[:gj]વાયબ્રંટ ગુજરાત 2019 ત્રીજો દિવસ તમામ સમાચાર[:]

[:gj]કોમન વેલ્થ એન્ટરપ્રાઇઝ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સિલના
ચેરમેન લોર્ડ જોનાથન માર્લેન્ડની મુખ્યમંત્રીશ્રી સાથે યોજાયેલી બેઠક

……………………….

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વાયબ્રન્ટ સમીટ ૨૦૧૯ના ત્રીજા દિવસનો પ્રારંભ કોમન વેલ્થ
એન્ટરપ્રાઇઝ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સિલના ચેરમેન લોર્ડ જોનાથન માર્લેન્ડની આગેવાની હેઠળના પ્રતિનિધિ
મંડળ સાથે બેઠક યોજીને કર્યો હતો.
મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ સમીટમાં કોમનવેલ્થના ૭૫ જેટલા લોકોનું ડેલીગેશન લઇને સહભાગી થવા અંગે
લોર્ડ જોનાથન માર્લેન્ડનો આભાર વ્યકત કર્યો હતો. તેમણે ગુજરાતમાં ઉર્જા અને હેલ્થ કેર તેમજ કોમન વેલ્થ
રાષ્ટ્રોના બિઝનેસના વ્યાપની ઉજ્જવળ સંભાવનાઓ અંગે પરિણામલક્ષી પરામર્શ કર્યો હતો.

પ્રતિનિધિ મંડળે ગુજરાતની વાયબ્રન્ટ સમીટ બિઝનેસ નેટવર્કિંગ પ્લેટફોર્મ બની છે તેની તક તેમને મળી
તેનો આભાર દર્શાવતા કહ્યું કે, ગુજરાત અને ભારતમાં તેમના પ્રદેશના લોકો હેલ્થ કેર સેક્ટરમાં સારવાર માટે
આવે છે ત્યારે આ હેલ્થ કેર ફેસેલિટી સરળ અને સસ્તી બને તે માટે બન્ને પક્ષો સાથે મળીને વિચારણા કરી
આગળ વધી શકે એમ તેમણે સુચન કર્યું હતું.
ગુજરાતની અદ્યતન હેલ્થ કેર તજજ્ઞતાનો લાભ તેમના પ્રદેશોને મળી શકે તે હેતુસર તેમના પ્રદેશના
ડોક્ટર્સ અને નર્સીસને ગુજરાતમાં તાલીમ માટે મોકલવાની તૈયારી તેમણે દર્શાવી હતી.
મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી કે. કૈલાસનાથન અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ સહીતના અધિકારીઓ
પણ આ વેળાએ જોડાયા હતા.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦૧૯ અંતર્ગત
ઇન્વેસ્ટિંગ ઇન સાઇપ્રસ વિષયક કન્ટ્રી સેમિનાર યોજાયો

……………………….

ભારતમાં સૌથી વધુ રોકાણ કરનાર સાઇપ્રસ
વિશ્વનો આઠમો દેશ : ભારતીયોને સ્ટાર્ટઅપ માટે વિઝા અપાશે

……………………….

ભારતમાં સૌથી વધુ રોકાણ કરનાર વિશ્વના દેશોમાં સાઇપ્રસ ૮મું સ્થાન ધરાવે છે. એપ્રિલ ર૦૦૦થી
ભારત અને સાઇપ્રસ વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંબંધો રહ્યા છે. સાયપ્રસમાં સ્ટાર્ટઅપ યુવા એન્ટપ્રિયોર શિક્ષકો
ભારતીય-ગુજરાતીઓને ખાસ વિઝા પણ ઇસ્યુ કરવામાં આવશે તેમજ તેમના સ્ટાર્ટઅપના વિકાસ માટે તમામ
સહયોગ આપવામાં આવશે તેમ, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦૧૯ના ત્રીજા અને અંતિમ દિવસે મહાત્મા

મંદિર ખાતે આયોજિત ઇન્વેસ્ટિંગ ઇન સાઇપ્રસ વિષયક કન્ટ્રી સેમિનારમાં સાઇપ્રસમાં રોકાણ અંગેની પ્રમોશન
કમિટિના પ્રમુખ શ્રીયુત નિકોલસ થિયોચારિડેસે જણાવ્યું હતું.
ઇન્વેસ્ટ સાઇપ્રસના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ અને સાઇપ્રસ ઇન્વેસ્ટમેન્ટ ફંડ એસોસિએશનના સભ્ય
શ્રીયુત મારિયસ તાન્નોઇસિસે કહ્યું હતું કે, સાઇપ્રસમાં ઊર્જા, આરોગ્ય, શિક્ષણ, પ્રવાસન, ફિલ્મ ઉઘોગ, શિપીંગ,
મેરીટાઇમ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ રોકાણના મહત્વના સેક્ટર છે. યુરોપિયન યુનિયન અને વિશ્વમાં સાઇપ્રસ શિપિંગ
વ્યવસાયમાં અનુક્રમે ત્રીજો અને ૧૧મો ક્રમ ધરાવે છે. આ સિવાય રીયલ એસ્ટેટ અને પ્રોપર્ટીમાં પણ રોકાણ
કરવા ઉપસ્થિત રોકાણકારોને શ્રીયુત મારિયસે આહ્વાન કર્યું હતું.

