GUJARAT: Local Government Elections – April 2026
અમદાવાદ, 1 મે 2026
ગુજરાતમાં સ્થાનિક સરકારના પરિણામો આવતાં ભાજપને જીત મળી છે. કોંગ્રેસ અને આમ આદમી પક્ષનું મતોનું ધોવાણ થયું છે. બન્ને પક્ષની મોટી હાર થઈ છે.
ચાર સ્થાનિક ચૂંટણીમાં પક્ષવાર મળેલા મત
કુલ 10 હજાર બેઠક
ભાજપ 7,491 – 53.78% મત
કોંગ્રેસે 1,740 – 30.93% ટકા
AAPએ 489 – 10.08% ટકા
સરકારોમાં મત ટકા મળ્યા
મહાનગરપાલિકાઓમાં મત ટકા:
ભાજપ – 59.36%
કોંગ્રેસ – 26.46%
આપ – 10.27%
નગરપાલિકાઓમાં મત ટકા:
ભાજપ – 52.51%
કોંગ્રેસ – 30.68%
આપ – 4.89%
તાલુકા પંચાયતોમાં મત ટકા:
ભાજપ – 51%
કોંગ્રેસ – 32.89%
આપ – 12.67%
જિલ્લા પંચાયતોમાં મત ટકા:
ભાજપ – 52.23%
કોંગ્રેસ – 33%
આપ – 12.4%
2021માં
ભાજપ: 6,483 બેઠકો
કોંગ્રેસ: 2,273 બેઠકો
AAP: 29 બેઠકો (મુખ્યત્વે સુરત)
ભાજપની સત્તા
14 મહાનગરપાલીકા – 59.36 ટકા મત
84 નગરપાલિકા – 52.51% મત
34માંથી 33 જિલ્લા પંચાયત – 52.23% મત
260 તાલુકા પંચાયતમાંથી 220 – 51% મત
84માંથી 78 નગરપાલિકા
આમ આદમી પક્ષની સરકાર અને મતનો હિસ્સો ટકામાં
મહાનગપાલિકા 0 10.27%.
નગરપાલિકા 0 – 4.89%
જિલ્લા પંચાયત 1 નર્મદા – 12.4% મત
તાલુકા પંચાયત 12 (દાવો) – 12.67% મત
કોંગ્રેસ
મહાનગપાલિકા 0 26.46%
નગરપાલિકા 6 – 30.68%. મત
જિલ્લા પંચાયત 0 – 33.7% ટકા
તાલુકા પંચાયત 30 – 32.89% મત
2021માં કોંગ્રેસને 33 તાલુકા પંચાયત મળી હતી.
2021માં તમામ 33 જિલ્લા પંચાયતો ભાજપને મળી હતી.
2021માં 81 નગરપાલિકામાંથી 75 ભાજપને અને 6 કોંગ્રેસને મળી હતી.
2021માં તમામ 6 મહાનગર પાલિકા ભાજપને મળી હતી.
વિરોધ પક્ષને તળિયેથી સાફ કરી નાંખ્યો છે.
સામાન્ય રીતે 1 લાખથી વધારે વસ્તી હોય તેને મહાનગર જાહેર કરવામાં આવે છે.
એક રહસ્ય
રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં ચૂંટણી થઈ. તેમાં 9 નવી હતી. તમામની 52 બેઠક છે.નવી તમામ મહાનગરપાલિકામાં 13 વોર્ડ છે. વસતી ગણતરીના આધારે ગણતરી કરી છે. ચૂંટણીમાં વિરોધ છતાં જીતથી રહસ્ય ઊભું થયું છે.
15 મહાનગરપાલિકાઓની 1044 બેઠકો પર ચૂંટણી થઈ હતી, ભાજપે 937 બેઠક, કોંગ્રેસ 95, આમ આદમી પક્ષને 6 બેઠકો મળી. બાકીની 6 બેઠકો અન્યના ફાળે ગઈ હતી.
મોરબી અને પોરબંદર મહાનગરપાલિકામાં ભાજપએ તમામ 52 બેઠક જીતી લીધી હતી.
નડિયાદમાં 52માંથી 51 ભાજપ, 1 કોંગ્રેસને મળી હતી.
નવસારી 52માંથી 50 બેઠકો ભાજપને મળી.
સુરેન્દ્રનગર 52માંથી 51 બેઠક ભાજપને મળી.
વાપી 52માંથી 37 કોંગ્રેસે 11 અને 4 બેઠકો અપક્ષ મળી.
ગાંધીધામમાં 52માંથી 41 ભાજપ અને 11 બેઠકો કોંગ્રેસને મળી.
આણંદ-કરમસદ 52માંથી 43 ભાજપ અને 8 કોંગ્રેસને મળી.
મહેસાણા 52માંથી 47 ભાજપને અને 5 કોંગ્રેસને મળી.
ગુજરાતની સૌથી મોટી અમદાવાદ 192માંથી 160 બેઠકો ભાજપને અને 32 કોંગ્રેસને મળી હતી.
સુરતની 120 બેઠકોમાંથી ભાજપે 115, 4 આમ આદમી, 1 કોંગ્રેસને મળી હતી. 2021ની ચૂંટણીમાં 27 બેઠકો જીતનાર આમ આદમી પાર્ટી હતી.
