મંદિરની 99% સંપત્તિ ઐતિહાસિક ખજાનાના રૂપમાં છે, જેમાં સોનાની મૂર્તિઓ, પ્રાચીન સિક્કાઓ અને કિંમતી હીરા સામેલ છે. આ ગુપ્ત ખજાનાની કુલ કિંમત 2 લાખ કરોડ રૂપિયાથી પણ ક્યાંય વધુ આંકવામાં આવી છે.
કેટલાં ધાર્મિક સ્થાનો આવક
ગુજરાતમાં 2001ની વસતિ ગણતરી થઈ ત્યારે 1,42,135 ધાર્મિક સ્થાનો હતા. ગ્રામ્ય વિસ્તારોમાં 1,10,079, શહેરી વિસ્તારોમાં 32,057 ધાર્મિક સ્થાનો હતા.
2011ની વસતિ ગણતરી પ્રમાણે 1,81,854 ધાર્મિક સ્થળ હતા. 10 વર્ષમાં 39719 ધાર્મિક સ્થળ વધ્યા છે.
ભારતમાં ધાર્મિક સ્થાનોમાં ગુજરાતનો હિસ્સો 6.04 ટકા છે.
ભારતમાં સૌથી વધારે ધાર્મિક સ્થળો ગુજરાતમાં છે.
2011થી 2020 સુધીમાં બીજા 49 હજાર ધાર્મિક સ્થાનો ઉમેરાયેલા હોય તો, 2020માં 2.30 લાખ અને 2026માં 2.50 લાખ ધાર્મિક સ્થળો હોઈ શકે છે.
2011 પ્રમાણે વસતી
હિન્દુ 88.57%
મુસ્લિમ 9.67%
જૈન 0.96%
ખ્રિસ્તી 0.52%
શીખ 0.10%
બૌદ્ધ 0.5%
અન્ય ધર્મ
દેશ અને ગુજરાતના માંજિરોમાં 22 હજાર ટન સોનુ
ગુજરાત સરકાર જે મંદિરોની માલિક છે તેમાં રૂ. 100 કરોડની વર્ષે આવક થતી હોવાના અહેવાલો સરકાર જાહેર કરતી આવી છે. બે હિસાબ સોનું છે.
દેશના મંદિરોની પાસે કુલ 22 હજાર ટન સોનું છે. જે અમેરિકી ગોલ્ડ રિઝર્વ(8133.5 ટન)કરતા અઢી ગણુ વધુ અને ભારતીય ગોલ્ડ રિઝર્વ (557.7 ટન)કરતા 4000 ગણુ વધુ છે. સુવર્ણ ભંડારની કિંમત લગભગ 50 લાખ કરોડ રૂપિયા છે. અયોધ્યાના નવા રામમંદિરમાં રૂ. 200 કરોડની ચોરીના આરોપ થયા છે. જેની તપાસ ચાલી રહી છે. આ મંદિરનું ભૂમિ પૂજન અને ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. ભાજપ દ્વારા વારંવાર દાવો કર્યો હતો કે આ મંદિર નરેન્દ્ર મોદીના કારણે બન્યું છે. જેનો વહીવટ કરવા માટે વડાપ્રધાન દ્વાવા ટ્રસ્ટ બનાવાયું હતું અને તેનું સંચાલન વડાપ્રધાન દ્વારા નિયુક્ત પદાધિકારીઓ કરે છે. જે સંઘ અને વિશ્વ હિંદુ પરિષદ સાથે જોડાયેલા છે. મોદી પણ સંઘમાંથી આવે છે.
2010થી 2025 સુધીમાં મંદિરોની આવક અને ખર્ચા જોવા જેવા છે.
ગુજરાતના મંદિરોની આવક
ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સરકારી વહીવટ હોય તેવા મંદિરોના વર્ષ 2020-21 અને 2022-23ના અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો. રાજ્યમાં 293 મંદિરોનો વહીવટ સરકારના હાથમાં છે. જેમાં રાજ્યના 10 મંદિરોની ત્રણ વર્ષની આવક 222 કરોડ રૂપિયા હતી.
193 મંદિરો એવા છે જેની આવક શૂન્ય છે.
