[:gj]વાયબ્રંટ ગુજરાતના તમામ અહેવાલો [:]

[:gj]નયા ભારતનું શમણું સાકાર કરવાની નેમ સાથે પ્રધાન મંત્રી   આજે

ગાંધીનગરમાં નવમી વાયબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ સમિટનો શુભારંભ કર્યો હતો. પ્રધાન મંત્રી

સમિટનો શુભારંભ કરતાં કહ્યું કે, વાયબ્રન્‍ટ ગુજરાત સમિટ હવે સાચા અર્થમાં વૈશ્વિક

ફોરમમાં પરિવર્તિત થઇ ગઇ છે. આ સમિટ પરિણામદાયી, ફળદાયી અને આનંદદાયી બની રહે એવી

શુભકામનાઓ સાથે તેમણે કહ્યું કે, ભારતની હવામાં જ પરિવર્તનની અનુભૂતિ થાય છે. અહીં ઓછા શાસન

અને મહત્‍તમ સંચાલન (મીનીમમ ગવર્નમેન્‍ટ મેકસીમમ ગવર્નન્‍સ)માં અમે માનીએ છીએ. તેમણે કહ્યું કે,

ગવર્નમેન્‍ટ એટલે રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્‍સફોર્મ અને પુનઃપરફોર્મ. ભારત આજે સૌથી વધુ તેજ ગતિએ

વિકાસ પામતા અર્થતંત્રનો દેશ બન્‍યું છે. ભારતના વિકાસની દિશા વધુ સ્‍પષ્‍ટ અને ગતિ વધુ તીવ્ર બની

છે. તેમણે કહ્યું કે, વિશ્વના વિવિધ દેશોના વડાઓ અને નીતિ નિર્ધારકોની ઉપસ્‍થિતિથી ગર્વની અનુભૂતિ

થાય છે.

ઓસ્‍ટ્રેલિયા, કેનેડા, ચેક રિપબ્‍લિક ડેન્‍માર્ક, ફ્રાન્‍સ, જાપાન, મોરોક્કો, નોર્વે, પેલેન્‍ડ, સાઉથ

આફ્રિકા, સાઉથ કોરિયા, થાઇલેન્‍ડ, નેધરલેન્‍ડ, યુ.એ.અઇ. અને ઉઝબેકીસ્‍તાન. આ ૧૫ પાર્ટનર દેશોના

વડા અને ૧૧ પાર્ટનર સંગઠનો પ્રતિ આભારની લાગણી વ્‍યકત કરતાં પ્રધાન મંત્રી

જણાવ્‍યું હતું કે, દ્વિપક્ષીય સહકારની ભાવના સાથે યોજાતી આવી આંતરરાષ્‍ટ્રીય સમિટ હવે માત્ર રાષ્‍ટ્રની

રાજધાની પુરતા મર્યાદિત રહ્યા નથી, તેનો લાભ રાજ્યોને પણ મળી રહ્યો છે. ભારતના ૮ રાજ્યો આ

સમિટમાં સહભાગી થઇને પોતાના રાજ્યોમાં પણ વેપાર-વાણિજ્યની સંભાવના વધે તે હેતુથી આ ફોરમનો

ઉપયોગ કરી રહ્યા છે. ભારત વ્‍યાપાર-વિકાસ માટે આ પૂર્વે કયારેય નો’તું એટલું સજ્જ અને સુસજ્જ છે

એમ તેમણે ઉમેર્યું હતું.

પ્રધાન મંત્રી   વાયબ્રન્‍ટ સમિટની નવમી શ્રૃંખલાને પૂર્ણરૂપે વૈશ્વિક સમીટ

ગણાવી જણાવ્‍યું હતું કે, આ સમિટ માત્ર ગુજરાતની જ નહીં ભારત દેશ માટે ‘‘ટ્રાન્‍સફોર્મેશન જર્ની’’ છે. આ

સમિટ માત્ર ભારતીયો માટે જ નહીં વિશ્વ સમુદાયના વિકાસનું ચિંતન છે એટલે જ અમારી સાથે આ

સમિટમાં ૧૫ જેટલા પાર્ટનર કન્‍ટ્રીઝ અને ૧૧ જેટલા વિશ્વભરના પાર્ટનર ઓર્ગેનાઇઝેશન જોડાયા છે.

તેમણે આ સમિટ ઉદ્યોગ સાહસિકોમાં વિશ્વાસ નિર્માણનું અને સરકારી તંત્રમાં ક્ષમતા નિર્માણનું માધ્‍યમ

બની રહી હોવાનું જણાવ્‍યું હતું.

ભારત જેવા વિકાસશીલ દેશો માટે વિકાસ પ્રક્રિયા સામેના પડકારોને જાણવા જરૂરી હોવાનું જણાવતા

પ્રધાન મંત્રી   ઉર્દવ પડકારોમાં પ્રાદેશિક વિકાસ, વંચિતોનો વિકાસ જેવી સમસ્‍યા

અને સમક્ષિતિજ પડકારોમાં ગુણવત્‍તાલક્ષી જીવન, સેવા ક્ષેત્ર, આંતરમાળખાકીય સુવિધાનો સમાવેશ થાય

છે. તેમણે એમ પણ જણાવ્‍યું હતું કે, આ પડકારોનો ઉકેલ વિકાસ સાથે જોડાયેલો છે એટલે જ દેશની સિદ્ધિ

સીધી માનવ વિકાસને જ સ્‍પર્શે છે.

ભારત દેશ હવે વેપાર-ઉદ્યોગ માટે પહેલાં ન હતો એટલેા સક્ષમ દેશ બન્‍યો છે, વિશ્વ બેન્‍કના ઇઝ

ઓફ ડુઇંગ બિઝનેસના માપદંડોમાં ભારતે ૬૫ ક્રમનો કૂદકો લગાવી પ્રગતિ કરી છે. આપણે વિશ્વના પ્રથમ

પંદર દેશમાં પહોંચવા સખત પુરૂષાર્થ કરવાનો છે. દેશભરમાં જીએસટીના માધ્‍યમથી સમાન કરવેરા, વેરા

સરળીકરણ અને ડીજીલાઇઝેશનને કારણે ૯૦ ટકા મંજૂરીઓ સ્‍વયંસંચાલિત થઇ ગઇ છે. વેપાર પ્રક્રિયા

સરળ અને ઝડપી બની છે.

વૈશ્વિક સમુદાય હવે ભારત તરફ નજર માંડી રહ્યો છે તેનો ઉલ્‍લેખ કરતાં   જણાવ્‍યું હતું

કે, ભારતમાં સીધુ વિદેશી મૂડીરોકાણ હાલ ર૬૩ બિલીયન અમેરિકી ડોલર્સે પહોંચ્‍યું છે. એટલું જ નહીં, કેન્‍દ્ર

સરકારના બિઝનેસ ફ્રેન્‍ડલી પ્રયાસોના કારણે જ છેલ્‍લા ૧૮ વર્ષમાં કુલ રોકાણના ૪૫ ટકા વિદેશી

મૂડીરોકાણ આપણે મેળવી શકયા છીએ. સરકારે વિકાસ પ્રક્રિયાને ઇન્‍ફર્મેશન ટેકનોલોજી સાથે જોડી છે જેના

કારણે સરકારના લાભો હવે સીધા લાભાર્થીના બેન્‍ક એકાઉન્‍ટમાં જમા થાય છે. આજે ભારતની વિશ્વના

પ્રથમ દશ એફડીઆઇ ડેસ્‍ટીનેશનમાં ગણતરી થઇ રહી છે.

વિકાસ માટે અમે મેન્‍યુફેકચરીંગ અને માળખાકીય સુવિધાના નિર્માણ ઉપર વધુ મહત્‍વ આપ્‍યું છે

તેનું કારણ દર્શાવતા પ્રધાનમંત્રીએ જણાવ્‍યું હતું કે, મેન્‍યુફેકચરીંગ સેકટર વિશાળ માત્રામાં રોજગારનું

સર્જન કરે છે. જયારે આંતરમાળખાકીય સુવિધાઓના નિર્માણમાં મેઇક ઇન ઇન્‍ડિયા, ડિજીટલ ઇન્‍ડિયા,

સ્‍કીલ ઇન્‍ડિયા જેવા કાર્યક્રમો સહયોગી બની રહ્યા છે. અમારી આ દીર્ઘદ્રષ્‍ટિના કારણે જ ભારત આજે

ગ્‍લોબલ મેન્‍યુફેકચરીંગ હબ બની રહ્યું છે.

અમારો ઔદ્યોગિક વિકાસ કેટલાક માપદંડો પ્રસ્‍થાપિત કરે છે તેમ જણાવી   ભારતની

ઔદ્યોગિક વિચારધારાને વર્ણવતાં જણાવ્‍યું હતું કે, અમે કલીનર એનર્જી અને ગ્રીનર ડેવલપમેન્‍ટ તેમજ

ઝીરો ડિફેકટ, ઝીરો ઇફેકટમાં માનીએ છીએ. જે કલાઇમેંટ ચેન્‍જની આજની સમસ્‍યાનો ઉકેલ છે. ભારતે

વિશ્વ પર્યાવરણની ચિંતા કરી છે એટલે જ પુન:પ્રાપ્‍ત ઊર્જા ઉત્‍પાદન ઉપર વધુ ઝોક આપ્‍યો છે. તેમણે

જણાવ્‍યું હતું કે, ભારત દેશ પુન:પ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પન્‍ન કરનારો વિશ્વનો સૌથી મોટો એવો પાંચમો દેશ છે,

પવન ઊર્જાના ઉત્‍પાદનમાં ચોથો અને સૌથી વધુ સૌર ઊર્જા ઉત્‍પાદનમાં વિશ્વભરમાં પાંચમો દેશ બની

રહ્યો છે. દેશભરમાં રોડ-પોર્ટ-એરપોર્ટ, રેલવે, ટેલિકોમ ડીઝીટલ નેટવર્ક, ઊર્જા ઉત્‍પાદન, સામાજિક વિકાસ,

ઔદ્યોગિક વિકાસ, કૃષિ વિકાસ, માળખાકીય વિકાસથી માંડીને ગુણવત્‍તાલક્ષી જીવન નિર્માણના ક્ષેત્રોમાં

મૂડીરોકાણની અમાપ તકો રહેલી છે. ભારત આજે વીજળીની નિકાસ કરતો દેશ બન્‍યો છે તેનો પણ તેમણે

ઉલ્‍લેખ કર્યો હતો અને જણાવ્‍યું હતું કે, એલઇડી બલ્‍બનો વપરાશ, પુનઃપ્રાપ્‍ય ઊર્જા ઉત્‍પાદનને

પ્રોત્‍સાહનને કારણે આ શકય બન્‍યું છે.

જણાવ્‍યું હતું કે, અમે દેશભરમાં રોડ-રસ્‍તા નિર્માણની ઝડપ બમણી કરી છે. મુખ્‍ય

પાકોનું ઉત્‍પાદન કૃષિ વિકાસને કારણે વધી રહ્યું છે. દેશભરમાં ૯૦ ટકા ગામડાંને રસ્‍તાનું જોડાણ મળી

ગયું છે. ભારતે રેલવે લાઇનના ગેજ પરિવર્તનની ઝડપ બમણી કરી છે. રેલવે ટ્રેકના વીજળીકરણની ઝડપ

બમણી કરી છે. પબ્‍લીક-પ્રાઇવેટ-પાર્ટનરશીપ ધોરણે રસ્‍તા, ઓવરબ્રીજ જેવી માળખાકીય સુવિધાઓનું

નિર્માણ અત્‍યંત ઝડપથી આગળ ધપી રહ્યું છે.

ચારેબાજુ વિકાસ, પ્રત્‍યેક સેકટરમાં બદલવાને કારણે દશેનો કુલ ઘરેલું ઉત્‍પાદનનો વૃદ્ધિ દર

સરેરાશ ૭.૩ ટકા રહ્યો છે જે ૧૯૯૧થી કોઇપણ સરકારના કાર્યકાળ કરતાં વધુ છે. એ જ રીતે વર્ષ ૧૯૯૧થી

અત્‍યાર સુધીમાં ૪.૬ ટકા જેટલો નીચો સરેરાશ ફુગાવાનો દર રહ્યો છે. ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન

નૂતન ભારતના નિર્માણની દિશામાં અનેકવિધ કાર્યો થઇ રહ્યા છે તેની વાત કરતાં પ્રધાન મંત્રીએ

જણાવ્‍યું હતું કે, ભારત હવે ‘‘ મોડર્ન અને કોમ્‍પીટીટીવ’’ બન્‍યું છે. દેશમાં મેડિકલ સર્વિસ એશ્‍યોરન્‍સ

સ્‍કીમ –આયુષ્‍યમાન ભારતનો ૫૦ કરોડ લોકો લાભ લઇ રહ્યા છે. તબીબી સુવિધા, તબીબી સાધનોનું

ઉત્‍પાદન, હેલ્‍થકેર દેશના ૧૫ શહેરો મેટ્રો રોલનું નિર્માણ કરી રહ્યા છે, દેશભરમાં પાંચ કરોડ એફોર્ટેબલ

હાઉસનું નિર્માણ થઇ રહ્યું છે. દરેક ક્ષેત્રમાં અવિરત વિકાસ થઇ રહ્યો છે ત્‍યારે ભારત દેશમાં વિકાસની

અમાપ તકો છે. અમે રોકાણકારોના રોકાણને વ્‍યર્થ નહીં જવા દઇએ, એવું ભારપૂર્વક જણાવતાં પ્રધાન

મંત્રીએ ભારતની મજબૂત ઘરેલું વહીવટી પ્રણાલી, માનવીય મૂલ્‍યો અને સબળ ન્‍યાય પ્રણાલીનો પણ

ઉલ્‍લેખ કર્યો હતો.

વૈશ્વિક રોકાણકારોને સતત વિકાસ દ્વારા બદલાવ માટે સજ્જ થતાં ‘‘નયા ભારત’’ના નિર્માણમાં

સહયોગી થવા અપીલ કરતાં પ્રધાન મંત્રીએ જણાવ્‍યું હતું કે, તમે ભારતમાં આવો તમે લંબાવેલા રોકાણ

માટેના હાથને સાથ આપવા ભારત હંમેશા તૈયાર છે.

મુખ્ય મંત્રી   વાયબ્રન્ટ સમિટની ૯મી કડીમાં સૌને આવકારતાં કહ્યું હતું કે,

વાયબ્રન્ટ સમિટમાં વિવિધ રાષ્ટ્રોની વિશાળ ઉપસ્થિતિ વિશ્વના દેશોનો ગુજરાત અને ભારતના વિકાસમાં

રહેલો વિશ્વાસ પ્રતિપાદિત કરે છે.

વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન   ર૦૦૩માં શરૂ

કરેલી વાયબ્રન્ટની આ શ્રૃંખલા આજે ૯મા તબક્કામાં માત્ર વેપાર-ઉદ્યોગ-વણજ માટે જ નહીં પરંતુ સોશિયલ

સેકટર સહિત કલ્ચરલ એકસચેંજ અને પીપલ ટૂપીયલ કનેકટ થવાનું ગ્લોબલ પ્લેટફોર્મ બની ગઇ છે.

મુખ્ય મંત્રીએ આ સમિટને ફ્યુઝન ઓફ બિઝનેસ વીથ કલ્ચસર ગણાવતાં સ્‍પષ્‍ટપણે જણાવ્યું કે,

‘ગુજરાત ઇઝ નોટ અ ગર્વમેન્ટ, બટ વી આર કેટલિસ્ટ ફોર સકસેસ’. વિશ્વના આ સમીટમાં સહભાગી રાષ્ટ્રો

અને રાજ્યો માટે વિશ્વ વિકાસના આપસી આદાન-પ્રદાન અવસરો તલાશવાનું ગુજરાત સક્ષમ માધ્યમ બની

ઉભરી આવ્યું છે.

તેમણે આ સમિટમાં સહભાગી સૌ રાષ્ટ્રોના વડાઓ અને ડેલિગેશન્સને સમિટ તેમના માટે સફળતાનો

પથ બને તેવી શુભેચ્છાઓ પાઠવી આવકાર્યા હતા.

વાયબ્રન્‍ટ સમિટની ૯મી કડીમાં ઉપસ્‍થિત મહાનુભાવો

……………

 પ્રેસિડેન્‍ટ ઓફ રિપબ્લીક ઓફ ઉઝબેકિસ્‍તાન

 પ્રાઇમ મિનિસ્‍ટર ઓફ ડેન્‍માર્ક

 પ્રાઇમ મિનિસ્‍ટર ઓફ ચેક રિપબ્‍લિક

 પ્રાઇમ મિનિસ્‍ટર ઓફ માલ્‍ટા

 પ્રાઇમ મિનિસ્‍ટર ઓફ ચેક

 ગર્વનર ઓફ ન્‍યૂ સાઉથ વેલ્‍સ એન્‍ડ ગર્વનર ડેઝીગ્‍નેટ ઓફ ધ કોમનવેલ્‍થ ઓફ ઓસ્‍ટ્રેલિયા

 સ્‍ટેટ મિનિસ્‍ટર ઓફ ઇકોનોમી, ટ્રેડ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રી જાપાન

 મિનિસ્‍ટર ઓફ સ્‍ટેટ ફોર ફોરેન અર્ફેસ એન્‍ડ ઇન્‍ટરનેશનલ કો-ઓપરેશન રવાન્‍ડા

 મિનિસ્‍ટર ઓફ ઇન્‍ડસ્‍ટ્રી, ટ્રેડ એન્‍ડ એસ.એમ.ઇ. નામિમ્‍બિયા

 સેક્રેટરી ઓફ સ્‍ટેટ ફોર ટેક્ષેશન એન્‍ડ કસ્‍ટમ્‍સ, નેધરલેન્‍ડ

 મિનિસ્‍ટર ઓફ સ્‍ટેટ ફોર કલાયમેંટ ચેન્‍જ એન્‍ડ એન્‍વાયરમેન્‍ટ, યુ.એ.ઇ.

 સી.ઇ.ઓ. એન્‍ડ પ્રેસિડેન્‍ટ ઓફ કોન્‍ટ્રા

 મિનિસ્‍ટર ફોર ઇન્‍ડસ્‍ટ્રીઝ, ઇન્‍વેસ્‍ટમેન્‍ટ એન્‍ડ ટ્રેડ, મોરક્કો

 ડેપ્‍યુટી મિનિસ્‍ટર ઓફ થાઇલેન્‍ડ

 ડેપ્‍યુટી મિનિસ્‍ટર ઓફ ઇકોનોમી અઝર બૈજાન

વન ટુ વન બેઠકમાં મુખ્યમંત્રીને મળતું

જહોન ચેમ્બર્સના નેતૃત્વ હેઠળનુ પ્રતિનિધિ મંડળ

……………

મુખ્ય મંત્રી  એ વાયબ્રન્ટ સમીટ – ૨૦૧૯ના પ્રારંભ બાદ બીજા

સત્રમાં વિવિધ રાષ્ટ્રોના પ્રતિનિધિ મંડળો સાથે વન ટુ વન બેઠકોનો દોર શરૂ કર્યો હતો.

મુખ્યમંત્રીને આ કડીમાં યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ અંતર્ગત ચેરમેન જહોન

ચેમ્બર્સના નેતૃત્વ હેઠળનુ પ્રતિનિધિ મંડળ મળ્યું હતું.

આ પ્રતિનિધિ મંડળને કહ્યું કે, આ વાયબ્રન્ટ સમીટનો

મુખ્ય આશય રોજગારીના નવતર અવસરો ઉભા કરવાનો છે. વર્તમાન સમયમાં જોબ

ક્રિએશન સાથે સ્કીલ ડેવલપમેન્ટ પણ અત્યંત મહત્વનું પરિબળ છે ત્યારે આ ફૉરમના

માધ્યમથી ગુજરાતમાં ઉદ્યોગ વેપાર અને સ્કીલ ડેવલપમેન્ટના ક્ષેત્રોમાં સાથે મળીને કામ

કરવાની વ્યાપક તકો નિર્માણ થશે એમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું

કે, ગુજરાત આ સમિટમાં સહભાગી સૌ માટે એજન્ટ બની વિકાસના વૈશ્વિક અવસરનું એક

સબળ માધ્યમ પણ છે.

થાઇલેન્ડના ડેપ્યુટી મિનિસ્ટર ઓફ કોમર્સની

મુખ્યમંત્રી સાથે યોજાયેલી વન ટુ વન બેઠક

……………

મુખ્ય મંત્રી  સાથે થાઇલેન્ડના ડેપ્યુટી મિનિસ્ટર ઓફ કોમર્સની

યોજાયેલી વન ટુ વન બેઠકમાં તેમણે થાઇલેન્ડને પ્રથમ વાર વાયબ્રન્ટમાં પાર્ટનર કન્ટ્રી

બનવા માટે આભાર વ્યકત કર્યો હતો. તેમણે કહ્યું કે, થાઇલેન્ડ અને ગુજરાત વિશાળ

દરિયા કિનારાની સમાનતા સાથે બેન્ને પ્રદેશો સમુદ્ર તટ ઉપર મહાનગર પણ ધરાવે છે તે

સુયોગ છે.

