[:gj]પતંગ દોરી જ નહીં પણ આના પર પ્રતિબંધ મૂકે તો રોજ 300 લોકો બચી જાય[:]

[:gj]ગુજરાતમાં પતંગ ઉત્સવ દરમિયાન 18થી 20 લોકો અને સેંકડો પંખીઓ મરે છે. તેના માટે પોલીસ કમિશ્નર અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દર વર્ષે પ્રતિબંધ મૂકે છે. પ્રતિબંધ હોવો જ જોઈએ એવું મોટાભાગના લોકો માને છે. પણ તેની સામે જ્યાં પ્રતિબંધ મૂકવાની જરૂર છે ત્યાં સરકાર પોતાની જવાબદારી નિભાવતી નથી.

વાહન અકસ્માત, ટીબી, કેન્સર, અન્ય અકસ્માતો જો અટકાવવામાં આવે તો રોજના 300 લોકોને મોતના મુખમાંથી બચાવી શકાય તેમ છે.

પણ ગુજરાતમાં દર વર્ષે 27થી 30 લાખ લોકોના અકુદરતી મોત, અકસ્માત કે બિમારીના કારણે મોત થાય છે. જે સરકાર ધારે તો અટકાવી શકે તેમ છે. સરકાર ખરેખર શુસાન લાવે તો તેમાંથી 10 લાખ લોકોને અદુદરતી મોતથી બચાવી શકાય તેમ છે. 10 લાખ લોકોની ચિંતા કરવાના બદલે 20 લોકો મરે છે તેની વધારે ચિંતા કરતી હોત તો લાખો લોકોને મોતના મુખમાંથી બચાવી શકાય તેમ છે. આવા આદેશોથી સરકાર કામ કરતી હોવાનો દેખાવ કરે છે.

વાહનથી રોજ 22ના મોત

છેલ્લા 6 વર્ષના આંકડા પ્રમાણે વાહન અકસ્માતમાં રોજના સરેરાશ 22 લોકોના મોત થાય છે. ગુજરાતમાં 2018માં જ 18745 અકસ્માતમાં 7974 લોકો મૃત્યુ પામ્યા હતા.

ટીબીથી રોજ 145 મોત

ટીબી બેક્ટેરીયાથી ફેલાતો રોગ છે. વિશ્વમાં દર વર્ષે 1 કરોડ જેટલા ટીબીના દર્દીઓમાંથી 27 ટકા એટલેકે 27 લાખ કેસ ભારતમાં નોંધાય છે. ભારતમાં 4.5 લાખ દર્દીઓ દર વર્ષે મૃત્યું પામે છે. ગુજરાતમાં 2 લાખ ટીબીના દર્દીમાંથી 45 હજાર મોતને ભેટે છે. 2018માં અમદાવાદમાં ટીબીના 11,074 દર્દીઓ નોંધાયા હતા. 476 દર્દીના મોત થયા હતા. અમદાવાદમાં 2016માં 10,037 ટીબીના નોંધાયેલા કેસમાં 534 દર્દીના મોત થયા હતા. 2017માં 10,617 કેસોમાં 653 દર્દીના મોત થયા હતા. આ સ્થિતિને જોતા મેગાસિટીમાં ટીબીનો રોગ વધુ વકરી રહ્યો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં ટીબીના કુલ 31,178 કેસ મ્યુનિ.હોસ્પિટલોમાં નોંધાયા છે. જેમાં 1,663 ટીબીના દર્દીઓના મોત થઇ ચૂક્યા છે.

કેન્સરથી રોજ 100 મરે છે

2018માં 80 હજાર કેન્સરના રોગ ગુજરાતમાં થયા હતા. 40 હજારના મોત થયા હતા. 2017માં 77 હજાર લોકો ગુજરાતમાં મરી ગયા હતા. તો કેન્સર માટે જવાબદાર તમાકુ અને જંતુનાશક દવા પર કેમ પ્રતિબંધ મૂકાતો નથી. આમ કેન્સરથી રોજ 100 લોકો મરી રહ્યાં છે.

ગુજરાતમાં 45 લાખ લોકો મૃત્યુ પામે છે. જેમાં 37 ટકા મોત કુદરતી હોય છે. બાકીના 27 લાખ લોકો બિમારી કે અકુદરતી મોત હોય છે. જેમાં પતંગનો ઉત્સવ પણ છે.

અકુદરતી મોત પર સરકાર અને પ્રજા અંકુશ ધરાવી શકે છે.

સારો રોડ, રોડ સાઈન, લાયકને લાયસંસ, તમાકુ કે ગુટખા પર પ્રતિબંધ, કૃષિ પાકમાં છંટાતી રાસાયણીક જંતુનાશક દવા પર પ્રતિબંધ, ટીબી અટકાવવા પોષણ યુક્ત આહાર અને સારા રહેણાંકના મકાનો આપવા, ગરીબી દૂર કરવી, દારુ બંધી, તમામ કાયદાનો કડક અમલ કરે તો

 

 

 

 [:]