હરીયાણામાં રોકાણ કરી ઉદ્યોગોના વિકાસની સાથે સ્‍થાનિક લોકોને રોજગારી આપવા ઉદ્યોગપતિઓને

આહવાન કરતા મુખ્‍ય મંત્રીશ્રી મનોહરલાલ
……………………..

વાયબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ સમિટ-૨૦૧૯ અંતર્ગત
રોકાણકારોને આકર્ષવા હરીયાણા સ્‍ટેટ સેમિનાર યોજાયો

…………………………..

હરીયાણાના મુખ્‍ય મંત્રીશ્રી મનોહરલાલ ખટ્ટરએ ઉદ્યોગકારોને રોકાણ કરવા માટે આહવાન કરતા જણાવ્‍યુ હતું કે,
સમગ્ર દેશમાં રોકાણ માટે હરીયાણા અગત્‍યનું સ્‍થાન ધરાવે છે. અહીં રોકાણકારોને વન રૂફ સિસ્‍ટમ હેઠળ તમામ સુવિધાઓ પૂરી
પાડવામાં આવશે. રોડ, રેલ્‍વે, એરપોર્ટ વગેરે આધુનિક સુવિધાઓથી સજજ છે. વાયબ્રન્‍ટ ગુજરાત સમિટમાં હરીયાણા સતત
ભાગ લેતુ આવ્‍યું છે.
હરીયાણા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ઉત્‍તર ભારતમાં પ્રથમ અને ભારતમાં ત્રીજા ક્રમે છે ઉપરાંત નિકાસમાં પણ સતત
વિકાસ કરી રહયું છે. સામાન્‍ય માણસ માટે અહીં રાજય સરકાર સરલ અને અંત્‍યોદય કેન્‍દ્ર થકી અગત્‍યની પાયાની સુવિધાઓ
પૂરી પાડી રહી છે. એમએસએમઇ ક્ષેત્રે પણ હરીયાણા અગ્રેસર રહયુ છે જેમાં લાખો યુવાઓને રોજગારી આપવામાં આવી રહી છે
તેમ મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યુ હતું.

મુખ્‍ય મંત્રીશ્રી હરીયાણામાં રોકાણ કરી ઉદ્યોગોના વિકાસની સાથે સ્‍થાનિક લોકોને રોજગારી આપવા ઉદ્યોગપતિઓને
આહવાન કર્યું હતું. આ પ્રસંગે હરીયાણાના મુખ્‍યમંત્રીશ્રીએ એચઇપીસી (હરીયાણા એન્‍ટરપ્રાઇઝ પ્રમોશન સેન્‍ટર) મોબાઇલ એપ
લોન્‍ચ કરી હતી. આ એપ્‍લિકેશન રોકાણકારોને તેમની રજૂઆતોનું સ્‍ટેટસ પૂરૂં પાડશે.
હરીયાણા સરકારના ઇન્‍ડસ્‍ટ્રીઝ અને કોમર્સના એડિશનલ ચીફ સેક્રેટરીશ્રી દેવેન્‍દ્ર સિંધએ જણાવ્‍યુ હતું કે, હરીયાણા
વિવિધ ક્ષેત્રોમાં વિકાસમાં હરણફાળ ભરી રહયું છે. ઇલેકટ્રીકલ, કૃષિ, ઉદ્યોગો, ઊર્જા, ફૂડ વગેરેમાં રોકાણકારોને રોકાણ કરવા માટે
તેમણે આમંત્રણ આપ્‍યુ હતું તેમજ હરીયાણામાં શા માટે રોકાણ કરવું જોઇએ એ વિશેની વિગતો પૂરી પાડી હતી.
હોન્‍ડાના ડાયરેકટર શ્રી હરભજન સિંઘે જણાવ્‍યુ હતું કે, હોન્‍ડા આગામી સમયમાં સીએસઆર અંતર્ગત ૨૦ જેટલા
મહિલા પાયલોટ તૈયાર કરશે.
સેમિનારમાં હરીયાણાના ઇન્‍ડસ્‍ટ્રીઝ અને કોમર્સના ડાયરેકટરશ્રી અશોક સેંગવાનએ સ્‍વાગત પ્રવચન કરીને હરીયાણામાં
વિવિધ ક્ષેત્રોમાં રોકાણની રહેલી તકો વિશે વિસ્‍તૃત માહિતી આપી હતી. મુખ્‍ય મંત્રીશ્રી તેમજ ઉચ્‍ચ અધિકારીઓએ ઉપસ્‍થિત
રોકાણકારો સાથે હરીયાણામાં રોકાણ અંગે વાર્તાલાપ કર્યો હતો.