મુખ્યમંત્રીએ પ્રવાસન પ્રવૃતિની થાઇલેન્ડની તજજ્ઞતાનો લાભ ગુજરાત પ્રવાસન

વિકાસ માટે મળે તે હેતુસર આ સમિટમાં રોકાણ એમઓયુ થાઇલેન્ડના લોકો કરે તેવી

અપેક્ષા વ્યકત કરી હતી. થાઇલેન્ડ ગુજરાતના મોરબીની સીરામિક ઇન્ડસ્ટ્રી સાથે ટ્રેડિંગ

અને ઈમ્પોર્ટ માટે ઉત્સુક છે તે સંદર્ભમાં મુખ્યમંત્રીએ સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.

ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રીની

મુખ્યમંત્રી સાથે વન ટુ વન બેઠક

……………

મુખ્યમંત્રી  ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી સાથે યોજેલી વન ટુ

વન બેઠકમાં તેમના રાષ્ટ્રની ખ્યાતનામ કમ્પનીઓને ડિફેન્સ પ્રોડક્શન તેમજ વેસ્ટ વોટર

મેનેજમેન્ટના ક્ષેત્રે ગુજરાતમાં રોકાણ કરવા ઇજન પાઠવ્યું હતું. તેમણે કહ્યું કે, ૪૫ ટકા

જેટલું અરબનાઇઝેશન ધરાવતા ગુજરાતમાં વેસ્ટ વોટર મેનેજમેન્ટ આજના સમયની તાતી

આવશ્યકતા બની ગઇ છે ત્યારે ચેકની તજજ્ઞતાનો લાભ મળે તે આવકાર્ય બાબત છે.

ના આ સુઝાવને સમર્થન આપતા ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રીએ પણ

ગુજરાતમાં ડિફેન્સ અને આર એન્ડ ડી સેક્ટરમાં પ્રદાન કરવાની તૈયારી દર્શાવી હતી.

એ આ સાથે સંસ્કૃતિ, કલ્ચર અને વેપારમાં પણ સમ્બન્ધ વિકસેલા છે તેની

યાદ તાજી કરી હતી.

વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત સેમિનારમાં ગ્લોબલ ફાયનાન્સીયલ સેન્ટર્સ ઇન્ડેક્સ જાહેર

વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા નાણાકીય સંસ્થાનમાં ગિફ્ટ સિટીને ત્રીજુ સ્થાન

……………………

ગિફ્ટ સિટી આગામી પાંચથી સાત વર્ષમાં પાંચ ટ્રિલિયન ડોલર્સ સુધીના

નાણાકીય વ્યવહારો સુધી પહોંચવાની ક્ષમતા ભારત ધરાવે છે

……………………

આંતરરાષ્‍ટ્રીય સ્‍તરનું ફાઇનાન્‍સિયલ સેન્‍ટર

રાષ્‍ટ્રના વિકાસમાં મોટી ભૂમિકા ભજવે છે:  ઊર્જા મંત્રી  સૌરભભાઈ પટેલ

……………………

ગિફ્ટ સિટીમાં એક જ રેગ્યુલેટર (નિયંત્રક) હેઠળ લાવવા માટે કેન્દ્ર સરકાર

પ્રયત્નશીલ, ડ્રાફ્ટ બિલ તૈયાર : કેન્દ્રીય નાણા સચિવ સુભાષચંદ્ર ગર્ગ

……………………

ભારતીય નાણાકીય ક્ષેત્રની બુદ્ધિપ્રતિભા વિદેશમાં સ્થાયી થાય છે, એમના માટે

ગિફ્ટ સિટી વધુ સવલતભર્યું અને અનુકુળ છે : કોટક બેંકના એમડી  ઉદય કોટક

……………………

ગુજરાતીઓ પાસે નાણાંકીય બાબતોની આગવી સૂઝબૂઝ છે,

તેનો ગિફટ સિટીને લાભ મળશે: એસબીઆઇના ચેરમેન  રજનીશકુમાર

……………………

આંતરરાષ્ટ્રીય સ્તરે ઉચ્ચસ્તરીય અને સ્પર્ધાત્મક વિશાળ પ્રોજેક્ટ્સની સર્વેક્ષણ અને અભ્યાસ કરતી

લંડન સ્થિત ઝેડયેન નામની સંસ્થાએ જારી કરેલા ગ્લોબલ ફાયનાન્સીયલ સેન્ટર્સ ઇન્ડેક્સમાં ગાંધીનગર

સ્થિત ગિફ્ટ સિટી પ્રોજેક્ટને વિશ્વમાં સૌથી વધુ ઉભરતા નાણાકીય સંસ્થાનો પૈકી ત્રીજો ક્રમ આપ્યો છે.

ભારતના આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારો માટેના સૌથી મહત્વના મંચ તરીકે ગિફ્ટ સિટી તરીકે

ઓળખાવી છે. આગામી પાંચથી સાત વર્ષમાં પાંચ ટ્રિલિયન ડોલર્સ સુધીના નાણાકીય વ્યવહારો સુધી

પહોંચવાની ક્ષમતા ભારત ધરાવે છે ત્યારે, આગામી સમયમાં ગિફ્ટ સિટી નાણાકીય સંસ્થાનોનું મહત્વનું કેન્દ્ર

બનશે.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની નવમી કડીમાં આજે ગિફ્ટ સિટીના બહુઆયામી પ્રોજેક્ટસમાં

રહેલી ઉજ્જવળ તકો અંગે યોજાયેલા ગિફ્ટ આઇએફએસસી – એ ન્યુફાયનાન્સીયલ ગેટ વે ઓફ ઇન્ડિયા

શીર્ષક હેઠળના સેમિનારમાં ઉક્ત રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો.

જેમાં ગિફ્ટ સિટીના મજબૂત પાસાઓ અને પરિબળોને ધ્યાને લેવામાં આવ્યા છે. ભારતની સૌથી વધુ

ઝડપથી વિકસી રહેલી અર્થ વ્યવસ્થા એ આ ગિફ્ટ સિટીના વિકાસમાં ઉદ્દીયપકનું કામ કરે છે. આ ઉપરાંત

અહીં ઉપલબ્ધ કુશળ માનવ સંસાધન, દરિયાપાર દેશોની નાણાકીય સેવાની વધતી જતી માંગ જેવી

મહત્વપૂર્ણ બાબતોને માનક ગણવામાં આવી છે. ઉપરાંત, સ્માર્ટ સિટીતરીકે કાર્યરતએવા ગિફ્ટ સિટીમાં રહેલી

ઉચ્ચ ગુણવત્તાયુક્ત માળખાકીય સુવિધાઓને પણ ધ્યાને લેવામાં આવી છે. આ સંજોગોમાં ભારતના

નાણાકીય પ્રવૃત્તિનું ઉભરતું કેન્દ્ર સ્થાન ગણાવ્યું છે.

ગ્લોબલ ફાયનાન્સીયલ સેન્ટર્સ ઇન્ડેક્સમાં ગિફ્ટસિટીના એરિયા, બિઝનેસ એન્વાયરેમેન્ટ,

હ્યુમનકેપિટલ ફેક્ટર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફાયનાન્સીયલ સેક્ટર ડેવલપમેન્ટ ફેકટર, રેપ્યુટેશન સહિતની બાબતોને

ધ્યાને લેવામાં આવી હતી અને તેના આધારે ગુણાંક આપવામાં આવ્યા હતા. જેમાં ગિફ્ટ સિટીને ત્રીજો ક્રમ

પ્રાપ્ત થયો છે.

ઊર્જા મંત્રી  સૌરભભાઈ પટેલ આ સેમિનારમાં ઉપસ્‍થિત રહ્યા હતા. તેમણે જણાવ્‍યું કે, ગાુજરાત

પહેલું રાજ્ય છે જેણે આવો દૂરંદેશિતાભર્યો ઇનીસેટીવ લઇને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરના સંસ્‍થાનને વ્‍યૂહાત્‍મક

રીતે વિકસાવ્‍યું છે. આવું ફાઇનાન્‍સિયલ સેન્‍ટર રાષ્‍ટ્રના વિકાસમાં મોટી ભૂમિકા ભજવે છે તથા ગ્રોથરેટ

અને સર્વિસ સેકટરને ઊંચા લાવવામાં પણ ઉપયોગી થાય છે. રાજ્ય સરકારે જયારે મોટું મૂડીરોકાણ કરીને-

સાહસ કરીને શ્રેષ્‍ઠ નાણાંકીય કેન્‍દ્ર વિકસાવ્‍યું છે ત્‍યારે મોટા કોર્પોરેટ સેકટર તથા કંપનીઓએ તેનો યોગ્‍ય

લાભ લેવો જોઇએ તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ સેમિનારના મુખ્ય વક્તા અને કેન્દ સરકારના નાણા વિભાગના આર્થિક બાબતોના સચિવ

સુભાષચંદ્ર ગર્ગે જણાવ્યું કે, સ્થાનિક અને જાગતિક નાણાકીય તરલતાને ધ્યાને લઇને સરકાર દ્વારા નાણાકીય

સંસ્થાનો બાબતે નિર્ણય લેવાના થતા હોય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે જે સ્થાનિક બાબતોમાં

અનુકૂળ હોય તેવી બાબતો આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિકૂળ અસર કરતી હોય છે. આા છતાં, ગ્લોબલ ઇક્વિટી

ફંડ, ગ્લોબલ ફાયનાન્સીયલ એસેટને ધ્યાને રાખીને ગિફ્ટ સિટીમાં એક જ રેગ્યુલેટર (નિયંત્રક) હેઠળ લાવવા

માટે કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે.

ગિફ્ટ સિટીને એક જ નિયંત્રક હેઠળ લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખરડાનો મુસદ્દો તૈયાર કરી

દેવામાં આવ્યો છે, તેમ કહેવા  ગર્ગે ઉમેર્યું કે, ટૂંક સમયમાં આ મુસદ્દો સંસદમાં મૂકાશે અને એ પારિત

થતાં ગિફ્ટ સિટીને એક જ નિયંત્રક હેઠળ મૂકવામાં આવશે. આ બિલ ભવિષ્યની ગિફ્ટ જેવી સંસ્થાઓને પણ

આવરી લેવામાં આવી છે.

આઇઆરડીઆઇના ચેરમેન  સુભાષચંદ્ર ખુંટિયાએ ભારતમાં વીમા કંપનીઓ માટે રહેલી તકો વિશે

માહિતી આપતા કહ્યું કે, ભારતની કૂલ ઘરેલું ઉત્પાદન વિશ્વમાં છઠ્ઠા ક્રમે છે. તેની સાપેક્ષે વીમા હેઠળ આવરી

લેવાયેલા લોકોનું પ્રમાણઓછું છે. પણ, કેન્દ્ર સરકારે શરૂ કરેલી ફસલ બીમા યોજના, પ્રધાનમંત્રી મંત્રી જીવન

જ્યોતિ યોજના, પ્રધાનમંત્રી જીવન સુરક્ષા યોજના, આયુષ્યમાન ભારત જેવી યોજનાએ વીમા સેકટરમાં મોટું

રોકાણ લાવ્યું છે. કેન્દ્ર સરકારે જ આ યોજનાઓમાં ૧૧૨ મિલિયન લોકોને વીમા હેઠળ આવરી લીધા છે.

છેલ્લા એક વર્ષમાં વીમાક્ષેત્રનો ખૂબ જ વિકાસ થયો છે. જીવન વીમાનો વિકાસદર ૧૧ ટકા અને

સામાન્યવીમાનો વિકાસ દર ૧૮ ટકા થયો છે. આ આંકડા પરથી ખ્યાલ આવે છે કે વીમાક્ષેત્ર ખૂબ જ

ઝડપથી આગળ વધી રહ્યું છે અને આ ક્ષેત્રમાં રોજગારસર્જન મોટા પ્રમાણમાં કેર છે. ત્યારે, ગિફ્ટ સિટી એક

કોમન ફાયનાન્સીય પ્લેટફોર્મ તરીકે મહત્વનું પરિબળ બની શકે છે.

સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયાના ચેરમેન  રજનીશકુમારે કહ્યું કે, ગિફટ સિટીનું બિલ્‍ડીંગ આઇકોનિક છે.

બાંધકામ અને સુવિધામાં કોઇ પ્રકારની બાંધછોડ કરવામાં આવી નથી. ગુજરાત અને નાણાંકીય બાબતોનો

અદ્દભૂત સમન્‍વય થયો છે. ગુજરાતીઓ પાસે નાણાંકીય બાબતોની આગવી સૂઝબૂઝ છે તેનો પણ

ગિફટસિટીને લાભ મળશે.

કોટક મહિન્દ્રા બેંકના એમડી  ઉદય કોટકે ગિફ્ટ સિટીમાં ચાર ક્ષેત્રનો સારી રીતે વિકાસ થઇ છે,

તેવું પોતાનું મંતવ્ય પ્રસ્તુત કર્યું હતું. તેમણે કહ્યું કે (૧) બેંકિંગ (૨) એક્સચેન્જ અને કેપિટલ (૩) એસેટ

મેનેજમેન્ટ (૪) રિઇન્સ્યુરન્સ આ ચાર ક્ષેત્ર માટે ગિફ્ટ સિટીમાં એકદમ અનુકૂળ વાતાવરણ છે. અમે બેંકિંગ

કામ ગિફ્ટ સિટીમાં શરૂ કરી દીધું છે. અત્યારે શાંઘાઇ, હોન્ગકોંગ જેવા દેશો કરતા આપણું ભારતીય માર્કેટ

એશિયન કે આશિયાન ક્ષેત્રમાં એકદમ ઉત્તમ છે. ભારતીય નાણાકીય ક્ષેત્રની બુદ્ધિપ્રતિભા વિદેશમાં સ્થાયી

થાય છે, એમના માટે ગિફ્ટ સિટી વધુ સવલતભર્યું અને અનુકુળ છે.

હોંગકોંગ જેવું શહેર ચાઇનાને ડેવલપ થઇને મળ્યું છે, જેના વિકાસમાં એક સો વર્ષ કરતા પણ વધુનો

સમય લાગ્યો છે. તેની સામે માત્ર બે વર્ષમાં ગિફ્ટ સિટીનો વિકાસ ખૂબ જ ગતિમાં થયો છે. હવે જ્યારે,

સિંગલ રેગ્યુલેટર આવશે ત્યારે તે એકદમ તેજ ગતિથી કાર્ય કરવા લાગશે. ત્યારે આંતરરાષ્ટ્રી બેંકોને હું

અમારા અનુભવના આધારે ગિફ્ટ સિટીમાં આવવા ઇજન આપું છે.

લંડન સ્થિત ઝેડયેનના યુત માર્ક વેન્ડીએ ગ્લોબલ ફાયનાન્સીયલ સેન્ટર્સ ઇન્ડેક્સનો રિપોર્ટ જાહેર

કરતા ગિફ્ટ સિટીના વ્યવસ્થાપકોને ઝડપથી ડેવલપ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે

વિશ્વભરમાંથી કૂલ ૧૦૦ નાણાકીય કેન્દ્રો પર સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. જે પૈકી ૧૫ સંસ્થાની આખરી

પસંદગી થઇ હતી. જેમાં સૌથી ઝડપથી ઉભરતા નાણાકીય કેન્દ્ર તરીકે ત્રીજા સ્થાને ગિફ્ટ સિટી રહ્યું છે.

ગિફ્ટ સિટીના એમડી  અજય પાંડેએ પ્રારંભે કહ્યું કે ગુજરાત ફાયનાન્સીય ટેકસિટીમાં ૨૦૦થી વધુ

કંપની જોડાઇ ચૂકી છે. ૮ હજારથી વધુ લોકોને રોજગારી મળી છે. ૧૬ મિલિયન સ્ક્વેરફિટ એરિયાની

ફાળવણી થઇ ગઇ છે.

બાદમાં ઓપોર્ચ્યુનિટી ફોર ઇન્ટર કનેક્ટ બિટવીન ગ્લોબલ એક્સચેન્સ તથા બિઝનેસ પોટેન્સીયલ ફોર

બેંકિંગ ઇન આઇએફએસસી વિષય બે ચર્ચા સત્રો યોજાયા હતા. જેમાં દેશવિદેશના તજજ્ઞોએ પોતાના વિચારો

પ્રસ્તુત કર્યા હતા.

આ સેમિનારમાં ગિફ્ટ સિટીના ચેરમેન  સુધીર માંકડ, કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારી ભરત

લાલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ અંતર્ગત

ઉઝબેકિસ્તાનમાં વિવિધ ક્ષેત્રોમાં રોકાણ અંગે યોજાયો કન્ટ્રી સેમિનાર

………

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયેલા કન્ટ્રી

સેમિનારમાં ઉઝબેકિસ્તાનમાં ટેક્સટાઈલ્સ, ફાર્માસ્યૂટિકલ ફોર્ડ, તેમજ આર્થિક, સામાજિક સહિતના વિવિધ

ક્ષેત્રોમાં રોકાણ અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

ઉઝબેકિસ્તાનના સ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ કમિટીના ડેપ્યુટી ચેરમેન  બર્નાસેવ શામીલ રીનાટોવિચે

ઉઝબેકિસ્તાનમાં થઈ રહેલા વિકાસનો રોડમેપ તેમજ થઈ રહેલા ઝડપી વિકાસની માહિતી પૂરી પાડી હતી.

આર્થિક અને સામાજિક સહિત વિવિધ ક્ષેત્રોમાં પણ ઉઝબેકિસ્તાન ઝડપથી વિકાસ કરી રહ્યો છે તેમજ

આરોગ્યલક્ષી સેવાઓમાં પણ નોંધપાત્ર વિકાસ કર્યો છે. ફૂડ ક્ષેત્રમાં પણ ઉઝબેકિસ્તાન ઝડપથી પ્રગતિ કરતા

દેશ તરીકે ઉભરી આવ્યો છે. ઉપરાંત વ્યવસાયિક ક્ષેત્રોમાં પણ વિકાસની વ્યાપક તકો રહેલી છે. જે અંગેની

વિસ્તૃત માહિતી ઉઝબેકિસ્તાનના પ્રતિનિધિઓએ પૂરી પાડી હતી.

કન્ટ્રી સેમિનારનું પ્રાસંગિક પ્રવચન અને આભારવિધિ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ

ઉઝબેકિસ્તાનના મોડરેટર-ચેરમેન  ઈક્રોમોવ અદખામ ઈલ્યહામોવિચે કરી વિવિધ ક્ષેત્રોમાં રોકાણની તકો

વિશે જણાવ્યું હતું.

ડેનમાર્કના પ્રધાનમંત્રી લાર્સ લોકે રાસમ્યુંઝનની મુખ્યમંત્રી સાથે બેઠક

………………….

મુખ્ય મંત્રી  ડેનમાર્કના પ્રધાન મંત્રી લાર્સ લોકે

રાસમ્યુંઝન સાથે યોજેલી બેઠકમાં ડેનમાર્કના રીંન્યુએબલ એનર્જી મરીન અને કોષ્ટલ

ડેવલપમેન્ટની સાથે સાથે સોશિયલ સેક્ટર અને ઇકોનોમિક ડેવલમેન્ટના

સેક્ટરમાંથી નવું શીખવાની અને વિકાસ અવસર માટે ડેનમાર્ક ગુજરાત વચ્ચે

આદાન પ્રદાન ઉપર ભાર મુક્યો હતો.

ગુજરાતમાં ડેનમાર્કની મોટી કંપનીઓ વિન્ડ મિલ સેક્ટરમાં કાર્યરત છે અને

પવન ઉર્જા સહિત રીન્યુએબલ એનર્જીમાં ગુજરાતની વિપુલ સંભાવના રહેલી છે તે

વિષયે પરામર્શ કર્યો હતો. ડેનમાર્ક ડેરી ટેક્નોલોજીમાં પણ અગ્રેસર છે તે સંદર્ભમાં

ગુજરાતના ડેરી ઉદ્યોગને પણ આ તજજ્ઞતાનો લાભ આપવા ડેનમાર્ક પ્રધાન મંત્રીએ

ઉત્સુકતા વ્યકત કરી હતી. ડેનમાર્ક આ વાયબ્રન્ટ સમીટમાં પાર્ટનર કન્ટ્રી છે તે માટે

આભાર વ્યકત કરતા કહ્યું કે જે ડેનમાર્કના ઉદ્યોગ ગુજરાતમાં છે તેમને કોઇ પ્રશ્નો

હોય તો રાજ્ય સરકાર તેના નિવારણ માટે સક્રિયતાથી મદદરૂપ બનવા તત્પર છે.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯

દેશને ‘મેઈક ઈન ઈન્ડિયા’ની ઓળખ કરાવનાર ગુજરાત

મેન્યુફેકચરિંગ-ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં અગ્રેસર

…………………..

