ફરી ધોલેરાની લોલીપોપ આપી, धोलेरा का लॉलीपॉप फिर दिया गया, गुजरात औद्योगिक नीति 2025-30, Gujarat Industrial Policy 2025-30: Dholera’s lollipop again
દિલીપ પટેલ
અમદાવાદ, 18 જૂન 2026
ઉત્પાદન હબથી ગુજરાતને વિશ્વ સંશોધન અને ટેકનોલોજી હબ બનાવવાનો છે. રોકાણનું ગુજરાતનું કેન્દ્ર આગામી 5 વર્ષમાં ફરી એક વખત ધોલેરા બનાવવામાં આવ્યું છે. જ્યાં ગુજરાત સરકારે 1 હજાર ચોરસ કિલોમીટર જમીન ખેડૂતો, ગૌચર અને સરકારી ખરાબાની જમીનો સંપાદીત 20 વર્ષથી કરી રાખી છે.
રૂ. 20 લાખ કરોડથી વધુ નવા રોકાણ આવવાની શક્યતા નીતિમાં બતાવી છે. ગઈ નીતિમાં 15 લાખ કરોડ નક્કી કરાયા હતા. જેમાં માત્ર રૂ. 2 લાખ કરોડનું જ રોકાણ વાયબ્રંટ એમઓયુ પ્રમાણે થયું હતું.
આ નીતિમાં 5 વર્ષમાં રૂ. 50 હજાર કરોડની કર રાહતો આપવામાં આવે એવી શક્યતા છે. 2020-2025માં રૂ. 40 હજાર કરોડની રાહતો ઉદ્યોગોને આપવાની નીતિ બનાવી હતી.
ગુજરાત ઔદ્યોગિક નીતિ 2025–30ના મુખ્ય લક્ષ્યો
સેમિકન્ડક્ટર હબ
ગુજરાતને ભારતનું સૌથી મોટું સેમિકન્ડક્ટર ઉત્પાદન કેન્દ્ર બનાવવું.
મુખ્ય રોકાણ કેન્દ્ર તરીકે ધોલેરા ખાસ રોકાણ વિસ્તાર ફરી એક વખત જાહેર કર્યો છે. ધોલેરા અને સાણંદમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ, સપ્લાયર પાર્ક, કેમિકલ્સ, પેકેજિંગ, હાઉસિંગ, લોજિસ્ટિક્સ, ઇન્ડો-તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વગેરે માટે વધારાની જમીન પણ અનામત રાખવામાં આવી રહી છે.
ટાટા ઈલેક્ટ્રોનિક્સ માટે ધોલેરામાં ગુજરાત સરકારે આશરે 160 એકર જમીન ફાળવી હતી. અહીં એક એકરજમીનના રૂ. 1 કરોડ ભાવ છે. 2026માં જાહેર થયેલા SEZ વિસ્તારમાં 163 એકર જમીને આપી છે. જેમાં રોકાણ રૂ, 91,000 કરોડ કરવાનું કંપનીઓએ નક્કી કર્યું છે.
સાણંદમાં સીજી પાવનરને 28 એકર જમીન આપી છે. અહીં જમીનનો બજાર ભાવ એક એકરનો રૂ. 5 કરોડ છે. રોકાણ રૂ. 7,600 કરોડ આવી શકે છે.
સાણંદમાં માઈક્રોન ટેકનોલોજીનું રૂ. 22,516 કરોડનો ATMP પ્લાન્ટ શરૂ થયો છે. પ્રોજેક્ટના 70 ટકા રાહતો ભારત સરકાર અને ગુજરાત સરકાર બંને તરફથી નાણાં રાહતો આપી છે.
ભારતની મોદી સરકારે પ્રોજેક્ટ ખર્ચના 50% સુધીની નાણાકીય સહાય
રૂ. 11,250 કરોડ અને ગુજરાત સરકારની સહાય પ્રોજેક્ટ ખર્ચના 20% સુધીની રૂ. 4,500 કરોડ નાણાં મળીને કુલ રૂ. 15,750 કરોડ સીધી રાહતો છે.
ઉપરાંત જમીન ફાળવણી, સ્ટેમ્પ ડ્યૂટીમાં રાહત, વીજળી, પાણી અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ તથા ઝડપી મંજૂરી પ્રક્રિયા કરી આપી હતી. જેનું મૂલ્ય જાહેર કરાયું નથી પણ તે ઘણી મોટી રાહતો છે.