રાજકોટમાં ભાજપને 72માંથી 65 બેઠક, 7 કોંગ્રેસને મળી હતી.
વડોદરામાં ભાજપે 76માંથી 69, કોંગ્રેસ 6 બેઠકો , 1 બેઠક અપક્ષના ફાળે ગઈ.
ભાવનગર 52માંથી 44 બેઠકો ભાજપ, 8 કોંગ્રેસે જીતી હતી.
જામનગર 64માંથી 60 ભાજપને અને કોંગ્રેસને 2 બેઠકો મળી હતી. 2 આમ આદમી પાર્ટીને મળી.
એક લાખની વસતી હોય ત્યારે નવી 9 મહાનગપાલિકા બનાવવામાં આવી હતી. જે 8થી વધીને 17 થઈ હતી.
13 શહેરોને અન્યાય
ગુજરાતમાં દોઢ લાખ સુધીની વસ્તી ધરાવતા 13 શહેરો છે. છતાં તેમને મહાનગરનો દરજ્જો આપવામાં આવ્યો નથી.
પોરબંદર મહાનગરની વસતી 2,79,245 છે. તેનાથી વધારે વસ્તી ભરૂચ અને પાટણની છે છતાં તેમને મહાનગરો જાહેર કરાયા નથી.
સરકારની ભેદભાવભરી નીતિ અહીં દેખાઈ આવે છે.
સરખા નિયમો લાગુ પડે તો. 17 મહાનગરો જાહેર થયા અને બીજા 13 મહાનગરો જાહેર કરવા પડે એમ હતા. જેની સાથે 30 મહાનગરો બનાવવા જોઈતા હતા.
અન્યાય ભોગવતાં શહેરો જેની વસતી 3થી 1.50 લાખથી વધારે છે.
ભરૂચ – 2,90,000
પાટણ – 2,83,000
ભુજ – 2,44,000
વેરાવળ – 2,41,000
વલસાડ – 2,21,000
ગોધરા – 2,11,000
પાલનપુર – 1,84,000
હિંમતનગર – 1,81,000
કલોલ – 1,74,000
બોટાદ – 1,69,000
અમરેલી – 1,53,000
ગોંડલ – 1,45,000
જેતપુર – 1,53,000
શહેરીકરણ
રાજ્યમાં શહેરીકરણને રાજકીય એન્જિન તરીકે આગળ ધપાવવાની શાસક પક્ષની વ્યૂહરચના હતી. ભાજપનું વિશાળ, મજબૂત નેટવર્ક હોવા છતાં, મંગળવારનું અપેક્ષિત પરિણામ શહેરીકરણને ચૂંટણી એન્જિન તરીકે જોવાની એક દાયકા કરતાં વધુ જૂની વ્યૂહરચનાનું પરિણામ હતું.
રૂઢિચુસ્ત અંદાજ મુજબ, ગુજરાતના ૪૬ ટકાથી વધુ લોકો નગરો, શહેરો અને શહેરી વિસ્તારોમાં રહે છે. સરકારી પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે 9 નવી મહાનગરપાલિકા પછી ગુજરાતની શહેરી વસ્તી 51 ટકા થઈ છે. જ્યારે રાજ્ય સરકાર આગામી બે દાયકામાં આ વસ્તી 75 ટકા સુધી વધવાની અપેક્ષા રાખે છે.
સતત ચૂંટણીઓએ દર્શાવ્યું છે કે ભાજપ ગ્રામીણ વિસ્તારોની સરખામણીમાં પરંપરાગત શહેરી વિસ્તારો તેમજ પેરી-અર્બન વિસ્તારોમાં પ્રભુત્વ ધરાવે છે. જોકે, વધતા શહેરીકરણ સાથે, ભાજપે 2022 ની વિધાનસભા ચૂંટણીમાં 182 માંથી 156 બેઠકો જીતીને વિજય મેળવ્યો.
આમ આદમી પક્ષ
સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં AAP એ ભાજપ પાસેથી બગસરા, વિસાવદર અને ભેસાણ તાલુકા પંચાયતમાં વિજય મેળવ્યો છે.
AAPએ નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર તાલુકા પંચાયત. ભરૂચ જિલ્લામાં વાલિયા અને નેત્રંગ તાલુકા પંચાયતો જીતી.
AAP, જે 2021 ની ચૂંટણી દરમિયાન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસને 27 બેઠકો સાથે બહાર ફેંકનાર એકમાત્ર વિપક્ષી પક્ષ તરીકે ઉભરી આવી હતી, તે 4 બેઠકો પર તૂટી પડી અને કોંગ્રેસે એક દાયકા પછી એક બેઠક સાથે પોતાનું ખાતું ખોલ્યું.
ગુજરાતની ખાસ સઘન સમીક્ષા પછીની પહેલી ચૂંટણીમાં, 73.73 લાખ મતદારોને દૂર કરવામાં આવ્યા હતા.
રવિવારે થયેલા મતદાનમાં 4.18 કરોડ લાયક મતદારોમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં 55.1 ટકા, નગરપાલિકાઓ (નગર પંચાયતો)માં 65.53 ટકા, જિલ્લા પંચાયતોમાં 66.64 ટકા અને તાલુકાઓમાં 67.26 ટકા મતદાન થયું હતું.
8 નવા જિલ્લા
ભૂતપૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે, 8 નવા જિલ્લાઓનું નિર્માણ થયું, જેનાથી આ સંખ્યા 34 થઈ.