રાજય સરકારની ઉદ્યોગ નીતિ દરેક પ્રકારના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરે છે

…………………..

દેશભરને ‘મેઈક ઈન ઈન્ડિયા’ની રાહ ચીંધનાર અને દરેક ક્ષેત્રમાં પાયાથી જ સતત અને સુક્ષ્મ

વિકાસને વળગી રહેનાર ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની નવમી શૃંખલામાં આજે ‘મેઈક ઈન

ઈન્ડિયા’નું વિશેષ સત્ર યોજાયું હતું.

ગુજરાતે પહેલેથી જ મેન્યુફેકચરિંગને પ્રોત્સાહન આપી નવા વિચારો અને નવી નીતિને આવકારી છે.

‘મેઈક ઈન ઈન્ડિયા’ સેમિનાર અંતર્ગત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર અને ઔદ્યોગિક નીતિ

જેવા મુખ્ય સ્તંભો વિશે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. ગુજરાતે છેલ્લાં પાંચ વર્ષોમાં ૧૦ અબજ અમેરિકન

ડોલરનું વિદેશી મૂડી રોકાણ પ્રાપ્ત કરી તેની ઔદ્યોગિક નીતિની પૂરવારતા સાર્થક કરી છે.

નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ઉદઘાટન સત્ર બાદ ઊર્જા મંત્રી  સૌરભભાઈ પટેલના

અધ્યક્ષસ્થાને મેઈક ઈન ઈન્ડિયા વિષય પર મુખ્ય બે સત્રમાં વિભાજિત વિશેષ સેમિનાર યોજાયો હતો. જેમાં

પ્રથમ સત્રમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પર ઊર્જા મંત્રી  સૌરભભાઈ પટેલ, ડિપાર્ટમેન્ટલ ઓફ ઈન્ડસ્ટ્રીયલ

પોલિસી એન્ડ પ્રમોશન (DIPP)ના સચિવ  રમેશ અભિષેક, ઉદ્યોગ કમિશનર  મમતા વર્મા, USISPFના

ચેરમેન  જહોન ચેમ્બર્સ, ગ્રૃપ માર્કેટિંગ કોમ્યુનિકેશન એન્ડ પબ્લિક અફેર્સ વેસ્ટાસ વિન્ડ સિસ્ટમના મોર્ટન

ડારલૉમે ચર્ચામાં ભાગ લીધો હતો.

પ્રથમ સત્રમાં ઊર્જા મંત્રી  સૌરભભાઈ પટેલે જણાવ્યું કે, ગ્લોબલ ઈઝ ઓફ ડુઈંગમાં વર્ષ-૨૦૧૪માં

ભારતનો ક્રમ ૧૪૨મો હતો જે ૬૫ જેટલો આગળ વધીને વર્ષ-૨૦૧૮માં ૭૭મો રહ્યો છે. સમગ્ર દુનિયામાં

ઝડપી વિકાસ સાધનારો દેશ ભારત છે અને ભારતને મેઈક ઈન ઈન્ડિયાનો પરિચય કરાવનાર ગુજરાત છે.

ગુજરાત પાસે ખૂબ વિશાળ દરિયાકિનારો છે જેને ધ્યાને રાખીને ગુજરાતે માઈનર પોર્ટ પોલિસી બનાવી છે.

આ પોલિસી જાહેર કરનાર ગુજરાત પ્રથમ છે. આવતા બે ત્રણ વર્ષમાં નાના બંદરોની સંખ્યામાં વધારો થશે.

ગુજરાતના દરેક શહેરો ફોર લેન અથવા સિક્સ લેનથી જોડાયેલા છે.

રાજકોટ-વડોદરા જેવાં મુખ્ય શહેરોની સાથોસાથ પોરબંદર અને કચ્છ જેવા જિલ્લાઓમાં પણ ફોર

લેન માર્ગ સુવિધા છે. ગુજરાત ૨૪ કલાક વિજળીની સવલત આપે છે. ગુજરાતના ગામો હવે પાવર કટની

સમસ્યા ભૂલી ગયા છે. આમ ઈન્ફાસ્ટ્રકચર પહેલેથી પણ વધુ બહેતર બન્યું છે. ઉદ્યોગો માટે ખૂબ જરૂરી

પાણીની સુવિધા દરેક સ્થળે પ્રાપ્ય છે. સૌરાષ્ટ્રના એવા સ્થળો કે જેવાં નર્મદાના નીર નથી પહોંચ્યા ત્યાં

દરિયાના પાણીને વપરાશ યોગ્ય ક્ષાર રહિત બનાવવાના ડિસીલેશન પ્લાન્ટ સ્થાપાયા છે.

તેઓએ વધુમાં ઉમેર્યું કે, કોઈ પણ ઉદ્યોગને સમક્ષ રીતે કાર્ય કરવા જરૂરી દરેક પરિબળો ગુજરાત

પાસે છે. ગેસ ગ્રીડ કનેકશનમાં ગુજરાતમાં સૌથી વધારે છે. આજે ૧૬ લાખથી વધુ ઘરોમાં ગૃહ વપરાશ ગેસ

પાઈપલાઈન દ્વારા પહોંચાડાય છે. ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર એટલે કે જમીનની ઉપલબ્ધતા વિશે જણાવ્યું કે,

ગુજરાતમા ૧૪ GIDC છે. દહેજ અને ધોલેરા તેના ઉદાહરણ છે. હજુ પણ ગુજરાત પાસે મોટા પ્રમાણમાં

જમીન ઉપલબ્ધ છે.

રમેશ અભિષેકે જણાવ્યું કે, ગુજરાતમાં નવા ઉદ્યોગોને પણ ખૂબ સારો આવકાર મળે છે. જમીન,

કુશળ કારીગરો, ઈલેક્ટ્રીસિટી, સુગમ રસ્તા, રો-મટીરીયલ અને સરકારની ઉદ્યોગ નીતિ બધું જ ધંધો કરવા

માટે યોગ્ય છે. GSTએ યોગ્ય વાતાવરણ આપ્યું છે. છેલ્લાં પાંચ વર્ષમાં પ્રગતિ ખૂબ વધી છે નવી ટેકનોલોજી

અને ઓનલાઈન પ્રકિયાઓથી બિઝનેશ વધુ સરળ બન્યો છે.

આ ચર્ચાની શરૂઆતમાં ઉદ્યોગ કમિશનર  મમતા વર્માએ જણાવ્યું કે, લઘુ ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો કે

મોટા પાયા પર કામ કરતા ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા સરકાર તત્પર છે. આવતા વર્ષોમાં ઉદ્યોગક્ષેત્રે વધુ

રોજગારી ઉભી કરવા માટે રાજય સરકાર સ્કીલ ડેવલોપમેન્ટ કોર્ષ દ્વારા કુશળ લોકો તૈયાર કરવા કાર્યરત છે.

દ્રિતિય સત્રમાં DMICDCના એમ.ડી. અને સી.ઈ.ઓ.  અલ્કેશકુમાર શર્મા, DICDLના એમ.ડી.

જયપ્રકાશ શિવહરે, ઈન્વેસ્ટ ઈન્ડિયાના એમ.ડી. અને સી.ઈ.ઓ.  દિપક બાગલા વગેરેએ પ્રાસંગિક

વકતવ્યો આપ્યાં હતા.

આ સત્રમાં યોજાયેલા પેનલ ડિસ્કશનમાં ઈર્મિશન ઓટોમેશન સોલ્યુશનના ચેરમેન  માઈકલ ટ્રેન,

UNIDO ઈન્ડિયાના રીજીયન રિપ્રેઝન્ટિવ  રેનેવેન બાર્કલ, ઈગરસોલ-રેન્ડ (ઈન્ડિયા) લિ.ના ચેરમેન અને

એમ.ડી.  અમર કૌલએ પોતાના અનુભવો અને પ્રતિભાવો રજૂ કર્યાં હતા. સત્ર ચર્ચાનું સંચાલન KPMG

ઈન્ડિયાના ચેરમેન અને સી.ઈ.ઓ.  અરુણકુમારે કરી હતી.

સેમિનારના દ્રિતિય સત્રમાં ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર્સ, ઈન્ડસ્ટ્રીયલ પાર્કસ અને ઈન્ડસ્ટી વિષય પર

પ્રતિભાવ આપતા નીતિ આયોગના સી.ઈ.ઓ.  અમિતાભ કાંતે જણાવ્યું કે, હવેનો સમય સ્માર્ટ

અર્બનાઈઝેશનનો છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરો તરફ થઈ રહેલા ધસારાને પહોંચી વળવા સુગ્રથિત

શહેરિકરણ આવશ્યક બન્યું છે તે માટે સ્માર્ટ પ્લિનિંગની સાથે સ્માર્ટ ટેકનોલોજીને ઉપયોગ કરી સ્માર્ટ સિટીનું

નિર્માણ કરવામાં આવશે. આવતા પાંચ વર્ષોમાં ગ્રીન ફિલ્ડ અર્બનાઈઝેશનનું નિર્માણ થાય તે દિશામાં

પ્રાયોસો હાથ ધરવામાં આવ્યા હોવાનું  કાંતે જણાવ્યું હતું.

નાયબ મુખ્ય મંત્રીની ઉપસ્થિતિમાં બંદર વિકાસ અને

સંલગ્ન ક્ષેત્રોના ૧પ જેટલા એમ.ઓ.યુ. થયા

……………………

મત્સ્યોઘોગ મંત્રીએ ગુજરાતના બંદરોનો અને વહાણવટાના

ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની ઝાંખી કરાવતી કોફી ટેબલ બૂકનું કર્યું વિમોચન

……………………

ગુજરાતમાં મેરીટાઇમ યુનિવર્સિટીની સ્થાપના થઇ રહી છે અને

ટ્રાન્સશીપમેન્ટ પોર્ટની સ્થાપના વિચારાધીન છે : મંત્રી  આર.સી.ફળદુ

રાજ્યના નાયબ મુખ્ય મંત્રી  નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં બંદરો અને સંલગ્ન ક્ષેત્રોના

વિકાસને લગતા ગુજરાત મેરીટાઇમ બોર્ડ આયોજિત પરિસંવાદમાં જી.એમ.બી. તેમજ વિવિધ ક્ષેત્રોના સ્ટેક

હોલ્ડર વચ્ચે બંદરોના વિકાસ તેમજ સંલગ્ન ક્ષેત્રો વિષયક ૧પ એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. આ

પ્રસંગે મત્સ્યોઘોગ રાજ્યમંત્રી  આર.સી.ફળદુએ ગુજરાતના બંદરોને અને વહાણવટાના ભૂતકાળ

વર્તમાન અને ભવિષ્યની ઝાંખી કરાવતી કોફી ટેબલ બુકનું પણ વિમોચન કર્યું. આ પ્રસંગે રાજ્યના ઊર્જા

મંત્રી  સૌરભભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાન મંત્રી  નરેન્દ્રભાઇ  શરૂ કરાવેલા વાયબ્રન્ટ ગુજરાત સમિટે ગુજરાતની વ્યાપાર

વિષયક સમૃદ્ધિની છબી પ્રસ્થાપિત કરી છે તેવી લાગણી વ્યક્ત કરતા મંત્રી  ફળદુએ જણાવ્યું કે,

ગુજરાત ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયાકાંઠો ધરાવે છે. તેને અનુલક્ષીને રાજ્ય સરકારે બંદરોના વિકાસ

દ્વારા ગુજરાતના વિકાસને વેગ આપવાનું સમુચિત આયોજન કર્યું છે.

ગુજરાતમાં મેરીટાઇમ યુનિવર્સિટી બનાવવામાં આવી રહી છે એવી માહિતી આપતા મંત્રીએ

જણાવ્યું કે, તેનાથી વહાણવટા અને બંદરોના વિકાસના ક્ષેત્રમાં જરૂરી માનવસંપદાનું નિર્માણ થશે.

વર્તમાન સમયમાં ટ્રાન્સશીપમેન્ટ પોર્ટ્‍સની અગત્યતા વધી ગઇ છે અને ગુજરાતે તેની

સ્થાપનાની દિશામાં વિચારણા શરુ કરી છે, બંદરો અને દરિયાઇ પરિવહનના વિકાસથી રોડ ટ્રાફિકની

સમસ્યા હળવી થાય છે અને બળતણ બચત તથા પર્યાવરણીય ફાયદાઓ પણ થાય છે.

તેમણે જણાવ્યું કે, દેશના બંદરોની સરખામણીમાં ગુજરાતના બંદરો કાર્ગો હેન્ડલીંગમાં અગ્રેસર છે.

ગુજરાતના બંદરો દ્વારા વાર્ષિક ૩૭૧ મિલિયન મેટ્રીક ટન કાર્ગોનું સંચાલન કરવામાં આવે છે. એટલે કે

ગુજરાતના બંદરો પર દરરોજ ૧ મિલિયન મેટ્રીક ટન કરતા અધિક કાર્ગોનું હેન્ડલીંગ થાય છે.

ગુજરાતે બંદરોના વિકાસ સાથે સામાજિક વિકાસ જોડયો છે, અને બંદરોના વિકાસ માટે જરૂરી

રસ્તાઓ અને રેલ કનેક્ટિવિટી ઊભી કરવામાં આવી રહી છે. આ સેમિનારના આયોજન માટે ગુજરાત

મેરીટાઇમ બોર્ડને અભિનંદન આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, આ સેમિનારમાં મળેલા સૂચનો અને તેની

ચર્ચાઓના સારનો પોર્ટ સેક્ટરની ભાવિ નીતિઓના ધડતરમાં સમાવેશ કરવામાં આવશે. ૧૯૯૫માં પોર્ટ

પોલિસી બનાવવાની ગુજરાતે પહેલ કરી હતી અને તેમાં ખાનગી સહભાગીદારી જોડવાનો માર્ગ મોકળો

કર્યો હતો

ભારત સરકારનું વાણિજ્ય મંત્રાલય લોજીસ્ટીક કોસ્ટ ભટાડવા પ્રયત્નશીલ છે તેમજ બંદરો અને

જળ પરિવહન લોજિસ્ટિક કોસ્ટ ધટાડવામાં ખૂબ જ ઉપયોગી બની શકે તેવી લાગણી વ્યક્ત કરતા

રાજ્યના મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંધે જણાવ્યું હતું કે, ગુજરાત મેરીટાઇમ ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યું

છે, અને ગુજરાતના મેરીટાઇમના ક્ષેત્રમાં કેપિસિટી બિલ્ડિંગ અને માળખાકીય સંરચના સહિત વિકાસની

ઉજળી સંભાવનાઓ છે.

તેમણે ગુજરાતમાં ટ્રાન્સશીપમેન્ટ પોર્ટ અને ડીપ ડ્રાફટ પોર્ટ્‍સની આવશ્યકતા જણાવી હતી તેમજ

આ સેમિનારનું વૈચારિક આદાનપ્રદાન મેરીટાઇમ સેક્ટરને માર્ગદર્શક બની રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરી

હતી.

બંદરો અને પરિવહન વિભાગના અગ્રસચિવ મતી સુનયના તોમરે સૌને આવકારતા જણાવ્યું

હતું કે, પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ  ગુજરાતમાં શરૂ કરાવેલો દ્વિ વાર્ષિક વાયબ્રન્ટ સમિટ એક

પ્રતિષ્ઠિત ગ્લોબલ ફોરમ બની ગયો છે તેના આયોજનથી ઔઘોગિકની સાથે રાજ્યના સામાજિક, આર્થિક

વિકાસને પણ વેગ મળ્યો છે.

આઇ.આઇ.એમ. (બેંગ્લોર)ના ડાયરેક્ટર પ્રાધ્યાપક  જી.રધુરામે ભારતના પોર્ટ સેકટરના

ભૌગોલિક, રાજકીય પરિબળોની અસરની છણાવટ કરી હતી. આ ઉપરાંત ભારત સરકારના વહાણવટાના

સચિવ  ગોપાલકૃષ્ણ, વર્લ્ડ મેરીટાઇમ યુનિવર્સિટીના  સુઓમા, પોર્ટ ઓફ રોર્ટરડમના બિઝનેસ

મેનેજર  એલેકઝાન્ડર ફિલિપ્સન, એપીએમ ટર્મિનલના એમ.ડી.  કેલ્ડ પેડેર્સન, ટ્રાન્સપોર્ટ એન્ડ

આઇસીટી ગ્લોબલ પ્રેક્ટિસના સિનિયર પોર્ટ અને મેરીટાઇમ ટ્રાન્સપોર્ટ સ્પેશિયાલિસ્ટ  બિજુ નિનાન

ઓમેન સહિત વર્લ્ડ બેન્કના વિવિધ મરિન ઉઘોગ સાથે સંકળાયેલા જાણીતા અને નામાંકિત વ્યક્તિઓએ

ઉપસ્થિત રહીને પરામર્શ કર્યો હતો.

ગુજરાતમાં કન્ટેનરશીપમેન્ટ (ટ્રાન્સશીપમેન્ટ) વધારવાની

જરૂર છે અને તેની ઉજળી સંભાવનાઓ છે :  જી. રધુરામ

……………………

નવમા વાયબ્રન્ટના પગલે રાજ્યમાં બંદરોના વિકાસને સંલગ્ન ક્ષેત્રોમાં

રૂા.૩૬,૧૨૮ કરોડ જેટલી નવા નિવેશની ઉજળી સંભાવના

……………………

ગુજરાતના બંદરો પરથી દેશના કુલ કાર્ગો ટ્રાફિક પૈકી ૪૦ ટકા ટ્રાફિકનું સંચાલન થાય છે તેવી જાણકારી

આપતા આઇ.આઇ.એમ. (બેંગ્લોર)ના પ્રાધ્યાપક  જી. રધુરામે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કન્ટેનરશીપમેન્ટ

(ટ્રાન્સશીમેન્ટ) વધારવાની જરૂર છે, અને તેની ઉજળી સંભાવનાઓ છે.

ગુજરાતમાં બંદરો અને દરિયાઇ પરિવહનના વિકાસની સંભાવનાઓ ઉપર પ્રકાશ પાડતા  રધુરામે

જણાવ્યું કે, દેશના ઉત્તર-પヘમિના જે વિસ્તારો દરિયાથી વંચિત છે, એમને માટે દરિયાઇ વ્યાપારનું પ્રવેશ દ્વાર

ગુજરાત બની શકે છે, અને અખાતના તેમજ મેડિટેરેનિયન દેશોના બંદરો સાથે ગુજરાતના બંદરોની સમીપતા આ

સંભાવનાઓને વધુ ઉજળી બનાવે છે. તેની સાથે બંદર અને દરિયાઇ પરિવહનના વિકસતા ક્ષેત્ર માટે

માનવસંપદાના વિકાસનું શૈક્ષણિક હબ પણ ગુજરાતને બનાવી શકાય છે. તેમણે ગુજરાતના એક કે બે બંદરોને

ટ્રાન્સશીપમેન્ટ પોર્ટ તરીકે વિકસાવવાની ભારપૂર્વક ભલામણ કરી હતી, અને આ ક્ષેત્રમાં યુ.એ.ઇ.ની માફક

ઇનોવેટિવ ટેકનોલોજીના વિનિયોગનો દિશાનિર્દેશ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત મેરીટાઇમ બોર્ડની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે નવમા વાયબ્રન્ટ સમિટના

ભાગરૂપે ગુજરાત મેરીટાઇમ બોર્ડને મુડીરોકાણ માટેના ૯૬ જેટલા ઇરાદાપત્રો મળ્યા છે. તેના બદલે બંદર અને

દરિયાઇ પરિવહનના ક્ષેત્રના ૩૬,૧૨૮ કરોડના નિવેશની સંભાવનાઓ સર્જાઇ છે. આ ક્ષેત્રમાં ૩૦ વ્યૂહાત્મક

ભાગીદારી સહિત ૧૨૬ પાર્ટનરશીપની દરખાસ્તો મળી છે. આ દરખાસ્તો મુખ્યત્વે નવીન પોર્ટ કેપિસિટીનું સર્જન,

રો રો, અને ક્રૂઝ ટર્મિનલનો વિકાસ તેમજ મેરી ટાઇમ પ્રવાસનના ઉત્તેજનને લગતી છે.

આ ઉપરાંત બંદરોના વિકાસ અને પ્લે સાઇડ પ્લાનિંગ સીમલેસ ઓપરેશન અને ઇન્ટિગ્રેશન જેવા પોર્ટ લેડ

ડેવલપમેન્ટમાં પડકારો સહિતના વિવિધ વિષયો ઉપર ચર્ચા વિચારણા થઇ. સાથે સાથે બંદરો અને રસ્તા, રેલ

કનેક્ટિવિટી, વિવિધ રાજ્યોમાં કર વ્યવસ્થાના અવરોધો, હાર્ડ અને સોફટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સંકલન, ડીઝાઇન અને

ટેકનોલોજી દ્વારા ક્ષમતા વધારવી, ક્રોસ બોર્ડર પરિવહન અને કાર્ગો મુવમેન્ટ તેમજ પર્યાવરણના જતન સહિતના

વિવિધ વિષયો ઉપર ઊંડાણપૂર્વક ચર્ચાઓ થઇ. નિષ્ણાતો દ્વારા પડકારો માટે યોગ્ય અને ટકાઉ ઉકેલો આપવામાં

આવ્યા.

