આનંદીબેને ચૂંટણીમાં હથિયાર બતાવ્યું

Anandiben Brandished a Weapon During the Election

આનંદીબેન સામે પોલીસ ફરિયાદ ન થઈ

ડરાવ્યા છતાં સ્થાનિક ચૂંટણીમાં હાર્યા

મતદારોના નામો કાઢી નંખ્યા છતાં હાર્યા

દિલીપ પટેલ
અમદાવાદ, 23 એપ્રિલ 2026
2016માં ગુજરાતના પહેલા મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલને મોદીએ કેમ હઠાવી દીધા હતા તે સવાલ આજે વારંવાર પૂછવામાં આવી રહ્યો છે. મહિલા અનામત બિલના નામે રાજકારણ રમવામાં આવી રહ્યું છે ત્યારે આનંદીબેન પટેલને 2016ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કારમી હાર પછી ખદેડી દેવામાં આવ્યા હતા. અમિત શાહ અમદાવાદ આવ્યા અને તેમના થલતેજના નિવાસ સ્થાનેથી ઓપરેશન પાર પાડીને ગયા હતા.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આનંદીબેનને પરાજય દેખાતા તેમણે જાહેરમાં તલવાર બતાવીને શક્તિપ્રદર્શન કર્યું હતું. હથિયાર બતાવીને તેઓ વિવાદમાં આવ્યા હતા. ચૂંટણીમાં હથિયાર બતાવી શકાતા નથી. જો બતાવે તો તેમની સામે પોલીસ ફરિયાદ – એફઆઈઆર થાય છે.

આનંદીબેન પટેલની સામે પંચે તપાસ કરી પણ પછી ફરિયાદ ન નોંધી અને મતદારોનો દ્રોહ રાજ્ય ચૂંટણી પંચે કર્યો હતો.

એ વિવાદ ઘણો ચાલ્યો હતો.

આનંદીબેન પટેલ ભલે સફળ રાજનેતી હોત પણ તેઓ નરેન્દ્ર મોદીનું રાજકીય હથિયાર હતા. આનંદીબેન પટેલ બે ધારી તલવાર હતા. તડને ફડ તેમને પડી ગઈ. 2016ની સ્થાનિક ચૂંટણીમાં ભારે બેઠકો ગુમાવવાનો વારો આવ્યો હતો. આજે જે રીતે જનતા ભાજપની સામે આવી ગઈ છે અને વિરોધ કરી રહી છે એવું જ વાતાવરણ આનંદીબેનની સરકાર વખતે હતું. આ ચૂંટણી હારી જાય તો ભૂપેન્દ્ર પટેલની ખુરશી આનંદીબેનની જેમ જતાં વાર નહીં લાગે.

આનંદીબેને હિયાત બતાવવા અને મતદાર યાદીમાંથી મતદારના નામો દૂર કરીને મોટી ગોલમાલ કરી હતી. એકલા અમદાવાદમાં 1 લાખ 25 હજાર મત ગુમ કરી દીધા હતા. જે રીતે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પંચે ગુજરાતમાં 72 લાખ મત ગુમ કરીને 1 કરોડ મતદારોમાં ગોલમાલ કરી છે એવી ગોલમાલ આનંદીબેન પટેલે કરી છતાં સત્તા ગુમાવવી પડી હતી.

શસ્ત્ર પુજા
ઓક્ટોબર 2015માં મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે દશેરાએ શસ્ત્ર પૂજા’ કરી હતી. શસ્ત્રો, ઓટોમેટિક રાઇફલ્સ પર ‘તિલક’ લગાવ્યું હતું. “શુભ દિવસે,પ્રાર્થના કરીએ કે ખરાબ પર હંમેશા સારાનો વિજય થાય છે એવું ટ્વિટ કર્યું હતું.

6 મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 વર્ષ પહેલાં તેઓ હથિયાર રાખવાના વિવાદમાં ફસાઈ ગયા હતા. એમની સામે પોલીસ ફરિયાદ ખવી જોઈતી હતી. પણ બચાવી લેવામાં આવ્યા હતા.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સ્ટાર પ્રચારક હતા અને વિરમગામ ખાતે ચૂંટણી રેલી દરમિયાન આનંદીબેને રેલીમાં તલવાર પકડી હતી જે ચૂંટણી ગુનો છે.

23 એપ્રિલ 2016માં તેઓ ચૂંટણીમાં હથિયાર બતાવવા સામે વિવાદમાં ફસાયા હતા.

સ્ટાર પ્રચારક દ્વારા ચૂંટણી રેલીમાં હથિયાર પ્રદર્શિત કર્યું તે ચૂંટણી આચારસંહિતાનો ભંગ અને ગુનો હતો.

27 નવેમ્બર 2015માં રાજ્ય ચૂંટણી પંચને આ મામલે આનંદીબેન પટેલ સામે એફઆઈઆર નોંધવા માટે કાર્યકર્તા રોશન શાહે રાજ્ય ચૂંટણી પંચને કહ્યું હતું.
જેમાં ECI સંદર્ભ 464 – INST – 2014 – EPS પ્રમાણે ફોજદારી કાર્યવાહી કરવી જરૂરી હતી.

