[:gj]અસલામત ગુજરાતમાં શહેરોને સુરક્ષા ગામોને કેમ નહીં ? [:]

[:gj]રાહદારી મહિલાઓના ગળામાંથી ચેઇન સ્નેચીંગના બનતા ગુનાઓ અટકાવવા કાયદાને વધુ અસરકારક બનાવી હવે ૭ થી ૧૦ વર્ષ સુધીની સજાની જોગવાઇ એક વર્ષ અગાઉ કરેલી છે. 10 વર્ષમાં 16 હજાર મહિલાઓ પોલીસ દળમાં ભરતી કરાઈ છે છતાં આજે ગુનાખોરી અટકતી નથી.

સેફ સિટી

મહિલાઓ, બાળકો અને વરીષ્ઠ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે સેફ સીટી માટે રૂા.૧૫૭ કરોડ આપવામાં આવ્યા છે. પણ ગામડીઓની મહિલાઓ સૌથી વધુ અસલામત છે છતાં તે માટે નાણાં આપવામાં આવ્યા નથી.

અસલામત ગુજરાત

ગુજરાત સલામત હોત તો વધારે નાણાં ખર્ચીને સલામતી આપવાની જરૂર ઊભી ન થાત. પણ ગૃહ વિભાગે કુલ રૂા. ૩૨૯.૧૯ કરોડના અંદાજીત ખર્ચ સાથેની સેફ એન્ડ સીક્યોર ગુજરાત યોજના હેઠળ રાજ્યના ૩૪ જિલ્લાઓ, ૬ ધાર્મિક સ્થળો અને કેવડીયા કોલોની ખાતે થશે. નિર્માણ પામેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંકુલની સલામતી અને સુરક્ષા માટે સી.સી.ટીવી કેમેરા આધારિત સર્વેલન્સ અને ઇન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સીસ્ટમનું નેટવર્ક ઉભુ કરવા માટે રૂા.૧૦૦ કરોડ આપવામાં આવ્યા છે.

રાજ્યમાં આવેલ ઉદ્યોગો તેમજ અતિ મહત્વપૂર્ણ મેટ્રો રેલ પ્રોજેક્ટની સુરક્ષા માટે ૨૪૦૦ પોલીસકર્મીઓ સાથેના રાજ્ય અનામત પોલીસ દળના બે નવા ગૃપ ઉભા કરવામાં આવશે. ૧૦ વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા ૫૦ હજાર પોલીસની ભરતી કરવામાં આવી છે. ૯,૭૦૦ ભરતી પ્રક્રિયા ચાલુ છે, ચાલુ વર્ષે વધુ ૪,૦૩૭ જગ્યાઓ ભરવામાં આવશે.

જેલ અને ન્યાયાલયોમાં વિડિયો

રાજ્યની જેલો અને કોર્ટ વચ્ચે વીડીયો કોન્ફરન્સ સીસ્ટમ ઉભી કરી ઝડપી ન્યાય અને સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવા માટે રૂા. ૩૧ કરોડ, કન્વીક્શન રેટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ થકી ગંભીર ગુનાઓમાં કન્વીક્શન રેટ ઓછામાં ઓછો ૩૦ ટકા લઇ જવા માટે ઇન્વેસ્ટીગેશન પધ્ધતિમાં સુધારો, ચાર્જ-શીટ સમયસર દાખલ કરવી અને એફ.એસ.એલ.ને વધુ સુદ્રઢ કરવા માટે રૂા. ૨૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સરહદી વિસ્તાર માટે રૂા. ૧૨૯ કરોડ, પોલીસ આધુનિકરણ યોજના હેઠળ પોલીસ તંત્ર અને ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીને સુદ્રઢ કરવા માટે રૂા.૫૧ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

ગૃહ વિભાગનું રૂા. ૬,૬૮૭ કરોડના અંદાજપત્રમાં  નવી સેવાઓ માટે રૂા.૭૬૭ કરોડ અને ચાલુ બાબતો માટે વઘારાના રૂા. ૧૪૪ કરોડ વિધાનસભાએ મંજૂર કર્યા છે. પોલીસ તંત્રની નવી કચેરીઓ બાંધવા રૂા. ૧૫૫ કરોડ પોલીસ કર્મીઓના આવાસ બાંધવા રૂા. ૨૨૩ કરોડ તથા જેલ તંત્રના મકાનો અને આવાસો બાંધવા રૂા. ૧૦૯ કરોડ મળીને કુલ રૂા.૪૮૭ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.[:]