પુનઃપ્રાપ્ય ઊર્જા પરિયોજનાઓની સ્થાપના માટે

ગુજરાત એક આદર્શ સ્થળ છે : ભારત સરકારના સચિવ શ્રી આનંદકુમાર

…………………………

પુનઃ પ્રાપ્ય ઊર્જા પરિયોજનાઓની સ્થાપના સરળ બને તે માટે દેશના વિવિધ રાજ્યો વચ્ચે
સ્પર્ધાનું વાતાવરણ સર્જવાની હિમાયત કરતા ભારત સરકારના એમ.એન.આર.ઇ. નવીન અને પુનઃ પ્રાપ્ય
ઊર્જા મંત્રાલયના સચિવ શ્રી આનંદકુમારે દેશના દરેક રાજ્યને આ ક્ષેત્રમાં મૂડીરોકાણ વધે તે માટેની
સૂચારૂ નીતિ ધડીને અમલમાં મૂકવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે નવતર પરિમાણોમાં પુનઃ
પ્રાપ્ય ઊર્જા પરિયોજનાઓની સ્થાપના અને નિવેશ માટે વિશ્વમાં ભારત અને દેશમાં ગુજરાત આદર્શ સ્થળ
છે. તેમણે જણાવ્યું કે, નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરવામાં આવે તો દેશમાં પુનઃ પ્રાપ્ય ઊર્જા પૈકી સોલાર
આધારીત (સૂર્યશક્તિ) ૩૦ ગીગાવોટ અને વીન્ડ (પવન) આધારીત ૧૦ ગીગાવોટ વીજ ઉત્પાદન
ક્ષમતા વિકસી શકે છે.

શ્રી આનંદકુમારે જણાવ્યું કે, દેશનો જે ભાગ વીજળીથી વંચિત હોય ત્યાં વીજળી પહોંચાડવાથી
વીજળીની માંગમાં નિરંતર વધારો થતો રહે છે. પ્રધાનમંત્રીશ્રીના વિઝન પ્રમાણે દેશના દરેક ધર સુધી
વીજળી પહોંચાડવાનું ભગીરથ કાર્ય પૂર્ણતાના આરે છે. ભારત સરકારના એમ.એન.આર.ઇ. મંત્રાલયે
વીન્ડ, સોલાર, હાઇબ્રીડ અને બાયોગેસ જેવા સેક્ટર્સમાં ઊર્જા ઉત્પાદન પ્રોજેક્ટસની સ્થાપના ડેવલપર્સ
માટે સરળ બનાવવા ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસ વ્યાપારની સરળતા કરતા અનેકવિધ પગલા લીધા છે.
આપણું લક્ષ હવે ક્લીન એનર્જીથી આગળ વધીને ગ્રીન એનર્જીનો વિનિયોગ કરવાનું છે. આંશિક જન્મ
બળતણો (ફોસીલ ફયુઅલ્સ)નો વપરાશ ધટાડીને કાર્બન ઇમીગેનનું પ્રમાણ ધટાડવા માટે ન્યુ એનુ
રીન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં એક ગીગાવોટના પ્રોજેક્ટસની સ્થાપનાને પ્રોત્સાહન આપવામાં આવશે.
તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રીએ આપેલા લક્ષ્યાંક પ્રમાણે સોલાર-વીન્ડ જેવા માધ્યમોથી સન
ર૦રર સુધીમાં ૧૭પ ગીગાવોટ ઊર્જા ઉત્પાદનનો લક્ષ્યાંક સિદ્ધ થવાનો છે. એ બાબતમાં હવે કોઇ શંકા
નથી. એમણે કહ્યું કે, નિર્ધારીત લક્ષ્ય કરતા પણ વધુ ઊર્જા ઉત્પાદન ક્ષમતા ઊભી કરી શકાશે એવો
વિશ્વાસ જાગ્યો છે. તેમણે આ ક્ષેત્રના રોકાણકારો આ પ્રોજેક્ટસ વળતરયુક્ત બની રહેશે એવા વિશ્વાસ સાથે
વીજળી વળતર મેળવવાનું ધ્યેય રાખવા અનુરોધ કર્યો હતો.

પુન:પ્રાપ્ય ઊર્જા : ગુજરાત અને ભારતમાં ઉપલબ્ધ તકોનો વિચાર વિમર્શ થયો

………………………

સોલાર-વિન્ડ પાવર સહિતના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટસની સ્થાપના માટે
ઊર્જા મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં રૂ. ૧ લાખ કરોડના મૂડીરોકાણના થયા એમ.ઓ.યુ.

………………………

ગુજરાતના પસંદ કરાયેલા ૫૦ સબ સ્ટેશન આસપાસની
સરકારી ખરાબાની જમીનનો સૌર ઊર્જા ઉત્પાદન માટે ઉપયોગ કરાશે

………………………

મહેસૂલ વિભાગ રૂ. ૧ના ટોકન દરે ભાડે જમીન ફાળવવામાં આવશે

………………………

ગુજરાત સરકારે સૌર ઊર્જાનું ઉત્પાદન વધારવા
સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુશન સોલાર પ્રોજેક્ટ તૈયાર કર્યો છે :
ગુજરાતનો દેશભરમાં સૌપ્રથમ પ્રયોગ – ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ

………………………

મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ

………………………

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ના ભાગરૂપે યોજાયેલા ગુજરાત અને ભારતમાં પુન:પ્રાપ્ય ઊર્જા ઉત્પાદનની
તકો વિષયક પરિસંવાદમાં રાજયના ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ તેમજ મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલની પ્રેરક
ઉપસ્થિતિમાં રાજય સરકારના વિવિધ ઊર્જા નિગમો તેમજ ડેવલપર્સ વચ્ચે રૂ. એક લાખ કરોડના મૂડી રોકાણથી સૌર પવન અને
પુન:પ્રાપ્ય ઊર્જા ઉત્પાદનના પ્રોજેક્ટ્સ તેમજ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કની સ્થાપનાના સમજૂતી કરારો કરવામાં આવ્યા હતા.
મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે ગુજરાત સરકારે રીન્યુએબલ એનર્જીના માધ્યમથી ઊર્જા ઉત્પાદનના કરેલાં ભવિષ્યલક્ષી
આયોજનની વિગતવાર માહિતી આપવાની સાથે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ પ્રધાનમંત્રી
શ્રી નરેન્દ્રભાઈની મોદીની બિન પરંપરાગત ઊર્જાના ઉત્પાદનમાં અગ્રેસર રહેવાની પરિકલ્પનાઓ સાકાર કરવા તરફ ગુજરાત
આગળ વધી રહ્યું છે.