વાયબ્રન્‍ટ ગુજરાત સમિટ-ર૦૧૯

મુખ્‍ય મંત્રી સાથેની વિવિધ રાષ્‍ટ્રોના પ્રતિનિધિમંડળોની

વન-ટુ-વન બેઠકમાં પાંચ એમ.ઓ.યુ. થયા

……………………

મુખ્‍ય મંત્રી   વાયબ્રન્‍ટ ગુજરાત સમિટની આજે આરંભાયેલી ૯મી એડીશનના પ્રથમ

દિવસે બીજા સત્રમાં વિવિધ રાષ્‍ટ્રોના વડાઓ અને પ્રતિનિધિમંડળો સાથે યોજેલી વન-ટુ-વન બેઠકોમાં ગુજરાતના

વિવિધ વિકાસ ક્ષેત્રો માટેના પાંચ એમ.ઓ.યુ. સંપન્‍ન થયા હતા.

યુ.એ.ઇ., ફ્રાન્‍સ, રશિયા અને જાપાનના વિવિધ કંપની સંચાલકો સાથે થયેલા આ

એમ.ઓ.યુ.થી રાજ્યની ઔદ્યોગિક વિકાસયાત્રા, રોજગાર સર્જન અને કૃષિ ક્ષેત્રને વેગ મળશે તેમ જણાવ્‍યું હતું.

 મુખ્‍ય મંત્રીની ઉપસ્‍થિતિમાં થયેલા એમ.ઓ.યુ.માં યુ.એ.ઇ.ની ઇગલ હિલ્‍સ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ અને ગુજરાત

સરકાર વચ્‍ચે રૂા. ૩૪૦૦ કરોડના ખર્ચે કચ્‍છમાં એગ્રો મેગા ફૂડસિટી, ડીપ-સી ફિશીંગ અને લોજિસ્‍ટીક હબ

નિર્માણના એમ.ઓ.યુ.

 રશિયાના નાયરા એનર્જી અને ગુજરાત વચ્‍ચે વાડીનારમાં રૂા. ૬૦૦૦ કરોડના ખર્ચે પ્રોલી પોપેલીન રીકવરી

યુનિટ માટેના એમ.ઓ.યુ.

 નાયરા એનર્જી સાથે ગુજરાતમાં કલાયમેટ સ્‍માર્ટ એગ્રીકલ્‍ચર દ્વારા ૧૫ ગામોના ખેડૂતોની ર૫૦૦ હેકટર

જમીનમાં સોલાર એનર્જી અને ડ્રીપઇરીગેશન દ્વારા આત્‍મનિર્ભરતા માટેના એમ.ઓ.યુ.

 ફ્રાન્‍સના કેમાપ્રાઇડ ટેસ્‍નેગૃપ અને ગુજરાત વચ્‍ચે નેશનલ કોલ્‍ડ ચેઇન લેબોરેટરીની સ્‍થાપના માટેના

એમ.ઓ.યુ.

 સૂઝૂકી મોટર્સ દ્વારા હાંસલપુર ખાતે રૂા. ૧ર૫૦ કરોડના ખર્ચે લિથીયમ આર્યન બેટરી ઉત્‍પાદન માટે એમ.ઓ.યુ.

કરવામાં આવ્‍યા હતા.

મુખ્‍ય મંત્રીએ આ વર્ષના વાયબ્રન્‍ટ સમિટમાં આવા વિકસીત રાષ્‍ટ્રોના વડાઓની સહભાગીતા નવા

સિમાચિન્‍હો પાર કરશે તેવો વિશ્વાસ વ્‍યકત કર્યો હતો.

મુખ્‍ય મંત્રી સાથેની આ વન-ટુ-વન બેઠકોની મેરેથોન શૃંખલામાં મુખ્‍ય સચિવ ર્ડા. જે. એન. સિંઘ, મુખ્‍ય

મંત્રીના અગ્ર સચિવ  કે. કૈલાસનાથન, અગ્ર સચિવ  એમ. કે. દાસ તેમજ વિવિધ વિભાગોના વરિષ્‍ઠ સચિવો

પણ જોડાયા હતા.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ના

પ્રથમ દિવસે B2Bની ૯૦૦ બેઠકો યોજાઈ

………………….

B2B અને B2G બેઠક માટે

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ઉત્તમ પ્લેટફોર્મ બન્યું

………………….

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની નવમી કડીમાં આજે વિશ્વભરમાંથી આવેલા ઉદ્યોગકારો, ડેલિગેટ

અને વિદેશી પ્રતિનિધિઓ માટે B2B અને B2G બેઠક યોજાઈ હતી. જેમાં B2Bની ૯૦૦ બેઠકો પ્રથમ દિવસે

જ યોજાઈ હતી.

આજે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયેલી B2B બેઠકમાં ૫૩ જેટલી વિવિધ કંપનીઓ ડેલિગેટ

અને વ્યક્તિગત મુલાકાતો થઈ હતી. સાથોસાથ ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રિયા, બહેરિન, બેલજીયમ, બાંગ્લાદેશ,

હોંગકોંગ જેવાં વિવિધ દેશોના ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો.

આ સમિટમાં ૬૦૦ જેટલી B2G મીટીંગો ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સાથે સમિટના ત્રણ દિવસો

દરમિયાન યોજાશે. ૬૦૦ બેઠકમાંથી ૪૨૪ જેટલી બેઠકો વિવિધ ક્ષેત્રના ઉદ્યોગકારો અને રાજય સરકારના

અલગ-અલગ વિભાગો સાથે યોજાશે. B2Gની બેઠક થકી વ્યક્તિગત અને નાના વ્યવસાયકારોને સરકારની

વિવિધ સહાયકારી યોજના અને ચોક્કસ પોલિસી અંગેની માહિતી સરળતાથી મળી રહે છે.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૬૦૦ B2Gની બેઠક પૈકી ૯૨ બેઠકો વિદેશી પ્રતિનિધિઓ સાથે

થશે. જેમાં ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, ચાઈના, ફ્રાંસ, જર્મની, હોંગકોંગ, મોરક્કો, નેધરલેન્ડ, પોલેન્ડ, રશિયન

ફેડરેશન, સિંગાપુર, સ્વિટઝર્લેન્ડ, સ્પેન. યુ.એ.ઈ., યુ.કે., જેવા ૧૯ દેશોનો સમાવેશ થાય છે. આ પૈકી B2G

મિટિંગમાં જે વિદેશી કંપની ભાગ લઈ રહી છે. તેમાં સ્ટર્લિંગ કન્સ્ટ્રકશન એન્ડ મેઈન્ટેનન્સ પ્રા.લિ.,

આઈઆઈએમટી સ્ટીઝ, યુ.કે.ની મીસુમી હાઉસિંગ પ્રા.લિ., પ્રમુખ લિમિટેડ, સિદ્ધિ પ્રા.લિ. અને વેબ યુગ

ઈન્ફોટેક જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.

વાયબ્રન્‍ટ ગુજરાત સમિટ-ર૦૧૯

૯મી સમિટના પ્રારંભ દિવસે જ ધોલેરા SIRમાં ર૧ હજાર કરોડના રોકાણની જાહેરાત

………………….

ગુજરાતના સર્વગ્રાહી વિકાસની ઉત્‍તરોત્‍તર નવી દિશા તય કરતી વાયબ્રન્‍ટ સમિટની આજે શરૂ

થયેલી નવમી એડીશનના પ્રથમ દિવસે જ ધોલેરા SIRમાં પ્રથમ પ્રોજેકટરૂપે ર૧ હજાર કરોડ રૂપિયાના

રોકાણની જાહેરાત ઉદ્દઘાટન સત્રમાં કરવામાં આવી હતી.

ચીનની ટીન્‍સાન ઇન્‍ડસ્‍ટ્રીઝના ચેરમેન યુત શાંગે ધોલેરા SIRમાં વાર્ષિક ૪ લાખ ટન કેપેસિટીનો

ભારતનો સૌથી મોટો HR સ્‍ટીલ પ્‍લાન્‍ટ અને લિથીયમ આર્યન બેટરીના પ્રોજેકટમાં રૂા. ર૧ હજાર કરોડના

રોકાણની ઘોષણા કરી હતી. આ પ્રોજેકટ ટીન્‍સાન તેના ભારતીય સહભાગી ઇસ્‍કોન ગૃપ સાથે મળીને સાકાર

કરશે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, આ મેગા પ્રોજેકટને કારણે ધોલેરા SIRનો બહુવિધ વિકાસ દહેજ

અને હજીરાની પેટ્રન પર થશે એટલું જ નહીં, મોટાપાયે રોજગાર અવસર પણ મળશે અને અન્‍ય રોકાણોને

પણ પ્રોત્‍સાહન મળશે.

ધોલેરા SIR માટે ભારત સરકારે-ગુજરાત સરકારે એરપોર્ટ નિર્માણ તેમજ રૂા. ૩ હજાર કરોડના

અંદાજિત ખર્ચે અમદાવાદ ધોલેરા વચ્‍ચે ૬ લેન એકસપ્રેસ-વે માટેના ટેન્‍ડર બહાર પાડયા છે.

આ SIRમાં આંતરમાળખાકીય સુવિધા માટે પણ ૩ હજાર કરોડના કામો વિકાસના વિવિધ તબક્કે

પ્રગતિમાં છે.

આમ, ધોલેરાના SIR તરીકે ઇન્‍ડસ્‍ટ્રીયલ ડેવલપમેન્‍ટમાં વાયબ્રન્‍ટ સમિટ એક સક્ષમ માધ્‍યમ

બનશે.

પ્રધાનમંત્રીના દૃષ્ટિવંત નેતૃત્વ, દેશની પ્રગતિ અને ગુજરાતના વાતાવરણ વિષે

રાષ્ટ્રના વડાઓ, વિશ્વના પ્રતિનિધિઓ અને અગ્રણી ઉદ્યોગપતિઓ – કોણે, શું ક્હ્યું ?

…………………….

ગુજરાત સરકાર દ્વારા આયોજિત નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો મહાત્મા મંદિરના પરિસરમાં

શાનદાર શુભારંભ થયો છે. ૧પ રાષ્ટ્રો આ સમિટમાં પાર્ટનર બન્યા છે, તો ૧૧ સંગઠનો સહયોગી થયા છે. ભારતના

અન્ય ૮ રાજ્યો પણ આ સમિટમાં પોતપોતાના રાજ્યના પ્રમોશન માટે જોડાયા છે. આજે મહાત્મા મંદિરમાં મુખ્ય

કન્વેન્શન હોલમાં સમિટનો શુભારંભ સમારોહ યોજાયો હતો. વિવિધ રાષ્ટ્રોના વડાઓ, વૈશ્વિક સંગઠનોના પ્રતિનિધિઓ,

દેશ-વિદેશના સર્વોચ્ચ ઉઘોગપતિઓ સહિત અનેક મહાનુભાવોએ પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીના દૃષ્ટિવંત

નેતૃત્વની, ભારતની પ્રગતિની અને ગુજરાતના વેપાર-વાણિજ્યને સાનુકૂળ વાતાવરણની પ્રશંસા કરી હતી. વક્તવ્યોમાં

કોણે શું કહ્યું તેની આછેરી ઝલક અહીં પ્રસ્તુત છે.

એન.ચંદ્રશેખરન ટાટા સન્સના ચેરમેન

ગુજરાત ટાટા ગૃપનું સૌથી મોટુ ભાગીદાર રહ્યું છે, એમ જણાવતા ટાટા સન્સના ચેરમેન  ચંદ્રશેખરને ઉમેર્યું

કે, દૃષ્ટ્રિવંત પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીના સક્ષમ નેતૃત્વમાં ભારત સમગ્ર વિશ્વમાં આર્થિક-સામાજિક અને

ઔદ્યોગિક રીતે આગળ વધી રહ્યું છે.

ગુજરાત સમગ્ર દેશમાં વિકાસનું ગ્રોથ એન્જિન બની રહ્યું છે. ટાટા ગૃપ દ્વારા ગુજરાતમાં રીન્યૂઅલ એનર્જી,

હોટલ, પ્રવાસન ક્ષેત્રે રૂા.૧૮ હજાર કરોડ જેટલુ મૂડી રોકાણ કરવામાં આવશે.

ગુજરાતમાં ૧૬ જુદા જુદા પ્રોજેક્ટ હેઠળ નિગમિત સામાજિક જવાબદારી (સી.એસ.આર.) હેઠળ ટાટા ગૃપ દ્વારા

વિવિધ વિસ્તારોમાં વિકાસના કામો હાથ ધરી સામાજિક જવાબદારી નિભાવવામાં આવી રહી છે. છેલ્લા સાત વર્ષમાં

ટાટા ગૃપ દ્વારા રપ હજાર રોજગારીની તકો આપવામાં આવી છે.

Mr. Didier Casimiro (ગ્લોબલ હેડ ઓફ ડાઉનસ્ટ્રીંમ, રોઝ નેફટ)

Mr. DIdier Casimipo એ જણાવ્યું કે, ગુજરાત સરકારની સરળ અને ઉઘોગ ફ્રેન્ડલી ઔદ્યોગિક પોલીસીને

કારણે ગુજરાત આજે ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન બન્યુ છે. તેમણે એનર્જી સિક્યુરિટી માટે લાંબા ગાળા સુધી કાર્યરત રહેવા

સાથે મધ્ય, લઘુ, અને સૂક્ષ્મ ઉદ્યોગો માટે કામ કરી પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીના વિઝનને સાકાર કરવા પ્રયાસ

કરીશુ઼.

Mr.Soren Skou, CEO AP Moler Marsk, Denmark

એ.પી.મોલર મેરસ્કના સીઇઓ Mr.Soren Skou એ જણાવ્યું કે, ગુજરાતમાં પાવર પાર્ક, લોજીસ્ટીક સપોર્ટ,

મેરીટાઇમ ડેવલપમેન્ટ ક્ષેત્રે સમાન ભાગીદારી અસામાન્ય પરિણામો આપશે.

કુમાર મંગલમ બિરલા, ચેરમેન આદિત્યમ બિરલા ગૃપ

આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન  કુમાર મંગલમ બિરલાએ કહયુ હતું કે, પ્રથમ વાયબ્રન્ટી સમિટથી જ મને

તમામ વાયબ્રન્ટુ સમિટમાં ઉપસ્થિગત રહેવાનું સૌભાગ્ય, પ્રાપ્તી થયું છે. તમામ સમિટમાં કંઇક નવીન બદલાવ જોવા

મળે છે. છેલ્લામ ૫ વર્ષમાં બિરલા ગ્રુપે ભારતમાં ૧૦ મિલિયન યુ.એસ.ડોલરનું વિવિધ ક્ષેત્રે રોકાણ કર્યું છે. વડાપ્રધાન

નરેન્દ્રંભાઇના નેતૃત્વમાં ભારત ઉત્પાઇદન અને વ્યાપાર ક્ષેત્રે વધુ શકિતશાળી બન્યો છે.

બિરલા ગ્રુપે ગુજરાતમાં અંદાજે ૩૦૦૦૦ કરોડનું રોકાણ કર્યું છે અને વધુ ૧૫૦૦૦ કરોડનું રોકાણ કરવાનું પણ

આયોજન છે. આ સમિટમાં  બિરલાએ ગુજરાત અને ભારતમાં વધુને વધુ રોકાણ કરવાનો ઉપસ્થિોત રોકાણકારોને

અનુરોધ કર્યો હતો.

Mr.Guangda Xiang, Founder and Chairman, Tsingshan Industry, China

Tsingshan Industry, ફાઉન્ડર ચેરમેન  Mr.Guanada Xiang એ ભારત, ચીન અને ગુજરાતમાં ઔદ્યોગિક

મૂડી રોકાણમાં રહેલ વિશેષ તકોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે ઝડપી હરણફાળ ભરી રહ્યું છે.

Mr, John Chambers, Chairman USISPF

યુએસ ઇન્ડિયાના ચેરમેન  જોને જણાવ્યું કે, પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીના દૃષ્ટિવંત નેતૃત્વમાં ભારતની

ઇકોનોમી મજબૂત થઇ રહી છે. આઇ ક્રિએટર અને જોબ ક્રિએશન દ્વારા ભારતમાં રોજગારીની વિપુલ તકો ઊભી થઇ

રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

યુએસ ઇન્ડિયાના ચાલીસ વર્ષ જુના સંબંધો ભારત-યુએસને વધુ મજબૂત બનાવશે, તેમ તેમણે જણાવ્યું હતું.

 સુધીર મહેતા, ચેરમેન ટોરેન્ટ ફાર્માસ્યુટિક્લ

ટોરેન્ટ ફાર્માસ્યુટીકલના ચેરમેન  સુધીર મહેતાએ જણાવ્યું કે, છેલ્લા બે દાયકામાં ગુજરાતનો સર્વ સમાવેશક

વિકાસ થયો છે. ગુજરાત સમગ્ર દેશમાં મૂડીરોકાણ માટે શ્રેષ્ઠન ડેસ્ટીનેશન બન્યું છે. જેને પરિણામે ગુજરાત મોડલ

અન્ય રાજ્યોમાં પણ અમલી બનાવાયું છે.

વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના નવા ભારતના નિર્માણના સંકલ્પને સાકાર કરવા મુખ્ય મંત્રી  વિજયભાઇ

રૂપાણી નયા ગુજરાતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ છે. ટોરેન્ટ ગૃપ દ્વારા ગુજરાતમાં પાવર તેમજ ફાર્માસ્યુટીકલ ક્ષેત્રે રૂા.

૩૦ હજાર કરોડનું મૂડીરોકાણ કરવામાં આવ્યું છે. વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯માં ટોરેન્ટ ગૃપ રીન્યુએબલ એનર્જી, ગેસ

ડીસ્ટ્રીબ્યુરેશન ક્ષેત્રે રૂા.૧૦ હજાર કરોડનું મુડીરોકાણ કરશે. તેમણે હકારાત્મક અભિગમ સાથે ગુજરાતમાં મૂડીરોકાણ

કરવા દેશ વિદેશના ઉઘોગૃગૃહોના પ્રતિનિધિઓને અનુરોધ કર્યો હતો.

Lord Jonathan Marlad, Chairman Commonwealth Enterprise & Investment Council (CWEIC)

Commonwealth Enterpriseના ચેરમેન  લોર્ડ જોનાથાએ જણાવ્યું કે, કોમનવેલ્થમાં ૪૩ દેશોમાં ભારતીયો

વસવાટ કરે છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટને તેમણે વાયબ્રન્ટ ફયુચર ઓફ ગુજરાત ગણાવી હતી.

ગૌતમ અદાણી, ચેરમન, અદાણી ગૃપ

અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણીએ વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીને વાયબ્રન્ટ ગુજરાત સમિટના

આર્કિટેક ગણાવતા જણાવ્યું હતું કે, ન્યુ ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરવા ગુજરાત ઔઘોગિક વિકાસ ક્ષેત્રે હરણફાળ

ભરી પોતાનું યોગદાન આપી રહ્યું છે.

વૈશ્વિક વિકાસમાં ભારત ચાવીરૂપ ભૂમિકા અદા કરી રહ્યું છે તેમ જણાવતા  ગૌતમ અદાણીએ જણાવ્યું કે,

વિદેશી મૂડીરોકાણમાં પણ ભારત અગ્રેસર રહ્યું છે.

ગૌતમ અદાણીએ પ્રધાનમંત્રીના જનધન યોજના, દીનદાયળ ગ્રામ જ્યોતિ યોજના, પ્રધાનમંત્રી

ઉજ્જવલા યોજના, આયુષ્માન ભારત યોજનાને બિરદાવી હતી.

અદાણી ગૃપ ગુજરાતમાં પપ હજાર કરોડનું મૂડીરોકાણ કરશે. જેના દ્વારા પ૦ હજાર જેટલી સીધી અને પરોક્ષ

રોજગારીની તકોનું સર્જન થશે.

Mr.David Farr, Chairman, Emerson Electric

એમરસન્સ ઇલેક્ટ્રીકના ચેરમેન  ડેવિડ ફેરે જણાવ્યું કે, એમરસન્સ ઇલેક્ટ્રીક દ્વારા કેમિકલ, રીફાઇનરી,

પાવર, ફૂડ તેમજ મેન્યુચેક્ચરીંગ અને સંશોધન માટે મહત્તમ બજેટ ઉપલબ્ધ છે. ઇલેક્ટ્રીક ક્ષેત્રના વિકાસ માટે

સહયોગની ખાતરી આપતા તેમણે ઉમેર્યું કે, ટેકનોલોજીમાં .બદલાવ આવતા ઉઘોગ ગૃહો તેમજ સરકારોએ પડકારોનો

સામનો કરવા સમય સાથે તાલ મિલાવી નવીન ટેકનોલોજીના સહયોગથી એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી, અને ટકાઉ

વિકાસની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો હતો.

