[:gj]વન પ્રધાન વસાવડાએ 300 અધિકારીઓને ગેરકાયદે આદિવાસી બનાવી કૌભાંડ[:]

[:gj]https://twitter.com/dmpatel1961

 

મીડિયા અને સરકારે તપાસ કરવી જોઈએ, આ વીડિયો સાંભળો જે હવે થવું જોઈએ જેથી બનાવટી લોકોને આદિજાતિ ઠીકના નામનો જાતિ પત્ર ન મળે.

જે લોકો સર્ટિફિકેટ મેળવવા માટે લોકો પાસેથી પૈસા ઉધાર લઈને પ્રમાણપત્રો ખરીદે છે

પછી સત્ય બહાર આવે છે, પછી તે વ્યક્તિ નાશ પામ્યો છે, ન તો કોઈ નોકર લાગે છે, ન તો તે પૈસા આપવા માટે સક્ષમ છે, તો નિરાશ થઈને ખોટું પગલું ભરે છે.

આ બધા માટે જવાબદાર અધિકારી પણ તે જ છે જે પદ પર બેઠો છે પણ તે પદની ગૌરવ જાળવી શકતો નથી.

જેઓ જાણતા નથી તેઓએ કોઈને ચુકવવું પડે છે, પરંતુ તેમને લાંચ માટે પૈસા જોઈએ છે.

લાંચ આપનારાઓ પણ એટલા જ દોષી છે કારણ કે તેઓ પણ ગેરબંધારણીય રીતે બીજા કોઈના હક છીનવી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અગાઉ શું થયું હતું

વન પ્રધાન ગણપત વસાવાએ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે સોગંદનામું રજૂ કર્યું હતું, તેમાં તેમની કુલ આવક રૃ.1.7 કરોડની સામે ત્રણ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ મળી આવી હતી. તેમની સામે પૂર્વ આઇએએસ અધિકારી જગતસિંહ વસાવાએ આરોપ લગાવ્યો હતો કે પ્રધાન વસાવાની કુલ સંપત્તિ રૃ.77 કરોડથી પણ વધુની થવા જાય છે. જયારે બેનામી સંપત્તિ રૂ.116 કરોડથી વધુની થવા જાય છે. જે અંગે તેમણે કેટલાક પુરાવા જાહેર કર્યા હતા. વસાવાએ ગુજરાતની વડી અદાલતમાં મૂકીને જાહેરહિતની અરજી કરી હતી. જોકે, રાજ્ય સરકારે પોતાના પ્રધાન સામે મિલકતો અંગે તપાસ કરી નથી.તેઓ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેથી આ બાબત અત્યંત ગંભીર બની ગયા છે. ફરિયાદ કરનાર પૂર્વ IAS અધિકારી સામે જ ફરિયાદ કરી દીધી છે.

વકીલાત સામે ફરિયાદ

નિવૃત IAS અધિકારી અને કોંગ્રેસના નેતા જગતસિંહ વસાવાની વકીલની પદવી ખરી છે કે ખોટી તે તપાસવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને આદેશ કર્યો હતો. તેમણે આદિવાસીઓ પાસેથી ફીની મોટી રકમ લીધી હોવાનો આરોપ કલેક્ટર સમક્ષ મૂકવામાં આવ્યો હતો. તેમણે ચાલુ નોકરીએ ગુજરાત યુનિવર્સિટીમાંથી 2002થી 2005માં નિયમિત વિદ્યાર્થી તરીકે પદવી મેળવી હતી. ત્યાર બાદ બાર કાઉન્સિલમાં સભ્યપદ મેળવ્યું હતું.

કલેક્ટરને અરજી કરાઈ

જગતસિંહ સામે એક અરજી થઈ છે જેમાં 2007માં CBI દ્વારા તેમની સામે અપ્રમાણસર મિલકત માટે ફરિયાદ થઈ હતી. તેમણે જ્યારથી ગણપત વસાવા સામે ઝૂંબેશ શરૂ કરી ત્યારથી તેમની સામે અનેક ગુના નોંધવામાં આવ્યા છે. એવી અરજી કલેક્ટરને કરવામાં આવી છે.

