ખેડૂત આંદોલનઃ ગ્રામ્ય ગુજરાત પર શહેરી સત્તાનું દબાણ: ગુજરાતનું શહેરી વિકાસ મોડેલ
ગુજરાતના 149 નાના શહેરો અને 17 મોટા શહેરોની વસતી 50 ટકા થતાં ગ્રામ્ય પ્રજા સામે જોખમ
દિલીપ પટેલ
અમદાવાદ, 20 જૂન 2026
ગુજરાતમાં શહેરોમાં વસતા લોકોનો પ્રભાવ એટલો વધી ગયો છે કે શહેરી મતદારો પર હવે સરકાર બનાવવાની સત્તા આવી ગઈ છે. તેથી ગ્રામ્ય વિસ્તોરોનો રાજકીય પ્રભાવ ઓછો થયો છે. જેથી સરકાર શહેરોની વાત સાંભળે છે અને ગ્રામ્ય પ્રજાની વાત સાંભળતી નથી. એટલા માટે ગ્રામ્ય વિસ્તારોમાં જ સરકાર સામે સૌથી વધારે આંદોલનો ચાલી રહ્યાં છે. કારણ કે ઉદ્યોગો હવે ગ્રામ્ય જમીન પર પ્રભાવ વધારે છે. તેઓ તેથી મનમાની કરી રહ્યાં છે. ખેડૂત આંદોલન શહેરોનો વધેલો રાજકીય પ્રભાવ બતાવી રહ્યાં છે. કારણ કે 2003માં ખેડૂતોએ સૌથી મોટું આંદોલન કર્યું હતું ત્યાર પછી ગ્રામ્ય વિસ્તાના લોકોએ 2026માં સૌથી મોટું ખેડૂત આંગોલન કર્યું છે. તેનું કારણ તેમની જમીન પર ઉદ્યોગોનો પ્રભાવ વધ્યો છે, જેનો તેઓ મૂકાબલો કરી રહ્યાં છે. શહેરોમાં કોર્પોરેટ કચેરીઓ ધવાતાં સામગ્રાજ્ય વાદી ઉદ્યોગપતિઓ શહેરોમાં રહે છે. તેઓ બેવડી તાકાતથી ગ્રામ્ય વિસ્તારોમાં પોતાનો પ્રભાવ વધારી ચૂક્યા છે. એક તો નાણાં અને બીજું શહેરી સત્તા. ગુજરાત હવે ગ્રામ્ય ગુજરાત રહ્યું નથી. શહેરોમાં 50 ટકાથી વધારે વસતી થઈ ગઈ છે. શહેરોમાંથી જ 55 ટકા રાજકીય તેનાઓ ચૂંટાય છે રાજકીય પક્ષના નેતાઓ હવે શહેરોમાંથી આવી રહ્યાં છે. તેથી હવે પછી ગામડાઓનું પતન અત્યંત ઝડપી થવાનું છે. જેને કોઈ રોકી શકે તેમ નથી.
ગુજરાત ગામડાંથી શહેર તરફ દોડી રહ્યું છે. અડધી વસ્તી હવે શહેરી વિસ્તારોમાં છે. ગામડાં ખાલી, શહેરો ભરચક બની ગયા છે. ગુજરાતની 50% વસ્તી હવે શહેરી બની છે. 149 નગરપાલિકા અને 17 મહાનગરોમાં અડધું ગુજરાત અને 18 હજાર ગામડાઓના ગ્રામ્ય જીવન સામે મોટો પડકાર ઉભો થયો છે. શહેરોનો શિકાર બનતું ગુજરાત બની ગયું છે. ગ્રામ્ય પ્રજાનો રાજસત્તા અને અર્થસત્તામાં હિસ્સો સતત ઘટી રહ્યો છે. અડધું ગુજરાત શહેરોમાં કેદ થયું છે. ગામડાંઓનું ભવિષ્ય જોખમમાં આવી પડ્યું છે. શહેરીકરણની સુનામીમાં ગુજરાતની 50% વસ્તી શહેરોમાં આવી ગઈ છે. ગામડાં પાછળ ધકેલાયા છે. 17 મહાનગરો અને 149 નગરપાલિકાઓમાં અડધું ગુજરાત વસે છે. ગામડાંથી મહાનગર સુધી, ગુજરાતની વસ્તીનું સંતુલન ઝડપથી બદલાઈ ગયું. ગ્રામ્ય ગુજરાત પર શહેરી રાજકારણનું દબાણ વધી ગયું છે. અડધી વસ્તી શહેરોમાં પહોંચી
શહેરો વધ્યાં, ગામડાં ઘટ્યાં અને તેથી ગુજરાતના વિકાસ મોડેલ સામે નવા સવાલો ઉભા થયા છે.
