[:gj]જો તમને આઈટી અધિકારી કનડી રહ્યા છે તમારી તકલીફ નાણામંત્રીને જણાવો[:]

[:gj]

હાઈપીચ એસેસમેન્ટ કરીને કરદાતાને ખંખેરતા હતા આઈટી અધિકારીઓ 

અત્યાર સુધીમાં આવકવેરાની ફાઈલ ક્લિયર કરાવવા માટે કરદાતાને રૂબરૂ બોલાવીને ખંખેરવાનો દરેક રસ્તો આવકવેરા અધિકારીઓ શોધતા આવ્યા છે. આ આવકવેરા સ્ક્રૂટિની એસેસમેન્ટની સીઝનમાં એટલી જંગી કમાણી કરી રહ્યા છે કે તેઓ તેમની કેબિનમાં બહારથી પગાર પર કર્મચારીને નિયુક્ત પણ કરે છે અને તેમને પોતાના ખિસ્સામાંથી મહિને રૂા. 15000થી 25000નો પગાર પણ ચૂકવે છે. કેટલાક અધિકારીઓ તો આવકવેરાના નિવૃત્ત અધિકારીઓને જ પોતાની સાથે રાખીને પગાર ચૂકવે છે. આ પ્રથા માત્ર અમદાવાદમાં જ નહિ, ગુજરાતની દરેક આવકવેરા કચેરીમાં પ્રચલિત છે. આવકવેરા કમિશનર અને પ્રિન્સિપલ કમિશનર પણ આ બાબતથી અજાણ કે અજ્ઞાત નથી, એમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ટેક્સ કન્સલ્ટન્ટ્સ તરીકે પ્રેક્ટિશ કરનારાઓનું કહેવું છે. પાંજરાપોળનનું પ્રત્યક્ષ કરવેરા ભવન, વાસણા ખાતે બનાવવામાં આવેલી આવકવેરાની નવી કચેરી કે ઇન્કમટેક્સ ચાર પર આવેલા મકાનમાં પણ આકારણી અધિકારીઓ તેમની સાથે પગાર પર રાખેલા માણસોને બેસાડીને સ્ક્રૂટિની એસેસમેન્ટની કામગીરી કરે છે.

સ્ક્રૂટિનીના કામમાં ગેરરીતિઓ પકડી આપવા માટે બહારના એક્સપર્ટને નોકરીએ રાખતા આવકવેરા અધિકારીઓ પોતાની ઉપરના કમિશનરોને પણ ખુશ રાખતા હોવાથી અને તેમના ટાર્ગેટ પ્રમાણે આવક કરાવી આપતા હોવાથી તેઓ પણ આ હકીકત સામે આંખ આડા કાન કરી રહ્યા છે. ઉપરી અધિકારીઓ તરફથી ટેકો મળી રહેતો હોવાોથી જ સ્ક્રૂટિની અધિકારી કરદાતાની આવકમાં ખોટા ઉમેરા કરીને તેમને ડરાવીને તેમની મોટી જવાબદારી ઊભી કરી દેવા ધમકાવીને તેમની પાસેથી પૈસા પડાવી રહ્યા છે. આવકવેરા કચેરીના એક અધિકારીએ કોમોડિટી માર્કેટમાં માત્ર અડધા અને પા ટકાના કમિશન પર કામ કરતા એજન્ટના પૂરા ટર્નઓવરન આવક તરીકે બતાવી દઈને તેને માથે કરોડોના વેરા ઊભા કરી દીધા હતા. આ અંગે તેની સામે લેખિત ફરિયાદ પણ થયેલી છે. આ કેસ હજીય ઉકેલાયો નથી.

આવકવેરા અધિકારીની કનડગત દુર કરવા નાણામંત્રી સક્રિય

આવકવેરા અધિકારીઓ તરફથી કરદાતાને કરવામાં આવતી કનડગત દૂર કરવા માટે કેન્દ્રના નાણાં મંત્રી નિર્મલા સીતારામને નવી પહેલ કરી છે. સ્ક્રૂટિની એસેસમેન્ટમાં કરદાતાના ખર્ચાઓ બાદ ન આપીને તેમની પાસે મોટી રકમના ટેક્સના લેણા કાઢીને હાઈપીચ એસેસમેન્ટ કરનારા અને એસેસમેન્ટ ઓછું કરી આપવા માટે લાંચના નાણાં માગતા અધિકારીઓને ઠેકાણે પાડવા નાણાં મંત્રી સક્રિય બન્યા છે. આ સક્રિયતાના ભાગરૂપે તેમણે કરદાતાઓને આવકવેરા અધિકારીઓ સામેની ફરિયાદ બીજા કોઈને નહિ, પરંતુ સીધી તેમને કરવા દરેક કરદાતાને આમંત્રણ આપ્યું છે. કરદાતા તેમની ઓળખ ન છતી કરવા માગતા હોય તો તેઓ તેમના નામ આપ્યા વિના આ ફરિયાદ કરી શકે છે. સીસીડી-કેફે કાફી ડેના માલિક વી.જી. સિદ્ધાર્થે આવકવેરા અધિકારીઓ પર આક્ષેપ કર્યા તે પછી આ પગલાં લેવાનું નાણાં મંત્રીએ નક્કી કર્યું છે.

કરદાતા માટે ટેકનોલોજી આધારિત વિશીષ્ટ પ્લેટફોર્મ

આ સાથે જ દેશના પાંચ મેટ્રો શહેર સહિતના દેશના નાના નાના શહેરોની રૂબરૂ મુલાકાત લઈને નાણાં મંત્રી નિર્મલા સીતારામન કરદાતાઓની તકલીફોને જાતે જ અંદાજ મેળવવા માગી રહ્યા છે. આ જ ઇરાદા સાથે તેમણે ટેક્નોલોજી આધારિત એક અલગ વિશિષ્ટ પ્લેટફોર્મ કરદાતાઓ માટે ઊભું કરવાના આયોજનની પણ જાહેરાત કરી હતી. આવકવેરા અધિકારીઓને મળેલી સત્તાનો દુરુપયોગ કરીને તેઓ કરદાતાને દબાવી દબડાવીને પૈસા ન પડાવે તે જોવા નાણાં મંત્રી કટિબદ્ધ છે. આવકવેરા અધિકારીઓ સામેની દરેક ફરિયાદનો જાતે અભ્યાસ કરીને નીવેડો લાવવા માગતા હોવાનો નિર્દેશ નિર્મલા સીતારામને આપ્યો છે.તેમના ટ્વિટર હેન્ડલ પર ફરિયાદ કરી શકાય છે.[:]