ગીરના સિંહોને જંગલમાં ધકેલવા વન પ્રધાન અર્જૂનની જીદ

ગીરના સિંહોને જંગલમાં ધકેલવા વન પ્રધાન અર્જૂનની જીદ Forest Minister Arjun’s insistence on pushing Gir lions into the forest गांव-खेत के शेरों को जंगल में धकेलने का ऑपरेशन, अर्जुन मोढवाडिया के फैसले का विरोध, तेंदुओं, शेरों और इंसानों के बीच बढ़ती जा रही है. ગામ-ખેતરના સિંહોનું જંગલમાં ધકેલવા ઓપરેશન, અર્જૂન મોઢવાડિયાના નિર્ણય સામે વિરોધ, દીપડા, સિંહો અને માનવ વચ્ચે ઘર્ષણ વધી રહ્યાં છે.

દિલીપ પટેલ

અમદાવાદ, 29 જૂન 2026
510 સિંહોને ગામ, ખેતર, સરકારી જમીન પરથી ખસેડીને તેને જંગલમાં લઈ જવા માટે ગુજરાતના વન પ્રધાન અર્જૂન મોઢવાડિયાના નિર્ણય સામે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. ગીર અભયારણ્યમાં 384 સિંહ છે અને હવે તેમાં બીજા 510 સિંહને નાંખી દેવા માટે વિવાદાસ્પદ નિર્ણય લીધો છે. જંગલમાં 300 સિંહ રહી શકે તેમ છે. તેનાથી વધારે અત્યારે રહે છે. જેમાં બીજા 133 ટકાનો વધારો થશે. જે સિંહો માટે ઘાતક સાબિત થશે.
તેથી વન તંત્ર વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાને બદલે સિંહોને જંગલમાં ધકેલી રહ્યું છે, જે એશિયાટિક સિંહોના અસ્તિત્વ માટે ખતરો બની શકે છે. એક તરફ સહજીવનના દાવા થાય છે અને બીજી તરફ સિંહોને હટાવવાનું ઓપરેશન ચાલી રહ્યું છે.

વન વિભાગના સત્તાવાર અહેવાલો, સંસદ, વિધાનસભામાં આપેલી વિગતો પ્રમાણે ગીર જંગલ અને તેની આસપાસના વિસ્તારોમાં (ગ્રેટર ગીર) સિંહોના હુમલામાં સરેરાશ દર વર્ષે 2થી 3 લોકોના મોત થાય છે. સિંહો સામાન્ય રીતે મનુષ્યો પર સીધા હુમલા કરતા નથી, પરંતુ છેલ્લા 10 વર્ષમાં માનવ વસ્તી અને સિંહોના વસવાટ વચ્ચેનું અંતર ઘટવાને કારણે આ પ્રકારની ઘટનાઓમાં આંશિક વધારો નોંધાયો છે.
બે વર્ષના ચોક્કસ ગાળામાં સિંહના હુમલામાં 7 લોકોના મોત થયા હતા.
2026માં સિંહોની સંખ્યા ઝડપથી વધીને 891 કે એખ હજાર થઈ ગઈ છે. તેઓ જંગલ છોડીને રાજુલા, ખાંભા અને સાવરકુંડલા જેવા રેવન્યુ જમીન કે ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાયી થઈ રહ્યા છે. આ ભૌગોલિક પરિવર્તનને કારણે તાજેતરના મહિનાઓમાં જ અમરેલી જિલ્લાની આસપાસ 4થી 5 માનવ મૃત્યુ થયા છે.
બે વર્ષના સત્તાવાર સરકારી ટ્રેકિંગ ગાળામાં સિંહના હુમલામાં આશરે 40 લોકો ઘાયલ થયા હોવાનું નોંધાયું છે. આ દર ગણતરીએ છેલ્લા 10 વર્ષમાં કુલ ઇજાગ્રસ્તોની સંખ્યા 200થી 250ની આસપાસ અંદાજવામાં આવે છે.

દીપડા સાથે સરખામણીમાં સિંગોનું બહુ ઓછું જોખમ છે.