કારણ કે શહેરોગુજરાતને ગળી રહ્યા છે. 50% વસ્તી શહેરી વિસ્તારોમાં, ગામડાંઓની ચિંતા વધી છે. ગુજરાત મોડેલ એ વિકાસ કે વિસ્થાપન? અડધું ગુજરાત હવે શહેરોમાં મોદી રાજમાં આવી ગયું છે. ગામડાંઓમાંથી શહેરો તરફ માનવપ્રવાહ દોડી રહ્યો છે. ગુજરાતના સામાજિક નકશામાં મોટો ફેરફાર થતાં આર્થિક અસામાનતા વધી રહી છે. શહેરી ગુજરાતનું વિસ્તરતું સામ્રાજ્ય ખરેખર તો, ગ્રામ્ય ગુજરાતનું અસ્તિત્વ સંકોચાવા માટે જવાબદાર છે. 17 મહાનગરો અને 149 નગરપાલિકાઓએ ગુજરાતની અડધી વસ્તી ખેંચી લીધી છે.
શહેરો ગુજરાતને ગળી રહ્યા છે કારણ કે 17 મહાનગરો અને 149 નગરપાલિકાઓમાં પહોંચી અડધી વસ્તી, 18 હજાર ગામડાંઓના ગ્રામ્ય ગુજરાત સામે નવા જોખમો આવી ગયા છે. તેનું સીધું પરિણામ ખેડૂત આંદોલન છે.
અહીં નીચે આપેલી વિગતો ગણિતીક છે. અંદાજીત છે. તેથી તેને કોઈએ આખરી માનવી નહીં. જ્યારે વસતી ગણતરી પુરી થશે ત્યારે સચોટ વિગતો મળશે. ત્યાં સુધી અંદાજોથી જ વિગતો આપવામાં આવી છે. કારણ કે સરકારે 2011થી વસતી ગણતરી કરવામાં ભારે બેદરકારી બતાવી છે. તેથી આયોજન બગડી રહ્યું છે.
શહેરી વસતી 17 મહાનગરપાલિકા અને 149 નગરપાલિકા
ગુજરાતની અંદાજિત કુલ વસ્તી (2025–26)માં 7.8થી 8.2 કરોડ કોઈ શકે છે.
ગુજરાતની 149 નગરપાલિકાઓમાં મળીને અંદાજે 1.5 થી 1.8 કરોડ લોકો વસે છે.
17 મહાનગરપાલિકાઓની 2.82 કરોડ વસ્તી સાથે જોડીએ તો રાજ્યની કુલ શહેરી વસ્તી 4.5 કરોડની આસપાસ પહોંચે છે, જે ગુજરાતની કુલ વસ્તીના અડધાથી વધુ ભાગનું પ્રતિનિધિત્વ કરે છે.
વિસ્તાર
ગુજરાતની 149 નગરપાલિકાઓના કુલ વિસ્તારનો સત્તાવાર સંકલિત આંકડો ઉપલબ્ધ નથી, પરંતુ નગરપાલિકાઓના કદના આધારે અંદાજ લગાવી શકાય છે કે 2,840 ચોરસ કિલોમીટર હોઈ શકે છે.
મોટી નગરપાલિકાઓ 25 અને સરેરાશ 40 ચોરસ કિલોમીટર હોઈ શકે છે. જે 1 હજાર ચોરસ કિલોમીટર ગણી શકાય છે.
મધ્યમ નગરપાલિકાઓ 60 છે, જેનો સરેરાશ 20 ચોરસ કિલોમીટર વિસ્તાર ઘણીએ તો 1200 ચોરસ કિલોમીટર ગણી શકાય.
નાની નગરપાલિકાઓની સંખ્યા 64 છે. જેનો સરેરાશ વિસ્તાર 10 ચોરસ કિલોમીટર ગણીએ તો 640 ચોરસ કિલોમીટર ગણી શકાય.
આમ કુલ 149 નગરપાલિકાઓનો કુલ વિસ્તાર 2,840 ચો. કિમી. અંદાજિત ગણી શકાય છે.
જો સરેરાશ એક નગરપાલિકાનો વિસ્તાર 15–25 ચો. કિમી. માનીએ તો ગુજરાતની 149 નગરપાલિકાઓનો કુલ વિસ્તાર આશરે 2,500થી 3,500 ચોરસ કિલોમીટર વચ્ચે હોઈ શકે છે.
મહાનગરપાલિકાઓ સાથે સરખામણી
શ્રેણી વિસ્તાર (ચો. કિમી.)
