[:gj]દેશનના સૌથી મોટા અનાજ કૌભાંડ પર પડદો પડી ગયો, કોણ જવાબદાર ? [:]

[:gj]21 માર્ચ 2018 દિવસે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ અન્ન અને નાગરિક પુરવઠાનું રાજ્યમાં રૂ.12,000 કરોડનું રેશનીંગના અનાજનું કૌભાંડ ગુજરાત વિધાનસભામાં રજુ કર્યું હતું. ત્યારે સરકારે પગલાં લઈને કોઈને પણ નહીં છોડવામાં આવે એવી જાહેરાત કરી હતી. ત્યાર બાદ સરકાર પણ ભૂલી ગઈ છે અને વિરોધ પક્ષના નેતા પણ આ પ્રકરણ ભૂલી ગયા છે. અમરેલીના માહિતી અધિકાર માટે લડતાં કાર્યકર નાથાલાલ સુખડીયાએ આ કૌભાંડ પકડ્યું હતું. ત્યાર બાદ માર્ચ 2018 કરતાં એપ્રિલ 2018માં 9.રર લાખ કિલો ઘઉં, 3.7 લાખ કિલો ખાંડ અને 33,544 કિલો ચોખા અને 2.89 લાખ લિટર કેરોસીનની બચત એક જ મહિનામાં થઈ છે. ગુજરાતના એક જાગૃત નાગરિક નાથાલાલ સુખડિયા કે જે માહિતી અધિકાર એક્ટીવિસ્ટ છે તેમના કારણે દર મહિને સમગ્ર રાજ્યમાં રૂ.50 થી 100 કરોડનો માલ ઓછો ઉપડવા લાગ્યો હતો. એટલી બચત કરી હતી. ગુજરાતના એક જાગૃત્ત નાગરિકે કરોડો રૂપિયા બચાવી આપ્યા હતા. પણ રાજનેતાઓએ સમગ્ર પ્રકરણ રફેદફે કરી કાઢ્યું હતું. 3 વર્ષમાં આ કૌભાંડ રૂ.3000 હજાર કરોડનું ગરીબોનું અનાજ બજારમાં જતું રહ્યું હતું. આ પ્રકરણમાં વિજય રૂપાણીએ કોઈ જ પગલાં ભર્યા નથી. અને પરેશ ધાનાણીએ ત્યાર પછી મૌન બની ગયા છે. એ તો ઠીક જે લોકો અનાજ લઈ રહ્યા હતા તેના નામ ઓન લાઈન મૂકવામાં આવ્યા હતા. જે કોઈ પણ જોઈ શકતું હતું. પણ તે ડેટા જ રૂપાણી સરકારે હવે ગાયબ કરી દીધા છે. જેથી તે કૌભાંડ રાજ્યમાં અન્ય જગ્યાએ જાહેર ન થાય. આમ ગાંધીનગરથી જ આ કૌભાંડ દાબી દેવામાં આવ્યું છે. આ કૌભાંડમાં 200 જેટલા મામલતદારો કે જેમણે બોગલ કુપન કાઢી આવ્યા હતા તે ઝપટમાં આવી શકે તેમ છે. અન્ન નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ તથા બીજા કર્મચારીઓ સામે પગલાં ભરવા પડે તેમ હતા. આટલું મોટું કૌભાંડ રાજકીય નેતાઓની મદદ વગર શક્ય ન બને તેથી તેમના નામો પણ ખૂલ્લી શકે તેમ હતા. તેથી આ મહા કૌભાંડ પર પડદો પાડી દેવાયો છે. સરકાર સાચી હોય તો અગાઉ ઓનલાઈન નામો હતા તે ફરીથી મૂકે. શા માટે યાદી હઠાવી લેવાં આવી છે ?

