[:gj]રાજકોટ કોંગ્રેસ ભાજપ ભળી ગઈ, હવે બચાવ ઝૂંબેશ [:]

[:gj]મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના જિલ્લા રાજકોટમાં કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લઈને ભાજપને કોંગ્રેસમય બનાવી રહ્યાં છે. તેથી કોંગ્રેસે પણ થઈ રહેલાં નુકસાન માટે ઓપરેશન હાથ ધર્યું છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં ડેમેજ કન્ટ્રોલ માટે કોંગ્રેસના પ્રદેશના નેતાઓ દ્વારા બેઠક બોવવામાં આવી હતી. પંચાયતના પ્રમુખના નિવાસ સ્થાને મળેલી આ બેઠકમાં જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી અને કોંગ્રેસના પંચાયતના સભ્યો મામલે ચર્ચા થઈ હતી. પ્રદેશ કોંગ્રેસે વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ અને સાબરમતીના પૂર્વ ધારાસભ્ય ડો.જીતુભાઈ પટેલને ડેમેજ કંન્ટ્રોલની જવાબદારી સોંપી છે. આ બેઠકમાં બન્ને નેતાઓએ કોંગ્રેસના 22 સભ્યોની રજૂઆતો સાંભળી હતી. તેમજ તેના આધારે એક રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ આગામી દિવસોમાં કોંગ્રેસ હાઈકમાન્ડને સોંપવામાં આવશે.

રાજકોટ જિલ્લા પંચાયતમાં 36 સભ્યો પૈકી 34 કોંગ્રેસના અને 2 ભાજપના સભ્યો હતા. જેમાંથી હાલ માત્ર 22 સભ્યો જ કોંગ્રેસમાં છે. અન્ય સભ્યોએ કોંગ્રસનો સાથ છોડીને ભાજપમાં જોડાયા છે. છ સભ્યો અઠી વર્ષ પૂર્ણ થતા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી વખતે કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરીને ભાજપમાં જોડાયા હતા. જયારે અન્ય છ સભ્યો તાજેતરમાં જ ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપમાં જોડાતા હતા. જેના પરિણામે કોંગ્રેસ હાઈકમાન્ડે ડેમેજ કન્ટ્રોલની કવાયત આરંભી છે.

ગુજરાત વિધાનસભાની જસદણ બેઠક ઉપર આગામી દિવસોમાં પેટા ચૂંટણી યોજાવાની છે. ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા પંચાયતના છ સભ્યો કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. જેથી કોંગ્રેસ દ્વારા ડેમજ કન્ટ્રોલ માટે કવાયત શરૂ કરી છે.[:]