સૌર ઊર્જા પ્લાન્ટ્સને પ્રોત્સાહન આપવા અંગેની જાણકારી આપતાં ઊર્જા મંત્રીશ્રીએ કહ્યું કે, ૬૬ કે.વી. સબસ્ટેશન
આસપાસની સરકારી ખરાબાની જમીનોનો સૌર ઊર્જા ઉત્પાદન માટે ઉપયોગ કરાશે તેમ જ પસંદ કરાયેલાં ૫૦ સબસ્ટેશનોની
આસપાસની જમીનોમાં સૌર ઊર્જાના પ્લાન્ટ દ્વારા ત્રણ હજાર મેગા વોટ ઉર્જા ઉત્પાદિત કરાશે. સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટર્સ સોલાર

પ્રોજેક્ટ દેશભરમાં ગુજરાતનું નવતર કદમ છે. કોઈ વ્યક્તિ, પેઢી, સહકારી મંડળી અડધા મે.વો.થી ચાર મે.વો. સૌર ઊર્જા ઉત્પાદિત
કરે તો, તેને ખરીદવા માટે સરકાર ૨૫ વર્ષનો કરાર કરશે. આ ઉપરાંત પોતાની જમીનમાં સૌર ઊર્જા ઉત્પાદન કરવામાં આવે તો,
છેલ્લાં ટેન્ડરના ભાવ પ્રમાણે વીજળી ખરીદાશે. તેમણે આ પ્રોજેક્ટ સાકાર કરવામાં રાજય સરકારના મહેસૂલ વિભાગના સહયોગી
અભિગમને બિરદાવ્યો હતો.
હાઈબ્રિડ પાર્કની તકો અંગે પ્રકાશ પાડતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, સોલાર અને હાઈબ્રિડ પાર્ક માટે ફાળવવામાં આવતી
જમીન આપોઆપ બિન ખેતીની જમીન ગણાશે એવો રાજય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય પણ લીધો છે. આ પાર્કમાં ઓછામાં
ઓછા એક હજાર મે.વો.નું ઉત્પાદન થઈ શકે તેટલી જમીન ફાળવવામાં આવશે. કેન્દ્ર સરકારની કંપની સેકી સોલાર એનર્જી
કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જે દેશભરમાં અન્ય રાજયો માટે સૌર ઊર્જા અને પવન ઊર્જા માટેની પ્રક્રિયા હાથ ધરે છે તેને પણ રાજયના
હાઈબ્રિડ પાર્કમાં જગ્યા ફાળવી શકશે.
ઊર્જા મંત્રીશ્રીએ કચ્છમાં વિન્ડ સોલાર પાવરના ઉત્પાદન માટેના હાઈબ્રિડ પાર્કની રૂપરેખા આપી હતી. તેમણે રાજયના
૬૬ કે.વી. સબસ્ટેશનની સરકારી માલિકીની પડતર જમીનો સોલાર પ્રોજેક્ટની સ્થાપના માટે રૂ. એકના ટોકન દરે ભાડે આપવાના
મહેસૂલ વિભાગે લીધેલાં નિર્ણય માટે મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલને ખાસ અભિનંદન આપવાની સાથે તેમનો આભાર
વ્યક્ત કર્યો હતો.
ઊર્જા મંત્રીશ્રીએ રિન્યુએબલ એનર્જી એટ્રેક્ટિવનેશ ઈન્ડેક્સ-૨૦૧૭ અન્વયે ભારત વિશ્વમાં બીજા ક્રમે હોવાની વિગતો
પૂરી પાડતા આગામી વર્ષ-૨૦૨૦ સુધીમાં ભારત સમગ્ર વિશ્વમાં પુન:પ્રાપ્ય ઊર્જાના ઉત્પાદનના ક્ષેત્રે અગ્રેસર બનવાનો આશાવાદ
વ્યક્ત કર્યો હતો. ઊર્જા મંત્રીશ્રીએ જેમની પાસે પડતર જમીન હોય તેવાં લોકોને વ્યક્તિગત ધોરણે સોલર પાવર પ્રોજેક્ટસની
સ્થાપનામાં સહભાગી બનવા આમંત્રિત કર્યાં હતા. ગુજરાતમાં ઓફ શોર વિન્ડ પાવર પ્રોજેક્ટ્સની સ્થાપનાને પણ પ્રોત્સાહિત
કરવામાં આવી રહી છે. ઊર્જા મંત્રીશ્રીએ ગુજરાતના વિન્ડ સોલાર હાઈબ્રિડ પાર્ક્સમાં પોતાના પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે અન્ય
રાજ્યોને ઈજન પાઠવ્યું હતું અને આ રીતે પુન:પ્રાપ્ય ઊર્જા ઉત્પાદનના લક્ષ્યાંકો સિદ્ધ કરવા આહ્વવાન કર્યું હતું.
પરિસંવાદના પ્રારંભમાં ગુજરાત સરકારના ઊર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજગોપાલને સૌને આવકારતા કહ્યું
હતું કે, પુન:પ્રાપ્ય ઊર્જાના ઉત્પાદનની સવલતોની બાબતમાં ગુજરાત અગ્રેસર રહેશે અને પ્રધનમંત્રીશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રીની
અપેક્ષાઓ પ્રમાણે લક્ષ્યાંકો સાકાર કરશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ભારત સરકારના એમ.એન.આર.ઈ.ના સચિવ શ્રી