દીપડાની વસતી
ગુજરાત રાજ્યમાં 2274 દીપડાઓ છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં દીપડાની સંખ્યામાં 63 ટકાનો મોટો વધારો જોવા મળ્યો છે. ગીરના જંગલનો વિસ્તાર નાનો પડી રહ્યો હોવાથી દીપડાઓ હવે જંગલ છોડીને આસપાસના ગ્રામ્ય વિસ્તારો, શેરડીના ખેતરો અને દરિયા કિનારા સુધી પહોંચી રહ્યા છે.
ભારતમાં મધ્યપ્રદેશ પછી ગુજરાત આખા દેશમાં બીજા ક્રમે સૌથી વધુ દીપડા ધરાવતું રાજ્ય છે. દેશના કુલ દીપડાઓમાંથી આશરે 16 ટકા દીપડા માત્ર ગુજરાતમાં જ વસે છે. ગુજરાતની કુલ વસતીના આશરે 50 ટકાથી વધુ દીપડા માત્ર ગીર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વસે છે.
ગીર જંગલ અને તેની આસપાસના બૃહદ ગીર વિસ્તારમાં દીપડાની વસતી અંદાજે 1300 જેટલી છે.
જૂનાગઢ જિલોલ, ગિરનાર અને ગીર સરહદમાં સૌથી વધુ 578 દીપડા વસે છે. ગીર સોમનાથ જિલ્લામાં 257 દીપડા નોંધાયા છે. અમરેલી અને અન્ય બૃહદ ગીર વિસ્તારમાં બાકીના રહે છે.

ગીરમાં સિંહો કરતાં દીપડા વધુ આક્રમક સાબિત થાય છે. વન વિભાગના ડેટા અનુસાર દીપડાના હુમલામાં સરેરાશ એટલા જ સમયગાળામાં 27 લોકોના મોત અને 189 લોકો ઘાયલ થયા હતા.
સિંહો માણસો પ્રત્યે પરંપરાગત રીતે શરમાળ સ્વભાવ ધરાવતા હોવાથી હુમલાનું પ્રમાણ ઘણું સીમિત રહે છે.

પણ રાજ્ય સરકાર સિંહોને જ જવાબદાર માને છે.

ગીર અભયારણ્ય – 384
સાવરકુંડલા, લીલીયા – 125
જૂનો ભાવનગર જિલ્લો – 103
રાજુલા, જાફરાબાદ, નાગેશ્રી – 94
ગિરનાર અભયારણ્ય – 54
કોરીડોર – 22
પાણીયા અભયારણ્ય – 10
મિતીયાળા અભયારણ્ય – 32
સુત્રાપાડા, વેરાવળ, કોડીનાર, ઉના – 25
નવો ભાવનગર જિલ્લો – 15
બરડા અભયારણ્ય – 17
જેતપુરનો વિસ્તાર – 9
બાબરા, જસદણ – 4

અમરેલી જિલ્લામાં સિંહોના હુમલામાં નિર્દોષ લોકોના મોતના પગલે વન વિભાગે રેવન્યુ વિસ્તારમાંથી સિંહોને પકડીને પરાણે જંગલમાં મોકલવાનું આયોજન કર્યું છે.
સ્થાનિકોનો રોષ ઉભો થતાં, દીપડા અને સિંહોના હુમલાના કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ છે. વન મંત્રી અને હેડ ઓફ ફોરેસ્ટે પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી.

સિંહોને જંગલ કરતાં રેવન્યુ વિસ્તારમાં રહેવું વધુ ગમે છે કારણ કે ત્યાં તેમને સરળતાથી પાલતુ અને રખડતા પશુઓનો ખોરાક મળી રહે છે. જંગલમાં ખોરાક માટે વધુ મહેનત કરવી પડે છે. વળી, બોર્ડર પર ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ્સના કારણે આવતા મૃત પશુઓ સિંહોને સરળતાથી મળી રહે છે.

સિંહોની વસ્તી
૨૦૧૫ ૨૦૨૦ ૨૦૨૫
ગીર અભયારણ્ય ૩૦૪ ૩૩૪ ૩૮૪
પાણીયા અભયારણ્ય ૧૧ ૧૦ ૧૦
મિતીયાળા અભયારણ્ય ૮ ૧૬ ૩૨
ગિરનાર અભયારણ્ય ૩૩ ૫૬ ૫૪
સુત્રાપાડા, વેરાવળ, કોડીનાર, ઉના ૩૨ ૨૦ ૨૫
રાજુલા, જાફરાબાદ, નાગેશ્રી ૧૮ ૬૭ ૯૪
સાવરકુંડલા, લીલીયા ૮૦ ૯૮ ૧૨૫
જૂનો ભાવનગર જિલ્લો ૩૭ ૫૬ ૧૦૩
નવો ભાવનગર જિલ્લો – ૧૭ ૧૫
બરડા અભયારણ્ય ૦ ૦ ૧૭
જેતપુરનો વિસ્તાર ૦ ૦ ૯
બાબરા, જસદણ ૦ ૦ ૪
કોરીડોર ૦ ૦ ૨૨

ગીરમાં ગેરકાયદે ખાણ અને રિસોર્ટ છતાં વન પ્રધાન અર્જૂન મોઢવાડિયા મૌન

ગીરમાં ગેરકાયદે ખાણ અને રિસોર્ટ છતાં વન પ્રધાન અર્જૂન મોઢવાડિયા મૌન

સિંહોના તમામ સમાચારો

https://allgujaratnews.in/gj/?s=%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9