[:gj]જાફરાબાદ તાલુકા પંચાયતમાં ભાજપના બે સભ્યો ગેરલાયક[:]

[:gj]અમરેલીમાં ત્રણ નગર પાલિકા ગુમાવ્યા બાદ પરેશ ધાનાણીની આબરૂનું ધોવાણ થયું હતું. પણ 19 જૂન 2018માં તાલુકા પંચાયતની ચૂંટણીમાં અમરેલીની તમામ 11 તાલુકા પંયાયતમાં કોંગ્રેસે સત્તા મેળવતાં પરેશ ધાનાણીની આબરુ બચી હતી અને પ્રતિષ્ઠા મેળવી હતી.

જાફરાબાદ તાલુકા પંચાયતમાં ભાજપમાંથી વિજેતા થઈને કોંગ્રેસને સમર્થન કરનાર તાલુકા પંચાયતનાં ર સભ્યોને તેમના પર પરથી  દુર કરવામાં આવ્યા હતા. જાફરાબાદ તાલુકા પંચાયતના ભાજપમાંથી ચૂંટાયેલા સભ્ય કરણ બારૈયા અને બાધુ મકવાણાએ પક્ષના આદેશની અવગણના કરીને કોંગ્રેસને સમર્થન આપતાં બન્‍ને સભ્યોનું સભ્ય પદ રદ કરવા માટે પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી કરીને બન્‍ને સભ્યોને ગેરલાયક ઠેરવ્યા છે.

20 જૂન 2018માં જાફરાબાદ તાલુકા પંચાયતમા ભાજપમાંથી બળવો કરનાર કરણ બારૈયા અને બાલુ મકવાણાને ભાજપમાંથી સસ્પેન્ડ કર્યા હતા. ભાજપના બે સભ્યોને ખેડવીને કોંગ્રેસે સત્તા મેળવી છે.

ચૂંટણી પછી જાફરાબાદ તાલુકા પંચાયતમાં સત્તામાં ભાજપ અને કોંગ્રેસમાં એકસંપ જોવા મળ્યો હતો. કૂલ 16 સભ્યોમાંથી ભાજપનાં 8 સભ્યો અને કોંગ્રેસનાં 8 સભ્યો ચૂંટાયા હતા.

બંને પક્ષે થયેલી સમજૂતી મુજબ પ્રથમ અઢી વર્ષ ભાજપે શાસન કરવાનું હતું. અને ત્યાર બાદના અઢી વર્ષ માટે કોંગ્રેસ દ્વારા શાસન સ્થપાવાનું હતું. પરંતુ હવેના અઢી વર્ષ માટે ભાજપના બે સભ્ય કરણભાઈ ભગવાન બારૈયા અને બાઘુ મનુભાઈ મકવાણા કોગ્રેસમાં જોડાઈ ગયા હતા. તેથી 10 વિરૃધ્ધ 6 મતે કોંગ્રેસનાં પ્રમુખ તરીકે રખમાઈબેન ભીમભાઈ કવાડ  અને ઉપપ્રમુખ તરીકે કરણભાઈ ભગવાનભાઈ બારૈયા ચૂંટાયા હતા.  ભાજપમાંથી આવેલા કરણભાઈને ઉપપ્રમુખ પદે બેસાડાયા હતા.

આમ તો ભાજપ ગદ્દારી કરીને કોંગ્રેસને શાસન આપવા માંગતો ન હતો. પરંતુ તેમના સભ્યો બળવો કરીને કોંગ્રેસમાં જતાં રહેતાં ભાજપની મેલી મુરાદ બર આવી ન હતી.[:]