આનંદકુમારે પવન અને સૌર ઊર્જા સહિતના પુન:પ્રાપ્ય ઊર્જા સ્ત્રોતોના સુચારુ વિનિયોગ દ્વારા દેશમાં ક્લિન અને ગ્રિન એનર્જીના
ઉત્પાદનને પ્રોત્સાહિત કરવાની તેમના મંત્રાલયની નીતિઓની વિગતવાર જાણકારી આપી હતી.

(આ પરિસંવાદમાં દરિયાકાંઠે પવન ઉર્જાના ઉત્પાદનની બાબતમાં યુરોપિયન દેશોનો અનુભવ, ભારતમાં ઉત્પાદિત ઉર્જાની
પડતર કિંમત અને ટેરિફ્સ, ઈમોબિલિટી ટેકનોલોજી અને બિઝનેશ મોડલ તેમજ આર.ઈ. અને સ્ટોરેજના ક્ષેત્રમાં નવતર
ટેકનોલોજી અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉર્જા મંત્રીશ્રીએ સંભવિત રોકાણકારો અને તજજ્ઞો સાથે આંતરસંવાદ કર્યો હતો અને ગુજરાતમાં પુન:પ્રાપ્ય ઉર્જાના
વિકાસની ક્ષમતા અને સંભાવનાઓની જાણકારી આપવાની સાથે તેમની સાથે પ્રશ્નોતરી કરી હતી.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ અંતર્ગત
વોટર ટેકનોલોજી સંદર્ભે પરિસંવાદ યોજાયો

………..

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯માં આજે સમાપનના દિવસે ડેન્માર્ક રાષ્ટ્રની રોયલ ડેનીશ એમ્બેસી, નવી
દિલ્હી અને ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગ સાથે વોટર ટેકનોલોજી સંદર્ભે પરિસંવાદ યોજવામાં આવ્યો હતો.
ડેન્માર્કના મંત્રીશ્રી અને રોયલ ડેનીશ એમ્બેસીના પ્રતિનિધિ મંડળના સભ્યો પણ પરિસંવાદમાં હાજર રહ્યાં હતા. આ
પરિસંવાદમાં ડેન્માર્ક રાષ્ટ્ર સાથે ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગ સાથે ઈરાદાપત્ર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતા. આ
પ્રસંગે ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, પાણી પુરવઠા વિભાગના રાજયમંત્રી શ્રી
પ્રભાતભાઈ પટેલ, અગ્રસચિવ શ્રી જે.પી.ગુપ્તા, વાસ્મોના સી.ઈ.ઓ., મેમ્બર સેક્રેટરી, ગુજરાત પાણી પુરવઠા બોર્ડ અને સરકાર
તેમજ ખાનગી ક્ષેત્રના વરિષ્ઠ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
આ પરિસંવાદમાં પાણી પુરવઠા ક્ષેત્રે નવતર પરિમાણો, અનુમાનો અને સંશોધનો અંગે વિશદ મહત્વપૂર્ણ ચર્ચા-વિચારણા
કરવામાં આવી હતી. પ્રસ્તુત પરિસંવાદમાં જળ સંશાધન, જળ વિતરણ, જળ સંવર્ધન, વપરાશમાં લીધેલા પાણીનો પુન: ઉપયોગ
તેમજ પાણી પુરવઠા સંદર્ભે મનનીય વિચારો અભિવ્યક્ત કરવામાં આવ્યાં હતા.

આ પરિસંવાદના પરિણામે બંને રાષ્ટ્રોમાં પાણી-પુરવઠાની વ્યવસ્થા તેમજ વપરાશમાં લીધેલા પાણીના પુન: ઉપયોગ
કરવાના ક્ષેત્રોમાં પરિણામલક્ષી ચર્ચા વિચારણા થઈ હતી. અત્રે ઉલ્લેખનીય રહેશે કે, ડેન્માર્કના મંત્રીશ્રીએ કુડાસણ પાસેના ગુજરાત
પાણી પુરવઠા બોર્ડના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી.

હરીયાણામાં રોકાણ કરી ઉદ્યોગોના વિકાસની સાથે સ્‍થાનિક લોકોને રોજગારી આપવા ઉદ્યોગપતિઓને

આહવાન કરતા મુખ્‍ય મંત્રીશ્રી મનોહરલાલ
……………………..

વાયબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ સમિટ-૨૦૧૯ અંતર્ગત
રોકાણકારોને આકર્ષવા હરીયાણા સ્‍ટેટ સેમિનાર યોજાયો

…………………………..

હરીયાણાના મુખ્‍ય મંત્રીશ્રી મનોહરલાલ ખટ્ટરએ ઉદ્યોગકારોને રોકાણ કરવા માટે આહવાન કરતા જણાવ્‍યુ હતું કે, સમગ્ર દેશમાં
રોકાણ માટે હરીયાણા અગત્‍યનું સ્‍થાન ધરાવે છે. અહીં રોકાણકારોને વન રૂફ સિસ્‍ટમ હેઠળ તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. રોડ,
રેલ્‍વે, એરપોર્ટ વગેરે આધુનિક સુવિધાઓથી સજજ છે. વાયબ્રન્‍ટ ગુજરાત સમિટમાં હરીયાણા સતત ભાગ લેતુ આવ્‍યું છે.
હરીયાણા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ઉત્‍તર ભારતમાં પ્રથમ અને ભારતમાં ત્રીજા ક્રમે છે ઉપરાંત નિકાસમાં પણ સતત વિકાસ કરી
રહયું છે. સામાન્‍ય માણસ માટે અહીં રાજય સરકાર સરલ અને અંત્‍યોદય કેન્‍દ્ર થકી અગત્‍યની પાયાની સુવિધાઓ પૂરી પાડી રહી છે.
એમએસએમઇ ક્ષેત્રે પણ હરીયાણા અગ્રેસર રહયુ છે જેમાં લાખો યુવાઓને રોજગારી આપવામાં આવી રહી છે તેમ મુખ્‍ય મંત્રીશ્રીએ
જણાવ્‍યુ હતું.
મુખ્‍ય મંત્રીશ્રી હરીયાણામાં રોકાણ કરી ઉદ્યોગોના વિકાસની સાથે સ્‍થાનિક લોકોને રોજગારી આપવા ઉદ્યોગપતિઓને આહવાન
કર્યું હતું.

આ પ્રસંગે હરીયાણાના મુખ્‍યમંત્રીશ્રીએ એચઇપીસી (હરીયાણા એન્‍ટરપ્રાઇઝ પ્રમોશન સેન્‍ટર) મોબાઇલ એપ લોન્‍ચ કરી હતી.
આ એપ્‍લિકેશન રોકાણકારોને તેમની રજૂઆતોનું સ્‍ટેટસ પૂરૂં પાડશે.
હરીયાણા સરકારના ઇન્‍ડસ્‍ટ્રીઝ અને કોમર્સના એડિશનલ ચીફ સેક્રેટરીશ્રી દેવેન્‍દ્ર સિંધએ જણાવ્‍યુ હતું કે, હરીયાણા વિવિધ
ક્ષેત્રોમાં વિકાસમાં હરણફાળ ભરી રહયું છે. ઇલેકટ્રીકલ, કૃષિ, ઉદ્યોગો, ઊર્જા, ફૂડ વગેરેમાં રોકાણકારોને રોકાણ કરવા માટે તેમણે આમંત્રણ
આપ્‍યુ હતું તેમજ હરીયાણામાં શા માટે રોકાણ કરવું જોઇએ એ વિશેની વિગતો પૂરી પાડી હતી.
હોન્‍ડાના ડાયરેકટર શ્રી હરભજન સિંઘે જણાવ્‍યુ હતું કે, હોન્‍ડા આગામી સમયમાં સીએસઆર અંતર્ગત ૨૦ જેટલા મહિલા
પાયલોટ તૈયાર કરશે.
સેમિનારમાં હરીયાણાના ઇન્‍ડસ્‍ટ્રીઝ અને કોમર્સના ડાયરેકટરશ્રી અશોક સેંગવાનએ સ્‍વાગત પ્રવચન કરીને હરીયાણામાં વિવિધ
ક્ષેત્રોમાં રોકાણની રહેલી તકો વિશે વિસ્‍તૃત માહિતી આપી હતી.
મુખ્‍ય મંત્રીશ્રી તેમજ ઉચ્‍ચ અધિકારીઓએ ઉપસ્‍થિત રોકાણકારો સાથે હરીયાણામાં રોકાણ અંગે વાર્તાલાપ કર્યો હતો.

રિપોઝિશનિંગ ઇન્ડિયન ટેલેન્ટ પૂલ ઓન ગ્લોબલ ફ્રંન્ટીઅર વિષયક સેમિનાર
દેશની યુનિવર્સિટીઝની શિક્ષણ પદ્ધતિમાં ઇનોવેશન આધારિત બદલાવની જરૂરત

………………………….

ભારતની બૌદ્ધિક સંપદાને પરત લાવવા કે દેશમાં જ રાખવા ઉચ્ચ ગુણવત્તાયુક્ત શહેરો અને વાતાવરણનું

નિર્માણકરવું પડશે – જાણિતા અર્થશાસ્ત્રી શ્રી સંજીવ સંન્યાલ

………………………….