10 મંદિર એપ્રિલ 2025
મંદિરમાં ત્રણ વર્ષની આવક
અંબાજી મંદિર 166 કરોડ
બહુચરાજી માતાજી મંદિર, 27.65 કરોડ
દ્વારકાધીશ મંદિર 11.05 કરોડ
ઘેલા સોમનાથ મંદિર, જસદણ 4.29 કરોડ
બળિયાદેવ મંદિર, વડોદરા 3.67 કરોડ
રૂપાલ વરદાયીની-ગાંધીનગર 3.23 કરોડ
ઉનાઈ માતાજી મંદિર, ઉનાઈ 2.89 કરોડ
હરસિદ્ધિ માતાજી, રાજપીપળા 2.23 કરોડ
મોટા ગોપનાથ મહાદેવ, તળાજા 1.30 કરોડ
નારાયણ સરોવર, લખપત, કચ્છ 26.80 કરોડ
ત્રણ વર્ષમાં જે મંદિરોમાં આવક નથી થઈ તે મંદિરોમાં વિકાસ ન હતો.
2010
અંબાજી
ઈ. સ. 2010માં અંબાજી વાર્ષિક આવક રૂ.37 કરોડ હતી. આવકનો 40 ટકા હિસ્સો મંદિર નિભાવ, મંદિર-ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ, હોસ્ટેલ, ભોજનશાળા, સંસ્કૃત પાઠશાળામાં વપરાયો.
ફિક્સ ડિપોઝિટ કરીને બેન્કમાં મૂકવામાં આવી.
સૌથી વધુ આવક ભાદરવી પૂનમ અને ચૈત્રી પૂનમના દિવસે થતી હોય છે.
સોમનાથ
સોમનાથની આવક 7 કરોડ હતી
સોમનાથ મહાદેવનો 10મી સદીમાં સુવર્ણ યુગ હતો. તે સમયે મંદિરનો ઘંટ, ગુંબજ-છત, દીવાલો પણ સુવર્ણમંડિત હતી. આ સોમનાથ મંદિરને નષ્ટ કરવા અને લૂંટ ચલાવવાના હેતુથી જ મોહંમદ ગઝનવીએ અનેક વખત આ મંદિર ઉપર હુમલો કર્યો હતો. સોમનાથ મંદિર ઉપર હુમલો થયો અને મંદિર લુંટાયું.
85 ટકા જેટલો હિસ્સો ટ્રસ્ટ દ્વારા મંદિર નિભાવ અને નૂતન બાંધકામ તથા ટ્રસ્ટ દ્વારા વિવિધ વિકાસકાર્યમાં વપરાય છે.
મહાશિવરાત્રી, શ્રાવણ મહિનો અને કાર્તિકી પૂર્ણિમાએ આવક વધે છે.
દ્વારકા
દ્વારકા મંદિરની વર્ષ 2009-10માં આવક સવા ચાર કરોડ હતી
જે પૈકી 3.53 કરોડની આવક પુજારીઓને ચુકવવામાં આવી.
દેશના મંદિર
2025માં
તિરુમાલા તિરુપતિ વેંકટેશ્વર મંદિર (આંધ્રપ્રદેશ)
તે વિશ્વનું સૌથી ધનિક મંદિર માનવામાં આવે છે. આ મંદિરની કુલ સંપત્તિ 3 લાખ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે, જે વિપ્રો, નેસ્લે, ઓએનજીસી, ઈન્ડિયન ઓઈલ જેવી કંપનીઓની કુલ કિંમત કરતાં વધુ છે. મંદિરની વાર્ષિક કમાણી 1,400 કરોડ રૂપિયા છે.
પદ્મનાભ સ્વામી મંદિર, તિરુવનંતપુરમ્ (કેરળ)
કેરળમાં સ્થિત આ મંદિરની કુલ સંપત્તિ 1.20 લાખ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તાજેતરમાં, આ મંદિરમાં એક નવો ખજાનો મળ્યો છે, જેમાં સોના, ચાંદી અને હીરા અને ઝવેરાતનો વિશાળ ભંડાર છે.
ગુરુવાયુર દેવાસમ, ગુરુવાયુર (કેરળ)
ભગવાન કૃષ્ણને સમર્પિત આ મંદિરમાં અપાર સંપત્તિ છે. 2022માં એક RTIના જવાબમાં કહેવામાં આવ્યું હતું કે આ મંદિરમાં 1,737.04 કરોડ રૂપિયાની બેંક ડિપોઝિટ છે. આ ઉપરાંત મંદિર પાસે 271.05 એકર જમીન પણ છે.
