[:gj]વડાપ્રધાને ઉદઘાટન કર્યા બાદ એસવીપી હોસ્પિટલ નિષ્ફળ, કાવાદાવા શરૂં [:]

[:gj]વી.એસ.હોસ્પિટલનાં દાતા ટ્રસ્ટીઓને કાયમ માટે દૂર કરી દેવા માટે. મડિકલમાં ફંડ મળી રહે તથા જંગી ચૂંટણીફંડ પ્રાપ્ત થાય તેવા હેતુથી શહેરીજનોનાં નામે અમપાએ રૂ.750 કરોડનાં ખર્ચે 18 માળની અતિઆધુનિક હોસ્પિટલ બનાવી દીધી છે. જાન્યુઆરી 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યા બાદ ભાજપના સત્તાધિશો ગરીબ વિરોધી એક પછી એક નિર્ણયો લઈ રહ્યાં છે.

મોદીએ ઉદઘાટન કર્યા પછી લોકો એવીપી હોસ્પિટલમાં આવતાં ન હોવાથી પ્રોજેક્ટ સદંતર નિષ્ફળ જાય તેમ હતો તેથી ભાજપના મેયર બિજલ પટેલે લોકહિતની વિરૃદ્ધ જઈને વીએસ હોસ્પિટલ બંધ કરવાનું શરૂ કરીને દર્દીઓને નવી હોસ્પિટલ તરફ ખેંચી લાવવા માટે પ્રજા વિરોધી નિર્ણયો લીધા હતા.

જે રીતે બીઆરટીએસ શરૂઆતમાં નિષ્ફળ હતી. તેમાં પેશેન્જર કોઈ બેસતું ન હતું. પરંતું બીઆરટીએસ આસપાસના એએમટડીએસ રૂટ બંધ કરી દઈને તેના પેશેન્જરોને બીઆરટીએસમાં બેસવા માટે ફરજ પાડવામાં આવી હતી. એવું જ દર્દીઓ માચે વીએસ હોસ્પિટલ અને સરદાર પટેલ હોસ્પિટલમાં થઈ રહ્યું છે. ભાજપના નેતાઓની આ નફ્ફટાઈ માનવામાં આવી રહી છે.

આજદિન સુધી નવી એવીપી  હોસ્પિટલ સો ટકા કાર્યરત થઇ શકી નથી. આધુનિક હોસ્પિટલનાં સંચાલન માટે ખાનગીકરણ કરી દેવાયું છે. મોટા ભાગની મેડિકલ સેવાઓ ખાનગી કરી દેવામાં આવી છે.

ખાનગી એજન્સીઓ પોતાની કમાણી વધારવા માટે ઓછા પગારથી કર્મચારીઓને રાખી રહી છે. ખાનગી એજન્સી દ્વારા 500 નર્સ સહિતનો સ્ટાફ ભરવા માટે જાહેરાત આપવામાં આવી હતી. જોતાં એસવીપીમાં પૂરતા પ્રમાણમાં સ્ટાફ નથી. ખાનગી સ્ટાફ રાખવામાં આવી રહ્યો છે.

વી.એસ.માં મેડિકોલીગલ કેસ માટે કોઈ ચાર્જ લેવાતો ન હતો. જયારે એસવીપીમાં તેના માટે રૂ.700 ચાર્જ વસુલ કરવામાં આવી રહયો છે. આ બાબતે એસવીપીનાં સુપ્રિટેન્ડન્ટે એવો ખુલાસો કર્યો હતો કે, મેડિકોલીગલ કેસ માટે અલગ માણસ રાખવામાં આવ્યો છે. જે પોલીસ ટેબલે જાણ કરે છે તેમજ મેડિકોલીગલ કેસનાં સર્ટીફિકેટ કાઢી આપવાનાં અને આ કેસનાં કાગળ 30 વર્ષ સુધી સાચવવા પેટે ચાર્જ વસુલ કરવામાં આવે છે.

મનપાની અને સરકારી હોસ્પિટલમાં આવો કોઇ ચાર્જ વસુલ કરાતો નથી.[:]