દેશની યુનિવર્સિટીઝની શિક્ષણ પદ્ધતિમાં ઇનોવેશન આધારિત બદલવાની જરૂરત હોવાનો મત જાણીતા અર્થશાસ્ત્રી અને
કેન્દ્ર સરકારના આર્થિક સલાહકાર શ્રી સંજીવ સન્યાલે વ્યક્ત કર્યો છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ
સમિટ-૨૦૧૯ના અંતિમ દિવસે શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપ ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાયેલા રિપોઝિશનિંગ ઇન્ડિયન
ટેલેન્ટ પૂલ ઓન ગ્લોબલ ફ્રંન્ટીઅર વિષયક સેમિનારમાં રસપ્રદ મતો વ્યક્ત થયા હતા.
અર્થશાસ્ત્રી શ્રી સંજીવ સંન્યાલે કહ્યું કે, હાલમાં નવી યુનિવર્સિટી જોતા એવું લાગે છે કે રિયલ એસ્ટેટનું વિસ્તરણ ચાલી
રહ્યું છે. ઇમારતો મોટી છે પણ, અભ્યાસક્રમ જૂનો થઇ ગયો છે. અત્યારે વિશ્વમાં બધી જ ટેકનિકલ બાબતો સતત પરિવર્તનશીલ
છે. એક કે બે વર્ષમાં આજની નવી વસ્તુ આઉટ ઓફ ડેટ થઇ જાય છે. આપણે યુનિવર્સિટીઝનો અભ્યાસક્રમ સતત બદલવો પડશે.
તો જ આપણી ભવિષ્યની બૌદ્ધિક સંપદાનું સંવર્ધન થશે.

ગુરતની બીજી એક બાબત એ છે કે આપણી મોટાભાગની યુનિવર્સિટી શહેરની બહાર છે. વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઝ
શહેરની મધ્યમાં છે. એના પરિણામે આપણી યુનિવર્સિટીનું સમાજ કે ઉદ્યોગો સાથેનું કનેકશન છૂટી જાય છે. પ્રવર્તમાન ટેક્નોલોજી
અભ્યાસ ક્રમમાં આવતી નથી. એક વાત એમ પણ છે કે આઇઆઇટી ખડકપુર અને કાનપુરમાં છે. આવી સારી શિક્ષણ સંસ્થા ત્યા
હોવાના કારણે તે બન્ને શહેરોને શું ફાયદો થયો ? એ પણ વિચારવા જેવી બાબત છે.
આપણી પાસે ઉત્તમ પ્રકારની બૌદ્ધિક સંપદા છે. પણ, તે બહારના દેશોમાં છે. આપણા સારા વૈજ્ઞાનિકો, તબીબો, બેંકર્સ,
આઇટી એક્સપર્ટ વિદેશોમાં કામ કરે છે. તેને રિપોઝિશનિંગ કરવા માટે આપણે ભારતમાં તેને અનુકૂળ વાતાવરણ ઉભુ કરવું પડશે.
એવી ઇકોસિસ્ટીમ વિકસાવવી પડશે કે જે આવી બૌદ્ધિક સંપદા રહેવા માટે પસંદ કરે છે. અત્યારે ભારતીય મૂળના લોકો મોટા
ભાગે અમેરિકા કે અન્ય દેશોમાં કામ કરે છે.

ઉચ્ચ પ્રકારનું જીવનધોરણ હોય એવા શહેરોનું નિર્માણ કરવું પડશે. આવા શહેરોમાં સવલતોની સાથે મનોરંજન,
હરવાફરવાના સ્થળો, ફૂડ સહિતની બાબતોનો ખ્યાલ રાખવો પડશે. ઘણી વખત આપણને અવું લાગે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી કે
શિવાજીની પ્રતિમા, સુપર ફાસ્ટ બૂલેટ ટ્રેન શા માટે બનાવવામાં આવે છે ? ભારતની છાપ ગરીબ દેશની રહી છે. તે છાપ હવે
બદલવાનો સમય આવી ગયો છે. આપણી પાસે સારામાં સારા એરપોર્ટસ છે, સૌથી મોટુ મેટ્રો ટ્રેન નેટવર્ક છે. માર્ગોની સ્થિતિ સારી
છે. આ બધી બાબત ભારતની બદલતી સ્થિતિની સાક્ષી પૂરે છે. હવે બૌદ્ધિક સંપદાનું પુનઃસ્થાપન સ્થાપન
જરૂરી છે.
આપણી આઇઆઇટી, આઇઆઇએમ કે એઇમ્સમાં ભણેલા છાત્રોનો લાભ બહારના દેશોને મળે છે. તેમની પ્રતિભાનો
લાભ ભારતને મળે એવા વાતાવરણના નિર્માણનો સમય આવી ગયો છે.
અગ્ર સચિવ શ્રી વિપુલ મિત્રાએ કહ્યું ગુજરાતમાં ઉદ્યોગ સમૂહોની જરૂરિયાત મુજબના કોર્સ કૌશલ્ય વર્ધન કેન્દ્રોમાં
શીખવવામાં આવે છે. સ્કીલ મિસમેચની સમસ્યા દૂર કરવાના રાજ્ય સરકાર પ્રયત્નો કરી રહી છે.

