[:gj]બાજરીનું વાવેતર સારું તો ભાવ કેમ ઉંચકાયા? પ્રજા પરેશાન વેપારીઓની લૂંટ [:]

[:gj]મોંઘવારી વિક્રમી રીતે વધી છે. 300 રૂપિયે રહેતી બાજરીનો 20 કિલોનો ભાવ રૂ.400થી 471એ પહોંચી ગયો છે. તેથી સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારની ગરીબ અને મધ્યમવર્ગ માટે હવે બાજરી ખરીદી નહીં શકાય. દુષ્કાળની સ્થિતિ, સિંચાઇના પાણીનો અભાવ અને પિયત સિંચાઇના પાણીના તળ ઉંડા જતા આ વર્ષે બાજરીના વાવેતરમાં ઘટ જોવા મળી રહી છે.

2018માં 2.45 લાખ હેક્ટરની સામે 2019ના એપ્રિલમાં 2.27 લાખ હેક્ટર વાવેતર ઉનાળામાં બાજરીનું થયું છે. ભાવ ઉંચા જતાં માંગ ઘટશે અને ઓછા વાવેતરથી પુરવઠો પણ ઘટશે. તેથી ભાવ તેની મહત્તમ સપાટીએ પહોંચી ગયા હોવાનું જાણકારોનું માનવું છે. બનાસકાંઠામાં 1.45 લાખ હેક્ટર વાવેતર થયું છે. ખેડા અને આણંદમાં 50 હજાર હેક્ટર વાવેતર થયું છે. બીજા જિલ્લાઓમાં બે આંકડામાં વાવેતર થયું છે.

ગુજરાતમાં આજથી સાત-આઠ વર્ષ પહેલા પાંચથી છ લાખ હેક્ટરમાં ઉનાળું બાજરીનું વાવેતર જોવા મળતું હતું. જે ઉનાળા વાવેતરમાં સમગ્ર દેશમાં મોખરે હતું. હાલ બાજરીનો વાવેતર વિસ્તાર ઘટીને માંડ ૧.૩૦ લાખથી માંડીને ૨ લાખ હેક્ટર સુધી નો જ રહી જવા પામ્યો છે. આમ વિવિધ કારણોસર બાજરીનો વાવેતર વિસ્તાર ૭૫ ટકા સુધીનો ઘટી જતા બાજરીનું ઉત્પાદન ઘટતા ભાવ વધી રહ્યા હોવાનું ખેતીવાડી ખાતાના નિષ્ણાતો પણ જણાવી રહ્યા છે. દેશમાં રાજસ્થાન બાદ ગુજરાતમાં સૌથી વધુ બાજરીનું વાવેતર થાય છે. ગુજરાતમાં બનાસકાંઠા, ખેડા-આણંદ, સાબરકાંઠા, મહેસાણા જિલ્લામાં બાજરી સારી એવી પાકતી હોય છે. પરંતુ છેલ્લા બ-એક વર્ષથી આ વર્ષે ઓછા વરસાદના કારણે તેમજ સિંચાઇ માટે નર્મદાનું પાણી ન મળતા બાજરીનું વાવેતર ઘટયું છે. ગત વર્ષે આ સમયગાળામાં ગુજરાતમાં ૨,૪૫,૫૫૬ હેક્ટરમાં બાજરીનું વાવેતર થયું હતું. તેની સામે આ વર્ષે તેમાં ૧૭,૭૭૯ હેક્ટરની વાવેતર ઘટ જોવા મળી મળી રહી છે. બાજરીના ભાવ વધારા પાછળના વિવિધ કારણોમાં હવે શહેરી વિસ્તારોમાં પણ બાજરીનું ચલણ વધ્યું હોવાનું ધ્યાને આવ્યું છે. બાજરીના વાવેતરમાં પાણી વધુ જોઇએ તેની સામે પાણીની અછત વચ્ચે ખેડૂતો માટે બાજરી પકવવી મુશ્કેલ બન્યું છે. ગુજરાતમાં પહેલા ચોમાસું બાજરી પણ વવાતી હતી હવે છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસું બાજરીનું વાવેતર ઘટી ગયું છે. ફક્ત ઉનાળું બાજરી જ થાય છે. બાજરીના વેપાર સાથે સંકળાયેલા કેટલાક લોકોના જણાવ્યા મુજબ રાજસ્થાનમાં દારૂ બનાવવા માટે વિવિધ મટીરીયલોની સાથે હવે બાજરીનો ઉપયોગ થઇ રહ્યો હોવાનું ધ્યાને આવ્યું છે. બાજરી ગ્રેડીંગ કરીને જે ચારણ નીકળે જે પક્ષીઓ પણ ન ખાય તેનો ઉપયોગ દારૂની ફેક્ટરીઓવાળાઓ કરી રહ્યા છે. તેથી દારૂની ફેક્ટરીઓવાળા ગુજરાતમાંથી ૫૦૦થી ૬૦૦ ટ્રક બાજરી લઇ જતા હોવાની જાણકારી મળી રહી છે. તેના કારણે પણ બાજરીની અછત વચ્ચે તેના ભાવ વધ્યા હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે.[:]