[:gj]‘જમીન જોઈશે જ’ના નારા, આદિવાસી-દલિત સમાજમાં આક્રોશ[:]

[:gj]આદિવાસી અને દલિત સમાજ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે. જમીન અધિકાર ઝુંબેશના નેજા હેઠળ રાજ્યભરના આદિવાસી અને દલિત સમુદાયના માટે જમીન હક્ક માટે લડત ચલાવવામાં આવશે. આ પહેલા ગાંધીનગરમાં 26 નવેમ્બરે ‘જમીન જોઈએ જ’ના નારાઓ સાથે રજૂઆત કરવામા આવશે.

26 નવેમ્બરે બંધારણી દિવસે જમીન હક્ક મામલે 1 લાખ આદિવાસી અને દલિત સમુદાયના લોકો એકઠા થઈને સરકારને જમીન ફાળવણી કરવા માટે રજૂઆત કરશે. સંગઠનના જણાવ્યા અનુસાર સરકાર ઘણા વર્ષોથી ઉઠ્ઠા ભણાવી રહી છે અને આ બંને સમાજના લોકોને જમીન વિહોણા રાખીને પ્રતિદિવસે તેમના સાથે અન્યાય કરવામા આવી રહ્યો છે. તેમના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં 19.84 લાખ હેક્ટર જમીન પડતર રૂપમાં પડી રહી છે. જેની સામે વર્ષોથી 99 હજાર કુટુંબોની જમીન મેળવવાની અરજી પેન્ડીગ પડી રાખવામા આવી છે.

આના વિરોધમાં આ બંને સમુદાય ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન સાથે રજૂઆત કરશે. સંગઠન દ્વારા 10 પ્રકારની બંધારણીય માગ કરવામા આવી છે. જેમાં અલગ સ્મશાનની પણ માગ કરવામા આવી છે. હવે તો આવનાર સમય જ બતાવશે કે, દલિત-આદિવાસી સમુદાયની માંગણીઓને લઈને સરકાર શું પગલા ભરશે?[:]