[:gj]પશુઓનું મારણ કરનારી દિપડી અંતે પાંજરામાં પૂરાઇ[:]

[:gj]ધોરાજી તા.૪ : પાટણવાવના ઓસમ પર્વતની આસપાસના જંગલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડા વસવાટ કરતા હોવાની  ચર્ચાઇ હતી. છેલ્લા ઘણા સમયથી વાડીએ જતા ખેડુતોએ દીપડાને જોયેલા જેના કારણે ખેડુતોમાં ભયનો માહોલ ફેલાઇ ગયેલો ખેડુતો અને ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પાંજરૂ મુકવામાં આવ્યું હતું. આ દિપડાએ આ વિસ્તારમા નાના વાછરડા, ઘેટા, બકરા કે અન્ય નાના પશુઓનું મારણ કરનાર દીપડી  પાટણવાવ ગામની બહાર મોડી રાત્રે આ દીપડી પાંજરામાં આવી ગઇ હતી. જેમને ધોરાજીના આર.એફ.ઓ.પી.વી.મકવાણા તથા ફોરેસ્ટ વિભાગ દ્વારા સાસણગીર લઇ જવાની તજવીજ હાથ ધરાઇ હતી.[:]