વનપ્રધાન અને જગતસિંહ બન્ને એક જ ગામના

જગતસિંહ વસાવા અને રાજ્યના વન અને પ્રવાસન વિભાગના કેબીનેટ મંત્રી ગણપતસિહ વસાવા ઉમરપાડાના ઝરપણ – વાડી ગામના છે. ગુજરાતની વડી અદાલતમાં તેમણે હુકમ મેળવ્યો છે કે ગણપત વસાવા સામે અપ્રમાણસરની મિલકતો છે તેની તપાસ લાંચ રૂશ્વત વિરોધી દળ દ્વારા ગુજરાત સરકાર કરે પણ તેમની સામે કોઈ તપાસ આજ રાજ્ય સરકારે કરી નથી.

જગતસિંહ વસાવાના દાવા મુજબ ગણપત વસાવાની મિલકતો

1– ભરૂચમાં રૂ.69 લાખની કિંમતની જમીન
2– સુરતમાં રૂ.22 લાખની બિનખેતીની જમીન
3– ભરૂચમાં પત્નીના નામે રૂ.79 લાખની જમીન
4– સુરતમાં રૂ.2 કરોડનો ફ્લેટ
5– અંકલેશ્વર GIDCમાં રૂ.6 કરોડનો બંગલો
7– સુરતના કલામંદિર જ્વેલર્સમાં રૂ.10 કરોડની ભાગીદારી
8– કોસંબામાં પત્નીની નામે રૂ.50 કરોડની ભાગીદારીની જ્વેલર્સની દુકાન
9– તક્ષશીલા ઇન્ટરનેશનલ સ્કૂલમાં રૂ.2 કરોડનું રોકાણ
10– નાનસિંહ વસાવા નામના શિક્ષક દ્વારા રૂ.1 કરોડનું રોકાણ
11– સાપુતારાની આકાર લોર્ડ્ઝ ઈનમાં રૂ.2 કરોડનું રોકાણ
12-પ્રધાનની સામાન્ય આવક છતાં રૂ.193 કરોડ ક્યાંથી આવ્યા ?

ધારાસભ્ય બન્યા પછી સંપત્તિ વધી ગઇ

જગતસિંહનો આરોપ છે કે, ‘ગણપતસિંહ એક સામાન્ય પરિવારમાંથી આવ્યા હતા અને ધારાસભ્ય બન્યા બાદ તેમની સંપત્તિ વધી છે. તેઓ રૂ.77 કરોડની સંપત્તિ અને રૂ.116 કરોડની બેનામી સંપત્તિ ધરાવતા હોવાના મારી પાસે દસ્તાવેજી પુરાવા છે. તેમની પાસે રૂ.16.44 લાખની તો કાર જ છે, પણ તેમણે એફિડેવિટમાં તેનો ઉલ્લેખ કર્યો નહોતો. તેમના પુત્ર પ્રદ્યુમન જમીનના માલિક છે, પણ તેમની આવક બતાવાઈ નથી. 2014માં ગણપત વસાવાની આવક રૂ.12 લાખ રૂપિયા હતી અને તે જ વર્ષે તેમણે ભરૂચમાં રૂ.69ની કિંમતમાં ચાર દુકાનો ખરીદી હતી. ડાંગમાં એક હોટેલમાં તેમની કરોડો રૂપિયાની ભાગીદારી છે.