FIR નોંધાવવી ફરજિયાત છે.
પત્રકારોએ પણ સમાચાર આપ્યા હતા કે, રાજ્ય ચૂંટણી કમિશનરે તલવાર મામલે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. તેની તપાસ અંગેનો અહાવાલ પંચને આપવામાં આવ્યો હતો.
તપાસ ચાલી રહી હોવાના બહાને પંચે રોશન શાહને વિગતો આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

પંચે આ વિગતો આપવાનો ઈન્કાર કર્યો હતો.
તપાસની નકલો, સંદેશાવ્યવહારની નકલો, પુરાવાઓ, નોંધેલા નિવેદનો, તારીખવાર ઘટનાક્રમની નકલો,
ફોટો, વિડિયો ફૂટેજની નકલો, CDમાં ડેટા, તપાસનો કેસ નંબર, તપાસની છેલ્લી સ્થિતિ, તપાસની વિગતો, અધિકારી, કલેક્ટર, રિટર્નિંગ ઓફિસર અને પોલીસ અધિકારીના નામ.
વિગતો પંચની વેબસાઈટ પર મૂકવામાં આવે.
“WEAPON IN ELECTION RALLY BY STAR CAMPAGNER” કોડનો સંદર્ભ આપજો.

ન્યુ રાણીમાં રહેતાં રોશન શાહને વિગતો 2026 સુધી આપી નથી.

બેન આર્મી
2016માં આનંદીબેનનો બચાવ કરતી પોસ્ટમાં તેમને ‘વન બેન આર્મી’ બતાવવામાં આવ્યા હતા. આનંદીબેનની કચેરીએ આવો પ્રચાર કરવા માટે BJP IT સેલને કહેવાયું હતું. એમ રાજિકા કચેરિયાએ જાહેર કર્યું હતું.

પોસ્ટ્સમાં #OneBenArmy હેશટેગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

અમિત શાહની આર્મી
આનંદીબેનને હટાવવા અંગે તેમના પરના રાજકીય હુમલાના સમયમાં, રાજકીય લક્ષ્યાંકો સામે લડવાનો પ્રયાસ લાગતો હતો. આનંદીબેનના સમર્થકોને લાગે છે કે તેઓ એકલા હાથે લડી રહ્યા છે.

મુખ્યમંત્રી આનંદીબેન પટેલના સમર્થકોનું એક જૂથ ભાજપના સભ્યો દ્વારા જાહેરમાં અપમાનિત કરતાં અચાનક વોટ્સએપ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના બચાવમાં ઉતરી આવ્યું.

રાજ્ય ભાજપના સત્તાવાર ફેસબુક પેજ પોસ્ટમાં “આનંદીબેન સરકાર વિશે લોકો તમને નહીં કહે તેવી 11 બાબતો” વિગતવાર વર્ણવવામાં આવી હતી.

આનંદીબેન પટેલે ગુજરાતના મુખ્ય પ્રધાન પદેથી 3 ઓગસ્ટ 2016ના રોજ રાજીનામું આપ્યું હતું.

ગુજરાતના પહેલા મહિલા મુખ્ય પ્રધાનને હઠાવવા માટે અમિત શાહની ટોળી ખુલ્લેઆમ વિરોધ કરી રહી હતી. જેમાં અખબારો અને ટીવીના માલિકોનો ઉપયોગ કરીને ભ્રષ્ટાચારના આરોપો લગાવાયા હતા.

વિરામગામ પડતીનું કારણ
ખૂબીની વાત એ છે કે, વિરમગામાં તેમણે તલવાર ખેંચી ત્યાંથી તેમની સરકાર ઉથલાવનારા યુવાનો હતા. વિરમગામમાં આનંદીબેનની સભામાં વિરોધ થયો હતો. એ નેતાના સગાના લગ્નમાં હવામાં ફાયરિંગની ઘટના બાદ તેના પિતા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

કુંભકુર્ણ છ મહિના હથિયાર બનાવતો હતો. દીકરીઓના મોબાઈ ફોન ચેક કરો જેવા વિવાદો સર્જવા તે આનંદીબેનનું કામ રહ્યું છે.

હથિયાર કામ ન આવ્યું અને હાર થઈ
6 મહાનગરપાલિકામાં ભાજપે સત્તા તો મેળવી પણ 558માંથી ભાજપે 271 બેઠકો જ મેળવી હતી.

જિલ્લા પંચાયતની કુલ 988 બેઠકમાંથી ભાજપે 292 બેઠકો જીતીને હારનો સામો કરવો પડ્યો હતો.

તાલુકા પંચાયતની કુલ 4 હજાર 778 બેઠકોમાંથી ભાજપે 1718 બેઠકો જીતી હતી.

નગરપાલિકાની કુલ 2088 બેઠકો માંથી ભાજપે માત્ર 984 બેઠકો જીતી હતી.

આનંદીબેનને ખસેડવા માટે મોદીએ નક્કી કર્યું અને અમિત શાહે ઓપરેશન પાર પાડ્યું.
75 વર્ષની ઉંમર અને ભ્રાષ્ટાચાર તો એક બહાનું હતું ખરું કારણ ભાજપે હારનો સામનો કરવો પડ્યો તે હતું.
શું આ વખતે 10 વર્ષ પછી આવું થશે તો મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જવું પડશે કે પછી ચાલુ રખાશે.