Mr. Toshihira Suzuki, CEO, Suzuki Motors

સુઝુકીના સીઇઓ Mr. Toshihira Suzukiએ જણાવ્યુ હતું કે, ભારત અમારો ખૂબ જ મહત્વનો વ્યવસાયી

ભાગીદાર દેશ છે. ભારતમાં વર્ષ ૨૦૨૦ સુધીમાં નવા ૭ મેઘા પ્લારન્ટ શરૂ કરવાનું આયોજન છે. મેઇક ઇન

ઇન્ડિયાના માધ્યમથી ભારતે ઓટોમોબાઇલ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી છે. સુઝુકી દ્વારા બેચરાજી-હાંસલપુરમાં પ્લા‍ન્ટે

સ્થાંપવામાં આવ્યો્ છે, જેમાં પ્લાકન્ટવ માટે જરૂર મુજબના સ્ક્રીલ યુવાનો મળી રહે તે હેતુથી સુઝુકી દ્વારા આઇ.ટી.આઇ.

પણ શરૂ કરવામાં આવી છે.

Dr. Martin Brudermuller, Chairman, BASF

જર્મનીના ડો.માર્ટિને કહયું હતું કે, ભારત હાલમાં ડબલ ડિજિટના દરે વિકાસ કરે છે. મેઇક ઇન ઇન્ડિયા, સ્કીટલ

ઇન્ડિયા જેવા નવીન આયામોથી ભારતની ઉત્પાદન ક્ષમતામાં વધારો થયો છે. વાયબ્રન્ટન ગુજરાત ગ્લોબલ સમિટના

આયોજન થકી ભારત અને ગુજરાતમાં મૂડીરોકાણમાં વધારો થશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

Mr. Mukesh Ambani, Chairman, Reliance Industries

રિલાયન્સrના ચેરમેન અને એમડી  મુકેશ અંબાણીએ કહયું હતું કે, હું તમામ નવ વાયબ્રન્ટ સમિટનો સાક્ષી રહયો છું.

જે મારા માટે ગર્વની વાત છે. ગુજરાત રિલાયન્સ ની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. તત્કાલિન મુખ્‍ય મંત્રી અને

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ શરૂ થયેથી સમિટ આજે વૈશ્વિક સ્તરે ભારત અને ગુજરાતમાં રોકાણ માટે

પ્રસ્થાપિત થઇ છે. વૈશ્વિક પરિપેક્ષમાં ગુજરાત સૌથી પ્રગતિશીલ રાજય બન્યુ છે.

ગુજરાતી તરીકે મારા ૬ કરોડ ગુજરાતીઓના સ્વપ્નો મારા સ્વિપ્નો છે. ગુજરાત મોડેલ માત્ર ભારતમાં જ

નહીં પણ સમગ્ર વિશ્વજમાં પ્રસ્થાણપિત થયું છે. જીઓના માધ્યમથી માત્ર શહેરો જ નહિં પણ ગુજરાતના તમામ ગામો,

તમામ સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, બજાર ડિજિટલ બનાવવા છે.

રિલાયન્સ ફાઉન્ડેશન અંતર્ગત ગ્રામિણ ક્ષેત્રે ટેકનોલોજીના વિકાસ માટે ૧૧ નવા વિવિધ પ્રોજેકટ સ્થાનપવામાં

આવશે. ગુજરાત રિલાયન્સ અંદાજે રૂા. ૩ લાખ કરોડના મૂડીરોકાણ દ્વારા ૧૦ લાખ પ્રત્‍યક્ષ અને ૫રોક્ષ આજીવિકા

ઉપલબ્ધિ કરાવી છે તેમ પણ  અંબાણીએ ઉમેર્યું હતું.

Mr. Jin Liqun, President, Asian Infrastructure Investment Bank

Mr. Jin Liqun, President, Asian Infrastructure Investment Bank જણાવ્યું કે, એ.આઇ.આઇ.બી.ની સ્થાપનામાં

ભારતનું મહત્તમ પ્રદાન રહયું છે. ભારતમાં આંતર માળખાકીય સુવિધાઓના વિકાસમાં યોગદાન આપવા સાથે

એ.આઇ.આઇ.બી. ગ્રામિણ નાગરિકોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. ભારતમાં મહિલાઓના આર્થિક સશકિતકરણ

માટે એ.આઇ.આઇ.બી. દ્વારા આર્થિક સહયોગ પૂરો પાડવામાં આવે છે એમ તેમણે ઉમેર્યું હતું.

Mr. Yoshihiko IsoZaki, Honorable State Minister of Economy, Trade & Industry ,

Japan (METI)

જાપાનના સ્ટેટ મિનિસ્ટર  યોહિહિકો ઇસોલાકીએ જણાવ્યું કે, જાપાન હંમેશા ગુજરાતના વિકાસ માટે

યોગદાન આપી રહ્યું છે. ગુજરાતમાં જાપાને અનેકવિધ કંપનીઓ સ્થાપી ગુજરાતમાં રોજગારીની તકોનું નિર્માણ કર્યું છે.

આજે જાણે ગુજરાતમાં મીની જાપાનની સ્થાપના થઇ હોય તેવુ વાતાવરણ નિર્માણ થયું છે.

Mr. Rakiya Edderham, Hn Secretary of State to the Ministry of Industry, Investment,

Mr. Rakiya Edderham, Hn Secretary of State to the Ministry of Industry, Investment, Trade and Digital

Economy એ જણાવ્યું કે, ભારત અને મોરક્કોનો સહયોગ બન્ને દેશોના વિકાસના નવા દ્વાર ખોલશે. તેમણે જણાવ્યું કે

મોરક્કો દ્વારા ફૂડ સિક્યુરિટી પ્રોગ્રામ હેઠળ આફ્રિકાના ૪૯ દેશોને આવરી લેવામાં આવ્યા છે. ભારત-આફ્રિકાના પરસ્પર

સહયોગથી સામાજિક અને આર્થિક વિકાસની નૂતન ક્ષિતિજો ખૂલશે તેમ તેમણે ઉમેર્યું હતુ઼.

Mr. Menno Snel Hn Secretary of State for Taxation and Customers, The Netherlands

Mr. Menno Snel Hn Secretary of State for Taxation and Customers, The Netherlands એ જણાવ્યું કે, નેધરલેન્ડ

વિશ્વનું સાતમું સૌથી મોટુ ખેત ઉત્પાદનોની નિકાસ કરે છે. નેધરલેન્ડ ગુજરાતમાં એગ્રીકલ્ચર, હોર્ટીકલ્ચર, સ્માર્ટ સિટી

તેમજ વેસ્ટ ટુ એનર્જી, રીન્યુએબલ એનર્જી માટે કામ કરશે. તેમણે જણાવ્યું કે, મેઇક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા,

સ્કીલ ઇન્ડિયા જેવા આયામો દ્વારા ભારત આર્થિક રીતે સક્ષમ બની રહ્યું છે.

Ms. Chutimas Bunyapraphasara, Hn Deputy Minister of Commerce, Thailand

Ms. Chutimas Bunyapraphasara, Hn Deputy Minister of Commerce, Thailand એ જણાવ્યું છે કે વાયબ્રન્ટ

ગુજરાત ગ્લોબલ સમિટ સોશિયો-ઇકોનોમી ડેવલપમેન્ટ માટેનું પ્લેટફોર્મ બની છે. આશિયાન અને ઇન્ડિયાના

પરસ્પરના વિકાસ સહયોગથી વેપાર-મુડીરોકાણ માટેની તકો સાથે સાંસ્કૃતિક આદાનપ્રદાન પણ વધુ મજબુત બનશે

તેમ તેમણે ઉમેર્યું હતું.

Mr. Kim Yong Rae, Hn Deputy Minister for TradeIndustry and Energy, South Koreaએ જણાવ્યું કે, ભારત-દક્ષિણ

કોરિયાના આર્થિક સંબંધો વધુ મજબુત બન્યા છે. પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીની આગવી પહેલને કારણે ભારતમાં

આર્થિક સુધારાઓ થતા ભારતમાં મુડીરોકાણ વધી રહ્યું છે. દક્ષિણ કોરિયા પણ ભારતમાં મહત્તમ મુડીરોકાણ કરશે તેમ

તેમણે ઉમેર્યું હતું.

Hon. Mr. Tjekero Tweya, Hon, Minister for Industrialization, Trade and SME

Development, Namibia

Hon. Mr. Tjekero Tweya, Hon, Minister for Industrialization, Trade and SME Development, Namibiaએ

વાયબ્રન્ટ સમિટમાં આમંત્રણ બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભારતમાં હંમેશા ઉષ્માભર્યો આવકાર મળ્યો

છે. ઇન્ડિયા અને નામિબિયા વચ્ચે વર્ષોથી વ્યૂહાત્મક સંબંધો રહ્યાં છે. વર્ષ ર૦૧૬માં ભારત અને નામિબિયા વચ્ચે

સેન્ટર ફોર એક્સલન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને મેનેજમેન્ટ રીફોર્મ ક્ષેત્રે કરાર થયા હતા તે પરિપૂર્ણ કરવામાં

આવ્યા છે. નામિબિયામાં માઇનિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિ અને ઉત્પાદન ક્ષેત્રે રહેલી રોકાણની તકો વિશે પણ યુત

જેકેરોએ માહિતી આપી હતી.

Dr. Thani Al David Zeyoubi, Honorable Minister of Climate Change and Environment, UAE એ કહ્યું હતું કે,

ભારત અને યુનાઇટેડ આરબ અમિરાત વચ્ચે વર્ષોથી વ્યાપારીક સંબંધો રહ્યા છે. આ વાયબ્રન્ટ સમિટમાં પણ યુ.એ.ઇ.

પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયુ છે. વાયબ્રન્ટ સમિટના માધ્યમથી ભારત અને યુ.એ.ઇ.ના સંબંધો વધુ મજબૂત થશે.

Mr. Matthew Griswold Bevin, Governor, Commonwealth of Kentucky, USA

યુ એસ એ, કોમોનવેલ્થ ગવર્નર  મેથ્યુ બેવીને આ તકે વાયબ્રન્ટ ગુજરાત સમિટ ખુબજ મોટા પાયે સફળતા પૂર્વક

આયોજન કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી , મુખ્યમંત્રી   સહીત સ્ટેજ , ડેકોરેશન ,

સાઉન્ડ, ટેક્નિકલ સહીત તમામ સંયોગીઓ નો આભાર માન્યો હતો. તેમણે ખુબજ પ્રેરણાત્મક વાતો વિવિધ ઉદારણ

સાથે કરી હતી. અબ્રાહમ લિંકનનું ઉદારણ આપતા તેમણે જણાવ્યું હતું કે આપણે જયારે વિશિષ્ટ કામ કરીએ છીએ

ત્યારે લોકો તેના વિષે નકારાત્મક પ્રતિભાવ આપતા હોય છે પરંતુ આપણે તેના પ્રત્યે દુર્લક્ષ સેવવું અને માત્ર આપણા

વિઝન તરફ આગળ વધવું જોયીએ.

તેમણે આ તકે સરળતા તરફ ઈશારો કર્યો હતો. બિઝનેસ ગ્રોથ આડે રેગ્યુલેશન, બ્યુરોક્રેસીનો પ્રભાવ શક્ય તેટલો દૂર

કરવો જોઈએ તેમ તેમનું માનવું હતું. સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નિર્માણ માટે તેમણે પ્રધાનમંત્રીને

અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઈડેડ વી ફોલ… આવો સૌ સાથે મળી આગળ

વધીએ…

ઓસ્ટ્રેલિયા ગવર્નર જનરલ  ડેવિડ હર્લી એ આ ભારત અને ઓસ્ટ્રેલિયાને ખુબ જ નજીકના મિત્રો ગણાવ્યા હતા.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટની રમતનો ઉલ્લેખ કરતા ભારતના કેપ્‍ટન વિરાટ કોહલીને સફળ કેપ્‍ટન ગણાવ્યા

હતા તે જ રીતે પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીને સક્સેસફુલ કેપ્‍ટન ઓફ ઇન્ડિયા ગણાવ્યા હતા.

આ તકે બન્ને દેશો વચ્ચે સ્ટ્રોંગ બિઝનેસ રિલેશનશિપ હોવાનું તેમણે ઉમેર્યું હતું. ઓસ્ટ્રેલિયા ગુજરાતમાં

એગ્રિકલચર સહિતના સેક્ટરમાં સહભાગી બનવા માંગે છે. આ તકે  ડેવિડ હર્લી એ પ્રધાનમંત્રી ના 'ન્યુ ઇન્ડિયા'

વિઝનને તેમણે આવકાર્યુ હતું.

H.E. Mr. Benjamin Netanyahu, Prime Minister of Isreal (Video Message)

ઈઝરાઈલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્હયુએ વિડીયો મેસેજ દ્વારા સમિટને શુભેચ્છા પાઠવી હતી તેમજ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી ની ઈઝરાઈલ મુલાકાતને યાદ તાજી કરી હતી.

ગુજરાત સરકાર સાથે વોટર, એનર્જી, સિક્યોરિટી સહિતના સેક્ટરમાં સહભાગી બનવા તેમણે તત્પરતા દર્શાવી હતી.

આ ટકે તેમણે પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીને ગ્રેટ વિઝનરી લીડર તરીકે નવાજ્યા હતા જેને ઉપસ્થિત સમુદાયે

તાળીઓથી વધાવી લીધા હતા.

H.E. Mr. Andrej Babis, Prime Minister , Czech Republic

ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી  એન્ડ્રેજ બાબીસે ગુજરાતને ન્યુ મેન્યુફેક્ચરિંગ કેપિટલ તરીકે ગણાવતા જણાવ્યું હતું કે,

ગુજરાત એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઈકોનોમીનું હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાત સાથે આવનારા સમયમાં

ઓટોમોટિવ, એન્જીન્યરીંગ તેમજ એનર્જી સહિતના વિવિધ સેક્ટરમાં વ્યવસાયિક સંબંધો આગળ વધારવા પૂર્ણ

સહયોગ મળશે તેવો વિશ્વાસ આ તકે તેમણે વ્યક્ત કર્યો હતો.

ડેનમાર્કના પ્રધાનમંત્રી લાર્સ લોક્કે રેસ્મુસેન એ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની વડાપ્રધાન  મોદી અને

મુખ્યમંત્રી  રૂપાણીને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ભારત અને ડેનમાર્ક બને વચ્ચે ગુજરાતમાં બિઝનેસ કરવા

માટે હકારાત્મક વાતાવરણ ઉપલબ્ધ છે ત્યારે "આવો સાથે મળીને કરીએ"( come togather, do togather) ના ધ્યેયને

સાર્થક કરવા કટિબધ્ધ થવુ જોઇએ

ગુજરાત અને ડેનમાર્ક વચ્ચે બિઝનેશ માટે વિપુલ માત્રામાં તકો ઉપલબ્ધ છે ખાસ કરીને ખેતી, પશુપાલન, ટકાઉ

ઉર્જા, તથા અન્ય વિવિધ ક્ષેત્રોનો લાભ લેવા અને વાઇબ્રન્ટ ગુજરાતમાં અમોને આમંત્રિત કરવા બદલ આભાર વ્યક્ત

કરો હતો

H.E. Dr. Joseph Muscat, Prime Minister, Republic of Malta

રિપબ્લિક ઓફ માલ્ટાના પ્રધાનમંત્રી ડો. જોસેફ મસ્કટે વાયબ્રન્ટ ગુજરાત સમિટને સફળતા પ્રાપ્ત થાય તેવી શુભેચ્છા

પાઠવતા જણાવ્યું હતું કે ભારત અને ખાસ કરીને ગુજરાતમાં બિઝનેસ કરવા માટે સકારાત્મક વાતાવરણ ઉપલબ્ધ છે.

ભારત લોકશાહી દેશ છે, અહીં ઓપન માઇન્ડેડ લોકો અને સંસ્થા છે જેના થકી પોલિસી અને બિઝનેશ માટે વિપુલ

માત્રામાં તકો ઉપલબ્ધ છે જેનો લાભ લેવા અને વાઇબ્રન્ટ ગુજરાતમાં અમોને આમંત્રિત કરવા બદલ આભારી છીએ

તેમ ડો. જોસેફે જણાવ્યું હતું.

H.E. Mr. Shavkat Mirziyoyev, President , Republic of Uzbekistan

વાઇબ્રંત ગુજરાત ગ્લોબલ સમિટમાં ઉઝબેકિસ્તાનના પ્રજાસત્તાક શેવકત મિર્ઝિઓયેવ એ ગુજરાતને સમ્બોધીને કહ્યુ

હતું કે પ્રાચીન સમયથી ગુજરાત વેપાર અને સાહસિકતાના સંદર્ભમાં અગ્રણી રહ્યુ છે, વાઇબ્રંત ગુજરાત ગ્લોબલ સમિટ

ફક્ત પરંપરા નહીં, પણ આધુનિક ભારતના વ્યવસાયની ભાવનાને ખરા અર્થમા ઉજાગર કરે છે.

ઉઝબેકિસ્તાન પોતાની વિદેશ નીતિના ભાગરુપે ભારત સાથેની લાંબા ગાળાના વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત

બનાવવી તથા દ્વિપક્ષીય સહકારની પહેલને આગળ ધપાવવાનું છે.

ઇંફોર્મેશન એન્ડ ટેક્નોલોજી, સૉફ્ટવેર, કૃષિ, રિન્યુએબલ એંનર્જી અને તાલીમ નિષ્ણાતોમાં સંયુક્ત પ્રોજેક્ટ્સ અમલમાં

મૂકવાની દરખાસ્ત કરી હતી તથ પહેલું પગલું આ દિશામાં લેવામાં આવ્યું છે જેન ભાગરુપે તાશકેન્ટમાં એક જોઇંટ

ટેક્નોપાર્ક ની સ્થાપવામાં કરવામા આવશે.

ઉઝબેકિસ્તાન મુખ્યત્વે ઊર્જા, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઇલ, ચામડાની અને ફૂટવેર, રાસાયણિક ઉદ્યોગ, પ્રવાસન

જેવા ક્ષેત્રોના પ્રોજેક્ટ્સના અમલીકરણમાં રસ ધરાવે છે.

ચાલુ વર્ષે ઉઝબેકિસ્તાનમાં યુવા ફોરમનું આયોજન કરવામા આવ્યુ છે તેને ધ્યાનમા રાખીને ઉઝબેકિસ્તાનના વડાએ

2020 માં ઉઝબેકિસ્તાનમાં ભારતીય સંસ્કૃતિના વર્ષ તરીકે તથા ભારતમા ઉઝબેક સંસ્કૃતિના વર્ષ તરીકે ઉજવવાનો

પ્રસ્તાવ મૂક્યો હતો.

દાંડી કુટિર ખાતે વડાપ્રધાન દ્વારા ગાંધી યાત્રા-થ્રીડી પ્રોજેકશન મેપિંગ શોનું ઉદઘાટન

………………………..

માલ્ટા અને ચેક રિપબ્‍લિકના પ્રધાન મંત્રી અને

ગુજરાતના મુખ્ય મંત્રી  ની ખાસ ઉપસ્થિતિ

………………………..

વડાપ્રધાન નરેન્દ્ર.ભાઇ મોદી દ્વારા ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર, દાંડી કુટિર ખાતે ગાંધી યાત્રા-

થ્રીડી પ્રોજેકશન મેપિંગ શોનું ઉદઘાટન કરવામાં આવ્યું.

પ્રધાન મંત્રીના ડ્રિમ પ્રોજેકટ એવા મહાત્મા મંદિર અને દાંડી કુટીરમાં આ નવું નજરાણું ઉમેરાયું છે.

પ્રધાનમંત્રીએ આતુરતાપૂર્વક ગાંધીજીના જીવન-કવન ઉપર આધારિત સમગ્ર શો ખૂબ જ રસપૂર્વક

નિહાળ્યો હતો.

આ પ્રસંગે રિપબ્લિક ઓફ માલ્ટાના પ્રધાનમંત્રી ડો. જોસેફ મસ્કટ અને ફસ્ટવ લેડી મિસીસ મસ્કટ,

ચેક રિપબ્લિકના પ્રધાન મંત્રી  એન્ડ્રેજ બાબીસ સાથે ફસ્ટમ લેડી મિસીસ બાબીસ, ગુજરાતના

રાજયપાલ ઓ.પી.કોહલી, ઓસ્ટ્રેલિયાના ગર્વનર જનરલ  ડેવિડ હર્લી, ગુજરાતના મુખ્ય મંત્રી

વિજયભાઇ રૂપાણી સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહીને રસ પૂર્વક શો નિહાળ્યો હતો.

