[:gj]બાળકોનું રમકડાં કૌભાંડ, ગુજરાત ભાજપના સાંસદની ગ્રાંટમાં કૌભાંડ[:]

[:gj]રમતગમત માટે સાંસદ અને સરકારની ગ્રાન્‍ટમાંથી જિલ્‍લાઓની આંગણવાડીઓમાં ભૂલકાઓ માટે રમકડા, ટેબલ, ચેર, લપસણીસહિતની ખરીદી કરવામાં આવી છે. તે માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહયો છે. જેમાં ઓનલાઈન ટેન્‍ડર પ્રક્રિયા કરવાને બદલે બંધ બારણે 3 ભાવો મંગાવીને કૌભાંડ થયાનો આક્ષેપ જાહેર માહિતી અધિકાર માટે લડાયક લોકોએ કર્યો છે. રમકડાની ખરીદીમાં 3થી 4 ગણા વધારે ભાવ આપવામાં આવ્‍યા છે. તો એક રમકડાની એમઆરપી હોય તેના કરતા પણ ઓનપેપર વધારે રકમ ચુકવવામાં આવી છે. તે પણ હલકી ગુણવત્તાના રમકડાં ખરીદ કરીને બાળકોને પણ ભ્રષ્ટાચારથી મુક્ત રાખવામાં આવ્યા નથી. મુખ્‍યમંત્રી વિજય રૂપાણીને આ અંગે ફરિયાદ કરવામાં આવી છે.

આંગળવાડીઓમાં રમકડાં તથા પ્રિ-એજ્યુકેશનકીટ માટે તથા પ્રાથમિક શાળામાં રમતગમત અને કશરતના સાધનો આપવામાં રાજ્યભરમાં કૌભાંડ થયું છે. એમ્બોઝ સિરામિક વોટરપ્રુફ શૈક્ષણિક ચાર્ટ વગર ટેન્ડરે મંગાવવામાં આવ્યા છે.

ભાજપના સાંસદ નારણ કાછીયાની ગ્રાંટમાંથી 119 આંગણવાડીઓને રૂ.1.18 કરોડના આવા બાળકોના રમકડાં અને સાધનો કોઈ પણ જાતના ટેન્ડર વગર આપવામાં આવ્યા છે. ઊંચા ભાવ આપવામાં આવ્યા છે. કૂલ 204 આંગળવાડી, 126 પ્રાથમિક શાળાઓ અને 10 માધ્યમિક શાળાઓમાં આવું કૌભાંડ આરટીઆઈની મદદથી રૂ.9.37 કરોડના રમકડા કૌભાંડ શોધી કાઢવામાં આવ્યું છે.

આ રીતે રાજ્યની તમામ આંગળવાડીઓ અને પ્રાથમિક શાળાઓમાં બાળકોને રમવાના રમકડાંમાં પણ રાજકારણીઓ અને અધિકારીઓએ વ્યાપક ભ્રષ્ટાચાર કર્યો છે. નાથાલાલ સુખડિયાએ જણાવ્યું છે કે, તમામ જિલ્લામાં આ કૌભાંડ થયું હોવાથી તેની તપાસ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરવી જોઈએ. વાયબ્રંટ ગુજરાતથી બહાર આવીને આ કામ પહેલું કરવું જોઈએ. કારણ કે આપણો વારસો બાળકો જાળવવાના છે અને તેઓ જ ખરું રોકાણ છે. તેથી ગુજરાતના 33 જિલ્લાઓમાં બાળકોના રમકડાં કૌભાંડ પકડવા માટે ઝુંબેશ શરૂ કરવી જોઈએ.[:]