રૂ. 4 હજાર કરોડ જેની બીજી રાહતો હોઈ શકે છે. આમ 22500 કરોડના પ્રોજેક્ટમાં 20 હજાર કરોડ કંપનીને ફાયદો કરી આપ્યો છે.
અગાઉ સાણંદમાં ટાટા નેનોને રૂ. 2,000–2,500 કરોડ સીધી અને બીજી મળીને રૂ. 33 હજાર કરોડની રાહતો આપી હોવાની વિગતો અગાઉ વિપક્ષ દ્વારા જાહેર કરાઈ હતી.
ટાટા
ધોલેરામાં ટાટા સેમિકન્ડક્ટરના રૂ. 91 હજાર કરોડના રોકાણમાં કેન્દ્ર અને રાજ્ય મળીને નાણાકીય રાહતો 70 ટકા અને જમીનમાં રાહતો આપી છે.
કેન્દ્ર સરકારની સહાય
ભારત સરકારની India Semiconductor Mission હેઠળ પ્રોજેક્ટ ખર્ચના 50% સુધીની નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી હતી એ અંદાજે રૂ.45,500 કરોડ હોઈ શકે છે. ગુજરાત સરકારે પ્રોજેક્ટ ખર્ચના 20% સુધીની
અંદાજે રૂ. 18,200 કરોડ આપી હોઈ શકે છે. આમ બન્ને સરકારની કુલ 70 ટકા સીધી સહાય અંદાજે રૂ. 63,700 કરોડ હોઈ શકે છે.
સીધી ગ્રાન્ટ ઉપરાંત ગુજરાત સરકારે ધોલેરામાં જમીન ફાળવી, સ્ટેમ્પ ડ્યૂટી મુક્તિ, વીજળી, પાણી, માર્ગ, લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા ઝડપી મંજૂરી પ્રક્રિયા અને સિંગલ-વિન્ડો ક્લિયરન્સ આપ્યું હતું.
આમ સેમિકન્ડક્ટર ઉદ્યોગ લાવવામાં કેન્દ્ર અને ભારત સરકારે મળીને સીધી અને બીજી સહાય રૂ. 1 લાખ કરોડ સુધી હોઈ શકે છે.
ગ્રીન ઉદ્યોગ
ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ ટ્રાન્સફોર્મેશન ઉદ્યોગો માટે ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન એમોનિયા, કાર્બન ઘટાડો તથા નેટ-ઝીરો ઉદ્યોગોને પ્રોત્સાહનો આપવામાં આવશે.
કચ્છના ખાવડામાં અદાણી અને બીજાને 72,400 હેક્ટર જમીન આપી છે જેની સરેરાશ બજાર કિંમત પણ રૂ.5 લાખ પ્રતિ હેક્ટર માનીએ તો મૂલ્ય રૂ.3,600 કરોડથી વધુ થાય; રૂ. 10 લાખ પ્રતિ હેક્ટર માનીએ તો રૂ. 7,200 કરોડથી વધુ થાય છે.
GIPCL ને ખાવડામાં 4,750 હેક્ટર જમીન 40 વર્ષની લીઝ પર ફાળવવામાં આવી હતી, પરંતુ લીઝ પ્રીમિયમ, વાર્ષિક લીઝ ભાડું અથવા કુલ ચૂકવેલી રકમ જાહેર કરવામાં આવી નથી. GIPCLના સ્ટોક એક્સચેન્જ ખુલાસા અને કંપનીના અહેવાલોમાં જમીન ફાળવણીનો ઉલ્લેખ છે, પરંતુ કિંમતનો નથી. આવું જ અદાણીનું પણ છે.
ભારત સરકારની નીતિ
04 જાન્યુઆરી, 2023માં પ્રધાનમંડળે રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશનને મંજૂરી આપી જેમાં પ્રારંભિક ખર્ચ રૂ. 19,744 કરોડ હતો.
2030 સુધીમાં દેશમાં લગભગ 125 GW નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટમાં રૂ.8 લાખ કરોડ રોકાણ અને 6 લાખ નોકરી મલશે.
પેટ્રોલિયમ આયાતમાં રૂ. 1 લાખ કરોડનો ઘટાડો થવાની જાહેરાત કરી હતી.
