[:gj]મેયર બીજલ પટેલે સાઉથ કોરિયાના રિવરફ્રન્ટનો ફોટો અમદાવાદનો ગણાવ્યો, થયા ટ્રોલ[:]

[:gj]અમદાવાદના મેયર બીજલ પટેલ દ્વારા એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામા આવ્યો, જેમાં કહેવામા આવ્યું કે, આ કોઈ મલેશિયા, શિંગાપુર કે દૂબઈનો ફોટો નથી પરંતુ આ આપણા અમદાવાદનો રાતનો નજારો છે. જોકે, તેમને મૂકલો ફોટો વાસ્તવમાં સાઉથ કોરિયાના રિવરફ્રન્ટનો ફોટો હતો. હવે શું બીજલ પટેલ દ્વારા તો ફોટો શેર કરીને અમદાવાદનો આંખો અંજાવી નાંખે તેવો ભવ્ય વિકાસ લોકો સામે ખુલ્લો મૂકી દીધો હતો. જોકે, અમદાવાદીઓ પણ છેતરાય તેવા થોડા છે, થોડી જ વારમાં ફોટાની જન્મકૂંડળી કાઢી નાંખી અને પછી તો શું? મેયર બીજલ પટેલ દ્વારા શેર કરવામાં આવેલો નકલી ફોટો ડિલીટ કરવામા આવ્યો અને સાબરમતિનો ઓરિજનલ ફોટો શેર કરવામા આવ્યો. મેયર ફોટો ડીલીટ કરે અને નવો શેર કરે ત્યાર સુધી તો સંખ્યાબંધ પ્રિન્ટસ્ક્રિન લેવાઈ ગયા જેમાંથી એક તો અમારી પાસે પણ છે જે તમને બતાવવા માટે રાખી મૂક્યો છે.

ચલો એક વાત માનીએ કે બીજલ પટેલ દ્વારા ભૂલથી સાઉથ કોરિયાના રિવરફ્રન્ટનો ફોટો શેર થઈ ગયો, સ્વભાવિક છે કે હાલમાં ફેક ન્યૂઝ એટલા બધા ચાલે છે કે, તેમા લોકો ભરાઈ પડે તેમા નવાઈ નથી. આમ બીજલ પટેલ પણ ફોટાને જોઈને ભરમાઈ ગયા હશે તેવું માની શકાય! જોકે મહત્વપૂર્ણ વાત શું છે કે, તમે ખોટી માહિતી શેર કરી છે તે સ્વીકારી લો અને લોકોને કહો કે સોરી મારી ભૂલ થઈ ગઈ હતી. જોકે આપણા મેયર બીજલ પટેલ દ્વારા સફાઈ આપતા એવું કહી દેવામા આવ્યું કે, તેમને જે ફોટો શેર કર્યો હતો તે સિઓલનો નહી પરંતુ અમદાવાદનો જ ફોટો હતો.[:]