સુવર્ણ મંદિર, અમૃતસર (પંજાબ)
શીખોના સૌથી મોટા ધાર્મિક કેન્દ્ર સુવર્ણ મંદિર વિશે કહેવાય છે કે આ મંદિર વાર્ષિક 500 કરોડ રૂપિયાની કમાણી કરે છે. મંદિરના નિર્માણમાં લગભગ 400 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સોમનાથ મંદિર (ગુજરાત)
આ મંદિર આઝાદી પછી ફરીથી બનાવવામાં આવ્યું છે. તેને બનાવવામાં અંદરના ભાગમાં 130 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને શિખર પર 150 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિર પાસે કરોડોની કિંમતની 1700 એકર જમીન છે.
વૈષ્ણોદેવી મંદિર (જમ્મુ)
વૈષ્ણો દેવી મંદિર હિંદુઓ માટેના મુખ્ય તીર્થસ્થાનોમાંનું એક છે. દેવીની પૂજા માટે સમર્પિત આ મંદિરને છેલ્લા બે દાયકામાં 1800 કિલો સોનું, 4700 કિલો ચાંદી અને 2 હજાર કરોડ રૂપિયા રોકડમાં દાન મળ્યું છે.
જગન્નાથપુરી મંદિર (ઓડિશા)
ઓડિશામાં સ્થિત આ મંદિરની ગણના દેશના સૌથી ધનિક મંદિરોમાં પણ થાય છે. તેની કુલ સંપત્તિ 150 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. રથયાત્રા માટે પ્રખ્યાત આ મંદિર પાસે 30 હજાર એકરથી વધુ જમીન છે.
શિરડી સાંઈ બાબા (મહારાષ્ટ્ર)
મહારાષ્ટ્રના શિરડી સાંઈ બાબા મંદિરની ગણના પણ દેશના સૌથી ધનિક મંદિરોમાં થાય છે. આ મંદિરમાં સાંઈબાબાની મૂર્તિ માટે 94 કિલો સોનાનું સિંહાસન બનાવવામાં આવ્યું છે. માત્ર 2022માં જ ભક્તોએ મંદિરમાં 400 કરોડ રૂપિયાથી વધુનું દાન કર્યું હતું.
સિદ્ધિવિનાયક મંદિર, મુંબઈ (મહારાષ્ટ્ર)
મહારાષ્ટ્રના આ ગણપતિ મંદિરની કુલ સંપત્તિ 125 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ મંદિર રોજની 30 લાખ રૂપિયાની કમાણી કરે છે.
મીનાક્ષી મંદિર, મદુરાઈ
દેશના એવા કેટલાક મંદિરોમાં તેનો સમાવેશ થાય છે જ્યાં દરરોજ 20 થી 30 હજાર ભક્તો દર્શન માટે આવે છે. મંદિરની વાર્ષિક આવક લગભગ 6 કરોડ રૂપિયા છે. આ મંદિર પરિસરમાં લગભગ 33,000 શિલ્પો છે. મુખ્ય મૂર્તિ દેવી મીનાક્ષીની છે જે ભગવાન સુંદરેશ્વર (ભગવાન શિવ)ના પત્ની છે. દેશના સૌથી ધનિક મંદિરોમાં તેનો સમાવેશ થાય છે.
2015માં દેશના મંદિર
દેશના 4 મોટા મંદિરના દાનનો ઉપયોગ
સાઈબાબા
દેશના 4 મોટા મંદિર (તિરુપતિ, શિરડી, સાંઈબાબા, સિદ્ધિ વિનાયક અને કાશી વિશ્વનાથ)ની એક દિવસની સરેરાશ આવક 8 કરોડ રૂપિયા હતી.
તિરુપતિ
તિરુપતિ તિરુમલા મંદિરની કુલ સંપત્તિ 1.30 લાખ કરોડ દેશના સૌથી અમીર માણસ મુકેશ અંબાનીની કુલ મિલકત 2015માં 1.29 લાખ કરોડ હતી.
દાન અને ખર્ચ
મંદિરોની કમાણી અને ખર્ચ વિશે જાણો આગળ
એક વર્ષમાં મંદિરોની કમાણી 2691 કરોડ રૂપિયા હતી.
5 લાખ શ્રદ્ધાળુ દરરોજ ચઢાવે છે સરેરાશ 8 કરોડ રૂપિયા
39 ટકા (1042 કરોડ રૂપિયા) દાનપેટીમાંથી આવે છે
22 ટકા (598 કરોડ રૂપિયા) મંદિરો દ્વારા કરવામાં આવેલ ઈનવેસ્ટમેંટ પર વ્યાજ
10 ટકા (276 કરોડ) દાન.