17 મહાનગરપાલિકાઓ નો વિસ્તાર 2,749 ચોરસ કિલોમીટર અને 149 નગરપાલિકાઓનો 2,840 ચોરસ કિલોમીટર ગણતાં કુલ શહેરી સ્થાનિક સંસ્થાઓનો વિસ્તાર 5,500થી 6,000 ચોરસ કિલોમીટર ગણી શકાય છે.
ગુજરાતનો કુલ વિસ્તાર આશરે 1,96,024 ચોરસ કિલોમીટર છે.
જો 149 નગરપાલિકાઓનો વિસ્તાર 2,840 ચો. કિમી. માનીએ તો રાજ્યના કુલ વિસ્તારનો આશરે 1.4% ભાગ થાય છે. 17 મહાનગરપાલિકાઓ સાથે મળીને શહેરી સ્થાનિક સંસ્થાઓનો વિસ્તાર આશરે 5,500–6,000 ચો. કિમી. થાય, જે ગુજરાતના કુલ વિસ્તારના લગભગ 3% જેટલો થાય છે.
આમ ગુજરાતની કુલ જમીનમાં શહેરોનો વિસ્તાર 5 ટકાથી નીચે છે.
17 મોટા શહેરોનો વિસ્તાર ચો.કી.માં અને વસતી
ગુજરાતની 17 મહાનગરપાલિકાઓનો કુલ વિસ્તાર લગભગ 2,749 ચોરસ કિલોમીટર છે.
શહેર – ચો.કી. – વસતી લાખમાં
અમદાવાદ – 505 – 92
સુરત – 475 – 85
વડોદરા – 235 – 28
રાજકોટ – 170 – 24
ગાંધીનગર – 326 – 5
ભાવનગર – 108 – 8
જામનગર – 170 – 8
જૂનાગઢ – 90 – 5
ગાંધીધામ – 190 – 4
મહેસાણા – 75 – 4
મોરબી – 90 – 3.5
ભરૂચ – 65 – 3
નવસારી – 60 – 2.5
વાપી – 45 – 3
આણંદ – 55 – 2.8
નડિયાદ – 50 – 2.5
પોરબંદર – 40 – 2
ગુજરાતની કુલ શહેરી મહાનગર વસ્તીનો લગભગ 81% હિસ્સો માત્ર ચાર શહેરો — અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રહે છે.
વિસ્તારની દૃષ્ટિએ અમદાવાદ (505 ચો. કિમી.) અને સુરત (475 ચો. કિમી.) સૌથી મોટા મહાનગરો છે.
ગુજરાતની કુલ અંદાજિત 7.5–8 કરોડ વસ્તીમાંથી આશરે 35–38% લોકો આ 17 મહાનગરપાલિકાઓમાં રહે છે.
નગરપાલિકા
ગુજરાતની અંદાજિત કુલ વસ્તી (2025–26)માં 7.8થી 8.2 કરોડ કોઈ શકે છે.
149 નગરપાલિકાઓની વસ્તી અંદાજીત વસતી 1.5થી 1.8 કરોડ હોઈ શકે છે.
ગુજરાતની કુલ વસ્તીના અંદાજે 19%થી 23% લોકો નગરપાલિકાઓમાં રહે છે.
નગરપાલિકાનું શહેર અને અંદાજિત વસ્તી લાખમાં અને વિસ્તાર (ચો. કિમી.)
પાલનપુર – 3.5 – 55
પાટણ – 1.8 – 40
ડીસા – 1.5 – 32
હિંમતનગર – 2.0 – 45
મોડાસા – 1.2 – 25
ગોધરા – 1.7 – 42
દાહોદ – 1.5 – 36
લુણાવાડા – 0.7 – 15
ખંભાત – 1.1 – 22
પેટલાદ – 0.8 – 18
કાલોલ – 2.0 – 36
વિસનગર – 1.0 – 20
વેરાવળ – 2.2 – 58
અમરેલી – 1.3 – 30
બોટાદ – 1.4 – 28
દ્વારકા – 0.6 – 20
ભુજ – 2.0 – 55
અંજાર – 1.1 – 27
સૌથી વધુ વસ્તી ધરાવતી નગરપાલિકાઓ
પાલનપુર – 3.5 લાખ
વેરાવળ – 2.2 લાખ
હિંમતનગર – 2.0 લાખ
કાલોલ – 2.0 લાખ
ભુજ – 2.0 લાખ
સૌથી વધુ વિસ્તાર ધરાવતી નગરપાલિકાઓ
વેરાવળ – 58 ચો. કિમી.
પાલનપુર – 55 ચો. કિમી.
ભુજ – 55 ચો. કિમી.
હિંમતનગર – 45 ચો. કિમી.
ગોધરા – 42 ચો. કિમી.
આ આંકડાઓનો સારાંશ એ છે, ગામડાઓ અને ખેતીની બરબાદી.
ગુજરાતી
English