[:gj]નરસિંહ મહેતાની દોહિત્રીઓ તાનારીરી સંગીત મહોત્સવ વડનગરમાં ઉજવાશે [:]

[:gj]

વડનગરમાં રાજ્ય સરકાર દ્વારા પ્રસિધ્ધ ગાયિકા તાનારીરીની યાદમાં મહોત્સવ ઉજવવામાં આવે છે. નગરી વડનગરમાં આ નાગર કન્યાઓએ મલ્હાર રાગ દ્વારા તાનસેનની દાહને શાંત કરી હતી ત્યાર બાદ અકબરના ડરથી આ ગાયિકાઓએ સમાધિ લીધી હતી. આ નાગર કન્યાઓના માનમાં અહીં તાનારીરી મેમોરિયલ વિકસાવવામાં આવ્યું છે. તેમની યાદમાં ઉજવાતા સંગીત મહોત્સવમાં દેશના ટોચના કલાકારોને આમંત્રિત કરવામાં આવે છે, તેમનું સન્માન કરવામાં આવે છે. આ મહોત્સવમાં સંગીત ક્ષેત્રના રેકોર્ડ પણ બન્યા છે.
વડનગર ખાતે 17 તથા 18 નવેમ્બર 2018ના રોજ તાનારીરી મહોત્સવનું આયોજન કરાયું છે. આ પ્રસંગે ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર બૈજુ બાવરાની સંગીત સાધનાનો પરિચય કરાવાશે. જેમણે ‘મૃગરંજની ટોડી’ રાગ આલાપી હરણાને અકબરની મહેલમાં પહોંચાડયું હતું.
તાનારીરીએ દીપકના દાહથી ઉગારેલા. વરસાદ વરસેલો. તાનસેનને શાતા વળેલી. નરસિંહ મહેતાના દીકરી કુંવરબાઇ. કુંવરબાઇનાં દીકરી શર્મિષ્ઠા. તાનારીરી શર્મિષ્ઠાની દીકરીઓ થાય. દાદાની માફક દોહિત્રીઓ પણ મેહ વરસાવી જાણતી.
તાનારીરીની કથા તો ગુજરાત જાણે છે. મલ્હાર ગાયા પછી પિતાને, વડનગરને દિલ્હીના સંકટથી ઉગારવા બંને બહેનોએ જળસમાધિ લીધી. જે વાવમાંથી પાણી ભરી લાવતી એ જ વાવમાં.
વડનગરમાં દર વર્ષે વડનગરમાં શર્મિષ્ઠા તળાવ કાંઠે તાનારીરી સંગીત મહોત્સવ ઉજવાય છે. તાનારીરીએ બલિદાન દીધું પણ ક’દી અકબરના દરબારમાં પગ ન મૂક્યો. આગરા કે દિલ્હી ન જ ગયાં.

[:]