[:gj]કચ્છી રણ ધોડીની નવી નસલને માન્યતા [:]

[:gj]દેશની 7મી ઘોડાની નસલ – ઓલાદ તરીકે કચ્છી-સીંઘી ધોડાને માન્યતા મળી છે. ગુજરાતમાં અત્યાર સુધી કાઠીયાવાડી અને મારવાડી એમ બે જ અશ્વની નસલને માન્યતા મળી હતી. લાંબા સમય બાદ કચ્છ ઉપરાંત રાજસ્થાન પંથકમાં જોવા મળતા ‘કચ્છી સિંધી’ સમાજ નસલને કેન્દ્ર સરકારના ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રીસર્ચની બ્રીડ રજીસ્ટ્રેશન કમિટીએ ત્રીજી નસલ તરીકેનો સત્તાવાર સ્વીકાર કર્યો છે. અને કચ્છ ઉપરાંત રાજસ્થાનના જેસલમેર અને બાડમેરમાં જોવા મળતાં ‘કચ્છી સિંધી’ અશ્વને અંતે કેન્દ્ર સરકારના ઈન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રીકલ્ચર રીસર્ચની બ્રીડ રજિસ્ટ્રેશન કમિટિએ તેનું ત્રીજી નસ્લ તરીકે સત્તાવાર રજિસ્ટ્રેશન કરી માન્યતા આપી છે. અગાઉ ‘કાઠિયાવાડી’ અને ‘મારવાડી’ એ બે જ અશ્વને સ્વતંત્ર નસ્લ તરીકે માન્યતા મળી હતી. કચ્છી સિંધી અશ્વ ગરમ અને સૂકાં રણ પ્રદેશનો ખડતલ અશ્વ છે. કાળઝાળ ગરમી વચ્ચે રણવિસ્તારમાં દોડવામાં આ અશ્વ સામે અન્ય અશ્વો હાંફી જાય છે. આ અશ્વની ખરી પહોળી છે જે રણપ્રદેશની રેતાળ જમીનમાં દોટ લગાવામાં ખૂબ ઉપયોગી છે. તો, અન્ય શારીરિક અંગ-ઉપાંગો પણ તેને રણના ઘોડા તરીકે અન્ય અશ્વો કરતાં વધુ ખડતલ બનાવે છે. હરિયાણાના કરનાલના નેશનલ બ્યૂરૉ ઑફ એનિમલ જીનેટીક રીસોર્સના વૈજ્ઞાનિકો કચ્છી સિંધી અશ્વના ડીએનએથી લઈ તેની શારીરિક રચના અને ખૂબીઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યાં બાદ તેને સ્વતંત્ર નસ્લ તરીકે સ્વીકાર્યો હતો. આ ઘોડો દેખાવે કાઠિયાવાડી અને મારવાડી અશ્વ જેવો દેખાય છે પરંતુ તેની કેટલીક શારીરિક વિશેષતાઓ તેને એ બંને નસ્લ કરતાં અલગ પાડે છે. તજજ્ઞોના મતે કચ્છી સિંધી અશ્વ એ સંપુર્ણપણે રણનો ઘોડો છે. કચ્છ-રાજસ્થાનમાં અંદાજે આ નસ્લના અશ્વની સંખ્યા ચાર હજાર જેટલી છે.છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાતી હતી એવા કચ્છના કચ્છી-સિન્ધી તરીકે ઓળખાતા અશ્વની જાતને ભારતીય કૃષિ અનુંસધાન પરિષદ (આઈ.સી.એ.આર.) દ્વારા દેશની સાતમી અશ્વ ઓલાદ તરીકે માન્યતા આપવામાં આવી છે.  પશુપાલન વિભાગ ગાંધીનગરના સહયોગથી, કચ્છની રામ રહીમ કચ્છી-સિન્ધી અશ્વપાલક સહકારી મંડળી અને સહજીવન સંસ્થા ભુજ દ્વારા બ્રિડ પ્રોફાઈલ તૈયાર કરીને એન.બી.એ. જી.આર કરનાલને આઠ મહિના પહેલાં મોકલાઈ હતી. કચ્છના સાંસદ વિનોદ ચાવડા દ્વારા અશ્વની ઓલાદને ઝડપથી માન્યતા મળે તે માટે કૃષિ મંત્રાલયમાં દરમ્યાનગીરી કરાઈ હતી. આઈ.સી.એ.આર.ની બ્રિડ રજિસ્ટેશન કમિટી દ્વારા કચ્છી-સિન્ધી અશ્વની માન્યતાને અંતિમ મંજૂરી આપવામાં આવી છે. મંજૂરીનું પ્રમાણપત્ર 6 ઓકટોબર 2017માં અમદાવાદ ખાતે યોજાનારા નેશનલ વર્કશોપમાં કેન્દ્રીય મંત્રી ક્રિષ્ના રાજના હસ્તે મંડળીના હોદ્દેદારોને સુપ્રત કરવામાં આવશે. કચ્છમાં દેશી પશુઓની પુષ્કળ વૈવિધ્યતા જોવા મળે છે, બન્ની ભેંસ, ખારાઈ ઊંટ પછી માન્યતા મેળવનાર કચ્છ ગુજરાતની આ ત્રીજી નવી ઓલાદ છે. અશ્વની ઓલાદને માન્યતાના સમાચાર મળતાં સમગ્ર કચ્છના અશ્વપાલકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. અગાઉ માન્યતા ન હોવાથી રાજ્ય સ્તરે યોજાતી અશ્વદોડ અને અશ્વ શોની વિવિધ હરીફાઈઓમાં ભાગ લેવા મળતો ન હતો, તેમજ સરકાર તરફથી માન્યતાના અભાવે કોઈ જ મદદ મળતી ન હતી. પરંતુ હવે ભારત સરકાર દ્વારા કચ્છી અશ્વને નવી ઓલાદ તરીકે માન્યતા મળી જતાં અશ્વપાલકો માટે અને અશ્વના ઉછેર અને વિકાસ માટે નવા દ્વાર ખૂલશે. કચ્છમાં જોવા મળતા ઘોડા (અશ્વ) સ્થાનિકે કચ્છી ઘોડા કે સિંધી ઘોડા તરીકે ઓળખાય છે. કચ્છના જાડેજા, આહીર, સમા, ચારણ, બન્નીના સિંધી માલધારીઓ કચ્છી ધોડાને ઉછેર કરે છે. કચ્છમાં 17પ9 જેટલા અશ્વપાલકો કચ્છી અશ્વનો ઉછેર કરે છે અને અશ્વની સંખ્યા 3136 જેટલી છે. કચ્છમાં હિન્દુ અને મુસ્લિમ બન્ને કોમના લોકો પરંપરાથી ઘોડાનો ઉછેર કરે છે. કચ્છી ઘોડાના સંવર્ધન, વિકાસ અને જાળવણી માટે કચ્છમાં ઘોડાનો ઉછેર કરતાં અશ્વપાલકોએ રામ રહીમ કચ્છી-સિન્ધી અશ્વ સહકારી મંડળીની રચના કરી છે. રામ રહીમ અશ્વ મંડળી દ્વારા દર વરસે અશ્વદોડ, શણગાર હરીફાઈઓ યોજાય છે જેથી અશ્વ પાલનમાં ખૂબ જાગૃતિ આવી છે. પશુપાલન વિભાગ ગાંધીનગર દ્વારા ગુજરાતમાં ઓછી જાણીતી ઘરેલુ પશુ ઓલાદોને ઓળખીને તેની બ્રિડ પ્રોફાઈલ તૈયાર કરીને રાષ્ટ્રીય માન્યતા અપાવવા ખાસ પાયલોટ પ્રોજેકટ હાથ ધરાયો છે. સહજીવન સંસ્થા-ભુજ દ્વારા આ પ્રોજેકટનો સમગ્ર ગુજરાતમાં અમલ કરી ગુજરાતમાં નવી પ ઓલાદો ઓળખી કઢાઈ છે, જેમા કચ્છમાંથી કચ્છી-સિનધી અશ્વનો સમાવેશ થાય છે. જનીનિક સંશોધન અને કેરેકટરાઈઝેશન આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા કરાયેલું છે. કચ્છી અશ્વની બ્રિડ પ્રોફાઈલ કરવા પ99થી વધારે ઘોડાઓના કદ, કાઠી, વજન, દેખાવ, રંગરૂપ વિગેરે (ફિઝિકલ કેરેકટર)નો અભ્યાસ કર્યા પછી બ્રિડ પ્રોફાઈલ તૈયાર કરાઈ હતી. સહજીવનના પૂર્વ કાર્યકર્તા ડો. શેરાસિંહ ચૌહાણ, નરેન્દ્ર નંદાણિયા, હનીફ હિંગોરજા અને ટીમ દ્વારા આ મહત્ત્વનો અભ્યાસ કરાયો હતો. રામ રહીમ અશ્વ સહકારી મંડળીના પ્રમુખ દિલુભા વાઘેલા, પૂર્વ મંત્રી શેરામામદ સમા, હાજી અબ્દુલ કલામ મુતવા, લખણાભાઈ આહીર, લધાભાઈ વિગેરેએ આ અભ્યાસમાં અશ્વલ્પાલકોને જોડવા માટે ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડો. કે.જી. બ્રહ્મક્ષત્રિય મારફતે આ દરખાસ્ત મોકલાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે કચ્છી અશ્વને એક અલગ ઓલાદ તરીકેની માન્યતા મળવાથી રાજ્ય સરકારમાં વિવિધ યોજનાઓ બનાવીને મૂકવામાં આવશે તથા વિવિધ હરીફાઈઓ, પ્રદર્શન તથા અશ્વ શોનું આયોજન કરવાનું સરળ બનશે. સહજીવન સંસ્થા ભુજ દ્વારા છેલ્લા પાંચ વરસથી સમગ્ર ગુજરાતની વિવિધ પશુ ઓલાદોને ઓળખીને માન્યતા અપાવવા ઊંડાણપૂર્વકનો વૈજ્ઞાનિક અભ્યાસ સાથે પશુઉછેરકોને સંગઠિત કરાઈ રહ્યા છે. ગુજરાતમાં નવી સાત ઓલાદો મળી આવી તે રીતે બીજા રાજ્યોમાં હજુ 8પથી વધુ પશુ નસલો છે, જેમને માન્યતા આપવાની બાકી છે. આ બાબતે દેશના બીજા રાજ્યોમાં ગુજરાતની જેમ જ સહભાગી પ્રયાસો થાય અને રાજ્ય સરકારો આ બાબતે સક્રિય થાય તે હેતુસર અમદાવાદ ખાતે 6થી 7 ઓકટોબર દરમ્યાન આત્મા, વત્રાપુર ખાતે બેદિવસીય નેશનલ વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ કાર્યશાળાના ઉદ્ઘાટન સત્રમાં મંત્રી પશુપાલન અને ગૌસંવર્ધન (રાજ્યકક્ષા) મંત્રીઓના હસ્તે માન્યતાનું પ્રમાણપત્ર મંડળીના હોદ્દેદારોને સુપ્રત કરવામાં આવશે તેવું સહજીવન સંસ્થાના પ્રોગામ ડાયરેકટર રમેશ ભટ્ટીની યાદીમાં જણાવાયું હતું.[:]