[:gj]ગ્લોબલ વોર્મિગ – કેરી વહેલી કેમ આવવા લાગી છે ?[:]

[:gj]ઋતુચક્ર બદલાઈ રહ્યું છે. ગ્લોબર વોર્મિંગની સીધી અસર હવે ફળોનો રાજા કેરી પર પડવા લાગી છે. છેલ્લા 10 વર્ષથી શિયાળામાં કેરી આવી હોય એવી ઘણી ઘટનાઓ ગુજરાતમાં બની રહી છે.  જુનાગઢ શહેર કેરી માટે વિશ્વભરમાં જાણીતું છે. અહીં 1 ડિસેમ્બર 2018થી કેસર કેરી ભર શિયાળે આવી છે. આંબામાં ભરપુર દેખાઈ રહી છે. જૂનાગઢ શહેરના સી એન આઈ ચર્ચમાં વાવેલા આંબામાં મોર અને કેરી આવ્યા છે. સામાન્ય રીતે વૈશાખ મહિનામાં ઉનાળામાં મે-જૂનમાં કેરી આવે છે. હવે કદરત પણ માનવીઓની ભૂલના કારણે ઋતુચક્ર બદલીને ઉતાવળે આંબા પકવી રહી છે. આંબે આવ્યા મોરની કહેવત પહેલી પુરવાર થઈ રહી છે.

21 નવેમ્બર 2018માં શિયાળાની શરૂઆત થઈ તેની સાથે જ મહાવીર નગર વિસ્તારમાં નિલેષભાઈ અમુભાઈ ભાર્થીને ત્યાં ઘરના આંગણે આંબામાં કેસર કેરી આવી છે. મોટા પ્રમાણમાં ફુલ કે મોર આવી ગયો છે.

અમરેલીમાં પણ કેરી

અમરેલી જિલ્‍લાના કંટાળા ગામના ભાવેશ રાઠોડની આંબાના બગીચામાં 600 આંબા માંથી 30થી વધુ આંબાના વૃક્ષો પર ફાલ આવી ગયો છે. 4 વૃક્ષો પર કેરીઓ આવી ગઈ છે. પરિવાર કેરીનો સ્‍વાદ ચાખી રહયા છે. સામાન્‍ય ઋતુમાં કેરીનો ફાલ જાન્‍યુઆરી મહિનામાં આવે છે અને કેરી મે મહિનામાં પાકે છે.  ત્‍યારે ઋતુ ચક્રના ફેરફારને કારણે આવું બની રહ્યું છે. ફલીનીકરણ જાન્‍યુઆરી માસ બાદ થતું હોય છે. પરંતુ ઋતુ ચક્રોનો ફેરફાર કે ગ્‍લોબલ વોર્મિંગને કારણે અહીં વહેલી કેરી આવી ગઈ છે. ભાવેશભાઈના બગીચાની કેરી ઓસ્‍ટ્રેલિયા પણ જાય છે.

નાઘેરમાં 2013માં કેરી આવી

31 ડિસેમ્બર 2013માં ઊના અને નાઘેર વિસ્તારમાં આંબા વાડીઓમાં મોર-ફુલ આવી ગયા હતા. ગીરગઢડામાં એક વાડીમાં તો 100થી વધું આંબામાં મોર સાથએ ખાખડી કેરી આવી ગઈ હતી.  ———–

પોરબંદરમાં 2017માં કેરી આવી

પોરબંદરના કટવાણા ગામે આંબામાં 14 નબેમ્બર 2018માં કેરીના ઝૂમખા આવી ગયા હતા. ઉનાળામાં કેરી આવે તેના બદલે 13 ડિગ્રી તાપમાનમાં કેરી આવી ગઈ છે. એક કિલોના રૂ.100થી વધું મળતાં હોય છે.

ઓક્ટોરબરનો રેકોર્ડ પણ છે

13 ઓક્ટોબર 2018માં માળીયા હાટીનાના ગળોદર ગામમાં આંબામાં કાચીકેરી આવવા લાગી હતી.