દેશનું સૌથી મોટું ડિઝીટલ કૌભાંડ

દેશનું સૌથી મોટું ડીજીટલ કૌભાંડ ગુજરાતનું અનાજ કૌભાંડ માનવામાં આવે છે.  1.26 કરોડ લોકો સરકારનું સસ્તાભાવનું અનાજ ઉઠાવે છે. જેમાં માત્ર 94 હજાર ખરા ગરીબ લોકોને જ સીસ્ટમમાં મેસેજ મોકલીને જાણ કરવામાં આવતી હતી. બાકીના બધા નકલી છે અને તેનું અનાજ અધિકારીઓ અને રાજકીય લોકો જમી જતાં હતા. આમ ગુજરાતનું આજ સુધીનું સૌથી મોટું અનાજ કૌભાંડની સમગ્ર રાજ્યમાં તપાસ કરવાના બદલે થોડા જિલ્લાઓમાં તપાસ કરીને ફીંડલું ભાજપ સરકારે વાળી દીધું છે. લાલુ પ્રસાદના ઘાસચારા કૌંભાંડ કરતાં પણ મોટું ભાજપની CM વિજય રૂપાણી સરકારનું અનાજ કૌભાંડ માનવામાં આવી રહ્યું છે. જેમાં તલાટી, મામલતદાર, કલેક્ટર અને ગાંધીનનરના રાજનેતા જો સંડોવાયેલાં ન હોત તો આ અબજો રૂપિયાનું કૌભાંડ આચરવામાં જ આવ્યું ન હોત. તેથી કૌભાંડને દાબી દેવા માટે જિલ્લાના કલેક્ટરો પર દબાણ થયું હતું.

2016માં ગુજરાત સરકારે અન્નપૂર્ણા યોજના જાહેર કરી હતી. તેમાં પારદર્શિતા માટે રાજ્ય સરકારે વેરિફિકેશન સિસ્ટમ બનાવી હતી જેમાં લાભ મેળવનાર વ્યક્તિ રેશન કાર્ડ નંબર, અંગૂઠાની છાપ, આધાર કાર્ડ નંબર એમ ત્રણ વાર વેરિફિકેશન કરાવીને અનાજ ખરીદી શકે. સરકારે આ માટે E-FPS એપ્લિકેશન પણ વિકસાવી હતી જેમાં રેશનનો લાભ મેળવનાર લોકોના નામ હતા. તેમાં તેમના વેરિફિકેશન પછી જ તેમને સસ્તા ભાવે અનાજ અપાતુ હતું.  તેનું સોફ્ટવેર હેક કરી કે ચોરી કરીને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત રેશનનો લાભ મેળવી શકે તેવા લોકોનો બાયોમેટ્રિક ડેટા મેળવીને અનાજની ચોરી કરવામાં આવતી હતી.  જેમાં બોગસ રેશન કાર્ડ કાઢવામાં આવ્યા હતા. મૃત્યુ પામેલા, વિદેશ રહેતાં અને કરોડપતિ લોકોને ગરીબ બતાવી સસ્તું અનાજ ઉપાડીને બજારમાં 10 ગણા ભાવે વેચી મારવામાં આવતું હતું.

મોરારીબાપુ – મોરારી દાસ હરિયાણીના નામે રેશનકાર્ડ પણ બનાવાયું હતું. સુરતના અબજોપતિ વેપારી વસંત ગજેરા, પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણી અને દિલીપ સંઘાણીના ભાઈ ચંદુ સંઘાણીના નામે રેશન કાર્ડ કાઢીને તેના નામે અનાજ ઉપાડી લેવામાં આવતું હતું. સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લા દીઠ 40થી 50 હજાર બોગસ રેસન કાર્ડ બન્યા હોવાનો આરોપ પણ છે. વડોદરામાં તો આવા 4900 રેશન કાર્ય પકડાયા હતા. સુરતમાં 51,000 હજાર બોગસ રેશન કાર્ડ પકડાયા હતા.

