રાજકોટ જિલ્લાના ઉપલેટા પાસેના ભાયાવદર નગરપાલિકામાં ભાજપના હોદ્દેદારોએ સીસીટીવી, વાઈફાઈ, રોડ બનાવવામાં ભાજપની પુર્વ નગરપાલિકાના પ્રમુખ અતુલ વાછાણી તથા વી. સી. વેગડા કરેલાં ભ્રષ્ટાચાર સામે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ એક વર્ષથી આંદોલન કરી રહ્યા છે. તેમણે સરકારમાં ભ્રષ્ટાચારના પૂરાવા આપ્યા હોવા છતાં કોઈ પગલાં ન લેવાતાં આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. ભાજપના નેતાઓના ભ્રષ્ટાચારની વાત સાંભળીને મહિલાઓ પણ ઉપવાસના સ્થાને દોડી આવી હતી અને થાળી વેલણ વગાડીને ભાજપના નેતાઓને ઢંઢોળ્યા હતા કે, હવે તો ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લો.
ભાયાવદર નગરપાલિકામાં ગઈ ટર્મમાં ભાજપને સત્તા લોકોએ આપી હતી. પણ ભ્રષ્ટાચાર થયો હોવાથી લોકોએ ચૂંટણીમાં તેની સામે મતદાન કરીને કોંગ્રેસને બહુમતી અપાવી હતી.
કોંગ્રેસ સત્તા પર આવતાં જ અગાઉ જે ભ્રષ્ટાચાર થયો તેની તપાસ કરીને પગલાં લેવાની માંગણી કરી હતી. કમિશનરને ભ્રષ્ટાચારના પૂરાવા આપ્યા હતા. ઓડિટ અહેવાલમાં પણ કહેવાયું છે કે, ભ્રષ્ટાચાર થયો છે. તેમ છતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોઈ પગલાં લીધા નથી. તેથી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
શું છે ભ્રષ્ટાચાર
ભાયાવદર શહેરમાંથી પસાર થતાં રાજ્ય ધોરી માર્ગની જવાબદારી રાજ્ય સરકારની છે તેમ છતાં તેની પાછળ નગરપાલિકાએ ખર્ચ કર્યું હોવાનું બતાવવામાં આવ્યું છે. રસ્તો નગરપાલિકાએ બનાવ્યો ન હોવા છતાં બિલ બની ગયા છે. શહેરમાં વાઈફાઈ લગાવવામાં આવ્યા છે. તેની કિંમત ઊંચી છે. વળી, સીસીટીવી કેમેરા લગાવાયા છે તેનો ભાવ ઘણો ઊંચો રખાયો છે. આમ આ કામોમાં રૂ.2થી 2.50 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નયન જીવાણી અને ઉપપ્રમુખ બાધાભાઈ ખાંભલાનો આરોપ છે.
ભાજપ-કોંગ્રેસના આગેવાનો દ્વારા પત્રિકા યુદ્ધ પણ શરૂ થયું છે.
સાંજે 6થી 7 સુધી સરકારની આંખ ખોલવા માટે થાળી-વેલણ વગાડવામાં આવ્યા હતા. છતાં કોઇ નિર્ણય ન લેવાય તો ગામના વેપારીઓને સમર્થન મેળવીને અચોકકસ મુ઼દત સુધી ગામ બંધ રાખવાનો નિર્ણય કરવાનું નક્કી કરાશે.

English





You must be logged in to post a comment.