[:gj]મહેસાણામાં સરકારીમાં 27 અને ખાનગી દવાખાનાઓમાં 379 ડેન્ગ્યુના દર્દીઓ[:]

[:gj]મહેસાણા, તા.૨૩ 

મહેસાણામાં છેલ્લા 16 દિવસમાં 406 જણાને ડેન્ગ્યુનું નિદાન થયું છે. મતલબ રોજ 25 વ્યક્તિ ડેન્ગ્યુનો શિકાર બની રહ્યા છે. છેલ્લા 16 દિવસમાં સરકારી દવાખાનામાં 27, જ્યારે ખાનગી દવાખાનામાં 379 દર્દીઓ ડેન્ગ્યુની સારવાર લઇ ચૂક્યા છે. ગત વર્ષની તુલનામાં ચાલુ મહિનામાં ડેન્ગ્યુના કેસ વધ્યા છે. કહેવાય છે કે, જિલ્લામાં એકમાત્ર મહેસાણા સિવિલમાં ડેન્ગ્યુ ચકાસણી માટે એક જ લેબ છે અને ફિજિશિયન પણ તાજેતરમાં જ હાજર થયા છે. જ્યારે જિલ્લામાં 90થી વધુ ખાનગી લેબોરેટરી છે. મહેસાણા સિવિલમાં ડેન્ગ્યુ માટે ખાસ અલાયદો આઇસોલેશન વોર્ડ, નિ:શુલ્ક સારવાર અને ડેન્ગ્યુ ટેસ્ટની સુવિધા છતાં માત્ર ફુલટાઇમ ફિઝિશિયન નહીં હોવાના કારણે સમયસર, યોગ્ય સારવારના મુદ્દે દર્દીઓ સિવિલમાં જતાં અચકાતાં હોય છે.

ડેન્ગ્યુમાં ગભરાવાના બદલે વધુ પ્રવાહી લેવું :
ડેન્ગ્યુમાં ગભરાવાના બદલે વધુમાં વધુ પ્રવાહી લેવું અને 5 હજારથી વધુ શ્વેતકણ ઘટે તો જ લોહી ચઢાવવું હિતાવહ છે.

ર્ડા. વિનોદ પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી

બાળકો, સ્ત્રી અને વૃદ્ધોમાં ડેન્ગ્યુ થવાની વધારે શક્યતા :
નવજાત બાળકો તેમજ નાનાં બાળકોની સાથે વૃદ્ધોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાથી ઝડપથી ડેન્ગ્યુમાં સપડાય છે. પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓને આ રોગ વધુ થાય છે. આજ રીતે ડાયાબિટીસ, દમની બીમારી હોય તેમને ડેન્ગ્યુની અસર વધુ વર્તાય છે.

ખાનગી રિપોર્ટને સરકારી તંત્ર માન્ય ગણતું જ નથી :
ડેન્ગ્યુ માટે થતા એલીજા ટેસ્ટમાં સચોટ પરિણામ મળે છે અને તે માત્ર સિવિલમાં જ થાય છે, જ્યારે ખાનગી દવાખાનામાં રેપીટેસ્ટ થતો હોઇ શંકાસ્પદ કેસ પણ ક્યારેક પોઝિટિવમાં ગણાય છે. જેને કારણે કેસોમાં વિસંગતતા ઉભી થતી હોઇ ખાનગી રિપોર્ટને તંત્ર માન્ય ગણતું નથી. મહેસાણા સિવિલમાં સપ્તાહમાં 4 વાર ડેન્ગ્યુના રિપોર્ટ કરાય છ

આખું શરીર ઢંકાય તેવાં કપડાં પહેરવાં :
-રોગચાળાની આ સિઝનમાં લોકોએ આખું શરીર ઢંકાઈ જાય તેવાં કપડાં પહેરવાં જોઈએ, જેથી મચ્છર કરડે નહીં.-ઘરમાં હોવ ત્યારે પણ ફૂલ સ્લીવ કપડાં જ પહેરવાં.
-ઘરના રૂમ, રસોડા, ફળિયામાં પાણીનો ભરાવો થવા ન દો.
-સોસાયટીના કોમનપ્લોટ અને આજુબાજુમાં સ્વચ્છતા જાળવવી, કયાંય પાણીનો ભરાવો ન થાય તે ધ્યાનમાં રાખવું.
-વૃક્ષોને જરૂર પૂરતું જ પાણી આપો અથવા તો ટપક સિંચાઈ પદ્ધતિથી પિયત કરો જેથી કરીને કુંડામાં પાણીનો ભરાવો કે ભેજ ન થાય. કારણ કે, સ્વચ્છ પાણીમાં ડેન્ગ્યુના મચ્છરો ઉત્પન્ન થાય છે અને ભેજમાં તેને પોષણ મળે છે.
-કુંડા અને પાણી ભરેલાં વાસણોની નિયમિત સાફ સફાઈ કરો.
-બે ત્રણ દિવસે ખુલ્લામાં રહેલી કુંડીમાં ભરેલું પાણી બદલવું.

 [:]