[:gj] રાજ્યની બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટમાં પ્રાથમિક તબકકે દસ જજીસ ની નિમણુક [:]

[:gj]અમદાવાદ તા. ૧૬
ગુજરાતમાં છેલ્લા ૮ મહિના કરતા વધુ સમય થી કુલ ૧૮ બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટમાંથી ફક્ત એક જ નોમિનિઝ કોર્ટ કાર્યરત છે અને બાકીની ૧૭ જગ્યાઓ ખાલી છે. તો, ગુજરાત સ્ટેટ કો. ટ્રીબ્યુનલમાં પણ બે મેમ્બર્સની જગ્યાઓ ખાલી છે. જજોની નિમણુંક અભાવે બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટોમાં હજારોની સંખ્યામાં કરોડો રૂપિયાના દાવાઓ અટવાય છે તો મંડળીઓ, સહકારી સંઘો, બેંકો,હાઉસિંગ સોસાયટીઝ અને સભાસદોને પારાવાર નુકશાન થઈ રહ્યું છે. વકીલો ની સાથે સાથે પક્ષકારો બહુ ભયંકર કફોડી હાલતમાં ભોગવી રહ્યા છે. પ્રજાજનો ન્યાયથી વંચિત રહ્યાછે ત્યારે ગુજરાત કો.ઓ બાર એસોસિયેશન તાજેતરમાં જ જ પડેલી રાજ્યવ્યાપી હડતાળ આખરે રંગ લાવી છે. રાજ્ય સરકાર ઘ્વારા આ સમગ્ર વિવાદમાં હવે દસ જેટલા જજિસની નિમણુંક કરીને જિલ્લાઓમાં વધારાનો હવાલો આપી કોર્ટની કામગીરી ચાલુ થાય તે પ્રકાર નું આયોજન હાલ પૂરતું કરાયું છે. જ્યારે બાકીની જગ્યાઓ અંગે સરકાર આગામી દિવસોમાં નિર્ણય લેશે

બોર્ડ ઓફ નોમિનિઝ અને ટ્રીબ્યુનલ જાજીસની ખાલી જગ્યાઓ મુદ્દે ગુજરાત કો.ઓ બાર એસોસિએશનની તાજેતરની હડતાળના દિવસે જ રાજ્યના સહકાર સચિવ મનીષ ભારદ્વાજ, ગુજરાત બાર એસોસિયેશન ના પ્રમુખ એચ.આર શાહ સેક્રેટરી આઈ.કે જાડેજા, ધીરાજભાઈ ઠક્કર.પી આઈ પટેલ, અજિત ગઠવી, એચ.બી ત્રાડા, કે.બી પટેલ, વીરેન્દ્ર પાસી, વી.સી રાવલ, નીરવ મોદી સહિત ના પ્રતિનિધિ મંડળને બોલાવીને તેમની રજૂઆત સાંભળી હતી અને બે સપ્તાહમાં જાજીસ નિમણૂક કરવાની હૈયાધારણ આપી હતી.જેના અનુસંધાન માં આખરે રાજ્ય સરકારે જજીસ ના નામો મગાવ્યા હતા અને તેના પાર વિચારણા બાદ આજે પ્રાથમિક તબક્કે 10 જેટલા જજીસ ની નિમણુંક કરી ને સમગ્ર વિવાદને ખાળવાનો પ્રયાસ કર્યો છે. 11 ઓક્ટોબર ના રોજ બહુ સજ્જડ અને જડબેસલાક રાજ્યવ્યાપી હડતાળ પાડવામાં આવી હતી. જજીસની નિમણુંક કરવા બદલ ગુજરાત કો.ઓ બાર એસોસિએશન ના પ્રમુખ એચ.આર.શાહ, ધીરાજભાઈ ઠક્કર સહિત ના અગ્રણીઓએ ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.

[:]