[:gj]નડિયાદ બસનો ડ્રાઈવર નશામાં ધૂત [:]

[:gj]

અરવલ્લી,તા:૨૨
સલામતી સવારી એસટી અમારી સુત્રમાં એસટીને સલામત તરીકે ચિતરવામાં આવી છે પરંતુ ગુજરાત એસટીના કેટલાક ડ્રાઇવરો સરેઆમ લીરેલીરા ઉડાડી રહ્યા છે અરવલ્લી જીલ્લામાં ૩ મહિનાના ટૂંકા ગાળામાં દારૂપીને નશામાં ધૂત બની હંકારતા ૫ થી વધુ ડ્રાઈવર ઝડપાઈ ચુક્યા છે પરંતુ એવા અનેક ડ્રાઇવરો હશે જે લોકોના હાથે નહીં ચડ્યા હોય કે પછી પકડાયા નહીં હોય. અહીં પ્રશ્ન એ છે કે નશામાં ચૂર એસટી ડ્રાઇવરોના હાથમાં બસનું સ્ટેયરિંગ હશે ત્યાં સુધી એસટી ખરેખર સલામત રહેશે ખરી ?
હિંમતનગર-નડિયાદ એસટી બસનો ચાલક પ્રવિણસિંહ ભેમસિંહ સોઢાપરમાર (બેજ.નં-૨૬૮૮૧, નડિયાદ ડેપો) નશામાં ધૂત બની બસ હંકારતા બસ હાલક-ડોલક રેલાતા બસમાં બેઠેલા ૨૫ થી વધુ મુસાફરોના જીવ તળિયે ચોંટ્યા હતા બસ બાયડ ડેપોમાં પહોચતાની સાથે મુસાફરોએ હૈયે હાશકારો અનુભવવાની સાથે હોબાળો મચાવતા બાયડ ડેપો મેનેજર સહીત સ્ટાફ પહોંચી ડ્રાઈવરનું એનાલાઈઝર થી પરીક્ષણ કરવામાં આવતા દારૂ પીધેલો જણાઈ આવતા બાયડ પોલીસને હવાલે કરતા બાયડ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

[:]