[:gj]મત મશીન ખોટકાયા તેના મતદાનની વિગતો જાહેર કરો [:]

[:gj]ગુજરાતમાં આ વખતે સૌથી વધું મત મશીન ખોટકાયા હોવાની ઘટના બહાર આવી છે. જે બુથના મત મશીન બદલમાં આવ્યા છે તે તમામના મતદાનના આંકડા જાહેર કરવા માટે વિરોધ પક્ષ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ માંગણી કરવાની તૈયારી શરૂ થઈ છે. એક અંદાજ પ્રમાણે 300 જેટલાં મત મશીન અને પરચી મશીન ખોટકાયા હતા. જોકે ચૂંટણી તંત્ર દ્વારા તે અંગે સત્તાવાર આંકડો જાહેર કરાયો નથી. એક મત મશીનમાં 1000થા 1200 મત હોય છે. જે હિસાબે આ મોટો આંદકો બની રહેછે.

અમદાવાદમાંખોખરા, મેમનગર, ઘાડલોડિયા, વાડજ, ચાંદલોડિયા, વગેરે સહિત વિવિધ સ્થળે ઈવીએમ ખોટકાયા હતા અને તેના કારણે અડધો કલાક જેટલું મતદાન મોડું થયું હતું.

વડોદરાના માંજલપુરમાં શ્રેયસ સ્કૂલ ખાતે ખોટકાયા હતાજેના કારણે ૧૦ મિનિટ સુધી મતદાન અટકાવી દેવામાં આવ્યું હતું. રાવપુરામાં જુદી જુદી જગ્યાએ 9 સ્થળે ઈવીએમ ખોટકાયા હતા. ફતેગંજમાં સરકારી શાળામાં મતદાન મથકમાં વીવીપેટ ખોટકાતા મતદાન મોડું શરુ થયું હતું.

સુરતના ઉધના,લિંબાયત, ગોપીપુરામાં ૨૪ ઈવીએમ ખોટકાતાં મતદાનમાં વિલંબ થયો હતો અને ભર તડકામાં મતદારોને પરેશાન થવું પડયું હતું. વલસાડમાં ફુલધરા, સોખલમાં ૯, બારડોલીમાં ૧૮ ઈવીએમ ખોટકાયા હતા. રાજકોટમાં ૨૪ ઈવીએમ અને ૩૮ વીવીપેટ ખોટકાયા હતા. અમરેલીમાં ૪૨ વીવીપેટ, ૧૦ સીયુ, અને ૧૦બીયુ ખોટકાયા હતા. જુનાગઢમાં ૨૦ ઈવીએમ, ૫૧ વીવીપેટ, ૧૦ સીયુ અને ૧૦ બેલેટ યુનિટ ખોટકાયા હતા.

પોરબંદરમાં ૫ ઈવીએમ અને ૪ વીવીપેટ ખોટકાયા હતા અને તેના કારણે ૧ કલાક મતદાન મોડું થયું હતું. મતદારોએ મતદાનનો સમય ૧ કલાક વધારી આપવા માંગણી કરી હતી. મહેસાણા, પાટણ, પ્રાંતિજ, અરવલ્લી વગેરે સ્થળે ઈવીએમ અને વીવીપેટ મશીન ખોટકાવાની વ્યાપક ફરિયાદો જોવા મળી છે.[:]