ગુજરાતમાં માનવ અધિકાર ભંગના કિસ્સા, મુખ્ય સચિવ સામે વોરંટ

કચ્છ પોલીસ મથક પરથી કૂદકો માર્યો

દિલીપ પટેલ

અમદાવાદ, 23 જૂન 2026

ગાંધીધામના નિર્દોષ યુવકે પોલીસ દમનના ડરથી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની છત પરથી પીડિત યુવક દામજી સીજુ છલાંગ લગાવી દેતાં ગંભીર ઈજા પહોંચી હતી.

2021ના સપ્ટેમ્બર મહિનામાં પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ દામજી સીજુ (મહેશ્વરી) નામના યુવાનને ગુન્હા સંબંધે એ ડીવીઝન પોલીસ મથકમાં આપવામાં આવેલ શારીરિક માનસિક ત્રાસ સાથે મારવામાં આવ્યો હતો.

સત્તાવાર રીતે નોંધાયેલા પોલીસ કસ્ટડીમાં મૃત્યુ દર વર્ષે 14–15 જેટલા છે, પરંતુ માનવ અધિકાર કાર્યકરોનું કહેવું છે કે પોલીસ મારપીટ કે ટોર્ચરના તમામ કેસ FIR અથવા માનવ અધિકાર કેસ તરીકે નોંધાતા નથી. ઘણા કેસોમાં CCTV, મેડિકલ પુરાવા અને ન્યાયિક તપાસ પછી જ હકીકતો બહાર આવે છે.

2024–25ના સત્તાવાર માનવ અધિકાર આંકડા (ગુજરાત)

GSHRC સમક્ષ કુલ કેસો કે ફરિયાદો: 2,583

નિકાલ થયેલા કેસ: 2,016

પોલીસ કસ્ટડીમાં મૃત્યુ: 14

જેલ કસ્ટડીમાં મૃત્યુ: 79

કુલ કસ્ટોડિયલ મૃત્યુ: 93

ગુજરાત રાજ્ય માનવ અધિકાર પંચ

પંચના 2024–25ના વાર્ષિક અહેવાલ મુજબ:

અમદાવાદ શહેરમાં સૌથી વધુ 543 કેસ નોંધાયા હતા.

માનવ અધિકાર ભંગના સૌથી ગંભીર સૂચકોમાંનો એક કસ્ટોડિયલ ડેથ ગણાય છે.

2024–25 દરમિયાન ગુજરાતમાં:

કુલ 93 કસ્ટોડિયલ મૃત્યુ

79 જેલ કસ્ટડીમાં

14 પોલીસ કસ્ટડીમાં નોંધાયા હતા.

અમદાવાદ શહેરમાં જ 27 કસ્ટોડિયલ મૃત્યુ નોંધાયા હતા, જે રાજ્યમાં સૌથી વધુ હતા.

ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પ્લેન્ટ્સ ઓથોરિટી (GSPCA) સમક્ષ:

છેલ્લા બે વર્ષમાં 2,510 પોલીસ સામે ફરિયાદો નોંધાઈ.

2,494 ફરિયાદોનો નિકાલ થયો.

રાજકોટમાં સગીર પર પોલીસ કસ્ટડીમાં અત્યાચારનો કેસ.

પત્રકારની ગેરકાયદે અટકાયત અને કથિત યાતનાના કેસમાં DGPને નોટિસ.

કચ્છમાં મજૂરોના મૃત્યુના કેસમાં કલેકટર અને એસપીને સમન્સ.