ગ્રામ વિકાસ કમિશનર મોના ખંધારે પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદી સહિત ઉપસ્થિત

મહાનુભાવોનું ચરખો તથા મહાત્મા ગાંધીના પુસ્તકો અર્પણ કરીને સ્વાગત કર્યું હતું. ૧૮૦ ડીગ્રી થ્રીડી શોની

વિગતો આપી તેમણે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીના આધ્યાત્મિક આત્મબળ, સત્ય-અહિંસાના મૂલ્યોની

ક્ષમતા, સામાજિક ઉત્થાનની આગવી વિચારધારા તથા તેમના જીવન-કવન દ્વારા સમગ્ર વિશ્વ ઉપર સદાકાળ

માટે સ્થાપિત થયેલી હકારાત્મક અસરને આ શો દ્વારા પ્રદર્શિત કરવામાં આવી છે.

મેઇક ઇન ઇન્ડિયા અભિયાન

ડિફેન્સ અને એરોસ્પેસ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાનો પુરૂષાર્થ

……………………

ઉદ્યોગ સાહસિકતા, માળખાકિય સુવિધા અને જ્ઞાનના સંગાથે

ગુજરાત બનશે ડિફેન્સ અને એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝનું હબ

……………………

ડિફેન્સ અને એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર આપશે મહત્વ

ધોલેરામાં સંરક્ષણ સાધનોના ઉત્પાદન માટે વિશાળ તક

સંરક્ષણ સાધનોના ઉત્પાદન માટે સ્થાનિક કંપનીઓએ

કુલ રૂા.૧૪૦૦ કરોડના ચાર એમ.ઓ.યુ. કર્યા

……………………

ભારત દેશ શસ્ત્રોની આયાતમાં વિશ્વનો ત્રીજા નંબરનો દેશ છે. દર વર્ષે કરોડો રૂપિયાનું વિદેશી

હુંડિયામણ વિદેશી શસ્ત્રો ખરીદવા આપવુ પડે છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળની

કેન્દ્ર સરકારે મેઇક ઇન ઇન્ડિયા અભિયાન અંતર્ગત સંરક્ષણ સાધનોનું સ્વદેશી ઉત્પાદનને પ્રાથમિકતા

આપી છે. ભારતને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા ગુજરાત રાજ્યે મુખ્યમંત્રી

રૂપાણીના નિર્ણાયક નેતૃત્વ હેઠળ પહેલ કરીને એરોસ્પેસ અને ડિફેન્સ પોલિસી જાહેર કરી છે.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની નવમી કડીમાં પ્રથમવાર ઓપોર્ચ્યૂનિટીઝ ફોર ઇન્ડસ્ટ્રીઝ ઇન

ડિફેન્સ એન્ડ એરોસ્પેસ વિષયક સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં ભારતને સંરક્ષણ સાધનોના

ઉત્પાદનમાં સ્વનિર્ભર બનાવવા સંદર્ભે તજજ્ઞો દ્વારા ચર્ચા-વિમર્શ કરવામાં આવ્યા હતાં.

પ્રસ્તુત સેમિનારના બે સત્રમાં વિભાજીત પ્રથમ સત્રમાં મેઇક ઇન ઇન્ડિયા અંતર્ગત ડિફેન્સ

એન્ડ એરોસ્પેસ સેક્ટર વિષય પર સંરક્ષણ ક્ષેત્રના તજજ્ઞોએ મનનીય વિચારો અભિવ્યક્ત કર્યાં હતા.

એરફોર્સના એ.વી.એમ.  વી.કે.ગર્ગે જણાવ્યું હતું કે, મેઇક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ તથા આઇ.ડેક્ષ

જેવા કાર્યક્રમોથી દેશમાં સંરક્ષણ સાધનોના ઉત્પાદનની પ્રક્રિયાને વેગ મળ્યો છે.

દેશમાં એક નવી ઇન્ડસ્ટ્રીઝનો પ્રારંભ થયો છે. આ ક્ષેત્રમાં રોજગારી અને મૂડીરોકાણની વિપુલ

સંભાવનાઓ રહેલી છે ત્યારે ગુજરાતના ઉઘોગોએ પણ સંરક્ષણ સાધનોના ઉત્પાદન ક્ષેત્રમાં આગળ

આવવુ જોઇએ.

ભારતની એરફોર્સ એકમાત્ર એવું સંરક્ષણ દળ છે કે જેની પાસે પોતાની અલાયદી સેલ્યુલર

સેવા છે. ડિઝીટલ ઇન્ડિયાના અભિયાન હેઠળ એરફોર્સના આધુનિકરણનું મહત્વપૂર્ણ કાર્ય થઈ રહ્યું છે.

એનો ઉલ્લેખ કરતા એરફોર્સના એ.વી.એમ.  વી.આર.ક્રિષ્ણાએ જણાવ્યું હતું કે, કોઇપણ સંરક્ષણ

દળ માટે સમયની સાથે આધુનિકરણ કરવુ તે જરૂરી છે. ભારતીય એરફોર્સ દેશની રક્ષા માટે તેની

સિગ્નલ અને રડાર સિસ્ટમ અપડેટ કરી રહી છે. જેમાં ડિઝીટલ ઇન્ડિયા અભિયાનની ભૂમિકા ખૂબ

મહત્વની છે. આ સાથે,  ક્રિષ્ણાએ ઉમેર્યું હતું કે મેઇક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ આગામી

દશકમાં તમામ પ્રકારના વિમાન તથા હેલિકોપ્ટરનું ઉત્પાદન દેશમાં કરવામાં આવશે.

ગુજરાત રાજ્ય સંરક્ષણ સાધનોનાં ઉત્પાદનમાં ધ્યાનાકર્ષક પ્રગતિ કરી રહ્યું છે. સશસ્ત્ર દળ

માટે ઉપયોગી એવી ૧૫૫ એમ.એમ. તોપનું ઉત્પાદન ગુજરાતમાં કરવામાં આવી રહ્યું છે. આ

ઉપરાંત ધોલેરા ખાતે સંરક્ષણ સાધનોનું ઉત્પાદન કરી શકે તે માટે આંતરમાળખાકીય સુવિધાઓ

ઊભી કરવામાં આવનાર છે. ત્યારે આવનારા સમયમાં ગુજરાત સંરક્ષણ સાધનોનું ઉત્પાદન જ નહીં

પણ નિકાસ ક્ષેત્રે ચાવીરૂપ ભૂમિકા ભજવશે, તેમ લેફટનન્ટ જનરલ  એસ એસ હસબનીસે જણાવ્યું

હતું. તેમણે ગુજરાતના યુવાઓને સ્ટાર્ટઅપના માધ્યમથી સંરક્ષણ સાધનોના ઉત્પાદનમાં યોગદાન

આપવા જણાવ્યું હતું.

આ સેમિનારમાં કલ્યાણી ગૃપનાં ચેરમેન  બાબા કલ્યાણીએ ગુજરાતમાં ડિફેન્સ

ઇક્વીપમેન્ટના ઉત્પાદનની વિશાળ તકો ઉપલબ્ધ છે, તેમ જણાવ્યું હતું. આ સાથે ગુજરાતમાં

ઉપલબ્ધ શ્રેષ્ઠ માળખાકીય સુવિધા, યુવાધન અને વિશાળ ભૂ-ભાગ તેને ડિફેન્સ સેક્ટરમાં અગ્રેસર

બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

એર માર્શલ  આર.કે.ધીરે જણાવ્યું હતું કે, અવકાશ (સ્પેસ), રોકેટ સાયન્સ અને ઇન્ફોર્મેશન

ટેકનોલોજીમાં ભારતીય યુવાધને કાઠુ કાઢયું છે, હવે સમય છે સંરક્ષણ સાધનોમાં ઉત્પાદનમાં દેશને

સ્વનિર્ભર બનાવવાનો, આગામી દશકમાં ભારત આ ક્ષેત્રમાં નિકાસ કરતો દેશ બની રહેશે, તેવો

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

‘‘મેઈક ઇન ઇન્ડિયા ઈન ડિફેન્સ એન્ડ એરોસ્પેસ સેક્ટર’’ વિષયક સેમિનારમાં કેન્દ્રના ડિફેન્સ

પ્રોડક્શન વિભાગના સચિવ  ડૉ. અજય કુમારે જણાવ્યું હતું કે, ટેકનોલોજીનો સ્વીકાર કર્યા વિના

ડિફેન્સ અને એરોસ્પેસ ક્ષેત્રે આગળ વધુ મુશ્કેલ છે. તેમણે ભારત સરકારની પ્રોત્સાહક પહેલને

વર્ણવતા કહ્યું હતું કે, સરકાર ચાર પદ્ધતિથી ઉદ્યોગ સાહસિકોને સંરક્ષણ સાધનોના ઉત્પાદન ક્ષેત્રે જોડે

છે.

જેમાં મેઈક-ટુ પ્રોજેક્ટ અંતર્ગત સરકારે ૩૪ આઈટમ પસંદ કરીને મૂકી છે અને ઉદ્યોગોને

આહવાન કર્યું છે કે, એમના કૌશલ્યનો ઉપયોગ કરી આ નવતર આઈટમોનું આર્મી માટે નિર્માણ

કરવામાં આવે. આ સિવાય સુઓમોટો અભિગમ દ્વારા ઉદ્યોગો લશ્કરને પોતાના આઇડિયા-પ્રોડકટ

પુરા પાડે. આ માટે આવા ઇનોવેટિવ આઇડિયા અને ઉત્પાદન માટે લશ્કરની ત્રણેય પાંખમાં નોડલ

ઓફિસર તેની ઉપયોગીતા અને મહત્વને ધ્યાને લઇ તેનો સ્વિકાર કરે છે. ત્રીજી પદ્ધતિ ઇનોવેશન

ફોર ડિફેન્સ એકસલેન્સ ફોર ડિફેન્સ સંબંધી ચેલેન્જીસ મૂકવામાં આવે છે આવી ૧૧ ચેલેન્જીસ સાઈટ

ઉપર મુકાઈ છે જેના સોલ્યુશન માટે ૫૨૦ રિસ્પોન્સ મળ્યા છે. આ આઈડેક્સ એ સ્ટાર્ટઅપ અને સેના

વચ્ચેની જોડતી કડી છે. જ્યારે ચોથી પદ્ધતિ ડિફેન્સ ઈન્વેસ્ટર્સ સેલ છે. જેના દ્વારા પ્રોજેક્ટ તૈયાર

કરવાથી માંડીને નાણાકીય મદદ સુધીની સુવિધા મળે છે. આજે સરકારની સહાય નીતિઓના કારણે

રશિયન કંપનીઓ ભારતમાં સ્પેરપાર્ટ બનાવવા તૈયાર થઈ છે. આવા સંજોગોમાં ગુજરાત પાસે

પૂરતી તક છે ડિફેન્સ અને એરોસ્પેસ સાધનોના ઉત્પાદન માટે નવું ડેસ્ટિનેશન બનવાની.

આ પ્રસંગે યોજાયેલી પેનલ ડિસ્કશનમા આડા-એરોનોટિક્સ ડેવલપમેન્ટ એજન્સીના ડિરેક્ટરે

ડો. ગિરીશ દેવધરે જણાવ્યું હતું કે, લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટના નિર્માણ માટે પહેલા નાના-નાના

નાયબ મુખ્ય ની ઉપસ્થિતિમાં બંદર વિકાસ અને

સંલગ્ન ક્ષેત્રોના ૧પ જેટલા એમ.ઓ.યુ. થયા

……………………

મત્સ્યોઘોગ એ ગુજરાતના બંદરોનો અને વહાણવટાના

ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની ઝાંખી કરાવતી કોફી ટેબલ બૂકનું કર્યું વિમોચન

……………………

ગુજરાતમાં મેરીટાઇમ યુનિવર્સિટીની સ્થાપના થઇ રહી છે અને

ટ્રાન્સશીપમેન્ટ પોર્ટની સ્થાપના વિચારાધીન છે :  આર.સી.ફળદુ

રાજ્યના નાયબ મુખ્ય  નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં બંદરો અને સંલગ્ન ક્ષેત્રોના

વિકાસને લગતા ગુજરાત મેરીટાઇમ બોર્ડ આયોજિત પરિસંવાદમાં જી.એમ.બી. તેમજ વિવિધ ક્ષેત્રોના સ્ટેક

હોલ્ડર વચ્ચે બંદરોના વિકાસ તેમજ સંલગ્ન ક્ષેત્રો વિષયક ૧પ એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. આ

પ્રસંગે મત્સ્યોઘોગ રાજ્ય આર.સી.ફળદુએ ગુજરાતના બંદરોને અને વહાણવટાના ભૂતકાળ

વર્તમાન અને ભવિષ્યની ઝાંખી કરાવતી કોફી ટેબલ બુકનું પણ વિમોચન કર્યું. આ પ્રસંગે રાજ્યના ઊર્જા

સૌરભભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલા વાયબ્રન્ટ ગુજરાત સમિટે ગુજરાતની વ્યાપાર

વિષયક સમૃદ્ધિની છબી પ્રસ્થાપિત કરી છે તેવી લાગણી વ્યક્ત કરતા  ફળદુએ જણાવ્યું કે,

ગુજરાત ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયાકાંઠો ધરાવે છે. તેને અનુલક્ષીને રાજ્ય સરકારે બંદરોના વિકાસ

દ્વારા ગુજરાતના વિકાસને વેગ આપવાનું સમુચિત આયોજન કર્યું છે.

ગુજરાતમાં મેરીટાઇમ યુનિવર્સિટી બનાવવામાં આવી રહી છે એવી માહિતી આપતા એ

જણાવ્યું કે, તેનાથી વહાણવટા અને બંદરોના વિકાસના ક્ષેત્રમાં જરૂરી માનવસંપદાનું નિર્માણ થશે.

વર્તમાન સમયમાં ટ્રાન્સશીપમેન્ટ પોર્ટ્‍સની અગત્યતા વધી ગઇ છે અને ગુજરાતે તેની

સ્થાપનાની દિશામાં વિચારણા શરુ કરી છે, બંદરો અને દરિયાઇ પરિવહનના વિકાસથી રોડ ટ્રાફિકની

સમસ્યા હળવી થાય છે અને બળતણ બચત તથા પર્યાવરણીય ફાયદાઓ પણ થાય છે.

તેમણે જણાવ્યું કે, દેશના બંદરોની સરખામણીમાં ગુજરાતના બંદરો કાર્ગો હેન્ડલીંગમાં અગ્રેસર છે.

ગુજરાતના બંદરો દ્વારા વાર્ષિક ૩૭૧ મિલિયન મેટ્રીક ટન કાર્ગોનું સંચાલન કરવામાં આવે છે. એટલે કે

ગુજરાતના બંદરો પર દરરોજ ૧ મિલિયન મેટ્રીક ટન કરતા અધિક કાર્ગોનું હેન્ડલીંગ થાય છે.

ગુજરાતે બંદરોના વિકાસ સાથે સામાજિક વિકાસ જોડયો છે, અને બંદરોના વિકાસ માટે જરૂરી

રસ્તાઓ અને રેલ કનેક્ટિવિટી ઊભી કરવામાં આવી રહી છે. આ સેમિનારના આયોજન માટે ગુજરાત

મેરીટાઇમ બોર્ડને અભિનંદન આપતા એ જણાવ્યું હતું કે, આ સેમિનારમાં મળેલા સૂચનો અને તેની

ચર્ચાઓના સારનો પોર્ટ સેક્ટરની ભાવિ નીતિઓના ધડતરમાં સમાવેશ કરવામાં આવશે. ૧૯૯૫માં પોર્ટ

પોલિસી બનાવવાની ગુજરાતે પહેલ કરી હતી અને તેમાં ખાનગી સહભાગીદારી જોડવાનો માર્ગ મોકળો

કર્યો હતો

ભારત સરકારનું વાણિજ્ય મંત્રાલય લોજીસ્ટીક કોસ્ટ ભટાડવા પ્રયત્નશીલ છે તેમજ બંદરો અને

જળ પરિવહન લોજિસ્ટિક કોસ્ટ ધટાડવામાં ખૂબ જ ઉપયોગી બની શકે તેવી લાગણી વ્યક્ત કરતા

રાજ્યના મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંધે જણાવ્યું હતું કે, ગુજરાત મેરીટાઇમ ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યું

છે, અને ગુજરાતના મેરીટાઇમના ક્ષેત્રમાં કેપિસિટી બિલ્ડિંગ અને માળખાકીય સંરચના સહિત વિકાસની

ઉજળી સંભાવનાઓ છે.

તેમણે ગુજરાતમાં ટ્રાન્સશીપમેન્ટ પોર્ટ અને ડીપ ડ્રાફટ પોર્ટ્‍સની આવશ્યકતા જણાવી હતી તેમજ

આ સેમિનારનું વૈચારિક આદાનપ્રદાન મેરીટાઇમ સેક્ટરને માર્ગદર્શક બની રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરી

હતી.

બંદરો અને પરિવહન વિભાગના અગ્રસચિવ મતી સુનયના તોમરે સૌને આવકારતા જણાવ્યું

હતું કે, પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં શરૂ કરાવેલો દ્વિ વાર્ષિક વાયબ્રન્ટ સમિટ એક

પ્રતિષ્ઠિત ગ્લોબલ ફોરમ બની ગયો છે તેના આયોજનથી ઔઘોગિકની સાથે રાજ્યના સામાજિક, આર્થિક

વિકાસને પણ વેગ મળ્યો છે.

આઇ.આઇ.એમ. (બેંગ્લોર)ના ડાયરેક્ટર પ્રાધ્યાપક  જી.રધુરામે ભારતના પોર્ટ સેકટરના

ભૌગોલિક, રાજકીય પરિબળોની અસરની છણાવટ કરી હતી. આ ઉપરાંત ભારત સરકારના વહાણવટાના

સચિવ  ગોપાલકૃષ્ણ, વર્લ્ડ મેરીટાઇમ યુનિવર્સિટીના  સુઓમા, પોર્ટ ઓફ રોર્ટરડમના બિઝનેસ

મેનેજર  એલેકઝાન્ડર ફિલિપ્સન, એપીએમ ટર્મિનલના એમ.ડી.  કેલ્ડ પેડેર્સન, ટ્રાન્સપોર્ટ એન્ડ

આઇસીટી ગ્લોબલ પ્રેક્ટિસના સિનિયર પોર્ટ અને મેરીટાઇમ ટ્રાન્સપોર્ટ સ્પેશિયાલિસ્ટ  બિજુ નિનાન

ઓમેન સહિત વર્લ્ડ બેન્કના વિવિધ મરિન ઉઘોગ સાથે સંકળાયેલા જાણીતા અને નામાંકિત વ્યક્તિઓએ

ઉપસ્થિત રહીને પરામર્શ કર્યો હતો.

ગુજરાતમાં કન્ટેનરશીપમેન્ટ (ટ્રાન્સશીપમેન્ટ) વધારવાની

જરૂર છે અને તેની ઉજળી સંભાવનાઓ છે :  જી. રધુરામ

……………………

નવમા વાયબ્રન્ટના પગલે રાજ્યમાં બંદરોના વિકાસને સંલગ્ન ક્ષેત્રોમાં

રૂા.૩૬,૧૨૮ કરોડ જેટલી નવા નિવેશની ઉજળી સંભાવના

……………………

ગુજરાતના બંદરો પરથી દેશના કુલ કાર્ગો ટ્રાફિક પૈકી ૪૦ ટકા ટ્રાફિકનું સંચાલન થાય છે તેવી જાણકારી

આપતા આઇ.આઇ.એમ. (બેંગ્લોર)ના પ્રાધ્યાપક  જી. રધુરામે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કન્ટેનરશીપમેન્ટ

(ટ્રાન્સશીમેન્ટ) વધારવાની જરૂર છે, અને તેની ઉજળી સંભાવનાઓ છે.

ગુજરાતમાં બંદરો અને દરિયાઇ પરિવહનના વિકાસની સંભાવનાઓ ઉપર પ્રકાશ પાડતા  રધુરામે

જણાવ્યું કે, દેશના ઉત્તર-પヘમિના જે વિસ્તારો દરિયાથી વંચિત છે, એમને માટે દરિયાઇ વ્યાપારનું પ્રવેશ દ્વાર

ગુજરાત બની શકે છે, અને અખાતના તેમજ મેડિટેરેનિયન દેશોના બંદરો સાથે ગુજરાતના બંદરોની સમીપતા આ

સંભાવનાઓને વધુ ઉજળી બનાવે છે. તેની સાથે બંદર અને દરિયાઇ પરિવહનના વિકસતા ક્ષેત્ર માટે

માનવસંપદાના વિકાસનું શૈક્ષણિક હબ પણ ગુજરાતને બનાવી શકાય છે. તેમણે ગુજરાતના એક કે બે બંદરોને

ટ્રાન્સશીપમેન્ટ પોર્ટ તરીકે વિકસાવવાની ભારપૂર્વક ભલામણ કરી હતી, અને આ ક્ષેત્રમાં યુ.એ.ઇ.ની માફક

ઇનોવેટિવ ટેકનોલોજીના વિનિયોગનો દિશાનિર્દેશ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત મેરીટાઇમ બોર્ડની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે નવમા વાયબ્રન્ટ સમિટના

ભાગરૂપે ગુજરાત મેરીટાઇમ બોર્ડને મુડીરોકાણ માટેના ૯૬ જેટલા ઇરાદાપત્રો મળ્યા છે. તેના બદલે બંદર અને

દરિયાઇ પરિવહનના ક્ષેત્રના ૩૬,૧૨૮ કરોડના નિવેશની સંભાવનાઓ સર્જાઇ છે. આ ક્ષેત્રમાં ૩૦ વ્યૂહાત્મક

ભાગીદારી સહિત ૧૨૬ પાર્ટનરશીપની દરખાસ્તો મળી છે. આ દરખાસ્તો મુખ્યત્વે નવીન પોર્ટ કેપિસિટીનું સર્જન,

રો રો, અને ક્રૂઝ ટર્મિનલનો વિકાસ તેમજ મેરી ટાઇમ પ્રવાસનના ઉત્તેજનને લગતી છે.

