[:gj] ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર બનનારી પંચતારક હોટેલનું કામકાજ સાત મહિનાથી ખોરવાયું[:]

[:gj]ગાંધીનગર,તા.19
પીએમ મોદીની મહત્વાકાંક્ષી યોજના એવી ગાંધીનગર રેલ્વે સ્ટેશન ઉપર બનનારી ફાઈવસ્ટાર હોટેલનું કામકાજ છેલ્લા સાત મહિનાથી ગોકળ ગતિએ ચાલી રહ્યુ છે. રૂપાણી સરકાર દ્વારા છેલ્લા દસ મહિનાથી કોન્ટ્રાક્ટરો નાણાં ચૂકવવામાં નાણાં ચૂકવવામાં આવ્યા ન હોવાના કારણે આ કામ મંદ બની ગયું છે.

GARUD ની રચના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર નવીનીકરણ થતી ફાઈવ સ્ટાર હોટલ ઉપર સાત મહિનાથી ગ્રહણ લાગી ગયું છે. રૂપિયા ૬૦૦ કરોડ ઉપરાંતના પ્રોજેકટના અમલીકરણ માટે ભારતીય રેલવે સ્ટેટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર રેલ્વે એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની રચના કરવામાં આવી હતી.

પ્રોજેકટનો વાઈબ્રન્ટ 2019માં શુભારંભનો હતો લક્ષ્યાંક

જાન્યુઆરી નવમી 2017 ના રોજ રોજ પીએમ મોદીએ સાઈટ ઉપર ભૂમિપૂજન કરીને આ પ્રોજેકટના શ્રી ગણેશ કર્યા હતા અને વાઇબ્રન્ટ ગુજરાત 2019માં તેનો શુભારંભ થાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. તે પ્રમાણે ડિસેમ્બર 2018 સુધીમાં તેનું 82% કામકાજ પણ પૂર્ણ થઇ ચુક્ં્ય ચુક્યું હતું. સમગ્ર માળખું તૈયાર કરવામાં માત્ર બે વર્ષનો ટૂંકો ગાળો લાગ્યો હતો જ્યારે આ વર્ષના દસ મહિનામાં બાકી રહેલા ૧૮ માંથી એક ટકો કામ પણ થયું નથી.

કુણાલ કન્સ્ટ્રકશન નામની ખાનગી પેઢીને પ્રોજેકટ સોંપાયો હતો

જાણવા મળ્યા મુજબ પાછલા વર્ષના નવેમ્બર ડિસેમ્બર સુધી બધું બરાબર ચાલતુ હતું અને સાઇટ ઉપર લગભગ પંદરસો કોન્ટ્રાક્ટર્સ- કારીગરો જોવા મળતા હતા. નવેમ્બર-ડિસેમ્બર મહિનાનો કોન્ટ્રાક્ટ લેબર નું ચુકવણું જાન્યુઆરી 2019માં કરવામાં કરવામાં આવ્યું પછી આજદિન સુધી કોઈપણ લેબર ના પૈસા ચૂકવવામાં આવ્યા નથી. આ સમગ્ર પ્રોજેક્ટનું કામ કુણાલ કન્સ્ટ્રક્શન નામની ખાનગી પેઢીને સોંપવામાં આવ્યું છે. આ પેઢી હેઠળ હાલમાં લગભગ 28 થી 30 કોન્ટ્રાક્ટર્સ આ પ્રોજેક્ટ માટે કામ કરી રહ્યા છે.

કોન્ટ્રાકટર્સની હાલાકી

નામ ન આપવાની શરતે એક કોન્ટ્રાક્ટે જણાવ્યું કે “જાન્યુઆરીથી અમને એક રૂપિયાનું પણ ચુકવણું કરવામાં આવ્યું નથી. મારે રૂપિયા ૨૮ લાખ લાખ લેવાના નીકળે છે. જાન્યુઆરીથી બધાનો પગાર પગાર બાકી છે. અમને ગત ડિસેમ્બર (2018) ની જે રકમ મળી હતી તેનું સેટિંગ કરી ને પણ માર્ચ એપ્રિલ મહિના સુધી જેમતેમ ચલાવ્યું પરંતુ તે પછી કારીગરો પૈસા ન મળવાને કારણે આવતા બંધ થઈ ગયા. આજે દસ મહિના થઈ ગયા છે પણ અમને એક રૂપિયો પણ ચૂકવવામાં આવ્યો નથી. કુણાલ કન્સ્ટ્રક્શન દ્વારા દ્વારા પંદર-વીસ દિવસે અમને અમારા રોજના ખાધાખોરાકી ના થોડાક હજાર આપવામાં આવે છે જેનાથી અમે પેટ ભરીએ છીએ”.