હાઇ-ટેક ઉદ્યોગ
ગુજરાત સરકારે 2025-30ની ઉદ્યોગનીતિમાં હાઇ-ટેક ઉત્પાદન કરે એવા ઉદ્યોગોને માટે નીતિ બનાવી છે. જેમાં સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, AI હાર્ડવેર, ડ્રોન, સ્પેસ ટેક્નોલોજી, ડિફેન્સ સિસ્ટમ્સને પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું છે.
MSME 2.0
MSME 2.0 નીતિમાં Industry 4.0, Automation, Robotics, Digital Manufacturing નક્કી કરાયું છે.
વૈશ્વિક સપ્લાય ચેઇન
ચીન+1 વ્યૂહરચનાનો લાભ લઈને વૈશ્વિક કંપનીઓને ગુજરાતમાં આકર્ષવા.
મુખ્ય લક્ષ્યાંકો
રૂ. 20 લાખ કરોડથી વધુ નવા રોકાણનો પ્રયાસ
2020–2025 ઔદ્યોગિક નીતિનું મૂલ્યાંકન
CMIE આધારિત અભ્યાસ મુજબ: જાહેર થયેલા નવા પ્રોજેક્ટ
2020–21 રૂ. 1.43 લાખ કરોડ એમઓયુ, પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સ રૂ. 19,602 કરોડ
2021–22 રૂ. 5.68 લાખ કરોડ એમઓયુ, પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સ રૂ. 32,260 કરોડ
2022–23 રૂ. 2.04 લાખ કરોડ એમઓયુ, પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સ રૂ. 74,269 કરોડ
2023–24 રૂ. 6.28 લાખ કરોડ એમઓયુ, પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સ રૂ. 82,798 કરોડ
કુલ રૂ. 15.43 લાખ કરોડ એમઓયુ, પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સ કુલ રૂ. 2.09 લાખ કરોડ
વિધાનસભા
15 સપ્ટેમ્બર 2023માં રાજ્ય વિધાનસભામાં સરકારે જારી કરેલા નિવેદનમાં જણાવાયું છે કે વાઇબ્રન્ટ સમિટમાં હસ્તાક્ષર કરાયેલા રૂ9,45,158.68 કરોડના એમઓયુ સામે ફક્ત રૂ21,556.97 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું.
નવ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં હસ્તાક્ષર કરાયેલા કુલ એક લાખ કે તેથી વધુ એમઓયુ (સમજૂતી પત્ર)માંથી લગભગ 26,000 પડતા મૂકવામાં આવ્યા હતા.
કંપનીની બગડતી નાણાકીય સ્થિતિ અને જમીન ફાળવણી, પ્રદૂષણ, આગ મંજૂરી મેળવવામાં વિલંબ કારણો હતા.
આજ સુધી આશરે 35% એમઓયુ રદ કરવામાં આવ્યા હતા. 20% પ્રોજેક્ટ શરૂ થયા નથી.
આ નવ સમિટ દરમિયાન કુલ રૂ100 લાખ કરોડનું રોકાણ થયું હોવાનું કહેવાય છે.
શિક્ષણ ઉદ્યોગમાં
શિક્ષણ ક્ષેત્રે 20,000 કે તેથી વધુ એમઓયુમાં કોઈ નાણાકીય રોકાણ નહોતું, છતાં તેમને એમઓયુ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા.
સરકારે પડતો મૂકવામાં આવેલા પ્રોજેક્ટ્સમાં રોકાણ માટે કોઈ આંકડા જાહેર કર્યા નથી.
75,362 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાંથી 70% એમઓયુ કાર્યરત અથવા અમલમાં મુકાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારના ઉદ્યોગ અને સંલગ્ન વિભાગોએ એમઓયુ પર હસ્તાક્ષર કરતા પહેલા પૂર્વશરત, ગુજરાતમાં પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા માટે કંપનીઓની નાણાકીય ક્ષમતાની ચકાસણી અને ચકાસણી કરવા માટે એક ટીમ બનાવી છે.