વર્ષમાં ત્રણ વખત કેરી

2013માં એક એવી ઘટના બની હતી કે, પાટણ તાલુકાના ધચેલી ગામમાં 40થી 45 વર્ષ જુનાં આંબાંના વૃક્ષ પર દર ચાર મહિ‌ને કેરી આપતી હતી. ખાવામાં પણ મીઠી હોય છે. ચાર મહિ‌ના પહેલા દક્ષિણ ભાગની ડાળીઓ પર કેરી જોવા મળે છે અને પછીના ચાર મહીને ઉત્તર ભાગે કેરીના ઝુમખાં જોવા મળે છે. ખેડૂત રત્નાજી ઠાકોરની વાડીમાં આવું બની રહ્યું છે. આ વૃક્ષ દશ વર્ષ પહેલા સુકાઇ ગયું હતું, કુદરતે આંબાના વૃક્ષને ફરી જન્મ આપ્યો છે. ગામના સરપંચ ગાંડાજી જગાજી ઠાકોરે પણ આ વાતને સમર્થન આપ્યું હતું. મહા, જેઠ અને આસો મહિ‌નામાં એમ ત્રણ વખત કેરીઓ જોવા મળે છે.

સુરતમાં દિવાળીએ કેરી આવી

17 ઓક્ટોબર 2018માં સુરત શહેરની આબોહવા બદલાતા જહાંગીરપુરાના ખેડૂત વિપીન પટેલના 12 વર્ષ જુના આંબાના બગીચામાં સપ્ટેમ્બર અને ઓકટોબરમાં 100 વૃક્ષ પર કેરી આવી હતી. દિવાળીએ તો તેમને ફળ પાકી ગયા હતા. કેસર કેરીનો રસ બારે માસ મળે એવું આ ખેડૂતના અનુભવ પરથી લાગે છે. તેની કેરીનું ફળ મોટું હતું. તેઓ સામાન્ય ઋતુમાં 500 આંબા પરથી 8 હજાર કિલો કેરી ઉતારે છે.

2012નો રેકોર્ડ પણ છે

19 નવેમ્બર 2012નો આંબે આવ્યે મોરનો એક રેકર્ડ પણ છે.  જૂનાગઢના માળીયાહાટીના પીપળવા ગામનાં ખેડુત વિજયભાઇ જોટવાએ શિયાળાની સિઝનમાં 5 મણ કેસર કેરી પકવી હતી. 10 વીઘાના બગાચામાં 6 વૃક્ષ પર કેરી આવી હતી. નવેમ્બરના અંતમાં તે કેરી પાકી ગઈ હતી. તેના એક સરખા અને મોટા ફળ હતા.

ગરમ પ્રદેશ ભૂજમાં મોડો પાક

કચ્છની કેસર બજારમાં સૌથી છેલ્લે ચોમાસાનો વરસાદ આવે તે પહેલા પાકી જાય છે. પણ અહીં ઘણી વખત ચોમાસામાં વરસાદ સાથે કેરી મોડી કેરી પાકે છે. જ્યાં નવ હજાર હેક્ટરમાં કેસર કેરીનું વાવેતર થાય છે. 75 હજાર ટન કેરીનું ઉત્પાદન થાય છે. સંભાવના છે. કચ્છમાં હવામાનની પ્રતિકૂળ અસર તમામ પાક પર જોવા મળી છે. ગ્લોબલ વોર્મિગની અસર કહો કે હવામાનમાં થયેલા ફેરફાર બાગાયત પાકને તેની અસર જોવા મળી રહી છે.

આફ્રિકાની કેરી શિયાળામાં ભારત આવે છે

શિયાળાની સીઝનમાં આફ્રીકી દેશ મલાવીની પ્રખ્યાત કેરી માલવી ભારતમાં આવે છે. અલ્ફાંસો કેરી જેવો હોય છે. અમદાવાદ, મુંબઈ અને પૂણેમાં અંદાજે 1,500-1800 રૂપિયા ડઝનના ભાવે વેચાય છે.

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓ આ બાબતને સમાન્ય ગણે છે. તાપમાન પ્રમાણે કેરી પાકે છે. તેથી તેમાં કંઈ ચમત્કાર નથી. એ સામાન્ય ઘટના છે.[:]