પત્રકારત્વ માટે મહત્વનો મુદ્દો

કસ્ટોડિયલ મૃત્યુના કારણો

પોલીસ અત્યાચાર

દલિત અને આદિવાસી અત્યાચાર

મહિલા અને બાળ અધિકાર ભંગ

મજૂર મૃત્યુ અને ઔદ્યોગિક અકસ્માત

બુલડોઝર/વિસ્થાપન કાર્યવાહી

કેદીઓના અધિકારોના કેસ

ગુજરાતમાં પોલીસ સ્ટેશનમાં ટોર્ચર (કસ્ટોડિયલ ટોર્ચર)ના ચોક્કસ રાજ્યવ્યાપી આંકડા અલગથી જાહેર થતા નથી, પરંતુ પોલીસ સામેની ફરિયાદ, માનવ અધિકાર પંચના કેસો અને પોલીસ કસ્ટડીમાં થયેલા મૃત્યુના આંકડા પરથી સ્થિતિનો અંદાજ મળે છે.

2500 ફરિયાદ થાય છે પણ ખરેખર પોલીસ દ્વારા માર મારીને અત્યાચાર કરવામાં આવતો હોય તેનો અંદાજ આપીએ તો તેના 10 ગણા એટલે કે 25 હજાર માર મારવાની ઘટનાઓ અંદાજી શકાય છે. જે ફરિયાદ કરતાં નથી અને માર ખાઈ લે છે.

પોલીસ અને જેલમાં કસ્ટડીમાં મોત

2023-24 15 પોલીસ સ્ટેશનમાં મોત 70 જેલમાં મોત 85

2024-25 14 પોલીસ કસ્ટડીમાં મોત 79 જેલમાં મોત 93

2024-25માં જિલ્લાવાર પોલીસ કસ્ટડીમાં મૃત્યુ

અમદાવાદ શહેર – 3

રાજકોટ શહેર – 3

સુરત શહેર – 2

અમદાવાદ ગ્રામ્ય – 2

રાજકોટ ગ્રામ્ય – 1

સુરત ગ્રામ્ય – 1

અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા કેસ

પોલીસ વિરુદ્ધ ફરિયાદો

ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પ્લેન્ટ્સ ઓથોરિટી (GSPCA) સમક્ષ:

છેલ્લા બે વર્ષમાં 2,510 ફરિયાદ

આ ફરિયાદોમાં પોલીસ મારપીટ, દુરુપયોગ, ગેરકાયદે અટકાયત, કસ્ટડીમાં ગેરવર્તન સહિતના મુદ્દા સામેલ હોય છે.

9 પોલીસ અધિકારીઓ સામે કસ્ટોડિયલ ટોર્ચર અને જાહેર અપમાનના આરોપ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ હતી.

બોટાદમાં પોલીસ પૂછપરછ બાદ યુવકના મૃત્યુના કેસમાં માનવ અધિકાર પંચે વળતર અને કાર્યવાહી ભલામણ કરી હતી.

કચ્છના યુવાનને માથા અને કરોડરજ્જુના ભાગમાં અતિ ગંભીર પ્રકારની જીવલેણ ઈજાઓ થઈ હતી. અત્યંત નાજુક સ્થિતિમાં પીડિત યુવાનને પોલીસ દ્વારા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

કેસમાં રૂ. પાંચ લાખનું વળતર ચૂકવવાના અગાઉના આદેશનું પાલન ન થતાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દ્વારા ગુજરાત સરકારના મુખ્ય સચિવ સામે જામીનપાત્ર વોરંટ જારી કરાયું હતું.

વર્ષોની લડત બાદ મળેલો ન્યાય બતાવે છે કે, સામાન્ય નાગરિકના અધિકારો માટેની લડત સફળ થઈ શકે છે અને જવાબદાર તંત્રને કાયદા સમક્ષ જવાબ આપવો જ પડે છે.

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના કડક વલણ બાદ આદેશની અમલવારી  

24 કલાકમાં ગૃહ વિભાગે ઠરાવ કર્યો, બીજા દિવસે વળતર પણ ચૂકવી દીધું

 ગાંધીધામના કેસમાં મુખ્ય સચિવ સામે જામીન પાત્ર વોરંટ બાદ દોડધામ મચી

પીડિત યુવક દામજી સીજુને વળતરની રકમ ગણતરીના કલાકોમાં જ ચૂકવવામાં આવી હતી.