વાઇબ્રન્ટ સમિટ વર્ષ એમઓયુ એમઓયુ ઘટી ગયા
2003માં 80 એમઓયુ 38 ભાગી ગયા
2005માં 227 એમઓયુ 101 ભાગી ગયા
2007માં 454 એમઓયુ 201 ભાગી ગયા
2009માં 3,574 એમઓયુ 1,208 ભાગી ગયા
2011માં 8,380 એમઓયુ 4,073 ભાગી ગયા
2013માં 17,117 એમઓયુ 6,530 ભાગી ગયા
2015માં 21,304 એમઓયુ 5,539 ભાગી ગયા
2017માં 24,774 એમઓયુ 5,570 ભાગી ગયા
2019માં 28,360 એમઓયુ 2,715 ભાગી ગયા
કુલ 1,04,872 એમઓયુ 25,975 ભાગી ગયા
વાયબ્રન્ટ સમિટના MoU માં કોઈ રોકાણ નથી?
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા, સરકારે દસમા વાઇબ્રન્ટ સમિટનું આયોજન થાય તે પહેલાં છેલ્લા બે વર્ષમાં કરવામાં આવેલા રોકાણો અને MoU પર ક્ષેત્રવાર વાર્ષિક એકંદર ડેટા જારી કર્યો.
1 ઓગસ્ટ, 2021 થી 31 જુલાઈ, 2022 સુધી, રૂ9,45,158.68 કરોડના MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પરંતુ આ કાર્યકાળ દરમિયાન, તેમાંથી ફક્ત રૂ21,556.97 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.
બીજા વર્ષમાં, એટલે કે, 1 ઓગસ્ટ, 2022 થી 31 જુલાઈ, 2023 સુધી, રૂ79,125 કરોડના MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાંથી ફક્ત રૂ30 લાખનું રોકાણ કરવામાં આવ્યું હતું.
55,860 પ્રોજેક્ટ્સ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાંથી ફક્ત 19,069 કામગીરી શરૂ કરી છે, જ્યારે 31,832 તેમના પ્રાથમિક તબક્કામાં છે.
નાના ઉદ્યોગો
ફક્ત મધ્યમ, નાના, શુક્ષ્મ ઉદ્યોગોમાં રોકાણ; મોટાભાગના ક્ષેત્રોમાં સંપૂર્ણ શૂન્ય
55,860 પ્રોજેક્ટ્સ પર 25 વિવિધ ક્ષેત્રોમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આજની તારીખે, તેમાંથી 21 ક્ષેત્રોમાં કોઈ રોકાણ મળ્યું નથી.
ઓગસ્ટ 2021 – જુલાઈ 2022 આંકડા:
કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા રૂ14,972ના કરોડના કરારો પણ શૂન્ય રોકાણ.
પશુપાલન અને મત્સ્યઉદ્યોગ અને કોર્પોરેશન રૂ5,290ના કરોડના કરારો પણ શૂન્ય રોકાણ.
કેમિકલ, પેટ્રોકેમિકલ અને GIDC મોટા પ્રોજેક્ટ્સ રૂ1,47,891ના કરોડના કરારો પણ શૂન્ય રોકાણ.
કોર્પોરેટ સામાજિક જવાબદારી રૂ144ના કરોડના કરારો પણ શૂન્ય રોકાણ.
શિક્ષણરૂ 5,465ના કરોડના કરારો પણ શૂન્ય રોકાણ.
એન્જિનિયરિંગ, ઓટો અને અન્ય ઉદ્યોગો રૂ2,52,697માં રૂ134 રોકાણ આવ્યું.
પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રૂ3,400ના કરોડના કરારો પણ શૂન્ય રોકાણ.
શૂન્ય આરોગ્ય સંભાળ અને ફાર્મા રૂ6,660માં રૂ1,335ના કરોડના કરારો પણ શૂન્ય રોકાણ.
ઔદ્યોગિક પાર્ક, લોજિસ્ટિક પાર્ક અને મીની એસ્ટેટરૂ9,277ના કરોડના કરારો પણ શૂન્ય રોકાણ.
માહિતી અને ટેકનોલોજી અને બાયોટેકનોલોજી રૂ3,729ના કરોડના કરારો પણ શૂન્ય રોકાણ.
ખનિજ આધાર પ્રોજેક્ટ રૂ149,387ના કરોડના કરારો પણ શૂન્ય રોકાણ.
પોર્ટ અને પોર્ટ બેઝ રૂ5,376ના કરોડના કરારો પણ શૂન્ય રોકાણ.
પાવર, ઓઇલ અને ગેસ સેક્ટર રૂ2,19,760માં રૂ33નું રોકાણ આવ્યું.
