[:gj]ધરોઈ બંધની પાઈપલાઈન હકલી નિકળી, 70 ખેડૂતો સાથે 3 કરોડની છેતરપીંડી [:]

[:gj]રાજ્યમાં ખેડૂતોના હાલ બેહાલ થઇ ગયા છે. એક તરફ પાક વિમા મામલે ખેડૂતો સાથે મોટી છેતરપિંડી, દુષ્કાળની સ્થિતિ અને હવે વધુ એક છેતરપિંડી, સાબરકાંઠાના વડાલી પાસેના રહેડા ગામના ખેડૂતો સાથે રૂપિયા ત્રણ કરોડની છેતરપિંડી થઇ છે. ગામની ખેતી માટે પાણીની સમસ્યા છે. જેને લઇને 70 જેટલા ખેડૂતોએ સાથે મળીને ધરોઈ ડેમમાંથી સિંચાઈ માટે પાણી લાવવા 3 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા અને વડાલીમાં આવેલા કિસાન પીવીસી પાઇપ કંપનીના ડીલર પાસેથી પાઇપોની ખરીદી કરીને પાઇપ લાઇન શરૂ કરી હતી. જેમાં ટૂંક સમયમાં જ પાઇપો ફાટી ગઇ હતી. ડિલરને રજૂઆત કરતા તેને કોઇ યોગ્ય જવાબ આપ્યો ન હતો. જેથી ખેડૂતોએ આ પાઇપોનું સિપેટ એસ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી રસાયણ અને પેટ્રો રસાયન વિભાગ ભારત સરકારની અમદાવાદની લેબોરેટરીમાં ટેસ્ટીંગ કરાવ્યુ હતું. જેમાં ઘટસ્ફોટ થયો છે કે બધી જ પાઇપો ડિફેકટિવ છે અને તેની ગુણવત્તા નબળી છે.

પાઇપનું લેબોરેટરીમાં ટેસ્ટિંગ થતા ખબર પડી કે તેની ગુણવત્તા નબળી છે.અને કંપનીએ મોટી છેતરપિંડી કરી છે. ત્યારે હવે ખેડૂતોને ન્યાય નહીં મળે તો તેમની હાલત વધુ કફોડી બને તેવી શક્યતા છે.[:]