નગરપાલિકાઓની સંખ્યા 149 પર પહોંચી ગઈ.
પહેલી વખત સત્તાવાર જાહેરાત
રાજ્ય ચૂંટણી પંચે સત્તાવાર રીતે પરિણામના દિવસે જાહેર કર્યું હતું કે, રાજ્યની સ્થાનિક સરકારોમાં 736 બેઠક ચૂંટણી વગરની રહી હતી. જેમાં 721 બેઠક ભાજપની બિન હરીફ હતી. કોંગ્રેસની 12 અને 3 અપક્ષ બિનહરીફ વિજેતા થયા હતા. 97.96 ટકા ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા હતા.
કયા પક્ષને કેટલા મત મળ્યા
મહાનગરપાલિકા
મહાનગરપાલિકા મત મળ્યા
ભાજપ 11901017
કોંગ્રેસ 5305082
આમ આદમી પક્ષ 2059332
મજલીસ મુસ્લિમ પક્ષ 313475
અપક્ષ 231297
બહુજન સમાજ પક્ષ 88586
સમાજવાદી પક્ષ 32690
એનસીપી (સરદ પવાર) 24912
એનસીપી 16743
કોમ્યુનિસ્ટ પક્ષ માર્કસિસ્ટ 8296
અન્ય પક્ષ 66879
બિનહરીફ – 736 બેઠક
મહાનગરપાલિકા 43 (તમામ ભાજપ)
નગરપાલિકા 385 (ભાજપ 370, 12 કોંગ્રેસ, 3 અપક્ષ)
નગરપાલિકાની પેટા ચૂંટણી – 4 (તમામ ભાજપ)
જિલ્લા પંચાયત 52 – (તમામ ભાજપ)
તાલુકા પંચાયત – 252 (તમામ ભાજપ)
રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી તથા 11 નગરપાલિકાની ખાલી પડેલ 13 બેઠકોની પેટા ચૂંટણીમાં 28-04-2026 ના રોજ મતગણતરી થઈ હતી.
મહાનગરપાલિકા
15 મહાનગરપાલિકાઓના 261 વોર્ડોની કુલ 1044 બેઠકો પૈકી 43 બેઠક બિનહરીફ થયેલી હતી. તે તમામ 43 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજેતા થયેલા હતા.
1001 બેઠકો પર ચૂંટણી થઈ તેમાં 894 બેઠકો પર ભારતીય જનતા પક્ષના, 95 બેઠકો પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના, 6 બેઠકો પર આમ આદમી પક્ષના, 4 બેઠકો પર અન્ય રાજકીય પક્ષોના તથા 2 બેઠકો પર અપક્ષ ઉમેદવાર વિજેતા થયેલા હતા.
નગરપાલિકા
84 નગરપાલિકાઓના 656 વોર્ડોની કુલ 2624 બેઠકો પૈકી 385 બેઠકો બિનહરીફ થયેલી હતી. તે પૈકી 370 બેઠકો પર ભારતીય જનતા પક્ષના, 12 બેઠકો પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તથા 3 બેઠકો પર અપક્ષ ઉમેદવારો વિજેતા થયેલા હતા.
2239 બેઠકો પર ચૂંટણી થઈ તેમાં 1618 બેઠકો પર ભારતીય જનતા પક્ષના, 447 બેઠકો પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના, 5 બેઠકો પર સમાજવાદી પક્ષના, 3 બેઠકો પર બહુજન સમાજ પક્ષના, 18 બેઠકો પર આમ આદમી પક્ષના, 14 બેઠકો પર ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમેન, 8 બેઠકો પર અન્ય રાજકીય પક્ષોના તથા 126 બેઠકો પર અપક્ષ ઉમેદવાર વિજેતા થયેલા હતા.
નગરપાલિકાની પેટા ચૂંટણી
પેટા ચૂંટણી હેઠળની 11 નગરપાલિકાઓના 12 વોર્ડોની કુલ 13 બેઠકો પૈકી 4 બેઠક બિનહરીફ થયેલા હતા. તે 4 બેઠકો પર ભારતીય જનતા પક્ષના ઉમેદવાર વિજેતા થયેલા હતા. જ્યારે 9 બેઠકો પર ચૂંટણી થઈ તેમાં 6 બેઠકો પર ભારતીય જનતા પક્ષના, 2 બેઠકો પર સમાજવાદી પક્ષના તથા 1 બેઠક પર આમ આદમી પક્ષના ઉમેદવાર વિજેતા થયેલા હતા.
જિલ્લા પંચાયત
34 જિલ્લા પંચાયતોના 1090 મતદાર મંડળોની કુલ 1090 બેઠકો પૈકી 52 (બાવન) બેઠક બિનહરીફ થયેલી હતી. જેમાં 52 ભારતીય જનતા પક્ષના ઉમેદવાર વિજેતા થયેલા હતા.
1038 બેઠકો પર ચૂંટણી થઈ તેમાં 840 બેઠકો પર ભારતીય જનતા પક્ષ, 136 બેઠકો પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના, 58 બેઠકો પર આમ આદમી પક્ષના તથા 4 બેઠકો પર અપક્ષ ઉમેદવાર વિજેતા થયેલા હતા.