બીજા એક કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે.” પહેલા કામકાજ પૂરજોશમાં ચાલુ હતું ત્યારે તમને અહીં પંદરસો થી 1700 માણસો તમને સાઈટ ઉપર જોવા મળતા ઉપર જોવા મળતા હતા, પરંતુ આજે તમને માંડ 50 60 કારીગરો સાઈટ ઉપર જોવા મળશે. અમે પણ એટલા માટે ટકી રહ્યા છીએ માટે ટકી રહ્યા છીએ કારણ કે અમારે અમારા બાકીના ફસાયેલા નાણા કઢાવવાના છે ”

અન્ય એક કોન્ટ્રાક્ટર કહે છે કે,” પહેલા મારી નીચે 50 થી 60 કારીગરો કામ કરતા હતા. તેને બદલે આજે માત્ર પાંચ જ રહ્યા છે. હવે દિવાળી પર તો અમે પૈસાની આશા રાખીએ કે નહીં? ચાર-પાંચ કોન્ટ્રાક્ટર તો ત્રણ ચાર મહિના પહેલાં જ પૈસાના કારણે કામ સદંતર છોડી ને જતા રહ્યા છે. લગભગ દરેક કોન્ટ્રાક્ટરના ૨૦ થી ૨૫ લાખ જેવા લાખ જેવા જેવી રકમ લેવાની નીકળે છે. ”

સરકાર દ્વારા જ ચૂકવણું નહીં થયું હોવાની વાત

એક કોન્ટ્રાક્ટર તો ત્યા સુધી કહે છે કે, સરકાર દ્વારા જ કુણાલ કન્સ્ટ્રકશનને પૈસા નહિ અપાયા હોય કારણકે આ પેઢીના અન્ય કામકાજમાં રાબેતા મુજબ નિયમીત પૈસા કોન્ટ્રાક્ટરોને ચૂકવવામાં આવી રહ્યા છે અમે જ્યારે કુણાલ કન્સ્ટ્રકશનના સાઇટ ઇન્ચાર્જ ને પૈસા માટે કહીએ છીએ ત્યારે તેઓ લાચારીથી કહે છે કે મને મારવો હોય તો મારો પણ પૈસા નથી અત્યારે. અને તમને પૈસા મળી જશે પણ અમારે ક્યાં સુધી રાહ જોયા કરવાની? ”

મુખ્યમંત્રીની મુલાકાત

આ વર્ષના જુલાઇના અંતમાં કામ સ્થગિત થઈ ગયુ હોવાને કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રેલવે સ્ટેશન સાઇટની મુલાકાત લીધી હતી અને જવાબદાર અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા પણ કરી હતી પરંતુ આ બાબતે યોગ્ય નિર્ણાયક કાર્યવાહી થઈ હોય તેવું લાગી નથી રહ્યું.

સરકાર શું કહે છે?

જ્યારે આ બાબતે ગારુડનાસીનિયર જનરલ મેનેજર રમનજીત ગુપ્તાએ જણાવ્યું કે, “પ્રોજેક્ટનું કામકાજ રાબેતા મુજબ જ ચાલી રહ્યું છે અને ક્યાંય કોઈ રુકાવટ નથી આવી. મોટા ભાગનું બાંધકામ પૂરું થઈ ગયું છે અને એટલે જ સ્થળ પર ગતિવિધિ ઓછી લાગી રહી છે. સ્વાભાવિક છે કે હવે ફિનિશીંગ વર્ક માટે પહેલાં જેટલા કારીગરો તમને જોવા ન મળે. આગામી વાઇબ્રન્ટ 2021 પહેલાં તો સમગ્ર કામ પૂરું થઈ ગયું હશે

સાઈટ ઈન્ચાર્જ શું કહે છે?

આ બાબતે કુણાલ કન્સ્ટ્રકશનના સાઈટ ઇન્ચાર્જ નો સંપર્ક કરવામાં આવતાં તેમણે વાતચીત કરવાનો સાફ ઇનકાર કરી દીધો કરી દીધો હતો. પરંતુ જાણવા મળ્યા મુજબ તેમની પેઢીની અન્ય કન્સ્ટ્રકશન સાઈટસ ઉપર કામકાજ રાબેતા મુજબ ચાલુ હોવાનું જાણવા મળ્યું હતું. જવાબદાર સરકારી અધિકારીઓ નો સંપર્ક કરવામાં પણ યોગ્ય પ્રત્યુતર ગાંધીનગર સ્થિત કચેરીઓમાંથી મળ્યો ન હતો.

[:]