[:gj]ગેરકાયદેસર ઈન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપી પાડતી ગાંધીનગર SOG[:]

[:gj]

ગાંધીનગર માં છેલ્લા 6 મહિના થી ચાલતા ગેરકાયદેસર કૉલ સેન્ટર ને ગાંધીનગર SOG એ પકડી પાડ્યું છે.
વિદેશી નાગરિકોને લૉન આપવાના બહાને ઠગાઈ કરવામાં આવતી હતી. ગાંધીનગર રાયસણ ગામની સીમમાં સન રૉયલ બંગલોઝ ની સ્કીમમાં બંગલા નં6 માં ભાડાકરાર કરીને ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવવામાં આવતું હતુ. પરિણામે આ કોલ સેન્ટર ઉપર SOGએ રેડ કરી મહંમદ ઇમરાન હસન શેખ રહેવાસી ફતેવાડી સરખેજ અમદાવાદ ની ધરપકડ કરી હતી. સમગ્ર કૌભાંડની તપાસ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર જે. આર. કરોતરાએ માહિતી આપતા જણાવ્યું હતું. કે છેલ્લા છ મહિનાથી ચાલી રહેલા આ કૌભાંડમાં આરોપીઓ વિદેશીઓને જ ટાર્ગેટ કરતા હતા. અને બેંકમાં લોન માટે કરેલી લીડ મેળવી લેતા હતા. આરોપીઓ ની મોડ્સ ઓપરેશન અંગે માહિતી આપતાં SOG ના અધિકારી એ જણાવ્યું હતું કે. વિદેશી અરજદાર નો સંપર્ક કરી તમારી લોન મંજૂર થઈ ગઈ છે. અને તેને લગતા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના હોવાથી 100 ડોલરનું gift card સ્કેચ કરાવી પૈસા ઉઠાવી લેતા હતા .આ સમગ્ર કૌભાંડમાં મુંબઈ નાલાસોપારા ના દિનેશ અને તોહીદ નામના આરોપીઓ વિદેશી નાગરીકની લીડ મેળવીને મહંમદ શેખ ને આપી દેતા હતા. પરિણામે મહંમદ શેખ વિદેશી નાગરિકો નો સંપર્ક કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે .
અત્રે ઉલ્લેખનીય છે કે ધોરણ 7 પાસ અને કડિયા કામ કરતા મહંમદ શેખ જે અલગ અલગ દેશ ની ભાષા હોય તેવી જ ફાંકડી અંગ્રેજી ભાષા બોલી શકવાની કુનેહ ધરાવે છે. જેના કારણે વિદેશી નાગરિકો પણ તેની આ કળાથી અંજાઈ જતા હતા .અને તેની જાળમાં આસાનીથી ફસાઇ જતા હતા .ગાંધીનગરના રાયસણ ગામમાં ચાલતા આ કૌભાંડમાં સવારે ડેટા એન્ટ્રી ઓપરેટર નું કામકાજ કરવામાં આવતું હતું. અને સાંજે 6થી  વહેલી સવારના 4 વાગ્યા સુધી વિદેશોમાં કોલ કરીને પૈસા પડાવાનું કૌભાંડ ચાલતું હતું . આ કૌભાંડમાં  આરોપીઓએ દિયા ઈન્ફોટેક IT સોલ્યુશન ના નામે ભાડા કરાર કરીને બંગલો ભાડે રાખવામાં આવ્યો હતો. અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો ના માધ્યમથી મેજિક જેક તેમજ સ્કાઇપ એપની મદદથી ઇન્ટરનેશનલ કોલ કૌભાંડ આચરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. જો કે ગાંધીનગર SOG એ હાલમાં તો 1 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીઓની ધરપકડ કરવા માટે તેમજ કૌભાંડમાં સંડોવાયેલા ગુનેગારોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જણાવાયું છે.

[:]