8 ટકા (209 કરોડ) ચાંદીના ચઢાવો
21 ટકા (586 કરોડ) અન્ય આવક
આ પૈસો અહી જતા હતા.
મંદિરો પર ખર્ચ ફક્ત 1.40 ટકા (40 કરોડ)
28 ટકા પૂજારીઓનો પગાર (736 કરોડ)
2 ટકા સરકારને કર કે બીજી રીતે આપ્યા (50 કરોડ)
7 ટકા (187.7 કરોડ) ટ્રસ્ટ કે અન્ય દાન
33 ટકા(872 કરોડ) અન્ય ખર્ચ
29 ટકા (769 કરોડ) બેંક બેલેંસ.
તિરુમલા તિરુપતિ મંદિર, આંધ્રપ્રદેશ
કુલ સંપત્તિ 1.30 લાખ કરોડ.
33 ટકા (લગભગ 43.500 કરોડ) 4200 એકર જમીન
14 ટકા (લગભગ 18,000) કરોડ અન્ય સંપત્તિ
46 ટકા (60,000 કરોડ) સોનુ-ચાંદી- રત્ન
7 ટકા (8500 કરોડ) બેંક એફડી અને અન્ય ઈન્વેસ્ટમેંટ
આ આંકડા 2013-14ના મંદિરના ઓડિટ રિપોર્ટ છે.
મંદિર 1200 હજામ દ્વારા વાર્ષિક 850 ટન વાળ વેચે છે. 283.5 ગ્રામ સરેરાશ વજનવાળા સ્ત્રીઓના વાળ 17,900 રૂપિયા અને 453.6 ગ્રામ વજનના લાંબા વાળના 29,900 રૂપિયા મળે છે.
તિરુઅમલા તિરુપતિ આંધ્ર પ્રદેશ
1983માં આંધ્રપ્રદેશના તત્કાલીન સીએમ એન.ટી. રામારાવે ચોરી છુપાઈને મંદિરમાંથી 65 કરોડ રૂપિયા સરકારી ટ્રસ્ટમાં ટ્રાંસફર કર્યા હતા.
2009માં ટ્ર્સ્ટના એક પુરોહિતે મંદિરના ખજાનામાંથી સોનુ ચોરી કર્યુ અને પુત્રીનું લગ્ન કર્યુ. અત્યાર સુધી 8 વાર થઈ ચુકી છે.
વેંકટેશ ભગવાનના મુકુટમાં લાગેલ 16મી શતાબ્દીના હીરા અને રત્ન ગાયબ થયા પછી મંદિરના કર્મચારીઓએ ચૂપચાપ નકલી હીરા અને રત્ન લગાવી દીધા હતા.
શિરડીના સાંઈબાબા
શિરડી સાંઈ બાબા મંદિરની કુલ સંપત્તિ 1868 કરોડ
37 ટકા (696 કરોડ) અન્ય સંપત્તિ
4 ટકા (74 કરોડ) સોના ચાંદી
59 ટકા (1098 કરોડ) બેંક એફડી અને અન્ય ઈન્વેસ્ટમેન્ટ
સાંઈબાબાને 24 કરોડની કિંમતવાળા 95 કિલો સોનાના સિંહાસન પર બેસાડવામાં આવ્યા છે. આ સિંહાસનનું હૈદરાબાદના એક ઉદ્યોગપતિએ દાન કર્યુ હતુ.
347 કરોડ આવક અને ખર્ચ થયો 8 કરોડ
એક વર્ષની કમાણી 347.7 કરોડ
51 ટકા દાન પેટી (177.2 કરોડ)
4 ટકા અન્ય કમાણી (13.6 કરોડ)
12 ટકા (40.8 કરોડ) દેશ વિદેશથી આવ્યા દાન
28 ટકા (98.4 કરોડ) એફડી ઈન્વેસ્ટમેન્ટ પર વ્યાજ
5 ટકા (17.1 કરોડ) સોના ચાંદી અને કિંમતી રત્ન
મંદિરમાં આવેલ આ ભેટ અને દાન ક્યા જાય છે
મંદિર પર ખર્ચ ફક્ત 2.3 ટકા (8 કરોડ)
54 ટકા (188 કરોડ) બેંકમાં નાખી દીધા
10.2 ટકા સેલેરી (35.4 કરોડ)
7.5 કરોડ (25 કરોડ)
7 ટકા (24.4 કરોડ) માર્ગ અને બસ સ્ટેન્ડ બનાવવામાં
19 ટકા (66.4 કરોડ) અન્ય ખર્ચ
એપ્રિલ 2008માં મંદિરના દાનમાંથી 5.5 કરોડ રૂપિયા ખર્ચ કરી તત્કાલીન કોંગ્રેસ ધારાસભ્ય જયંત મુરલીધરના વિધાનસભા ક્ષેત્ર શ્રીરામપુરમાં માર્ગ બનાવ્યો. જયંત શિરડી મંદિરના ટ્રસ્ટના ચેરમેન પણ હતા.
