[:gj]ગુજરાતની વડી અદાલત ખેડૂતોથી ભરાઈ જશે[:]

[:gj]11 સપ્ટેમ્બર 2018ના દિવસે અમદાવાદ ખાતે ગુજરાત વડી અદાલત ખેડૂતોથી ઊભરાઈ જશે. અહીં એક હજારથી વધું ખેડૂતો પોતાના સોગંદનામાં આપવા માટે આવવાના છે. નવસારી, વલસાડ, ભરૂચ અને સુરતના ચાર જિલ્લાઓમાંથી બુલેટ ટ્રેન પસાર થવાની છે. આ જિલ્લાના ખેડૂતો જમીન આંચકી લેવાનો વિરોધ કરી રહ્યાં છે. ખેડૂતોએ સોગંદનામા ઉપર સરકાર અને વડી અદાલત ને સ્પષ્ટ પણે જણાવી દીધું છે કે તે પોતાની જમીન આપવા તૈયાર નથી. આમ અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન નું ભાવિ અધ્ધરતાલ થઈ ગયું છે. ખેડૂત સમાજ તેનો વિરોધ કરી રહ્યું છે, કે સરકારે અમારી જમીન લઈ રહી છે. એના બદલામાં એવી જ જમીન આપવી જોઈએ પણ સોગંધનામામાં ખેડૂતોએ સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ કોઈ પણ હિસાબે જમીન આપવા તૈયાર નથી. કારણ કે જમીનનું વળતર કેટલુ આપવામાં આવશે એ હજુ સુધી કોઈ ખેડૂતોને જણાવવામાં આવ્યું નથી. જમીનની કિંમત પણ નક્કી કરવામાં આવી નથી. જે દસ્તાવેજ થાય છે અને જે જંત્રી છે તે પ્રમાણે સરકાર જમીનના ભાવ નકકી કરવાની છે. જેમાં ખેડૂતોને પૂરતાં ભાવ મળી શકવાના નથી. જંત્રી અને આસપાસની જમીનના જે દસ્તાવેજ થયા હોય તે કિંમત ગણીને ઉપર 25 ટકા વધારાની રકમ આપવાની વાત છે. પણ સરકારે આ અંગે એક પણ ખેડૂતને લેખિતમાં આપ્યું નથી. તેથી તેઓ વડી અદાલત સમક્ષ 11મી સપ્ટેમ્બરે ખેડૂતો આવશે અને પોતાની એફિડેવિટ જાતે રજૂ કરશે. અને જમીન આપવા તૈયાર નથી એવું સ્પષ્ટ પણે હાઇકોર્ટે જણાવશે. તેથી હવે આ મામલો અત્યંત ગંભીર બની ગયો છે.[:]