[:gj]ઘાંસના અભાવે લાખણી એરફોર્સમાં ગાયોના મોત [:]

[:gj]લાખણી તાલુકાના નાંણી એરફોર્સની જગ્યા જે 20 કિલોમીટરના ઘેરાવા માં આવેલો છે. સરકાર હસ્તક છે. સુરક્ષાના કારણે આ જગ્યાએ અવરજવર કરવામાં આવતી નથી. ઝાડીમાં મોટી સંખ્યામાં ગાયો વસવાટ કરે છે. પૂરતા પ્રમાણમાં વરસાદ થાય એટલે તો અહીં પુષ્કળ ઘાસ ઉગી નીકળે છે. ગાયોનો નિભાવ થાય છે. પણ ગયા વર્ષે ચોમાસુ નિષ્ફળ રહ્યું હતું. જેના કારણે ઘાસ થયું નહિ. જેના પરિણામે ઉનાળાની ઋતુના પ્રારંભમાં જ ઘાસ ની તકલીફ પડી રહી છે. ભૂખથી પશુ ટળવળી રહ્યા છે. રોજની 5 થી 7 ગાયોના મોત થઈ રહ્યા છે. ભૂખથી નિઃસહાય થેયેલી ગાયોને કુતરાઓ ફાડી નાખે છે. દયનીય સ્થિતિની ખબર સ્થાનિક લોકો અને સેવાભાવી  લોકોને થતા તેમણે ફંડ ફાળો લઈને છેલ્લા કેટલાક સમયથી લીલા અને સૂકા ઘાસની વ્યવસ્થા કરી છે. પણ ગાયોની સંખ્યા વધારે હોવાથી અને હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે, ત્યારે આ ગાયોને બચાવવા માટે મોટા પ્રમાણમાં ઘાસચારાની જરૂરિયાત દેખાઈ રહી છે.[:]