તાલુકા પંચાયત
260 તાલુકા પંચાયતના 5234 મતદાર મંડળોની કુલ 5234 બેઠકો પૈકી 252 બેઠક બિનહરીફ થયેલી હતી. જેમાં 252 બેઠકો પર ભારતીય જનતા પક્ષના ઉમેદવાર વિજેતા થયેલા હતા.
બાકી રહેતા 4976 મતદાર મંડળની બેઠક પર ચૂંટણી યોજાયેલી હતી. તે પૈકી 3422 બેઠકો પર ભારતીય જનતા પક્ષના, 1050 બેઠકો પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના, 407 બેઠકો પર આમ આદમી પક્ષના, 1 બેઠક પર ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમેન, 2 બેઠકો પર ભારત આદીવાસી પક્ષ તથા 94 બેઠકો પર અપક્ષ ઉમેદવારો વિજેતા થયેલ છે.
ચૂંટણી ન થઈ
ખેડા જિલ્લાની ફાગવેલ તાલુકા પંચાયતની ચિખલોડ બેઠકના તમામ માન્ય ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી લીધેલી હોય તથા 2 બેઠકો પર ઉમેદવારી ફોર્મ રજૂ થયેલ ન હોવાથી તે બેઠકોની ચૂંટણી યોજાયેલી નથી.
3 બેઠકોના માન્ય રાજકીય પક્ષના ઉમેદવારના મૃત્યુના કારણે તેની ચૂંટણી માટે નવેસરથી ચૂંટણી થશે.
ચિઠ્ઠીથી જીત્યા
જૂનાગઢના કેશોદ તાલુકા પંચાયતની ઘસારી મોટી બેઠક પર સરખા મતની ટાઈ થઈ હતી. ચૂંટણી પરિણામ ચિઠ્ઠીના કારણે આવ્યું હતું. બે ઉમેદવારને સરખા મત મળતા ચીઠ્ઠી ઉછાળાઈ હતી અને તેમાં આમ આદમી પાર્ટીના યશવંતસિંહ રાયજાદાનું નામ આવતા વિજેતા જાહેર થયા હતા.
ઇતિહાસ રચાયો હતો.
હરણી બોટ કાંડ
વડોદરાના હરણી તળાવમાં બોટ ડૂબી જતા 12 બાળકો અને 2 શિક્ષિકાઓના મોત થયા હતા.
તેને ન્યાય અપાવવા માટે લડતાં નેતાની જીત થઈ હતી.
કોર્પોરેટરે ભાજપ પક્ષ છોડી દીધો હતો તેમની ભવ્ય જીત થઈ છે. આશિષ જોષીને કૉંગ્રેસે વડોદરા વોર્ડ નં.15માંથી ટિકિટ આપી હતી અને તેમને આ વોર્ડમાં સૌથી વધુ 18664 મત મળ્યા હતા.
એક માત્ર મત
ગીર ગઢડાના જામવાળા ગીરથી 25 કિલોમીટર ગાઢ જંગલ વચ્ચે એક મત માટે બાણેજમાં આ આખું બૂથ તૈયાર કરાયું હતું. હરિદાસ બાપુ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 2002થી એક મત માટે બૂથ લગાવવામાં આવે છે
પહેલાં દિવંગત ભરતદાસ બાપુ અહીંના એક માત્ર મતદાતા હતા, જોકે, તેમના અવસાન બાદ શિષ્ય હરિદાસ બાપુ અહીં વસવાટ કરી રહ્યા છે.
લાફો માર્યો
મતદાન પૂરું થયું અને મતગણતરીના આગલા દિવસે
ડેડિયાપાડાના આમ આદમી પક્ષના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભરૂચ જિલ્લામાં એક ફેક્ટરીમાં આગમાં મૃત્યુ પામનાર કામદારના વળતર આપવા સંબંધી એકબીજાને લાફા માર્યા હતા.
કેમિકલ ફૅક્ટરીમાં 16 કામદારો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી બેનાં મૃત્યુ થયા હતા. તેમાં એક રાકેશ વસાવા હતા.
રાજુ કરપડા
આપ છોડીને ભાજપમાં ગયેલા રાજુ કરપડા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મુળી બેઠક પરથી વિજેતા થયા હતા.
ભૂપત
આપ છોડીને ભાજપમાં ગયેલા ભૂપત ભાયાણીની હાર થઈ હતી. જૂનાગઢ જિલ્લાની ભેંસાણ જિલ્લા પંચાયત પરથી ચૂંટણી લડી રહેલા આપના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા ભૂપત ભાયાણી હારી ગયા હતા. આમ આદમી પાર્ટીના દિલસુખ રૂપારેલિયાએ તેમને હરાવી દીધા.
ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી વિસાવદરના ધારાસભ્ય તરીકે 2022ની ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા હતા. પરંતુ ત્યારબાદ તેઓ ભાજપમાં ભળી ગયા હતા.
સેલિબ્રિટીઝ અને સોશિયલ મીડિયા સ્ટાર્સની જીત
માયા આહીર
ભાજપના જાણીતા નેતા અને ડાયરાના કલાકાર માયા આહીરનાં દીકરી સોનલ ડેર લાઠીની તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પરથી હાર થઈ છે. આ બેઠક પર કોંગ્રેસના શાંતાબહેન ડેર વિજેતા થયા.
