[:gj]લઘુમતી શાળાઓ કાયદાને ગણકારતી નથી [:]

[:gj]રાજયની 300 લઘુમતી સ્કૂલોએ 1 હજારથી વધુ વિદ્યાર્થીઓને આરટીઇ પ્રવેશ આપવાનો ઈન્કાર કર્યો હતો. જેથી શિક્ષણ વિભાગે આ તમામ સ્કૂલો પાસે લઘુમતી અંગેના પ્રમાણપત્રો મંગાવ્યા હતા. જે પ્રમાણપત્ર શંકાશીલ હોય અથવા તો ના હોય તેવી 178 સ્કૂલોને અલગ તારવવામાં આવી હતી અને આ સ્કૂલોમાં 25 ટકા પ્રમાણ પ્રવેશ આપવાની જોગવાઈ પણ કરી હતી. બાદમા આ સ્કૂલ પૈકી 35 સ્કૂલોએ લઘુમતીના પ્રમાણપત્રો રજૂ કર્યા હતા. પરતુ 143 સ્કૂલોએ હજૂ સુધી પ્રમાણપત્રો રજૂ કર્યા નથી. જોકે આ સ્કૂલો હાઈકોર્ટમાં ગઇ હતી જયાં સરકારની જીત થઇ હતી. હાલમાં મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે જે સ્કૂલ પાસે લઘુમતીનું સર્ટી. નથી તેમાં આરટીઈની બેઠકો રિઝર્વ મુકાઈ છે. આરટીઈ કાયદા અંતર્ગત ચાલુ વર્ષે રાજયમાં 1.17 લાખ જેટલી બેઠકો ગરીબ અને મધ્યમવર્ગના બાળકો માટે અનામત છે.
રાઈટ ટુ એજયુકેશન એક્ટ હેઠળ ખાનગી સ્કૂલોમાં 25 ટકા પ્રમાણે ગરીબ બાળકોને પ્રવેશ આપવાોન હોય છે. પરતુ રાજયની લઘુમતી સ્કૂલો દ્વારા આ કાયદાનો અનાદર કરવામાં આવ્યો છે. હાલમાં 143 લઘુમતી સ્કૂલો સુપ્રીમમાં ગયેલી છે. જેથી શિક્ષણ વિભાગે એવી કરી છે કે જે વિદ્યાર્થીઓએ લઘુમતી સ્કૂલોમાં પ્રવેશ પસંદગી કરેલ છે. તેવા વિદ્યાર્થીઓનો પ્રવેશ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધીન રહેશે.[:]