[:gj]ફ્લાવર શોમાં 7.50 લાખ લોકો આવ્યા અને 70 લાખનો નફો કર્યો [:]

[:gj]અમદાવાદના ૪ થી ૧૯ જાન્યુઆરી ફ્લાવર શોમાં રૂ.ર૦ અને રજાના દિવસે રૂ.પ૦ રાખવામાં આવ્યા હતા. ૬ લાખ  ટિકિટો અને સીનીયર સીટીઝન્સ અને ૧ર વર્ષથી નીચેના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવ્યો હતો.  સાડા સાત લાખ લોકોએ ફલાવર શોની મુલાકાત લીધી હોવાનું અનુમાન છે.

ફલાવર શો ર૦૧૯માં ૩.૩૦ લાખ ટિકીટોનું વેચાણ થયુ હતુ તથા પાંચ લાખ લોકોએ મુલાકાત લીધી હતી.

ફલાવર- શો ર૦ર૦માં મનપાને ટિકિટ વેચાણથી રૂ.૧.૯પ કરોડની આવક થઈ છે. જયારે ફૂડ કોર્ટ, નર્સરી સ્ટોલ ભાડા અને જાહેરાત, દયા બિયારણ સ્ટોલના ભાડા પેટે થઈ કુલ રૂ.૯પ લાખની આવક થઈ છે. આમ, ર૦ર૦ના ફલાવર શો માં તંત્રને કુલ રૂ.ર.૯૦ કરોડની આવક થઈ છે જેની સામે રૂ.ર.રપ કરોડનો ખર્ચ થયો છે. ગત વર્ષે રૂ.ત્રણ કરોડના ખર્ચ સામે રૂ.૭૦ લાખની આવક થઈ હતી.[:]