આ ઉપરાંત બંદરોના વિકાસ અને પ્લે સાઇડ પ્લાનિંગ સીમલેસ ઓપરેશન અને ઇન્ટિગ્રેશન જેવા પોર્ટ લેડ

ડેવલપમેન્ટમાં પડકારો સહિતના વિવિધ વિષયો ઉપર ચર્ચા વિચારણા થઇ. સાથે સાથે બંદરો અને રસ્તા, રેલ

કનેક્ટિવિટી, વિવિધ રાજ્યોમાં કર વ્યવસ્થાના અવરોધો, હાર્ડ અને સોફટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સંકલન, ડીઝાઇન અને

ટેકનોલોજી દ્વારા ક્ષમતા વધારવી, ક્રોસ બોર્ડર પરિવહન અને કાર્ગો મુવમેન્ટ તેમજ પર્યાવરણના જતન સહિતના

વિવિધ વિષયો ઉપર ઊંડાણપૂર્વક ચર્ચાઓ થઇ. નિષ્ણાતો દ્વારા પડકારો માટે યોગ્ય અને ટકાઉ ઉકેલો આપવામાં

આવ્યા.

વાયબ્રન્‍ટ ગુજરાત સમિટ-ર૦૧૯

મુખ્‍ય  સાથેની વિવિધ રાષ્‍ટ્રોના પ્રતિનિધિમંડળોની

વન-ટુ-વન બેઠકમાં પાંચ એમ.ઓ.યુ. થયા

……………………

મુખ્‍ય   વાયબ્રન્‍ટ ગુજરાત સમિટની આજે આરંભાયેલી ૯મી એડીશનના પ્રથમ

દિવસે બીજા સત્રમાં વિવિધ રાષ્‍ટ્રોના વડાઓ અને પ્રતિનિધિમંડળો સાથે યોજેલી વન-ટુ-વન બેઠકોમાં ગુજરાતના

વિવિધ વિકાસ ક્ષેત્રો માટેના પાંચ એમ.ઓ.યુ. સંપન્‍ન થયા હતા.

યુ.એ.ઇ., ફ્રાન્‍સ, રશિયા અને જાપાનના વિવિધ કંપની સંચાલકો સાથે થયેલા આ

એમ.ઓ.યુ.થી રાજ્યની ઔદ્યોગિક વિકાસયાત્રા, રોજગાર સર્જન અને કૃષિ ક્ષેત્રને વેગ મળશે તેમ જણાવ્‍યું હતું.

 મુખ્‍ય ની ઉપસ્‍થિતિમાં થયેલા એમ.ઓ.યુ.માં યુ.એ.ઇ.ની ઇગલ હિલ્‍સ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ અને ગુજરાત

સરકાર વચ્‍ચે રૂા. ૩૪૦૦ કરોડના ખર્ચે કચ્‍છમાં એગ્રો મેગા ફૂડસિટી, ડીપ-સી ફિશીંગ અને લોજિસ્‍ટીક હબ

નિર્માણના એમ.ઓ.યુ.

 રશિયાના નાયરા એનર્જી અને ગુજરાત વચ્‍ચે વાડીનારમાં રૂા. ૬૦૦૦ કરોડના ખર્ચે પ્રોલી પોપેલીન રીકવરી

યુનિટ માટેના એમ.ઓ.યુ.

 નાયરા એનર્જી સાથે ગુજરાતમાં કલાયમેટ સ્‍માર્ટ એગ્રીકલ્‍ચર દ્વારા ૧૫ ગામોના ખેડૂતોની ર૫૦૦ હેકટર

જમીનમાં સોલાર એનર્જી અને ડ્રીપઇરીગેશન દ્વારા આત્‍મનિર્ભરતા માટેના એમ.ઓ.યુ.

 ફ્રાન્‍સના કેમાપ્રાઇડ ટેસ્‍નેગૃપ અને ગુજરાત વચ્‍ચે નેશનલ કોલ્‍ડ ચેઇન લેબોરેટરીની સ્‍થાપના માટેના

એમ.ઓ.યુ.

 સૂઝૂકી મોટર્સ દ્વારા હાંસલપુર ખાતે રૂા. ૧ર૫૦ કરોડના ખર્ચે લિથીયમ આર્યન બેટરી ઉત્‍પાદન માટે એમ.ઓ.યુ.

કરવામાં આવ્‍યા હતા.

મુખ્‍ય એ આ વર્ષના વાયબ્રન્‍ટ સમિટમાં આવા વિકસીત રાષ્‍ટ્રોના વડાઓની સહભાગીતા નવા

સિમાચિન્‍હો પાર કરશે તેવો વિશ્વાસ વ્‍યકત કર્યો હતો.

મુખ્‍ય  સાથેની આ વન-ટુ-વન બેઠકોની મેરેથોન શૃંખલામાં મુખ્‍ય સચિવ ર્ડા. જે. એન. સિંઘ, મુખ્‍ય

ના અગ્ર સચિવ  કે. કૈલાસનાથન, અગ્ર સચિવ  એમ. કે. દાસ તેમજ વિવિધ વિભાગોના વરિષ્‍ઠ સચિવો

પણ જોડાયા હતા.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ના

પ્રથમ દિવસે B2Bની ૯૦૦ બેઠકો યોજાઈ

………………….

B2B અને B2G બેઠક માટે

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ઉત્તમ પ્લેટફોર્મ બન્યું

………………….

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની નવમી કડીમાં આજે વિશ્વભરમાંથી આવેલા ઉદ્યોગકારો, ડેલિગેટ

અને વિદેશી પ્રતિનિધિઓ માટે B2B અને B2G બેઠક યોજાઈ હતી. જેમાં B2Bની ૯૦૦ બેઠકો પ્રથમ દિવસે

જ યોજાઈ હતી.

આજે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયેલી B2B બેઠકમાં ૫૩ જેટલી વિવિધ કંપનીઓ ડેલિગેટ

અને વ્યક્તિગત મુલાકાતો થઈ હતી. સાથોસાથ ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રિયા, બહેરિન, બેલજીયમ, બાંગ્લાદેશ,

હોંગકોંગ જેવાં વિવિધ દેશોના ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો.

આ સમિટમાં ૬૦૦ જેટલી B2G મીટીંગો ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સાથે સમિટના ત્રણ દિવસો

દરમિયાન યોજાશે. ૬૦૦ બેઠકમાંથી ૪૨૪ જેટલી બેઠકો વિવિધ ક્ષેત્રના ઉદ્યોગકારો અને રાજય સરકારના

અલગ-અલગ વિભાગો સાથે યોજાશે. B2Gની બેઠક થકી વ્યક્તિગત અને નાના વ્યવસાયકારોને સરકારની

વિવિધ સહાયકારી યોજના અને ચોક્કસ પોલિસી અંગેની માહિતી સરળતાથી મળી રહે છે.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૬૦૦ B2Gની બેઠક પૈકી ૯૨ બેઠકો વિદેશી પ્રતિનિધિઓ સાથે

થશે. જેમાં ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, ચાઈના, ફ્રાંસ, જર્મની, હોંગકોંગ, મોરક્કો, નેધરલેન્ડ, પોલેન્ડ, રશિયન

ફેડરેશન, સિંગાપુર, સ્વિટઝર્લેન્ડ, સ્પેન. યુ.એ.ઈ., યુ.કે., જેવા ૧૯ દેશોનો સમાવેશ થાય છે. આ પૈકી B2G

મિટિંગમાં જે વિદેશી કંપની ભાગ લઈ રહી છે. તેમાં સ્ટર્લિંગ કન્સ્ટ્રકશન એન્ડ મેઈન્ટેનન્સ પ્રા.લિ.,

આઈઆઈએમટી સ્ટીઝ, યુ.કે.ની મીસુમી હાઉસિંગ પ્રા.લિ., પ્રમુખ લિમિટેડ, સિદ્ધિ પ્રા.લિ. અને વેબ યુગ

ઈન્ફોટેક જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.

વાયબ્રન્‍ટ ગુજરાત સમિટ-ર૦૧૯

૯મી સમિટના પ્રારંભ દિવસે જ ધોલેરા SIRમાં ર૧ હજાર કરોડના રોકાણની જાહેરાત

………………….

ગુજરાતના સર્વગ્રાહી વિકાસની ઉત્‍તરોત્‍તર નવી દિશા તય કરતી વાયબ્રન્‍ટ સમિટની આજે શરૂ

થયેલી નવમી એડીશનના પ્રથમ દિવસે જ ધોલેરા SIRમાં પ્રથમ પ્રોજેકટરૂપે ર૧ હજાર કરોડ રૂપિયાના

રોકાણની જાહેરાત ઉદ્દઘાટન સત્રમાં કરવામાં આવી હતી.

ચીનની ટીન્‍સાન ઇન્‍ડસ્‍ટ્રીઝના ચેરમેન યુત શાંગે ધોલેરા SIRમાં વાર્ષિક ૪ લાખ ટન કેપેસિટીનો

ભારતનો સૌથી મોટો HR સ્‍ટીલ પ્‍લાન્‍ટ અને લિથીયમ આર્યન બેટરીના પ્રોજેકટમાં રૂા. ર૧ હજાર કરોડના

રોકાણની ઘોષણા કરી હતી. આ પ્રોજેકટ ટીન્‍સાન તેના ભારતીય સહભાગી ઇસ્‍કોન ગૃપ સાથે મળીને સાકાર

કરશે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, આ મેગા પ્રોજેકટને કારણે ધોલેરા SIRનો બહુવિધ વિકાસ દહેજ

અને હજીરાની પેટ્રન પર થશે એટલું જ નહીં, મોટાપાયે રોજગાર અવસર પણ મળશે અને અન્‍ય રોકાણોને

પણ પ્રોત્‍સાહન મળશે.

ધોલેરા SIR માટે ભારત સરકારે-ગુજરાત સરકારે એરપોર્ટ નિર્માણ તેમજ રૂા. ૩ હજાર કરોડના

અંદાજિત ખર્ચે અમદાવાદ ધોલેરા વચ્‍ચે ૬ લેન એકસપ્રેસ-વે માટેના ટેન્‍ડર બહાર પાડયા છે.

આ SIRમાં આંતરમાળખાકીય સુવિધા માટે પણ ૩ હજાર કરોડના કામો વિકાસના વિવિધ તબક્કે

પ્રગતિમાં છે.

આમ, ધોલેરાના SIR તરીકે ઇન્‍ડસ્‍ટ્રીયલ ડેવલપમેન્‍ટમાં વાયબ્રન્‍ટ સમિટ એક સક્ષમ માધ્‍યમ

બનશે.

પ્રધાનમંત્રીના દૃષ્ટિવંત નેતૃત્વ, દેશની પ્રગતિ અને ગુજરાતના વાતાવરણ વિષે

રાષ્ટ્રના વડાઓ, વિશ્વના પ્રતિનિધિઓ અને અગ્રણી ઉદ્યોગપતિઓ – કોણે, શું ક્હ્યું ?

…………………….

ગુજરાત સરકાર દ્વારા આયોજિત નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો મહાત્મા મંદિરના પરિસરમાં

શાનદાર શુભારંભ થયો છે. ૧પ રાષ્ટ્રો આ સમિટમાં પાર્ટનર બન્યા છે, તો ૧૧ સંગઠનો સહયોગી થયા છે. ભારતના

અન્ય ૮ રાજ્યો પણ આ સમિટમાં પોતપોતાના રાજ્યના પ્રમોશન માટે જોડાયા છે. આજે મહાત્મા મંદિરમાં મુખ્ય

કન્વેન્શન હોલમાં સમિટનો શુભારંભ સમારોહ યોજાયો હતો. વિવિધ રાષ્ટ્રોના વડાઓ, વૈશ્વિક સંગઠનોના પ્રતિનિધિઓ,

દેશ-વિદેશના સર્વોચ્ચ ઉઘોગપતિઓ સહિત અનેક મહાનુભાવોએ પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દૃષ્ટિવંત

નેતૃત્વની, ભારતની પ્રગતિની અને ગુજરાતના વેપાર-વાણિજ્યને સાનુકૂળ વાતાવરણની પ્રશંસા કરી હતી. વક્તવ્યોમાં

કોણે શું કહ્યું તેની આછેરી ઝલક અહીં પ્રસ્તુત છે.

એન.ચંદ્રશેખરન ટાટા સન્સના ચેરમેન

ગુજરાત ટાટા ગૃપનું સૌથી મોટુ ભાગીદાર રહ્યું છે, એમ જણાવતા ટાટા સન્સના ચેરમેન  ચંદ્રશેખરને ઉમેર્યું

કે, દૃષ્ટ્રિવંત પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સક્ષમ નેતૃત્વમાં ભારત સમગ્ર વિશ્વમાં આર્થિક-સામાજિક અને

ઔદ્યોગિક રીતે આગળ વધી રહ્યું છે.

ગુજરાત સમગ્ર દેશમાં વિકાસનું ગ્રોથ એન્જિન બની રહ્યું છે. ટાટા ગૃપ દ્વારા ગુજરાતમાં રીન્યૂઅલ એનર્જી,

હોટલ, પ્રવાસન ક્ષેત્રે રૂા.૧૮ હજાર કરોડ જેટલુ મૂડી રોકાણ કરવામાં આવશે.

ગુજરાતમાં ૧૬ જુદા જુદા પ્રોજેક્ટ હેઠળ નિગમિત સામાજિક જવાબદારી (સી.એસ.આર.) હેઠળ ટાટા ગૃપ દ્વારા

વિવિધ વિસ્તારોમાં વિકાસના કામો હાથ ધરી સામાજિક જવાબદારી નિભાવવામાં આવી રહી છે. છેલ્લા સાત વર્ષમાં

ટાટા ગૃપ દ્વારા રપ હજાર રોજગારીની તકો આપવામાં આવી છે.

Mr. Didier Casimiro (ગ્લોબલ હેડ ઓફ ડાઉનસ્ટ્રીંમ, રોઝ નેફટ)

Mr. DIdier Casimipo એ જણાવ્યું કે, ગુજરાત સરકારની સરળ અને ઉઘોગ ફ્રેન્ડલી ઔદ્યોગિક પોલીસીને

કારણે ગુજરાત આજે ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન બન્યુ છે. તેમણે એનર્જી સિક્યુરિટી માટે લાંબા ગાળા સુધી કાર્યરત રહેવા

સાથે મધ્ય, લઘુ, અને સૂક્ષ્મ ઉદ્યોગો માટે કામ કરી પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝનને સાકાર કરવા પ્રયાસ

કરીશુ઼.

Mr.Soren Skou, CEO AP Moler Marsk, Denmark

એ.પી.મોલર મેરસ્કના સીઇઓ Mr.Soren Skou એ જણાવ્યું કે, ગુજરાતમાં પાવર પાર્ક, લોજીસ્ટીક સપોર્ટ,

મેરીટાઇમ ડેવલપમેન્ટ ક્ષેત્રે સમાન ભાગીદારી અસામાન્ય પરિણામો આપશે.

કુમાર મંગલમ બિરલા, ચેરમેન આદિત્યમ બિરલા ગૃપ

આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન  કુમાર મંગલમ બિરલાએ કહયુ હતું કે, પ્રથમ વાયબ્રન્ટી સમિટથી જ મને

તમામ વાયબ્રન્ટુ સમિટમાં ઉપસ્થિગત રહેવાનું સૌભાગ્ય, પ્રાપ્તી થયું છે. તમામ સમિટમાં કંઇક નવીન બદલાવ જોવા

મળે છે. છેલ્લામ ૫ વર્ષમાં બિરલા ગ્રુપે ભારતમાં ૧૦ મિલિયન યુ.એસ.ડોલરનું વિવિધ ક્ષેત્રે રોકાણ કર્યું છે. વડાપ્રધાન

નરેન્દ્રંભાઇના નેતૃત્વમાં ભારત ઉત્પાઇદન અને વ્યાપાર ક્ષેત્રે વધુ શકિતશાળી બન્યો છે.

બિરલા ગ્રુપે ગુજરાતમાં અંદાજે ૩૦૦૦૦ કરોડનું રોકાણ કર્યું છે અને વધુ ૧૫૦૦૦ કરોડનું રોકાણ કરવાનું પણ

આયોજન છે. આ સમિટમાં  બિરલાએ ગુજરાત અને ભારતમાં વધુને વધુ રોકાણ કરવાનો ઉપસ્થિોત રોકાણકારોને

અનુરોધ કર્યો હતો.

Mr.Guangda Xiang, Founder and Chairman, Tsingshan Industry, China

Tsingshan Industry, ફાઉન્ડર ચેરમેન  Mr.Guanada Xiang એ ભારત, ચીન અને ગુજરાતમાં ઔદ્યોગિક

મૂડી રોકાણમાં રહેલ વિશેષ તકોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે ઝડપી હરણફાળ ભરી રહ્યું છે.

Mr, John Chambers, Chairman USISPF

યુએસ ઇન્ડિયાના ચેરમેન  જોને જણાવ્યું કે, પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દૃષ્ટિવંત નેતૃત્વમાં ભારતની

ઇકોનોમી મજબૂત થઇ રહી છે. આઇ ક્રિએટર અને જોબ ક્રિએશન દ્વારા ભારતમાં રોજગારીની વિપુલ તકો ઊભી થઇ

રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

p

યુએસ ઇન્ડિયાના ચાલીસ વર્ષ જુના સંબંધો ભારત-યુએસને વધુ મજબૂત બનાવશે, તેમ તેમણે જણાવ્યું હતું.

 સુધીર મહેતા, ચેરમેન ટોરેન્ટ ફાર્માસ્યુટિક્લ

ટોરેન્ટ ફાર્માસ્યુટીકલના ચેરમેન  સુધીર મહેતાએ જણાવ્યું કે, છેલ્લા બે દાયકામાં ગુજરાતનો સર્વ સમાવેશક

વિકાસ થયો છે. ગુજરાત સમગ્ર દેશમાં મૂડીરોકાણ માટે શ્રેષ્ઠન ડેસ્ટીનેશન બન્યું છે. જેને પરિણામે ગુજરાત મોડલ

અન્ય રાજ્યોમાં પણ અમલી બનાવાયું છે.

વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના નવા ભારતના નિર્માણના સંકલ્પને સાકાર કરવા મુખ્ય  વિજયભાઇ

રૂપાણી નયા ગુજરાતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ છે. ટોરેન્ટ ગૃપ દ્વારા ગુજરાતમાં પાવર તેમજ ફાર્માસ્યુટીકલ ક્ષેત્રે રૂા.

૩૦ હજાર કરોડનું મૂડીરોકાણ કરવામાં આવ્યું છે. વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯માં ટોરેન્ટ ગૃપ રીન્યુએબલ એનર્જી, ગેસ

ડીસ્ટ્રીબ્યુરેશન ક્ષેત્રે રૂા.૧૦ હજાર કરોડનું મુડીરોકાણ કરશે. તેમણે હકારાત્મક અભિગમ સાથે ગુજરાતમાં મૂડીરોકાણ

કરવા દેશ વિદેશના ઉઘોગૃગૃહોના પ્રતિનિધિઓને અનુરોધ કર્યો હતો.

Lord Jonathan Marlad, Chairman Commonwealth Enterprise & Investment Council (CWEIC)

Commonwealth Enterpriseના ચેરમેન  લોર્ડ જોનાથાએ જણાવ્યું કે, કોમનવેલ્થમાં ૪૩ દેશોમાં ભારતીયો

વસવાટ કરે છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટને તેમણે વાયબ્રન્ટ ફયુચર ઓફ ગુજરાત ગણાવી હતી.

ગૌતમ અદાણી, ચેરમન, અદાણી ગૃપ

અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણીએ વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીને વાયબ્રન્ટ ગુજરાત સમિટના

આર્કિટેક ગણાવતા જણાવ્યું હતું કે, ન્યુ ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરવા ગુજરાત ઔઘોગિક વિકાસ ક્ષેત્રે હરણફાળ

ભરી પોતાનું યોગદાન આપી રહ્યું છે.

