[:gj]ભોગાવા નદીમાં ડુબી જવાથી બે બાળાઓના કરૂણ મોત[:]

[:gj]ચુડા તાલુકાના નવી મોરવાડ ગામની નદીના પટમાં  રમતા-રમતા ન્હાવા પડેલા ચાર બાળકો ડૂબી ગયા હતા. ગામના બે યુવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને પાણીમાં કૂદી બે બાળકોને બચાવી લીધા હતા. પરંતુ બે બાળાઓનું ડૂબી જવાથી મોત નીપજતાં ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ભૂમાફીયાએ રેતી ચોરી કરી કરેલા ખાડાના હિસાબે જ બે માસૂમ બાળકીના મોત થયાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. ચુડા તાલુકાના નવી મોરવાડ ગામે ધો. ૧થી ૪મા અભ્યાસ કરતા ચાર નાના ભૂલકાઓ આરતી રોજાસરા, અશ્વિનભાઈ રોજાસરા, તુલશી કોઠારીયા અને નિરાલી કોઠારીયા નદી કાંઠે રમી રહ્યા હતા. રમતા-રમતા ચારેય બાળકો નદીમાં ઢીંચણ સમાણા પાણીમાં ન્હાવા પડયા હતા. પરંતુ પંથકના ભૂમાફીયાઓએ રેતી ચોરી કરી ઠેર-ઠેર મસમોટા ખાડાઓ કરી નાંખેલા ઊંડા ખાડાના પાણીમાં ચારેય બાળકો ગરકાવ થયા હતા.

થોડે દૂર ખેતરમાં કામ કરી રહેલા  બે યુવાનોએ બાળકોને ડૂબતાં જોતા બંનેએ પોતાના જીવની પરવા કર્યા વિના નદીમાં કુદી પડ્યા હતાં જેમાંથી બેને બચાવી લીધાં હત્યાં જ્યારે બીજી બે બાળાઓ ઉાંડાપાણીમાં ગરક થઇ જતાં બંનેના મોત થયાં હતાં. ઉભેલા દ્યુદ્યાભાઈ ભીખાભાઈ કણઝરીયા અને મુન્નાભાઈ જીણાભાઈ કાંઝીયાની નજર ડૂબી રહેલાં ભૂલકાઓ પર પડી હતી. તેમણે આરતી અને અશ્વિન ભાઈ-બહેનને બહાર કાઢ્યાં હતા. પરંતુ અન્ય બે નિરાલી અને તુલસી દ્યણીવારની શોધખોળ કર્યા બાદ ઊંડા પાણીમાં નજરે પડી હતી. બન્ને બાળકીમાંથી ૬ વર્ષની નિરાલી કારોલીયાનું મોત નીપજયું હતું. જયારે ૭ વર્ષની તુલસીને હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યારે રસ્તામાં તેનુ મોત થયું હતું. માસૂમ બાળાઓના મોતથી નાનું એવું મોરવાડ ગામ હીબકે ચડયું હતું. ભૂમાફીયાઓએ કરેલી રેતી ચોરીના ખાડાઓએ બે જીવનના દીપ બુઝાવ્યાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો.[:]