4 વર્ષમાં મંદિરને 1009 કરોડ રૂપિયા દાન મળ્યું. જેના 50 ટકા મતલબ 504 કરોડ રૂપિયા ટ્રસ્ટને આપી દેવામાં આવ્યા. નેતાઓના ટ્રસ્ટ પ્રમુખ છે.
સિદ્ધિ વિનાયક મંદિર મુંબઈ.
કુલ સંપત્તિ 306 કરોડ રૂપિયા
74 ટકા (225 કરોડ) બેંક એફડી અને અન્ય ઈન્વેસ્ટમેન્ટ
13 ટકા (40.5 કરોડ) સોના-ચાંદી
13 ટકા (40.5 કરોડ) અન્ય સંપત્તિ
19 નવેમ્બર 1801 ના રોજ મંદિરનુ નિર્માણ એક શ્રીમંત મહિલા દેવબાઈ પટેલે સંતાન પ્રાપ્તિ માટે કરાવ્યું હતુ. ત્યારથી 1990 સુધી મંદિરના કંસ્ટ્રક્શન પર એક પૈસો પણ ખર્ચ કર્યો નહોતો.
સોના ચાંદીના કુલ ભેટથી 7 ગણું દાન વિદેશોમાંથી મળ્યુ
એક વર્ષની કમાણી 70.28 કરોડ
દાનપેટી – 36 ટકા (25.31 કરોડ)
અન્ય આવક – 11 ટકા (7.73 કરોડ)
એફડી ઇન્વેસ્ટમેન્ટ પર વ્યાજ – 29 ટકા (20.22 કરોડ)
21 ટકા (15.12 કરોડ) વિદેશમાંથી આવ્યા
સોના-ચાંદી અને બહુમૂલ્ય રત્ન 3 ટકા (2.30 કરોડ)
ક્યાં ગયા પૈસા
મંદિર પર ખર્ચ 0.75 ટકા (53 લાખ)
42.5 ટકા (28.95 કરોડ) બેંકમાં નાખ્યા
13 ટકા (9.32 કરોડ) હોસ્પિટલ ચલાવવામાં
8 ટકા (5.51 કરોડ) કર્મચારીઓને સેલેરી
35.75 ટકા (25 કરોડ) 2013માં સરકારી ફંડમાં આવ્યા હતા. આ પૈસા ક્યા ખર્ચ થયા કોઈ હિસાબ નથી
વિપદા કે સામાજિક સ્કીમના નામ પર કરોડો રૂપિયા સરકારને જાય છે. સરકાર ક્યા ખર્ચ કરે છે આ પૈસાને એનો કોઈ હિસાબ નથી. 2013માં રકમ 25 કરોડ રૂપિયા હતી.
એપ્રિલ 2000માં મંદિર દ્વારા ગેરકાયદેસર રીતે એક કરોડ રૂપિયા મહારાષ્ટ્રના તત્કાલીન કાયદા મંત્રી વિલાસરાવ પાટિલના ટ્રસ્ટને આપવામાં આવ્યા. 2004માં મુંબઈ કોર્ટને તેને લઈને ટ્રસ્ટને ફટકાર પણ લગાવી હતી.
દેશના મંદિરો
નવેમ્બર 2023ના અહેવાલો પ્રમાણે આવક
પદ્મનાભ સ્વામી મંદિર, ત્રિવેન્દ્રમ
કેરળમાં સ્થિત પદ્મનાભ સ્વામી મંદિરને વિશ્વનું સૌથી અમીર મંદિર માનવામાં આવે છે. આ મંદિર કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં છે. તેની કુલ સંપત્તિ રૂ. 1,20,000 કરોડની આસપાસ છે. આ મંદિરની દેખરેખ ત્રાવણકોરના ભૂતપૂર્વ શાહી પરિવાર દ્વારા કરવામાં આવે છે. આ મંદિરના ખજાનામાં હીરા, સોનાના ઘરેણા અને સોનાની મૂર્તિઓનો સમાવેશ થાય છે. મંદિરની 6 તિજોરીઓમાં કુલ 20 અબજ ડોલરની સંપત્તિ છે. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુની વિશાળ સોનાની મૂર્તિ છે, જેની કિંમત 500 કરોડ રૂપિયા છે.