વૈશ્વિક વિકાસમાં ભારત ચાવીરૂપ ભૂમિકા અદા કરી રહ્યું છે તેમ જણાવતા  ગૌતમ અદાણીએ જણાવ્યું કે,

વિદેશી મૂડીરોકાણમાં પણ ભારત અગ્રેસર રહ્યું છે.

ગૌતમ અદાણીએ પ્રધાનના જનધન યોજના, દીનદાયળ ગ્રામ જ્યોતિ યોજના, પ્રધાનમંત્રી

ઉજ્જવલા યોજના, આયુષ્માન ભારત યોજનાને બિરદાવી હતી.

અદાણી ગૃપ ગુજરાતમાં પપ હજાર કરોડનું મૂડીરોકાણ કરશે. જેના દ્વારા પ૦ હજાર જેટલી સીધી અને પરોક્ષ

રોજગારીની તકોનું સર્જન થશે.

Mr.David Farr, Chairman, Emerson Electric

એમરસન્સ ઇલેક્ટ્રીકના ચેરમેન  ડેવિડ ફેરે જણાવ્યું કે, એમરસન્સ ઇલેક્ટ્રીક દ્વારા કેમિકલ, રીફાઇનરી,

પાવર, ફૂડ તેમજ મેન્યુચેક્ચરીંગ અને સંશોધન માટે મહત્તમ બજેટ ઉપલબ્ધ છે. ઇલેક્ટ્રીક ક્ષેત્રના વિકાસ માટે

સહયોગની ખાતરી આપતા તેમણે ઉમેર્યું કે, ટેકનોલોજીમાં .બદલાવ આવતા ઉઘોગ ગૃહો તેમજ સરકારોએ પડકારોનો

સામનો કરવા સમય સાથે તાલ મિલાવી નવીન ટેકનોલોજીના સહયોગથી એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી, અને ટકાઉ

વિકાસની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો હતો.

Mr. Toshihira Suzuki, CEO, Suzuki Motors

સુઝુકીના સીઇઓ Mr. Toshihira Suzukiએ જણાવ્યુ હતું કે, ભારત અમારો ખૂબ જ મહત્વનો વ્યવસાયી

ભાગીદાર દેશ છે. ભારતમાં વર્ષ ૨૦૨૦ સુધીમાં નવા ૭ મેઘા પ્લારન્ટ શરૂ કરવાનું આયોજન છે. મેઇક ઇન

ઇન્ડિયાના માધ્યમથી ભારતે ઓટોમોબાઇલ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી છે. સુઝુકી દ્વારા બેચરાજી-હાંસલપુરમાં પ્લા‍ન્ટે

સ્થાંપવામાં આવ્યો્ છે, જેમાં પ્લાકન્ટવ માટે જરૂર મુજબના સ્ક્રીલ યુવાનો મળી રહે તે હેતુથી સુઝુકી દ્વારા આઇ.ટી.આઇ.

પણ શરૂ કરવામાં આવી છે.

Dr. Martin Brudermuller, Chairman, BASF

જર્મનીના ડો.માર્ટિને કહયું હતું કે, ભારત હાલમાં ડબલ ડિજિટના દરે વિકાસ કરે છે. મેઇક ઇન ઇન્ડિયા, સ્કીટલ

ઇન્ડિયા જેવા નવીન આયામોથી ભારતની ઉત્પાદન ક્ષમતામાં વધારો થયો છે. વાયબ્રન્ટન ગુજરાત ગ્લોબલ સમિટના

આયોજન થકી ભારત અને ગુજરાતમાં મૂડીરોકાણમાં વધારો થશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

Mr. Mukesh Ambani, Chairman, Reliance Industries

રિલાયન્સrના ચેરમેન અને એમડી  મુકેશ અંબાણીએ કહયું હતું કે, હું તમામ નવ વાયબ્રન્ટ સમિટનો સાક્ષી રહયો છું.

જે મારા માટે ગર્વની વાત છે. ગુજરાત રિલાયન્સ ની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. તત્કાલિન મુખ્‍ય  અને

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ શરૂ થયેથી સમિટ આજે વૈશ્વિક સ્તરે ભારત અને ગુજરાતમાં રોકાણ માટે

પ્રસ્થાપિત થઇ છે. વૈશ્વિક પરિપેક્ષમાં ગુજરાત સૌથી પ્રગતિશીલ રાજય બન્યુ છે.

ગુજરાતી તરીકે મારા ૬ કરોડ ગુજરાતીઓના સ્વપ્નો મારા સ્વિપ્નો છે. ગુજરાત મોડેલ માત્ર ભારતમાં જ

નહીં પણ સમગ્ર વિશ્વજમાં પ્રસ્થાણપિત થયું છે. જીઓના માધ્યમથી માત્ર શહેરો જ નહિં પણ ગુજરાતના તમામ ગામો,

તમામ સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, બજાર ડિજિટલ બનાવવા છે.

રિલાયન્સ ફાઉન્ડેશન અંતર્ગત ગ્રામિણ ક્ષેત્રે ટેકનોલોજીના વિકાસ માટે ૧૧ નવા વિવિધ પ્રોજેકટ સ્થાનપવામાં

આવશે. ગુજરાત રિલાયન્સ અંદાજે રૂા. ૩ લાખ કરોડના મૂડીરોકાણ દ્વારા ૧૦ લાખ પ્રત્‍યક્ષ અને ૫રોક્ષ આજીવિકા

ઉપલબ્ધિ કરાવી છે તેમ પણ  અંબાણીએ ઉમેર્યું હતું.

Mr. Jin Liqun, President, Asian Infrastructure Investment Bank

Mr. Jin Liqun, President, Asian Infrastructure Investment Bank જણાવ્યું કે, એ.આઇ.આઇ.બી.ની સ્થાપનામાં

ભારતનું મહત્તમ પ્રદાન રહયું છે. ભારતમાં આંતર માળખાકીય સુવિધાઓના વિકાસમાં યોગદાન આપવા સાથે

એ.આઇ.આઇ.બી. ગ્રામિણ નાગરિકોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. ભારતમાં મહિલાઓના આર્થિક સશકિતકરણ

માટે એ.આઇ.આઇ.બી. દ્વારા આર્થિક સહયોગ પૂરો પાડવામાં આવે છે એમ તેમણે ઉમેર્યું હતું.

Mr. Yoshihiko IsoZaki, Honorable State Minister of Economy, Trade & Industry ,

Japan (METI)

જાપાનના સ્ટેટ મિનિસ્ટર  યોહિહિકો ઇસોલાકીએ જણાવ્યું કે, જાપાન હંમેશા ગુજરાતના વિકાસ માટે

યોગદાન આપી રહ્યું છે. ગુજરાતમાં જાપાને અનેકવિધ કંપનીઓ સ્થાપી ગુજરાતમાં રોજગારીની તકોનું નિર્માણ કર્યું છે.

આજે જાણે ગુજરાતમાં મીની જાપાનની સ્થાપના થઇ હોય તેવુ વાતાવરણ નિર્માણ થયું છે.

Mr. Rakiya Edderham, Hn Secretary of State to the Ministry of Industry, Investment,

Trade and Digital Economy, Morocco

8̆pdWsNwww.gujaratinformation.net apZdh9N;X^XR;X_ƞVJp

Mr. Rakiya Edderham, Hn Secretary of State to the Ministry of Industry, Investment, Trade and Digital

Economy એ જણાવ્યું કે, ભારત અને મોરક્કોનો સહયોગ બન્ને દેશોના વિકાસના નવા દ્વાર ખોલશે. તેમણે જણાવ્યું કે

મોરક્કો દ્વારા ફૂડ સિક્યુરિટી પ્રોગ્રામ હેઠળ આફ્રિકાના ૪૯ દેશોને આવરી લેવામાં આવ્યા છે. ભારત-આફ્રિકાના પરસ્પર

સહયોગથી સામાજિક અને આર્થિક વિકાસની નૂતન ક્ષિતિજો ખૂલશે તેમ તેમણે ઉમેર્યું હતુ઼.

Mr. Menno Snel Hn Secretary of State for Taxation and Customers, The Netherlands

Mr. Menno Snel Hn Secretary of State for Taxation and Customers, The Netherlands એ જણાવ્યું કે, નેધરલેન્ડ

વિશ્વનું સાતમું સૌથી મોટુ ખેત ઉત્પાદનોની નિકાસ કરે છે. નેધરલેન્ડ ગુજરાતમાં એગ્રીકલ્ચર, હોર્ટીકલ્ચર, સ્માર્ટ સિટી

તેમજ વેસ્ટ ટુ એનર્જી, રીન્યુએબલ એનર્જી માટે કામ કરશે. તેમણે જણાવ્યું કે, મેઇક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા,

સ્કીલ ઇન્ડિયા જેવા આયામો દ્વારા ભારત આર્થિક રીતે સક્ષમ બની રહ્યું છે.

Ms. Chutimas Bunyapraphasara, Hn Deputy Minister of Commerce, Thailand

Ms. Chutimas Bunyapraphasara, Hn Deputy Minister of Commerce, Thailand એ જણાવ્યું છે કે વાયબ્રન્ટ

ગુજરાત ગ્લોબલ સમિટ સોશિયો-ઇકોનોમી ડેવલપમેન્ટ માટેનું પ્લેટફોર્મ બની છે. આશિયાન અને ઇન્ડિયાના

પરસ્પરના વિકાસ સહયોગથી વેપાર-મુડીરોકાણ માટેની તકો સાથે સાંસ્કૃતિક આદાનપ્રદાન પણ વધુ મજબુત બનશે

તેમ તેમણે ઉમેર્યું હતું.

Mr. Kim Yong Rae, Hn Deputy Minister for TradeIndustry and Energy, South Korea

Mr. Kim Yong Rae, Hn Deputy Minister for TradeIndustry and Energy, South Koreaએ જણાવ્યું કે, ભારત-દક્ષિણ

કોરિયાના આર્થિક સંબંધો વધુ મજબુત બન્યા છે. પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આગવી પહેલને કારણે ભારતમાં

આર્થિક સુધારાઓ થતા ભારતમાં મુડીરોકાણ વધી રહ્યું છે. દક્ષિણ કોરિયા પણ ભારતમાં મહત્તમ મુડીરોકાણ કરશે તેમ

તેમણે ઉમેર્યું હતું.

Hon. Mr. Tjekero Tweya, Hon, Minister for Industrialization, Trade and SME

Development, Namibia

Hon. Mr. Tjekero Tweya, Hon, Minister for Industrialization, Trade and SME Development, Namibiaએ

વાયબ્રન્ટ સમિટમાં આમંત્રણ બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભારતમાં હંમેશા ઉષ્માભર્યો આવકાર મળ્યો

છે. ઇન્ડિયા અને નામિબિયા વચ્ચે વર્ષોથી વ્યૂહાત્મક સંબંધો રહ્યાં છે. વર્ષ ર૦૧૬માં ભારત અને નામિબિયા વચ્ચે

સેન્ટર ફોર એક્સલન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને મેનેજમેન્ટ રીફોર્મ ક્ષેત્રે કરાર થયા હતા તે પરિપૂર્ણ કરવામાં

આવ્યા છે. નામિબિયામાં માઇનિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિ અને ઉત્પાદન ક્ષેત્રે રહેલી રોકાણની તકો વિશે પણ યુત

જેકેરોએ માહિતી આપી હતી.

Dr. Thani Al David Zeyoubi, Honorable Minister of Climate Change and Environment, UAE એ કહ્યું હતું કે,

ભારત અને યુનાઇટેડ આરબ અમિરાત વચ્ચે વર્ષોથી વ્યાપારીક સંબંધો રહ્યા છે. આ વાયબ્રન્ટ સમિટમાં પણ યુ.એ.ઇ.

પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયુ છે. વાયબ્રન્ટ સમિટના માધ્યમથી ભારત અને યુ.એ.ઇ.ના સંબંધો વધુ મજબૂત થશે.

Mr. Matthew Griswold Bevin, Governor, Commonwealth of Kentucky, USA

યુ એસ એ, કોમોનવેલ્થ ગવર્નર  મેથ્યુ બેવીને આ તકે વાયબ્રન્ટ ગુજરાત સમિટ ખુબજ મોટા પાયે સફળતા પૂર્વક

આયોજન કરવા માટે પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી , મુખ્ય વિજયભાઈ રૂપાણી સહીત સ્ટેજ , ડેકોરેશન ,

સાઉન્ડ, ટેક્નિકલ સહીત તમામ સંયોગીઓ નો આભાર માન્યો હતો. તેમણે ખુબજ પ્રેરણાત્મક વાતો વિવિધ ઉદારણ

સાથે કરી હતી. અબ્રાહમ લિંકનનું ઉદારણ આપતા તેમણે જણાવ્યું હતું કે આપણે જયારે વિશિષ્ટ કામ કરીએ છીએ

ત્યારે લોકો તેના વિષે નકારાત્મક પ્રતિભાવ આપતા હોય છે પરંતુ આપણે તેના પ્રત્યે દુર્લક્ષ સેવવું અને માત્ર આપણા

વિઝન તરફ આગળ વધવું જોયીએ.

તેમણે આ તકે સરળતા તરફ ઈશારો કર્યો હતો. બિઝનેસ ગ્રોથ આડે રેગ્યુલેશન, બ્યુરોક્રેસીનો પ્રભાવ શક્ય તેટલો દૂર

કરવો જોઈએ તેમ તેમનું માનવું હતું. સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નિર્માણ માટે તેમણે પ્રધાનને

અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઈડેડ વી ફોલ… આવો સૌ સાથે મળી આગળ

વધીએ…

ઓસ્ટ્રેલિયા ગવર્નર જનરલ  ડેવિડ હર્લી એ આ ભારત અને ઓસ્ટ્રેલિયાને ખુબ જ નજીકના મિત્રો ગણાવ્યા હતા.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટની રમતનો ઉલ્લેખ કરતા ભારતના કેપ્‍ટન વિરાટ કોહલીને સફળ કેપ્‍ટન ગણાવ્યા

હતા તે જ રીતે પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સક્સેસફુલ કેપ્‍ટન ઓફ ઇન્ડિયા ગણાવ્યા હતા.

આ તકે બન્ને દેશો વચ્ચે સ્ટ્રોંગ બિઝનેસ રિલેશનશિપ હોવાનું તેમણે ઉમેર્યું હતું. ઓસ્ટ્રેલિયા ગુજરાતમાં

એગ્રિકલચર સહિતના સેક્ટરમાં સહભાગી બનવા માંગે છે. આ તકે  ડેવિડ હર્લી એ પ્રધાન ના 'ન્યુ ઇન્ડિયા'

વિઝનને તેમણે આવકાર્યુ હતું.

H.E. Mr. Benjamin Netanyahu, Prime Minister of Isreal (Video Message)

ઈઝરાઈલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્હયુએ વિડીયો મેસેજ દ્વારા સમિટને શુભેચ્છા પાઠવી હતી તેમજ

પ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્ય વિજયભાઈ રૂપાણીની ઈઝરાઈલ મુલાકાતને યાદ તાજી કરી હતી.

ગુજરાત સરકાર સાથે વોટર, એનર્જી, સિક્યોરિટી સહિતના સેક્ટરમાં સહભાગી બનવા તેમણે તત્પરતા દર્શાવી હતી.

આ ટકે તેમણે પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ગ્રેટ વિઝનરી લીડર તરીકે નવાજ્યા હતા જેને ઉપસ્થિત સમુદાયે

તાળીઓથી વધાવી લીધા હતા.

H.E. Mr. Andrej Babis, Prime Minister , Czech Republic

ચેક રિપબ્લિકના પ્રધાન એન્ડ્રેજ બાબીસે ગુજરાતને ન્યુ મેન્યુફેક્ચરિંગ કેપિટલ તરીકે ગણાવતા જણાવ્યું હતું કે,

ગુજરાત એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઈકોનોમીનું હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાત સાથે આવનારા સમયમાં

ઓટોમોટિવ, એન્જીન્યરીંગ તેમજ એનર્જી સહિતના વિવિધ સેક્ટરમાં વ્યવસાયિક સંબંધો આગળ વધારવા પૂર્ણ

સહયોગ મળશે તેવો વિશ્વાસ આ તકે તેમણે વ્યક્ત કર્યો હતો.

ડેનમાર્કના પ્રધાનમંત્રી લાર્સ લોક્કે રેસ્મુસેન એ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની વડાપ્રધાન  મોદી અને

મુખ્ય રૂપાણીને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ભારત અને ડેનમાર્ક બને વચ્ચે ગુજરાતમાં બિઝનેસ કરવા

માટે હકારાત્મક વાતાવરણ ઉપલબ્ધ છે ત્યારે "આવો સાથે મળીને કરીએ"( come togather, do togather) ના ધ્યેયને

સાર્થક કરવા કટિબધ્ધ થવુ જોઇએ

ગુજરાત અને ડેનમાર્ક વચ્ચે બિઝનેશ માટે વિપુલ માત્રામાં તકો ઉપલબ્ધ છે ખાસ કરીને ખેતી, પશુપાલન, ટકાઉ

ઉર્જા, તથા અન્ય વિવિધ ક્ષેત્રોનો લાભ લેવા અને વાઇબ્રન્ટ ગુજરાતમાં અમોને આમંત્રિત કરવા બદલ આભાર વ્યક્ત

કરો હતો

H.E. Dr. Joseph Muscat, Prime Minister, Republic of Malta

રિપબ્લિક ઓફ માલ્ટાના પ્રધાનમંત્રી ડો. જોસેફ મસ્કટે વાયબ્રન્ટ ગુજરાત સમિટને સફળતા પ્રાપ્ત થાય તેવી શુભેચ્છા

પાઠવતા જણાવ્યું હતું કે ભારત અને ખાસ કરીને ગુજરાતમાં બિઝનેસ કરવા માટે સકારાત્મક વાતાવરણ ઉપલબ્ધ છે.

ભારત લોકશાહી દેશ છે, અહીં ઓપન માઇન્ડેડ લોકો અને સંસ્થા છે જેના થકી પોલિસી અને બિઝનેશ માટે વિપુલ

માત્રામાં તકો ઉપલબ્ધ છે જેનો લાભ લેવા અને વાઇબ્રન્ટ ગુજરાતમાં અમોને આમંત્રિત કરવા બદલ આભારી છીએ

તેમ ડો. જોસેફે જણાવ્યું હતું.

H.E. Mr. Shavkat Mirziyoyev, President , Republic of Uzbekistan

વાઇબ્રંત ગુજરાત ગ્લોબલ સમિટમાં ઉઝબેકિસ્તાનના પ્રજાસત્તાક શેવકત મિર્ઝિઓયેવ એ ગુજરાતને સમ્બોધીને કહ્યુ

હતું કે પ્રાચીન સમયથી ગુજરાત વેપાર અને સાહસિકતાના સંદર્ભમાં અગ્રણી રહ્યુ છે, વાઇબ્રંત ગુજરાત ગ્લોબલ સમિટ

ફક્ત પરંપરા નહીં, પણ આધુનિક ભારતના વ્યવસાયની ભાવનાને ખરા અર્થમા ઉજાગર કરે છે.

ઉઝબેકિસ્તાન પોતાની વિદેશ નીતિના ભાગરુપે ભારત સાથેની લાંબા ગાળાના વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત

બનાવવી તથા દ્વિપક્ષીય સહકારની પહેલને આગળ ધપાવવાનું છે.

ઇંફોર્મેશન એન્ડ ટેક્નોલોજી, સૉફ્ટવેર, કૃષિ, રિન્યુએબલ એંનર્જી અને તાલીમ નિષ્ણાતોમાં સંયુક્ત પ્રોજેક્ટ્સ અમલમાં

મૂકવાની દરખાસ્ત કરી હતી તથ પહેલું પગલું આ દિશામાં લેવામાં આવ્યું છે જેન ભાગરુપે તાશકેન્ટમાં એક જોઇંટ

ટેક્નોપાર્ક ની સ્થાપવામાં કરવામા આવશે.

ઉઝબેકિસ્તાન મુખ્યત્વે ઊર્જા, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઇલ, ચામડાની અને ફૂટવેર, રાસાયણિક ઉદ્યોગ, પ્રવાસન

જેવા ક્ષેત્રોના પ્રોજેક્ટ્સના અમલીકરણમાં રસ ધરાવે છે.

ચાલુ વર્ષે ઉઝબેકિસ્તાનમાં યુવા ફોરમનું આયોજન કરવામા આવ્યુ છે તેને ધ્યાનમા રાખીને ઉઝબેકિસ્તાનના વડાએ

2020 માં ઉઝબેકિસ્તાનમાં ભારતીય સંસ્કૃતિના વર્ષ તરીકે તથા ભારતમા ઉઝબેક સંસ્કૃતિના વર્ષ તરીકે ઉજવવાનો

પ્રસ્તાવ મૂક્યો હતો.[:]