અંકિતા પરમાર (વડોદરા):
સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારે વડોદરાની પોર જિલ્લા પંચાયત બેઠક પર વિજય મેળવ્યો છે.
રાજલ બારોટ-બાંભણીયા (ઉના):
જીત હાંસલ કરી છે.
નેહા સુથાર (વિજાપુર):
અભિનેત્રી અને સિંગર નેહા સુથારે વિજાપુર તાલુકા પંચાયતની કુદેડા બેઠક પર જીત
મોટા માથાઓની આંચકાજનક હાર
સોનલ ડેર(લાઠી):
માયા આહીરની પુત્રી સોનલ ડેરનો લાઠી તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પર પરાજય થયો છે.
પૂર્વ IPS મનોજ નિનામા (શામળાજી):
નિવૃત્તિના બે મહિના પહેલા રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા પૂર્વ IPS અધિકારી મનોજ નિનામાનો ઓડ બેઠક પર પરાજય થયો
ભૂપત ભાયાણી (ભેંસાણ): આપમાંથી ભાજપમાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને ભેસાણ જિલ્લા પંચાયત બેઠક પર હાર.
નયના જાડેજા (રાજકોટ):
રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2 માં રવિન્દ્ર જાડેજાના બહેન રિવા જાડેજાના નણંદ
આભા દેસાઇ(રાજકોટ) :
આર જે આભાનો પરાજય
મહેસાણા: ભાજપ કાર્યાલયના પટાવાળા હવે બન્યા કોર્પોરેટર
અનોખા કોર્પોરેટરો
મહેસાણામાં ભાજપના જિલ્લા કાર્યાલયમાં 27 વર્ષથી પટાવાળા તરીકે કામ કરતાં રમેશ ભીલ હવે મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 માંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા.
500 રૂપિયાના પગારથી શરૂઆત કરનાર રમેશભા કોર્પોરેટર બન્યા પછી પટાવાળાની નોકરી ચાલુ રાખશે.
બહુચરાજી: બંગડી વેચતા સંશીબેનનો વિજય
બહુચરાજી નગરપાલિકામાં વોર્ડ નંબર 4 માંથી ભાજપના સંશીબેન કાંગશિયા કોર્પોરેટર બન્યા. તેઓ બંગડીઓ વેચે છે.
હાર છતાં સંઘર્ષ
અમદાવાદ (શાહપુર વોર્ડ)
ગુજરી બજારમાં રમકડાં વેચતા કોંગ્રેસના ઉમેદવાર આશાબેન દંતાણીની હાર થઈ છે.
અમદાવાદ (દરિયાપુર વોર્ડ)
રસ્તા પર જૂના કપડાં વેચીને ગુજરાન ચલાવતા ભાજપના ઉમેદવાર રીન્કુબેન દાતણિયા પણ ચૂંટણી જીતવામાં નિષ્ફળ રહ્યા છે.
ગોધરા: કોમી એકતાની અનોખી મિસાલ
ગોધરા શહેરના વોર્ડ નંબર 7 માં, જે 100% મુસ્લિમ બહુમતી છે ત્યાં અપક્ષ ઉમેદવાર અપેક્ષાબેન સોનીએ વિજય મેળવ્યો. એક પણ હિન્દુ મતદાર ન હોવા છતાં મુસ્લિમ સમાજે તેમના પર વિશ્વાસ મૂકીને તેમને ચૂંટ્યા છે. આ જીતને સાંપ્રદાયિક સોહાર્દનું ઉદાહરણ છે.
જેલમાંથી જીત્યા
જામનગરમાં ગુજસીટોકના 2 આરોપી, ભાજપના દબદબા વચ્ચે કોંગ્રેસનો સફાયો, AAPએ ખાતું ખોલ્યું
પોલીસ ફરિયાદ
અમદાવાદમાં કોંગ્રેસના ઉમેદવાર સહિત ચાર સામે FIR થઈ. મતદાન મથક પર ભાજપના કાર્યકર્તાને માર મારતા આંખે ઈજા, નિકુલસિંહે ધમકી આપી- ‘હું તને જોઈ લઈશ’
રાજકીય હિંસા
મતદાનમાં આણંદ જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ. મોડી રાત્રે આંકલાવ પાલિકાની કારોબારી સભ્ય પર હુમલો કરવામાં આવ્યો. વોર્ડ નંબર 13ના કોંગ્રેસના ઉમેદવાર હર્ષિલ દવે પર જીવલેણ હુમલો થયો હતો. હર્ષિલ દવે દારૂની વહેંચણી અટકાવવા ગયા ત્યારે ભાજપના સમર્થકોએ તેમના પર હુમલો કર્યો હતો.
અમદાવાદમાં બબાલ
કુબેરનગર વોર્ડમાં મતદાન દરમિયાન માથાકુટ થઇ છે. અહીં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ.
અમરેલીમાં ઘર્ષણ
અમરેલીના મોટા આંકડિયા બેઠક પર આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. અહીં મતદાન મથક પર ભાજપ દ્વારા ડુપ્લીકેટ મતદાન એજન્ટ બેસાડવામાં આવ્યો.
આમ આદમી પક્ષ અને ભાજપના કાર્યકરો વચ્ચે ‘ટપલી દાવ’ થયો હતો.