18 બેંક ખાતા

નિવૃત્ત આઈએએસ અધિકારીએ કહ્યું છે કે, ‘ગણપતસિંહના નામે 12 બેંક એકાઉન્ટ છે, જ્યારે તેમનાં પત્નીના નામે 6 બેંક એકાઉન્ટ તથા તેમને ત્રણ ડિપેન્ડેન્ટ છે. મેં આવકવેરા વિભાગને આ વિશે લેખિતમાં જણાવ્યું હતું, પણ હજી સુધી તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મેં એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ ગણપતસિંહ વસાવા, તેમનાં પત્ની અને અન્ય કેટલાક લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી, પણ તેમની સામે કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવી નહિ.’
વડી અદાલતનો આદેશ પણ કોઈ પગલાં ન ભરાયા
ACB, ઇન્મકટેક્સ ડિપાર્ટમેન્ટ સહિતના સત્તાવાળાઓને આદિજાતિ અને મહિલા બાળ વિકાસ તેમ જ વન અને પર્યાવરણ પ્રધાન ગણપત વસાવા, તેમના પત્ની નીલમબહેન, કોસંબા માંગરોળ ખાતે રહેતા રાકેશ રણજીત સોલંકી અને ગાંધીનગરના કનૈયાલાલ ગાંડાલાલ દેસાઇ વિરૂધ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એકટની કલમ13 (ઇ), 13(2) હેઠળ ગુનો દાખલ કરવા અને સમગ્ર મામલામાં ન્યાયિક તપાસ કરવા ઉગ્ર માંગણી કરી હતી. ગુજરાત હાઇકોર્ટે ફરિયાદના મામલે યોગ્ય નિર્ણય લેવા ખુદ ACBના ડાયરેકટરને સ્પષ્ટ હુકમ કર્યો હતો.

1731 કરોડ ક્યાં ગયા

આદિવાસીઓના નામે 83 એનજીઓને રૂ.1731 કરોડ ફાળવાયા હતા, તેનો હિસાબ પણ મંત્રી વસાવા આપી શકયા નથી.

ખાનગી મંદિરમાં ગ્રાન્ટ ફાળવી

ઉમરપાડાના વાડી ગામે બે ખાનગી મંદિર બનાવવા રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા રૂ.8.80 કરોડની સરકારી ગ્રાંટ વાપરતાં ગુજરાત સરકાર કાનૂની અને બંધારણીય રીતે આફતમાં આવી પડી છે. જગતસિંહે આ પ્રતિનિધિ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, 200 લોકોને રૂ.500-500 આપીને વનપ્રધાન ગણપત વસાવા અને તેમના 4 ટેકેદારો દ્વારા દેખાવો કરાવ્યા હતા. ઉમરપાડાના વાડી ગામે શ્રી નિરાંત રામજી મંદિર અને ભાથીજી મંદિરના નિર્માણ માટે રાજ્યના પ્રવાસન વિભાગમાંથી રૂ.8.80 કરોડની ગ્રાન્ટ ફાળવી છે, બંને મંદિરનું કામ ચાલી રહ્યું છે. ૩ હજાર લોકોની વસ્તી ધરાવતા વાડી ગામે નીતિ નિયમ વિરુદ્ધ ગ્રાન્ટ ફાળવી છે. આ મંદિર કોઈ પ્રવાસન ધામ નથી ખાનગી મંદિર છે.

અરજી પરત ખેંચવા દબાણ
જગતસિંહએ કહ્યું હતું કે મેં વડી અદાલતમાં ફરિયાદ કરી છે. હું ખોટો હોઈશ તો વડી અદાલત મને ઠપકો આપશે. કેબીનેટ મંત્રી સામે અવાજ ઉઠાવ્યો એટલે મારો વિરોધ એ લોકો કરી રહ્યા છે. દેખાવો કરનારા લોકોએ કેબીનેટ વન પ્રધાન અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ગણપત વસાવા પાસેથી ફાયદો ઉઠાવ્યો હતો તેઓ જ દેખાવો કરવામાં હતા. મારો સામાજિક બહિષ્કાર એક પ્રધાન કરી રહ્યાં છે. પુતળું સળગાવી વિરોધ કર્યો એ મારો વિરોધ નથી, આદિવાસી સમાજનો વિરોધ છે. શા માટે મારા પર દબાણ લાવી અરજી પછી ખેંચવા વન પ્રધાન દબાણ કરી રહ્યા છે.[:]