ડેટા હેક કરી કૌભાંડ થયું પણ બધું દબાઈ ગયું

11 ફેબ્રુઆરી 2018માં એનએફએસએ હેઠળ રેશનકાર્ડની નોંધણી કરાવીને તેમના ફીંગર પ્રિન્ટના ડેટા હેક કરીને દર મહિને કુપનો કાઢીને સરકારી અનાજ લેવાનો કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આરટીઆઈ એક્ટીવીસ્ટ અજય જાગીડે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરીને પર્દાફાશ કર્યો. કુલ એક કરોડથી વધારે લોકોના ડેટા ચોરી થયા હતા. રેશન ઉપડે ત્યારે મેસેજ આવે છે. પરંતુ માત્ર 94 હજાર રાશનકાર્ડના ડેટાનો જ સર્વે થયો છે. બાકીના કુપન ધારકને મેસેજ મોકવામાં આવતાં ન હતા. બાયો ન્યુમેરિકલ કોડથી રેશન ઉપડે છે. નકલી દસ્તાવેજને આધારે વોટર કાર્ડ બનાવી બોગસ રાશન કાર્ડ બની ગયા છે. સામાન્ય રીતે લાભાર્થી રેશનીંગ કાર્ડ લઈને આવે અને અંગુઠાનું નિશાન આપે તો અનાજ આપવામાં આવતું હોય છે, પરંતુ દુકાનદારોએ ભેગા મળીને સિસ્ટમનો દુરુપયોગ કરીને જે કાર્ડ ધારકો અનાજ લેવા આવતા નહોતા તેના નામે પણ પુરવઠો ઉપાડી લીધો હતો. આવા 8 દુકાનદારોના પરવાના હાલ મોકૂફ કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.  કાર્ડધારકોના ડેટા હેક કરી સરકારી અનાજનું મોટાપાયે કૌભાંડ આચરવામાં આવ્યું હતું. એનએફએસએ કાર્ડધારકોના સોફ્ટવેરની મદદથી ડેટા હેક કરાયા હતા. મયુર શર્મા નામના આરોપીએ અગાઉ ધરપકડ થયેલા રાહુલ નામના આરોપી પાસેથી રાશનકાર્ડ ધારકોના બાયોમેટ્રિક ફિંગર ડેટા મેળવી સરકારના EPFS એપ્લિકેશનમાં ચેડા કર્યા હતા. બાદમાં તેના જેનું જ અલગથી સોફ્ટવેર અને ડેટા સર્વર બનાવી રાહુલ સહિત અન્ય વ્યાજબી ભાવની દુકાનના પરવાનેદારોને આપ્યું હતું. ગુજરાતના ઘણાં દુકાનદારોને તેણે રૂ.9000થી રૂ.15000માં આપ્યું હતું. અમદાવાદના મણિનગરની  રણજિત સોસસિટીમાં રહેતા કલ્પેશ શાહની ભૂમિકા પણ આ સમગ્ર કૌભાંડમાં મહત્વની હતી. કલ્પેશ શાહે ટેરા સોફ્ટ કંપનીના કર્મચારી પાસેથી રૂપિયા 7 લાખમાં રાશનકાર્ડ ધારકોના બાયોમેટ્રિક ફિંગર પ્રિન્ટ ડેટા મેળવ્યા હતા. અને બાદમાં આ ડેટા રાહુલને આપ્યા હતા. તેની પાછળ ડેટા કલેક્ટ કરતી એજન્સીઓ સામે તપાસ થઈ નથી. અમદાવાદ અને સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા સોફ્ટવેર એન્જીયર સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. રાહુલ નામના આરોપી પાસેથી ડેટા મેળવ્યા બાદ મયુર શર્માએ નવું સોફ્ટવેર બનાવ્યું હતું. જેના દ્વારા બોગસ ઇલેક્ટ્રોનિક કુપન જનરેટ કરવામાં આવતી હતી. બાયોમેટ્રિક ફિંગર ડેટા કલેક્ટ કરવાનું કામ સોફ્ટ ટેરા, દેવકીશન, સિલ્વર ટચ અને જેઆઈએલ જેવી કંપનીઓને સોંપવામાં આવ્યું હતું.

સુરતમાં મહિને 12 લાખ કિલો અનાજનું કૌભાંડ

સુરત શહેરમાં 2018ના માર્ચ મહિનામાં એવું બહાર આવ્યું હતું કે બે વર્ષમાં 84 કરોડનું અનાજ કાળાબજારમાં વેચી મરાયુ હતું. જેમાં સાંસદ, ધારાસભ્ય, સમાજના અગ્રણીઓ તેમજ માલેતુજારોના નામે રેશનકાર્ડ પર દર મહિને 12.50 લાખ કિલો સરકારી અનાજ લઇ બારોબાર વેચી મારવાના ષડયંત્ર બહાર આવ્યા બાદ 2.50 લાખ લોકોના 51,881 કાર્ડ રદ કરાયા હતા. મહિને રૂ.3.50 કરોડનો જથ્થો બહાર નિકળી જતો હતો. લિંબાયત ઝોનમાં સૌથી વધુ 32,908 રેશનકાર્ડ નોનએનએફએસએમાં બદલ્યા છે.

2 રૂપિયાના કિલો ઘઉં 3 રૂપિયાના ચોખા મળે છે

૩ કિલો સરકારી ઘઉં રૃા.2ના ભાવે અને 2 કિલો ચોખા રૃા.૩ના ભાવે મળે છે. પણ રેશનીંગ દુકાનદારો કાળાબજારમાં આ ઘઉં, ચોખા કિલોદીઠ રૃા.15થી 20ના ભાવે વેચીને કરોડોનું કૌભાંડ કરવામાં આવી રહ્યું છે. તે આજે બંધ થયું નથી. ચાલુ છે. છતાં સરકાર 33 જિલ્લામાં તેની રાજ્ય વ્યાપી તપાસ કરતી નથી.