સોશિયલ મીડિયા બ્લોક
આમ આદમી પક્ષના સોશિયલ મીડિયા પેજ બ્લૉક કરવા અંગે ભાજપ પર પ્રહાર કર્યા હતા.
અરવિંદ કેજરીવાલે ગુજરાતના આમ આદમી પક્ષના પ્રમુખ ઈસુદાન ગઢવીની પોસ્ટ એક્સ ફરીથી શેર કરીને કહ્યું, “ગુજરાતમાં આમ આદમી પક્ષના સોશિયલ મીડિયા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ બ્લોક કરી દેવામાં આવ્યા છે. આવું કેમ થઈ રહ્યું છે? ભાજપ કેમ આટલો ડરી ગયો છે?”
ઈસુદાન ગઢવીએ ગંભીર આરોપ લગાવતા જણાવ્યું, ભાજપના ઇશારે પક્ષનાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.
મેટાએ કારણ આપતાં જણાવ્યું છે કે, “અમને આ એકાઉન્ટ્સને પ્રતિબંધ કરવાની કાયદાકીય વિનંતી મળી હતી. અમે તેની સમીક્ષા કરી અને કાયદાકીય પ્રક્રિયા તથા માનવાધિકારનું મૂલ્યાંકન કર્યું.”
રાજકીય હત્યા
મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. 4ના ભાજપ ઉમેદવાર મહેન્દ્ર ચૌધરીના ભાણા મિતેન ચૌધરીની હત્યા થઈ હતી. કોંગ્રેસ ઉમેદવાર લીલાબેન ચૌધરીના પતિ સહિત કુલ 6 આરોપીઓને પોલીસે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડ્યા હતા.
ગાળાગાળી બાદ ધોકા અને છરી વડે મિતેન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
ગોંડલ
ગોંડલમાં નગરપાલિકા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષની જીત થયા બાદ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજ જાડેજા, ભાજપના ધારાસભ્ય ગીતા જાડેજા સભામાં હતા.
મિત્તલબેન ધાનાણીએ જણાવ્યું હતું કે 44 બેઠકો પર જીત મેળવી જનતાએ ભાજપ અને જાડેજા પરિવાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
જયરાજ જાડેજાએ કહ્યું કે, 2027ની ચૂંટણીમાં જીત માટે કોઈ રોકી નહીં શકે. જેનામાં તાકાત હોય તે સામે આવે.
નેત્રંગ
નેત્રંગ તાલુકા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી કોઈ પણ પક્ષને મળી ન હતી. આપના 8, ભાજપના 7 અને કોંગ્રેસના 1 સભ્ય વિજેતા બન્યા. એક બેઠક પર રી કાઉન્ટિંગ બાદ કોંગ્રેસના ઉમેદવારને વિજય મળ્યો.
મધ્ય ગુજરાત
4 મહાનગરપાલિકા, 11 જિલ્લા પંચાયત અને 28 નગરપાલિકા તથા 85 તાલુકા પંચાયત છે.
મધ્ય ગુજરાતમાં 28 નગરપાલિકામાંથી 26માં ભાજપની જીત થઈ. 2 કોંગ્રેસ જીતી છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના વિસ્તારમાં કોંગ્રેસ સાફ થઈ ગઈ.
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના ગઢ ગણાતા આણંદમાં પાંચ બેઠકો પર ભાજપ બિનહરીફ આવ્યો હતો. આણંદમાં ભાજપ વોર્ડ નંબર 8માં ત્રણ બેઠક બિનહરીફ અને વોર્ડ નંબર 9માં બે બેઠક બિનહરીફ જીતી ગયો છે જયારે ઉમરેઠમાં એક બેઠક બિનહરીફ જીતી ગયો.
અમદાવાદ, વડોદરા, આણંદ અને નડિયાદ જેવી નગરપાલિકામાં ભાજપનો વિજય થયો.
કોંગ્રેસ 11 જિલ્લા પંચાયતમાં એકપણ સીટ જીતી નથી. મધ્ય ગુજરાતમાં કુલ 85 તાલુકા પંચાયતમાંથી 69 તાલુકા પંચાયતમાં ભાજપ, 1માં કોંગ્રેસ, 6માં આમ આદમી પાર્ટી અને 9 તાલુકા પંચાયતની બેઠક અનિર્ણિત રહી છે.
નર્મદા જિ.પં. આપ પાસે
નર્મદા જિલ્લા પંચાયતમાં આમ આદમી પક્ષએ બહુમતી મેળવી. 22 બેઠકોમાંથી, આમ આદમી પક્ષ એ 15 જીતી હતી, જ્યારે ભાજપએ 7 જીતી હતી. ચૈતર વસાવાએ આમ આદમી પક્ષ ની પ્રતિષ્ઠા વધારી છે. ભાજપે 34 જિલ્લા પંચાયતોમાંથી 33 જીતી હતી.
પહેલી વખત
ગાંધીનગર જિલ્લા પંચાયતમાં 2026ના કોમી રમખાણો પછી, ભાજપએ આઝાદી પછી પહેલીવાર બહિયલ બેઠક જીતી. ગૃહમંત્રી હર્ષ સંઘવી ત્યાં આરતી કરવા ગયા હતા. અત્યાર સુધી, બહિયલ બેઠક ફક્ત કોંગ્રેસ પાસે હતી.