કેસમાં લડત કરી રહેલા ભુજના સમાજસેવક ડો. રમેશ એલ. ગરવા છે.

પંચ દ્વારા આદેશ અને સૂચના આપવા છતાં લાંબા સમય સુધી તેનું પાલન ન કરતા સ્થાનિક અધિકારીઓની બેજવાબદારીનો ભોગ મુખ્ય સચિવને બનવું પડ્યું હતું.

માત્ર એક પરિવારને ન્યાય નથી મળ્યો, પરંતુ માનવ અધિકાર સંસ્થાની અસરકારકતાનું મહત્વપૂર્ણ ઉદાહરણ સ્થાપિત થયું છે.

આ ઘટનાથી લોકોનો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ અને દેશના બંધારણીય માળખા પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

એક જ દિવસમાં ગૃહ વિભાગે જરૂરી ઠરાવ કરતાં પૂર્વ કચ્છ પોલીસે રાત ઉજાગરો કરી બીજા જ દિવસે યુવકના બેંક ખાતામાં રૂ. 5 લાખ આપી દીધા હતા.  

વર્ષ 2021માં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં ફરિયાદના આધારે પંચે તપાસ હાથ ધરી હતી.

તપાસમાં પોલીસ કસ્ટડીમાં રહેલી વ્યક્તિની સુરક્ષા જાળવવામાં બેદરકારી બદલ રાજ્ય સરકારને જવાબદાર ઠરવવામાં આવી હતી અને વારસદારોને વળતર ચૂકવવાની ભલામણ કરવામાં આવી હતી.

5 લાખ રૂપિયા રાહત વળતર ચુકતે કરવા રાજ્યના મુખ્ય સચિવને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ, નવી દિલ્હીએ આદેશ કરેલો હતો.

જિલ્લા મેજિસ્ટ્રેટ સહ કલેક્ટર કચ્છ અને પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છના પંચના તપાસ વિભાગે રજુ કરેલા અહેવાલમાં જણાવ્યું કે, ઈજાઓને લીધે તે ગંભીર રીતે અપંગ છે.

પોલીસ કસ્ટડી હેઠળની વ્યક્તિની સલામતી અને સુરક્ષાની જવાબદારી રાજ્યની છે

માનવ અધિકાર

સોગંદનામું દાખલ કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા હતા

રખડતાં કૂતરા અંગે સોગંદનામું નહીં કરતા સુપ્રીમ કોર્ટે રાજ્યના મુખ્ય સચિવ મનોજકુમાર દાસને હાજર થવા તેડુ મોકલ્યું હતું.

સંસદની વિગતો

NHRCના આધારે સંસદમાં રજૂ થયેલા આંકડા મુજબ 1 એપ્રિલ 2021 થી 15 માર્ચ 2026 સુધીમાં ગુજરાતમાં કસ્ટોડિયલ ડેથના 85 કેસ હતા.

2021-22: 24

2022-23: 15

2023-24: 18

2024-25: 14

2025-26 (15 માર્ચ સુધી): 14

10 વર્ષનો અંદાજે ચિત્ર

રાજ્ય સરકાર દર વર્ષે એકીકૃત “પોલીસ કસ્ટડી + જેલ કસ્ટડી” ડેટા જાહેર કરતી નથી, પરંતુ GSHRC, NHRC અને સંસદીય માહિતી પરથી અંદાજે પોલીસ કસ્ટડીમાં મોત 100થી વધુ અને જેલ કસ્ટડીમાં મોત 700થી વધુ મળીને કુલ કસ્ટોડિયલ ડેથ 800થી વધુ મોત 10 વર્ષમાં થયા હોવાનો અંદાજ મૂકી શકાય છે. જ્યારે 10 વર્ષમાં પોલીસ સામે ફરિયાદ 10,000થી 15,000 વચ્ચે આંકડો હોઈ શકે છે.