તિરુપતિ બાલાજી મંદિર, આંધ્રપ્રદેશ
દેશના સૌથી ધનિક મંદિરોમાં આંધ્રપ્રદેશનું તિરુપતિ બાલાજી મંદિર બીજા સ્થાને છે. વૈષ્ણવ સંપ્રદાયનું આ મંદિર દાનની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી અમીર મંદિર છે. દર વર્ષે લગભગ 650 કરોડ રૂપિયાનું દાન કરે છે. લાડુનો પ્રસાદ વેચીને મંદિર લાખો રૂપિયાની કમાણી કરે છે.
મંદિરમાં નવ ટન સોનું અને વિવિધ બેંકોમાં ફિક્સ ડિપોઝિટમાં રૂ. 14,000 કરોડનો ભંડાર હોવાનું માનવામાં આવે છે.
સાંઈ બાબા મંદિર, શિરડી
ત્રીજા સ્થાને મહારાષ્ટ્રના શિરડી સ્થિત સાંઈબાબા મંદિર છે. અહેવાલો અનુસાર, મંદિરના બેંક ખાતામાં લગભગ 1,800 કરોડ રૂપિયા જમા છે, જેમાં 380 કિલો સોનું, 4,428 કિલો ચાંદી અને ડોલર અને પાઉન્ડ જેવી વિદેશી કરન્સીના રૂપમાં મોટી રકમ છે. 2017માં રામ નવમીના અવસર પર એક અજાણ્યા ભક્ત દ્વારા મંદિરમાં 12 કિલો સોનું દાન કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં દર વર્ષે લગભગ 350 કરોડ રૂપિયાનું દાન આવે છે.
વૈષ્ણોદેવી મંદિર, જમ્મુ
વૈષ્ણોદેવી મંદિર દર વર્ષે 500 કરોડ રૂપિયાની કમાણી કરે છે.
સિદ્ધિવિનાયક મંદિર, મુંબઈ
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આવેલું સિદ્ધિવિનાયક મંદિર ભગવાન ગણેશનું છે. મંદિર 3.7 કિલો સોનાથી કોટેડ છે, જે કોલકાતાના એક વેપારીએ દાનમાં આપ્યું હતું. મંદિરને દાન અને પ્રસાદમાંથી લગભગ 125 કરોડ રૂપિયાની વાર્ષિક આવક થાય છે.
મીનાક્ષી મંદિર, મદુરાઈ
દરરોજ 20 થી 30 હજાર ભક્તો દર્શન માટે આવે છે. મંદિરની વાર્ષિક આવક લગભગ 6 કરોડ રૂપિયા છે. આ મંદિર પરિસરમાં લગભગ 33,000 શિલ્પો છે. મુખ્ય મૂર્તિ દેવી મીનાક્ષીની છે જે ભગવાન સુંદરેશ્વર (ભગવાન શિવ)ની પત્ની છે. મંદિરમાં બે સોનાની ગાડીઓ છે.
જગન્નાથ મંદિર, પુરી
પુરીનું જગન્નાથ મંદિરની ચોક્કસ સંપત્તિ કોઈને ખબર નથી, પરંતુ એવો અંદાજ છે કે મંદિરમાં 100 કિલોથી વધુ સોના અને ચાંદીની વસ્તુઓ છે. યુરોપના એક ભક્ત તરફથી 1.72 કરોડ રૂપિયાનું દાન મળ્યું હોવાનું કહેવાય છે.
સોમનાથ મંદિર, ગુજરાત
ગુજરાતનું સોમનાથ મંદિર સોમનાથ મંદિર ધનિક છે.
સબરીમાલા અયપ્પા મંદિર
સબરીમાલા અયપ્પા મંદિર દર વર્ષે લગભગ 10 કરોડ ભક્તો આવે છે. અહીં માત્ર પુરુષો જ જઈ શકે છે. યાત્રા સીઝનમાં લગભગ 230 કરોડ રૂપિયાની કમાણી કરે છે.
અક્ષરધામ મંદિર, દિલ્હી
અક્ષરધામ મંદિરની 100 એકર જમીન છે. આવક જાહેર નથી.
ગુજરાતી
English