[:gj]મગફળી ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતોની લાગી લાઈન[:]

[:gj]

રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી તો શરૂ કરી છે. પણ અરવલ્લી જિલ્લાના માલપુરમાં ખેડૂતોની હાલત એવી છે કે, તેઓ પાસેથી ખરીદી તો કરવામાં આવી રહી છે. પણ એકથી બે દિવસ જેટલો સમય લાગી રહ્યો છે.

માલપુર તાલુકાનું માર્કેટયાર્ડ અહીં મોટી સંખ્યામાં વેપારીએ તેમની મગફળી ટેકાના ભાવે ખરીદી તો કરવા આવી રહ્યા છે. પણ લાંબી કતારો લગાવીને તેમને ઊભા રહેવું પડે છે. માર્કેટ યાર્ડમાં પણ મગફળીની બોરીઓ મોટી સંખ્યામાં જોવા મળી રહી છે. પણ પરિસ્થિતિ કંઈક વિપરિત છે. ખેડૂતો તેમની મગફળી વેચવા તો આવે છે. પણ ચોવીસથી અડતાળીસ કલાકથી પણ વધુ સમય લાગતો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
માર્કેટમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી તો કરવામાં આવી રહી છે. તો પછી એકથી બે કિલોમીટરની લાઈન કેમ લાગે છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, બારાદન પેકિંગ કરવા માટેનું સિલાઈ મશીન જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. કારણ કે, અત્યાર સુધીની જેટલી મગફળી ખરીદી કરી છે તેને બારદાનમાં તોલીને ભરી દેવાઈ છે. અને આ તમામ બારદાનને સિલાઈ મારવાની બાકી છે. સિલાઈ વગરના બારદાન માર્કેટ યાર્ડમાં ગોઠવી દેવાયા છે. માત્ર બે મશીન હોવાને કારણે વારંવાર બારદાનની સિલાઈ મારવાનું બંધ થઈ જતાં તેમ જ અવારનવાર સિલાઈ મશીન બગડી જવાને કારણે ખેડૂતોએ લાઈનમાં ઉભા રહેવાનો વારો આવી રહ્યો છે.

[:]