાર સ્ટીલને 34 હેક્ટર જમીન આપી હતી. જેમાં 3 કરોડ 43 લાખ લીધા હતા.
સુરતમાં ટાટા ટેલિકોમને 0.065 હેક્ટર જમીન આપી હતી.
કચ્છમાં વોડાફોન એસ્સારને 10 હેક્ટર જમીન પડાવી હતી.
સુરતમાં એસ્સાર સેઝ લી.ને 4.9324 હેક્ટર જમીન આપી હતી.
દેશમાં 13.35 લાખ હેક્ટર વિસ્તારની જંગલની જમીન માલેતુજાર લોકોના હાથમાં સરકી ગઇ હતી.
રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના 11.14 ટકા જંગલ છે.
કેન્દ્રીય મંત્રાલયે આપેલા આંકડામાં વિરોધાભાસ છે. જંગલની કેટલી જમીન પર અતિક્રમણ થયેલાં છે તેનો સચોટ ડેટા સરકાર પાસે નથી.
ભૂતકાળમાં જંગલની જમીન પર દબાણ કરનારા તત્વો કે કંપનીઓને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા દંડ ફટકારવામાં આવેલો છે.
જે.કે.પેપર દ્વારા રૂ. 1600 કરોડના ખર્ચે. જેમાં જંગલનું લાકડું મોટા પ્રમાણમાં વાપરવામાં આવશે.
ધોલેરામાં લગભગ 6 હજાર હેક્ટરમાં દરિયા કિનારાના વૃક્ષ અને જમીન પરના વૃક્ષોનો સોથ વળી શકે છે. જેમાં 2280 હેક્ટર જમીન અને પાણી અંદર ચેર-મેગ્રુવઝના વૃક્ષ છે. જેમાં 1800 હેક્ટર જેવા ચેર તો એકદમ ગાઢ છે.
ભચાઉના 20 કિ.મી.ના ચેરનો નાશ
મીઠાના એકમોએ 1200થી 1300 એકરમાં ચેરનું નિકંદન કાઢી નાંખ્યું છે. બીજા 4 હજાર એકરમાં ચેર નાશ પામે તેમ છે
કચ્છના મુન્દ્રા તાલુકાના મહેસૂલ વિભાગની જમીન પર વનવિભાગનાં અંદાજ મુજબ આશરે 25 ચોરસ કિ.મી.ના વિસ્તારમાં પથરાયેલું ચેર વૃક્ષનું જંગલ નષ્ટ થયું છે. કચ્છમાં 22 ચોરસ કિ.મી.માં ચેરના જંગલો સાફ થઈ ગયા છે.
ખાવડા ખાતે 1 લાખ હેક્ટર જમીન પડતર પડી હતી. જેમાંથી 72,600 હેક્ટર જમીન પર સંરક્ષણ મંત્રાલયે સોલાર પાર્ક બનાવવાની મંજૂરી આપી હતી.
અદાણીને કચ્છમાં મોટા પ્રમાણમાં ગૌચરની જમીન ૧૫ પૈસાથી માંડીને રૂ. ૨માં પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ વેચી મારી છે. રાજ્યમાં 18 લાખ હેક્ટર જમીન ઉદ્યોગપતિઓને વેચી મારી છે.
2012માં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સામે ભ્રષ્ટાચારની તપાસ માટે નિયુક્ત થયેલા જસ્ટિસ એમ.બી. શાહ પંચ સમક્ષ સામાજિક સંસ્થાએ રજૂઆત કરી હતી કે, મોદીએ અદાણીને 6 કરોડ ચોરસ મીટર જમીન પાણીના ભાવે આપી દીધી છે. મુખ્યમંત્રી મોદીએ 15 જેટલા મુદ્દે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો. અદાણીને 6 કરોડ ચોરસ મીટર જમીન રૂ.1 થી રૂ.32ના ચોરસ મીટરના ભાવે જમીન આપી હતી.

English



