[:gj]ખાનગી કંપનીઓ પાસેથી મોંઘી વિજળી સરકારે ખરીદ કરી[:]

[:gj]

વિધાનસભા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને દાણીલીમડાના ધારાસભ્‍ય શૈલેષ પરમારે જણાવ્‍યું હતું કે, વર્ષ 2001-02માં સરકારી વીજ મથકોની વીજ ઉત્‍પાદનની ક્ષમતા 4584 મેગાવોટ હતી, જેની સામે વીજ ઉત્‍પાદન 23327 મિલિયન યુનિટ થયું હતું. વર્ષ 2017-18માં વીજ ઉત્‍પાદન ક્ષમતા 5517 મેગાવોટ થઈ, જેની સામે વીજ ઉત્‍પાદન માત્ર 23683 મિલિયન યુનિટ થયું છે.

વર્ષ 2001-02માં ખાનગી વીજ મથકોની વીજ ક્ષમતા 1505 મેગાવોટ હતી અને વીજ ઉત્‍પાદન 8233 મિલિયન યુનિટ હતું, વર્ષ 2017-18માં વીજ ક્ષમતા વધીને 7207 મેગાવોટ થઈ અને વીજ ઉત્‍પાદન 48387 મિલિયન યુનિટ નોંધાયું છે.

ખાનગી વીજ મથકોમાં વીજ ઉત્‍પાદન ક્ષમતામાં 5702 મેગાવોટનો વધારો થયો અને વીજ ઉત્‍પાદન ક્ષમતામાં 40154 મિલિયન યુનિટનો વધારો થયો છે. આમ, સરકારી વીજ મથકોમાં વીજ ઉત્‍પાદન ક્ષમતામાં 933 મેગાવોટનો વધારો થયો, જ્‍યારે ખાનગી વીજ મથકોમાં 5702 મેગાવોટનો વધારો થયો. સરકારી વીજ મથકોમાં વીજ ઉત્‍પાદનમાં 356 મિલિયન યુનિટનો વધારો થયો, જ્‍યારે ખાનગી વીજ મથકોમાં 40,154 મિલિયન યુનિટનો વધારો થયો. વર્ષ2001-02થી વર્ષ 2017-18 સુધીમાં સરકારી વીજમથકો કરતાં ખાનગી વીજ મથકોની વીજ ઉત્‍પાદન ક્ષમતામાં 611%નો જ્‍યારે વીજ ઉત્‍પાદનમાં 11279%નો વધારો થયો.

વર્ષ 2008-09થી 2017-18માં રાજ્‍ય સરકાર દ્વારા ખાનગી વીજ ઉત્‍પાદકો પાસેથી 2,88,598 મિલિયન યુનિટ કરતાં વધારે વીજળી ખરીદવામાં આવી છે અને તે પેટે ખાનગી કંપનીઓને રૂ. 80,728 કરોડથી વધારેની રકમ ચૂકવવામાં આવી છે.

રાજ્‍યમાં 1,96,860 કરતાં વધારે ખેતીવિષયક વીજજોડાણો મેળવવાની અરજીઓ પડતર છે. વર્ષ 2003થી 2017 સુધીમાં કુલ 8 વાયબ્રન્‍ટ થયા. અગાઉ ગુજરાતના પાર્ટનર દેશ તરીકે અમેરિકા, બ્રિટન, ફ્રાન્‍ચ, ચીન વગેરે જોડાતા હતા.

[:]