ભાજપના નેતા અનાજ કૌભાંડમાં

29 જાન્યુઆરી 2018માં ગરીબ પ્રજાનું કરોડો રૂપિયાનું અનાજ વિદેશ મોકલીને ભાજપના નેતાનું કચ્છ ભુજમાં કૌભાંડ બહાર આવ્યું હતું. ભુજ ખાતે નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનોમાંથી ગરીબ નાગરિકોને આપવાનું અનાજ પગ કરી દઈને તેને ગુજરાત, દેશ અને વિદેશમાં અન્ય ભાગોમાં વેચી દેવામાં આવતું હતું. પર્દાફાશ કોંગ્રેસના આગેવાન આદમ ચાકીએ કર્યો હતો. તેમણે સ્ટીંગ ઓપરેશન કરીને ઘીરેન ભાનુ ઠક્કર કે જેમનો ભાઈ હીરેન ઠક્કર છે. જે ભાજપના ભુજ નગરપાલિકાના પ્રમુખ છે. જ્યારે સ્ટીંગ કરવામાં આવ્યું ત્યારે અનાજનો જથ્થો બહાર ગેરકાયદે કાઢવામાં આવી રહ્યો હતો. પણ તેની વિડિયો પણ તે સ્ટીંગમાં લેવામાં આવી હતી. અનાજના જથ્થાની નોંધણી પત્રક પણ રખાતું નથી. ભાજપના આગેવાનનું ગોડાઉડ ભાડે રખાયું હતું અને તેમાં સસ્તા અનાજનું અનાજ ભરેલું હતું તે ગોડાઉન ભાડે રાખવા માટે કોઈ જાહેરાત આપવામાં આવી ન હતી. જેની તપાસ આજ સુધી ભાજપ સરકારે કરી નથી.

જસદણ અનાજ કૌભાંડ

13 મે 2016માં રૂ.45 લાખનું રેશનીંગ અનાજ કૌભાંડ પકડાતાં પાંચ આરોપીઓ સામે ફોજદારી – ત્રણ રેશનીંગ દુકાનદારોના લાયસન્સ રદ કરાયા હતા. જસદણ – વિંછીયા વિસ્તારમાંથી 70થી 80 કાનદારોમાંથી 55 સસ્તા અનાજના દુકાનદારોની પાવતી મળી આવી હતી.

કચ્છમાં કૌભાંડ

18 ફેબ્રુઆરી 2018ના રોજ કચ્છમાં 47 લાખનું અનાજ પકડી પાડવામાં આવ્યું હતું. મહેન્દ્ર રણછોડ સોની સામે ફરીયાદ નોંધાઈ હતી. જેમાંથી રૂ.18 લાખનો માલ સરકારી સસ્તા અનાજની દુકાનોનો હતો. માત્ર વાગડ-રાપર જ નહીં પણ કચ્છવ્યાપી અનાજ કૌભાંડ ચાલી રહ્યું હતું.

એલીગન્સ ફૂડ એન્ડ પ્રોસેસિંગ લી નામની પેઢીમાં સરકારી અનાજનો જથ્થો ઝડપાયો હતો અને સરકારી અનાજ કોભાંડના પર્દાફાશ બાદ મામલતદાર ટીમ દ્વારા ગોડાઉનને સીલ કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં કૌભાંડ પણ તપાસ જ ન થઈ

અમદાવાદમાં કૌભાંડ પણ સમગ્ર જિલ્લામાં કોઈ તપાસ થઈ ન હતી. જો તપાસ થાય તો તેમાં હજારો રેશનકાર્ડ બોગસ મળી શકે તેમ હતા. 23 ફેબ્રઆરી 2018માં અમદાવાદના પોલીસે મથુરદાસ મહેશ્વરીની મહાલક્ષ્મી અને સરસ્વતી ફેક્ટરીઓ દરોડો પાડી રૂ.8.10 લાખનું 3200 કિલો ઘંઉ અને 17,920  કિલો ચોખાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. મઝહર શેખ અને મથુરદાસ મહેશ્વરીની ધરપકડ કરી હતી. જો તપાસ થાય તો સુરત અને વડોદરા કરતાં પણ અહીં વધું બોગસ રેશનકાર્ડ મળી શક્યા હોત.

અમરેલીની 12 દુકાનોના પરવાના 30 ઓગસ્ટ 2018ના રોજ રદ કરાયા છે. [:]