[:gj]ગિફટ સિટીની નિષ્ફળતા ઢાંકવા સરકાર હવે રહેણાંકી ટાવર બનાવાશે[:]

[:gj]ગિફ્ટ સિટીમાં 33 માળના બે ટાવર બનશે

ગાંધીનગર
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ઇન્ટનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેન્ટર (આઇએફએસસી) ધરાવતા ગુજરાત ફાઇનાન્સ ટેક સિટી (ગિફટ સિટી)માં રાજયના સૌથી ઊંચા એટલે કે 33 માળના બે ટાવર બનાવવામાં આ‌‌વશે. આ બે ગગનચુંબી 33 માળના ટાવરનું નિર્માણ બેંગલુરૂ સ્થિત શોભા ડેવલપર્સ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ હવે રિયલ એસ્ટેટનું સ્વરૂપ લઇ રહ્યો છે.

ગિફટસિટીમાં અત્યાર સુધી બિઝનેસ માટે ટાવર સ્થપાયા છે, આ પ્રથમ રેસિડેન્શિયલ ટાવર ઊભા થશે. આ અગાઉ ગિફટસિટીમાં સ્થપાયેલા બે ઓફિસ ટાવર પણ 28 માળના છે. શોભા ડેવલપર્સનો ગુજરાતનો આ પ્રથમ પ્રોજેક્ટ છે અને કંપની આ ટાવરના બાંધકામ 2024માં પૂર્ણ કરશે. આ રેસિડેન્સી પ્રોજેક્ટ સાથે ગિફટસિટીમાં તેના આયોજન મુજબ ટૂંક સમયમાં ગિફ્ટનો વોક-ટુ-વર્ક કોન્સેપ્ટ પણ અમલમાં મુકાશે.

કઈ કઈ સુવિધા?

ગિફટસિટીના એક અધિકારીના જણાવ્યા અનુસાર, શોભા ડેવલપર્સે ગિફ્ટ સિટીમાં પ્રથમ રહેણાક પ્રોજેક્ટ શોભા ડ્રીમ હાઇટ્સ લોંચ કર્યો છે. શોભા ડ્રીમ હાઇટ્સમાં દરેક ઘર રહેવાસીઓને આધુનિક જીવનનો અનુભવ પ્રદાન કરવા લક્ઝરી, સુવિધા અને ઉપયોગિતા ઓફર કરવા માટે ડિઝાઇન કરી છે. અધિકારીએ કહ્યું કે, શોભા ડ્રીમ હાઇટ્સમાં બે ટાવરમાં 474 યુનિટ હશે, જેનો કુલ સુપર બિલ્ટ એરિયા 5.24 લાખ ચોરસ ફીટ હશે. પ્રોજેક્ટ આધુનિક સુવિધાઓ સાથે 1 BHK અને 2 BHK એપાર્ટમેન્ટ ઓફર કરશે. તેમાં વોટર વોલ સાથે ત્રણ માળનું એક પ્રકારનું ક્લબહાઉસ સામેલ હશે, જે 8,000 ચોરસ ફીટના વિશાળ એરિયાને આવરી લેશે. અન્ય કેટલીક સુવિધાઓમાં ક્રિકેટ પિચ, બાસ્કેટબોલ કોર્ટ, સ્વિમિંગ પૂલ, જિમ્નેશિયમ અને ટેનિસ કોર્ટ સામેલ છે.[:]