[:gj]પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધના પરિણામોથી પ્રદેશ કાર્યાલય બન્યા સુમસામ[:]

[:gj]રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ સહિત પાંચ રાજ્યોના જાહેર થયેલા પરિણામોમાં કોંગ્રેસનો વિજય થતા તેની સીધી અસર પ્રદેશ કાર્યાલય કમલમ અને સ્વર્ણિમ સંકુલમાં જોવા મળી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે  આવી રહેલી લોક સભા પૂર્વે સત્તાની સેમિફાઇનલમાં ભાજપનો પરાસ્ત થતા સ્વર્ણિમ સંકુલ સૂમસામ ભાસતું હતું .તો બીજી તરફ પ્રદેશ કાર્યાલય ઉપર મીડિયા જોઈ દોડાદોડી કરતા પ્રવક્તાઓ સવારથી જ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી બાદ આજે જાહેર થયેલા પરિણામોની અસર  ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ અને સ્વર્ણિમ સંકુલમાં સ્પષ્ટ નજરે ચડી હતી.  સામાન્ય રીતે મંગળવાર એ મુલાકાતીઓ અને ધારાસભ્યો માટે નો  દિવસ હોવા છતાં. પણ મુલાકાતીઓની પાંખી હાજરીની સાથે-સાથે ભાજપના ધારાસભ્યો પણ સંકુલમાં દેખાયા ન હતા.
તો બીજી તરફ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આજે પરિણામના દિવસે તેમના કાર્યાલય ખાતે વહેલા આવી ગયા હતા જ્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ  પટેલે તેમના બંગલે થી જ પાંચ રાજ્યોના પરિણામો જોઈ રહ્યા હતા
આજે જાહેર થયેલા 5 રાજ્યોના પરિણામો ની સીધી અસર સ્વર્ણિમ સંકુલ અને ભાજપ પ્રદેશ કાર્યાલય પર ઉડીને આંખે વળગે તેવી હતી.
સવારથી જાહેર થતા પરિણામો માં કોંગ્રેસ તરફી વાતાવરણ બની રહ્યું હતું .દરમ્યાન સ્વર્ણિમ સંકુલમાં આવેલી પ્રધાનોની કેબીનો પણ મંત્રી વિહોણી બની ગઈ હતી. સામાન્ય રીતે સોમવાર અને મંગળવાર એમ બે દિવસ સ્વર્ણિમ સંકુલ મંત્રીઓ  , મુલાકાતીઓ અને  ધારાસભ્યોથી ધમધમતું હોય છે.પરંતુ આજે કૉંગ્રેસ તરફી વહેતા પવનના કારણે સ્વર્ણિમ સંકુલ સુમસામ ભાસતું હતું.તો બીજી તરફ સચિવાલયના  અધિકારીઓ / કર્મચારીઓ સવારરથીજ પોત પોતાની ઑફિસો માં ટીવી અને કોમ્યુટર સામે ગોઠવાઈ ગયા હતા.અને આવી રહેલા લાઈવ પરિણામો પર  ચર્ચા કરતા નજરે ચડયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આવી રહેલા પાંચ રાજ્યોના પરિણામોની અસર જસદણ પેટાચૂંટણીમાં પડશે કે નહીં ?તેની અનેકવિધ ચર્ચાઓ પણ સચિવાલય સંકુલમાં ચકડોળે ચઢી છે .
તો બીજી તરફ ભાજપ પ્રદેશ કાર્યાલય  પણ બપોર સુધી સૂમસામ ભાસતું હતું .એટલું જ નહીં આજે વહેલી સવારથી ઇલેક્ટ્રોનિક મીડિયા ટીમ ને ભાજપના નેતાઓ દ્વારા કોઈપણ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી. મનાઈ રહ્યું છે કે ગ્રામ પંચાયત  થી માંડીને વિવિધ પ્રકારની પેટાચૂંટણીઓમાં  ભાજપનો ભગવો લહેરાય ત્યારે  વિપક્ષ પર આકરા પ્રહારો કરવાની એકતક નહીં છોડનારા ભાજપ પર્વકતાઓ એ મીડિયા સમક્ષ આવવાનું ટાળ્યું હતું. અને મોબાઈલ સ્વીચ ઓફ કરી ભૂગર્ભમાં ઉતરી ગયાના અહેવાલ છે . ત્યારે આ પરિણામો બાદ હવે લિટ્મસ ટેસ્ટ સાબિત થનારી જસદણ પેટા ચૂંટણી જંગ જીતવા ભાજપ નવી રચના અપનાવશે ? કે નહીં તે યક્ષપ્રશ્ન છે .
જોકે વિકાસ ,રામ મંદિર જેવા મુદ્દે ચૂંટણીજંગમાં ઊતરનારી ભાજપ નાપાસ જાહેર થઈ છે .ત્યારે લોક સભા પહેલાની સેમિફાઇનલ ટુર્નામેન્ટ આગામી ચૂંટણીમાં ભાજપ જીતશે કે નહીં તે યક્ષ પ્રશ્ન છે. પરંતુ પાંચ રાજ્યોની ચૂંટણી ભાજપ માટે મનોમંથન નો વિષય બની ગઈ છે તે એક ચોક્કસ વાત છે.[:]