કડી કાંડ
કડી નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકમાંથી 28 બેઠક બિનહરીફ થયા બાદ મતદાન થયું તે તમામ 8 બેઠકો પર કોંગ્રેસ જીતી હતી. કડી નગરપાલિકાના વોર્ડ નંબર 2 અને 5માં કોંગ્રેસની આખી પેનલ વિજેતા બની.
ખાડીયા ગયું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ખાડિયા વોર્ડમાં 55 વર્ષ બાદ કોંગ્રેસની પેનલ વિજેતા બની.
ખાડિયામાં
વોર્ડ 1માં મીનાબેન નાયકને 20332 મત
વોર્ડ 2માં બીરજુબેન ઠક્કર 21586 મત
વોર્ડ 3માં ધ્રુવકુમાર કલાપી 21785 મત
વોર્ડ 4 મોહંમદ ઇલ્યાસખાન પઠાણ 20647 મત
192 બેઠકમાંથી 160 બેઠક ભાજપે જીતી છે, જ્યારે 32 બેઠક પર કોંગ્રેસ વિજેતા થયું છે. 2021 કરતાં આ વખતે કોંગ્રેસની 8 બેઠકો વધી.
AIMIMને એક પણ સીટ મળી નથી.
કામ થતું નથી. પોળોના હેરિટેજ મકાનોની જાળવણી થતી ન હોવાથી મકાનોની હાલત ખરાબ થઈ રહી છે. પાણી અને ગટરની સમસ્યા છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રભારી જગત શુક્લ હતા.
આગ લાગે તો ફાયર બ્રિગેડ જઈ શકે તેમ નથી.
રાજકોટ – જંગલેશ્વર
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. 15 અને 16 જંગલેશ્વરમાં ભાજપની હાર થઈ હતી. જ્યાં હજારો મકાનો તોડી પાકવામાં આવ્યા હતા. ભાજપે રાજકોટ શહેરના 18 વૉર્ડની 72 બેઠક જીતી લેતા રાજકોટ શહેરમાં સળંગ ચોથી વાર સત્તા જાળવી રાખવામાં સફળતા મેળવી હતી.
વડોદરા મૃતકના નામે ચૂંટણી
વડોદરાના પાદરામાં હાથમાં મૃતક ભાઈનો ફોટો છે. દીપક રાવલ તેમના મૃત ભાઈની ઇચ્છા પૂરી કરવા માટે પાદરા નગરપાલિકામાં વોર્ડ નંબર 5માંથી ચૂંટણી જીત્યા.
તેમના ભાઈનું એક અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
સુરત આપની કારમી હાર
સુરતમાં આમ આદમી પક્ષે પોતાના મેયર જાહેર કર્યા હતા. તે હાર્યા હતા. ગઈ ચૂંટણી કરતાં પણ ઓછી બેઠકો મળી છે. આપના 15 જેટલા નગર સેવક ભાજપમાં ભળી ગયા હતા.
સુરતના મેયર પદના ઉમેદવાર તરીકે જેને જાહેર કર્યા તે મનોજ સોરઠિયાએ પણ હારનો સામનો કરવો પડ્યો.
સુરતથી સૌરાષ્ટ્રનાં ગામડા સુધી પહોંચવાની આશા ફળી નથી. સુરતમાં 2021માં પટેલ આપ સાથે હતા, જેના કારણે આપને ફાયદો થયો હતો. ચૂંટાયેલા લોકો ભાજપમાં ગયા એ પછી મતદારોને એમના પર વિશ્વાસ ના રહ્યો. તેથી 27 બેઠકોમાંથી 4 બેઠક પર આવી ગઈ.
2026ની ચૂંટણીમાં 120 કુલ બેઠકોમાંથી 115 ભાજપ અને 4 બેઠકો આમ આદમી પક્ષ અને કૉંગ્રેસને એક બેઠક મળી છે. આપે 27 બેઠક 2021માં મેળવી હતી જે 23 બેઠકો ગુમાવી છે.
આપની દશા બગડી છે. પ્રચાર છતાં હારનો સામનો કરવો પડ્યો હતો.
સુરતની જીત પછી 2022 ગુજરાતમાં આમ આદમી પક્ષના 5 ધારાસભ્યો ચૂંટાયા હતા. પેટાચૂંટણીમાં વીસાવદરથી ગોપાલ ઇટાલિયા ચૂંટાયા હતા. 2022માં ગોપાલ ઇટાલિયા કતારગામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા.
એક સમયે આમ આદમી પક્ષનું મુખ્ય કેન્દ્ર મથક સુરત હતું. તેનું કારણ હતું કે ત્યાં સૌરાષ્ટ્રના પાટીદાર લોકો વસે છે.
આપની ઓળખ ભાજપના પર્યાય તરીકે ઊભી કરવાની કોશિશ હતી.
પક્ષની આંતરિક ખેંચતાણ જેવા પરિબળોને કારણે એક પછી એક ઘણા આપના નેતાઓએ આમ આદમી પક્ષ છોડી હતી.
સમયાંતરે આમ આદમી પક્ષનું સંગઠન નબળું પડી ગયું છે.
કાગળનો વાઘ સાબિત થઈ છે. પર્ફોર્મન્સ દિવસેને દિવસે હજુ નબળું થયું છે. સક્રિય કાર્યકરોનો અભાવ છે.
લોકો પર એવી છાપ લાગી છે કે, તેમને ચૂંટી લાવીશું તો એ પક્ષ બદલીને ચાલ્યા જાય છે.