રિટેલ ટ્રેડ અને સર્વિસિસ રૂ1,050ના કરોડના કરારો પણ શૂન્ય રોકાણ.
ઝીરોરોડ અને રેલ પ્રોજેક્ટ્સ રૂ4,307ના કરોડના કરારો પણ શૂન્ય રોકાણ.
ગ્રામ વિકાસ રૂ725ના કરોડના કરારો પણ શૂન્ય રોકાણ.
કૌશલ્ય વિકાસ ક્ષેત્ર રૂ1,253ના કરોડના કરારો પણ શૂન્ય રોકાણ.
રમતગમત, યુવા અને સંસ્કૃતિ રૂ472ના કરોડના કરારો પણ શૂન્ય રોકાણ.
કાપડ અને વસ્ત્રોમાં રૂ9,602ના કરોડના કરારો પણ શૂન્ય રોકાણ.
પર્યટન અને નાગરિક ઉડ્ડયનમાં રૂ16,330ના કરોડના કરારો પણ શૂન્ય રોકાણ.
આદિવાસી વિકાસમાં રૂ187ના કરોડના કરારો પણ શૂન્ય રોકાણ.
શહેરી વિકાસમાં રૂ1,27,624ના કરોડના કરારો પણ શૂન્ય રોકાણ.
પાણી પુરવઠોમાં રૂ14,762માંના કરોડના કરારો પણ શૂન્ય રોકાણ.
MSMEરૂ73,300માં રૂ20,055
ઓગસ્ટ 2022 – 31 જુલાઈ, 2023 આંકડા રૂ.કરોડોમાં
શુન્ય રોકાણ
કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા
રાસાયણિક, પેટ્રોકેમ અને GIDC મોટા પ્રોજેક્ટ્સ રૂ21,545
એન્જિનિયરિંગ, ઓટો અને અન્ય ઉદ્યોગો રૂ7,990
આરોગ્ય સંભાળ અને ફાર્મામાં રૂ2,809
પાવર, તેલ અને ગેસ ક્ષેત્ર રૂ40,447
કાપડ અને વસ્ત્રો રૂ2,813
MSMEરૂ3
MSME એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના અભ્યાસ મુજબ, ગુજરાતે 2021-22થી 2023-24માં રૂ. 14,00,175 કરોડના નવા રોકાણ પ્રોજેક્ટ્સે કામ શરૂ કર્યું અને રૂ. 1,89,327 કરોડના ચાલુ પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે.
સેન્ટર ફોર મોનિટરિંગ ઓફ ઇન્ડિયન ઇકોનોમી (CMIE) દ્વારા 3 ફેબ્રુઆરી 2025 ના રોજ આપવામાં આવેલી માહિતી અનુસાર, નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન, નવા રોકાણ પ્રોજેક્ટ્સ પ્રાપ્ત થયા હતા જે રૂ. 142909 કરોડ, 2021-22 માં રૂ. 567758 કરોડ, 2022-23માં રૂ. 204133 કરોડ અને 2023-24 માં રૂ. 628284 કરોડના હતા. આ વર્ષો દરમિયાન પૂર્ણ થયેલા રોકાણ પ્રોજેક્ટ્સ અનુક્રમે રૂ. 19602 કરોડ, રૂ. 32260 કરોડ, રૂ. 74269 કરોડ અને રૂ. 82798 કરોડના હતા.
નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન, કુલ રોકાણ પ્રોજેક્ટ્સ રૂ. 2687734 કરોડના બાકી હતા અને રૂ. 1448308 કરોડના અમલીકરણ હેઠળ હતા અને રૂ. 17676 કરોડના બાકી પ્રોજેક્ટ્સ પુનઃજીવિત થયા હતા.
2023-24માં રાજ્યમાંથી નિકાસ રૂ. 1113729 કરોડ થઈ છે જે 2022-23માં રૂ. 1202494 કરોડ હતી.
11.26 લાખ નોંધાયેલા MSME છે જે રાષ્ટ્રીય સ્તરે નોંધાયેલા કુલ 1.48 કરોડ MSME ના 7.5% છે. જોકે, ટેકનોલોજી, બજાર અને નાણાકીય બાબતો જેવી અનેક સમસ્યાઓને કારણે મોટી સંખ્યામાં સૂક્ષ્મ અને નાના એકમો અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યા છે.
ગુજરાતી
English