[:gj]ફટાકડાની દુકાનોમાં આગહાની ટાળવા ચાલુ વર્ષની દિવાળીમાં ફાયર બિગ્રેડ કડક કામગીરીના મૂડમાં[:]

[:gj]અમદાવાદ, તા.18

દિવાળી દરમિયાન ફટાકડાની દુકાનોમાં બનતી આગની ઘટના ટાળવા આ વર્ષે ફાયર બ્રિગેડ કડક હાથે કાર્યવાહી કરવાના મૂડમાં છે. જેથી ફાયરના નિયમોનું ઉલ્લંઘન કરનારનું ફટાકડાના દુકાનદારોના લાયસન્સ રદ્દ કરવા ઉપરાંત નાણાંકીય દંડ પણ ફટકારવામાં આવશે એમ ફાયર સત્તાવાળા દ્વારા જાણવા મળ્યું છે.


ફાયરકર્મીઓની રજાઓ રદ

ફાયર બ્રિગેડના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, બારેમાસ ઈમરજન્સી માટે ખડેપગે રહેતું ફાયર બ્રિગેડ દિવાળીના તહેવારોમાં વધુ એલર્ટ થઈ ગયું છે. તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં આગનાં બનાવો બનતા હોય છે. આથી દિવાળીના તહેવારો દરમિયાન ઈમરજન્સી ના સંજોગો સિવાય ફાયરના તમામ કર્મચારીઓની રજાઓ પણ રદ્દ કરી દેવામાં આવી છે.

ભૂતકાળની દુર્ઘટના જોતા ફાયરવિભાગની કડક કામગીરી

અમદાવાદ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર એમ એફ દસ્તુર જણાવે છે કે, થોડા વર્ષો પહેલાં અમદાવાદમાં ફટાકડાંની નાની મોટી ૪૦૦ થી ૫૦૦ જેટલી નાની મોટી દુકાનો અને સ્ટોલ શરૂ થઈ જતા હતાં. અલબત ફટાકડાની દુકાનો અને સ્ટોલવાળા માટેના નિયમો હોવા છતાં અને નિયમપાલન અંગે વારંવાર સૂચનો જારી કર્યા બાદ પણ ફાયર બ્રિગેડ ના કાયદા અંગે ખૂબ ઓછી જાગરૂકતાને ઘણીવાર આગનાં ગંભીર બનાવો બન્યા છે. રાયપુર અને દિલ્હી દરવાજા ના ફટાકડાં બજારોમાં ભૂતકાળમાં બનેલી આગની દુર્ઘટનાઓ આ વાતની સાબિતી છે.

આથી છેલ્લા કેટલાક વર્ષોથી અમે ખાસ કરીને ફટાકડાં બજારોમાં ફાયર બ્રિગેડના નિયમપાલન અંગે કડકાઇથી કામ લઈ રહ્યા છીએ. જેથી શહેરમાં બિલાડીનાં ટોપની જેમ ફૂટી નીકળતી ફટાકડાની હાટડીઓમાં કાબૂ કરી શકાયો છે.

છેલ્લા બે વર્ષમાં આગના બનાવોમાં ઘટાડો

એમએફ દસ્તુર વધુમાં જણાવે છે કે અગાઉ શહેરમાં ૪૦૦થી ૫૦૦ ફટાકડાની દુકાનો અને ખુલ્લી જગ્યાએ સ્ટોલ ખુલી જતાં હતાં. પરંતુ અમે નિયમોનો ગાળિયો કસતા ફટાકડાની દુકાનો અને સ્ટોલસની સંખ્યામાં અને આગનાં બનાવોમાં ઘટાડો આવ્યો છે. તેઓ ઉમેરે છે કે દિવાળીનાં તહેવારો વર્ષ ૨૦૧૭માં ૯૨ જેટલાં આગની દુર્ઘટના ના બનાવો બન્યા હતાં. તો વર્ષ ૨૦૧૮મા ૬૧ જેટલા ફાયરકોલ દિવાળી દરમિયાન મળ્યાં હતાં.
ચાલુ વર્ષે અમે નાની મોટી ફટાકડાની દુકાનો અને સ્ટોલવાળા મળીને કુલ ૨૭૩ જેટલી ફાયર પીરમટ ઈશ્યુ કરી છે. જેમાં ૨૦ મેન્યુફ્રેક્ચર, ૨૨૮ જેટલી ફટાકડાની દુકાનો અને ૧૫ જેટલાં ખુલ્લી જગ્યામાં ઉભા કરાયેલા સ્ટોલને મંજૂરી આપી છે. આ સાથે અમે જારી કરેલી ફાયર બ્રિગેડ ની સૂચનાઓનું દરેક વેપારીઓએ ફરજિયાત પાલન કરવું પડશે, જો એમ કરવામાં કોઈ વેપારી કસૂરવાર ઠરશે તો તેનું લાયસન્સ કેન્સલ કરી દંડનીય કાર્યવાહી કરાશે. જોકે આ કામગીરી ના મોનીટરીંગ માટે એક ફાયર ઓફિસર નીમવામાં આવ્યા છે. જે તહેવારો દરમિયાન ફટાકડાની દુકાનો અને ખુલ્લી જગ્યાએ બનેલા સ્ટોલ્સ ઉપર નજર રાખશે.

બોક્સ

ફટાકડાના દુકાનદારો અને સ્ટોલવાળાએ રાખવાની તકેદારી

* ફટાકડાની દુકાનોમાં કન્સિલડ વાયરીગ હોવું જોઈએ. દરેક દુકાનમાં ફાયર સ્પ્રિંકલર હોવા ફરજિયાત છે.

* શક્ય હોય ત્યાં સુંધી દુકાન કે સ્ટોલમાં બલ્બના બદલે એલ ઇ ડી લાઈટ કે ટ્યૂબ લાઈટ નો ઉપયોગ કરવો. જેથી શોર્ટસર્કિટની ઘટના ટાળી શકાય.

* દરેક વેપારીએ વેચાણસ્થળે ડ્રાય પાવડર ફાયર એસ્ટિંગયુશર, કોરી રેતી, પાણીના બેરલ રાખવા. જેથી ઇમરજન્સીમાં આગનાં બનાવમાં તુરંત કામગીરી કરી શકાય

* દુકાનદાર કે સ્ટોલવાળા એ દુકાનની નિશ્ચિત હદની બહાર વેચાણ કરી શકશે નહીં.

* ફટાકડાના સ્ટોલ્સ કાપડના તંબૂ પર પ્રતિબંધ હોઈ , ફટાકડા સ્ટોલ પતરાથી બનાવવાના રહેશે.

[:]