આમ આદમી પક્ષએ 5240 જેટલા ઉમેદવારો ઉતાર્યા હતા.
લડાઈ ભાજપ સાથે સાથે સરકારી મશીનરી સામે પણ હતી. ભાજપે ફોર્મ ભરવાથી લઈને દરેક પ્રકારે સરકારી મશીનરી ખૂબ ઉપયોગ કરીને જીતવાનો પ્રયાસ કર્યો.
સુરતમાં ઘણી સોસાયટીઓમાં ભાજપનો વિરોધ હતો. અને ખૂબ વિરોધ પછી પણ તેમને ખૂબ મત મળ્યા છે.
40થી 45 બેઠક આમ આદમી પક્ષ જીતનો દાવો કરતો હતો. માત્ર સોશિયલ મીડિયાની રાજનીતિ કરતા હતા.
સાબરકાંઠા અને અરવલ્લીમાં આમ આદમી પક્ષે સારું પ્રદર્શન કર્યું. આપ પાસે સંગઠન નથી.
આપ માટે સૌરાષ્ટ્ર ફળ્યું નથી.
સોશિયલ મીડિયાની ટીમ ઘણી મજબૂત છે, એ મતદારોના માનસ સુધી પહોંચી શક્યા છે. ઉત્તર ગુજરાતમાં નવી આશાઓ ઊભી થઈ છે.
ચૂંટણીમાં આપ માટે ઊભરવાની તક હતી, પણ એમના આંતરિક વિખવાદો એમને નડી રહ્યા છે. આપમાંથી ગણ્યાગાંઠ્યા નેતાઓ નારાજ થઈ રાજીનામું ધરી રહ્યા છે.
આપ 5000 બેઠકો પર લડ્યો છે ત્યારે આંકડાકીય વોટ શેર કાગળ પર વધુ દેખાય, પરંતુ એ કેટલાક પસંદગીના પોકેટમાં છે.
5000 બેઠકો પર આપ બીજા સ્થાને છે, આપનો વોટ શેર ઘટ્યો નથી પણ આપ બીજા સ્થાને આવી ગઈ છે.
કોંગ્રેસ
કોંગ્રેસ માટે અત્યારે મત શેર થોડો ભલે વધ્યો હોય, પણ સંગઠનની નબળાઈ એમના માટે મોટી મુશ્કેલી છે. ગામડાંમાં ભાજપ સામેનો આક્રોશનો કોંગ્રેસ લાભ ઉઠાવી શકી નથી.
અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકીના ગઢ ગણાતા આણંદ અને એની આસપાસના વિસ્તારમાં કોંગ્રેસ નબળી રહી.
કોંગ્રેસ પાસે ડોક્ટર સેલ, ઍડવોકેટ સેલ, યુવા સંગઠન અને યુનિયનનાં સંગઠનો જેવી મજબૂત ભગિની સંસ્થા હતી, સહકારી ક્ષેત્રમાં એમનું મજબૂત વજન હતું , એ હવે એમની પાસે નથી, જેને ફરીથી બેઠા કરવાનો પ્રયાસ પણ નથી થઈ રહ્યો. આ વાત બતાવે છે કે કોંગ્રેસ પોતાના જૂના સંગઠન પર લડવા માંગે છે, પણ એ એમની તાકાત નથી.
ભાજપે પહેલેથી 736 બેઠકો પર પક્ષના ઉમેદવાર બિનહરીફ રહ્યા હતા. એટલે આપ અને કોંગ્રેસનું મનોબળ તોડ્યું હતું. ચૂંટણીમાં સામા પક્ષનું મનોબળ તૂટ્યું હોય ત્યારે એમનો લડાયક જુસ્સો ઓછો થાય છે.
અમદાવાદના ખાડિયા અને રાજકોટના જંગલેશ્વરમાં કોંગ્રેસની જીત મળી છે, પરંતુ આ બાબત ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં હરાવવા માટે પૂરતી નથી, કારણ કે કોંગ્રેસનો મત શૅર ભલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વધેલો દેખાય પણ એ 2017ની વિધાનસભાની ચૂંટણીની માફક ભાજપને પડકારીને 99 બેઠકો સુધી સીમિત કરવા જેટલો પૂરતો નથી. એના માટે એમને સંગઠન મજબૂત કરવું પડશે.
ભાજપને નવી મ્યુનિસિપાલિટી બનાવવાનું ફીલ ગુડ ફૅક્ટર ફળ્યું છે, આ જોતાં કોંગ્રેસને જીત માટે સરળ રસ્તો નથી.
2021 કરતાં કોંગ્રેસનો મત શૅર 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વધ્યો છે. ઉમેદવારો સામે ધાકધમકી, સત્તાના દુરુપયોગ ભાજપે કર્યો હતો.
કોંગ્રેસ પર ઓબીસી, આદિવાસી, દલિત તથા લઘુમતીઓને ભરોસો બેસી રહ્યો છે. ઓવૈસીના મતદારો કોંગ્રેસ તરફ વળી રહ્યા છે.
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પરિણામ વિપરીત છે,
રાજ્યમાં 2027ની વિધાનસભાની ચૂંટણીમાં 2022નાં પરિણામોનું પુનરાવર્તન થઈ શકે છે.
ગુજરાતી
English