ગ્રામ વિકાસ કમિશનર શ્રીમતી મોના ખંધારે કહ્યું કે, ભારતમાં પરિવારોની આર્થિક સ્થિતિ મીડલ ક્લાસમાંથી હાયર મિડલ
ક્લાસ તરફ થવા જઇ રહી છે. ભારતના આર્થિક પરિમાણો બદલાયા છે. હવે શિક્ષણ સાથે સ્કીલ અપગ્રેડેશનથી જ ઉદ્યોગોની
માનવબળની જરૂરિયાત પૂરી કરી શકાશે.
આ સેમિનારના ચર્ચા સત્રોમાં વિવિધ વિષયોના તજજ્ઞોએ ભારતીય બૌદ્ધિક સંપદા અંગે મનનીય વિચારો પ્રસ્તુત કર્યા
હતા.
આ વેળાએ શ્રી નિલેશ દેસાઇ, શ્રી પ્રમોદ ચૌધરી, શ્રી વી. સ્વામિનાથન, શ્રી નારાયણન રામાસ્વામિ ઉપસ્થિત રહ્યા હતા.

બેચરાજીમાં સ્ટેટ ઓફ ધ આર્ટ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટનો પ્રારંભ કરશે

………………………….

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનાં વડપણ હેઠળની રાજ્ય સરકાર યુવાનોને ઉદ્યોગની જરૂરીયાત
મુજબની તાલીમ આપવા માટે આઈટીઆઈને અપગ્રેડ કરી રહી છે. આ અપગ્રેડેશન માટે મારૂતિ સુઝુકી કંપની
સાથે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે મહેસાણાનાં બેચરાજી ખાતે સ્ટેટ ઓફ ધ આર્ટ
આઈટીઆઈ નો પ્રારંભ કરવામાં આવશે.
વાયબ્રન્ટ સમિટનાં ત્રીજા દિવસે રીપોઝીશનીંગ ઈન્ડીયન ટેલેન્ટ ઓન એ ગ્લોબલ ફ્રંટીયર વિષયક
સેમિનારમાં વિવિધ તજજ્ઞો દ્વારા દેશનાં યુવાનોનાં સ્કીલ ડેવલેપમેન્ટ કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી
હતી. આ સેમિનારમાં ઓટોમોબાઈલ જાયન્ટ મારૂતિ સુઝુકી દ્વારા બેચરાજીમાં અત્યાધુનિક આઈટીઆઈનો
પ્રારંભ કરવા માટે રાજ્ય સરકારનાં રોજગાર અને તાલીમ વિભાગ વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.
બેચરાજી ખાતેની આઈટીઆઈમાં એડવાન્સ્ડ ટેક્નોલોજી તથા ઈક્વીપમેન્ટ્સ સાથે યુવાનો માટે ખાસ
કોર્સીસ શરૂ કરવામાં આવશે. ઉદ્યોગોમાં સમયની સાથે ટેક્નોલોજીમાં ફેરફાર આવે છે, તેથી ઉદ્યોગોમાં ખાસ

સ્કીલ ધરાવતાં યુવાનોની જરૂરીયાત ઉભી થાય છે. આ આઈટીઆઈનો ઉદ્દેશ યુવાનોનું સ્કીલ ડેવલેપમેન્ટ
કરવાનો છે. આ તાલીમ મેળવીને ગુજરાતનો યુવાન વૈશ્વિક હરિફાઈને ઝીલવા સક્ષમ બનશે.

રાજ્યની ૨૦ આઈટીઆઈને અપગ્રેડ કરાશે
………………………….

જાપાની હોન્ડા કંપની દ્વારા રૂા. ૧.૬૪ કરોડનાં ખર્ચે ગુજરાતની ૨૦ આઈટીઆઈને ટેકનોલોજીકલી
અપગ્રેડ કરવામાં આવશે. રાજ્યનાં રોજગાર અને તાલીમ વિભાગ સાથે કરવામાં આવેલા એમ.ઓ.યુ. થી
રાજ્યમાં તાલીમબદ્ધ યુવાનોની માગને પહોચી વળવામાં આવશે.
રાજ્યભરમાં ૨૬૩ સરકારી આઈ.ટી.આઈ., ૪૭૫ ગ્રાન્ટ-ઇન-એઇડ & સેલ્ફ ફાયનાન્સ આઈ.ટી.સી.,
૩૩૫ કૌશલ્ય વર્ધન કેન્દ્ર કાર્યરત છે. આ તાલીમ કેન્દ્રોમાં યુવાનોને ઉદ્યોગોની જરૂરીયાત મુજબ કોર્ષ
ચલાવવામાં આવી રહ્યાં છે. રાજ્યનાં યુવાનોને લેટેસ્ટ ટેકનોલોજીની તાલીમ આપવા માટે રાજ્ય સરકાર
પ્રતિબદ્ધ છે. જાપાનની હોન્ડા કંપની રાજ્યની ૨૦ આઈટીઆઈ સંસ્થાઓને ટેકનોલોજીકલી અપગ્રેડ કરશે. આ
અપગ્રેડેશન માટે રોજગાર અને તાલીમ વિભાગ વચ્ચે સમજૂતિ કરાર કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત
રાજ્યમાં આગામી ત્રણ વર્ષમાં એક પછી એક તમામ આઈટીઆઈનું અપગ્રેડેશન કરાશે. જેના માટે અંદાજિત
રૂા. ૧.૬૪ કરોડનો ખર્ચ કરવામાં આવશે.

આ ઉપરાંત, હોન્ડા કંપની દ્વારા ટ્રેઈન ધ ટ્રેનર પ્રોગ્રામ અંતર્ગત આઈટીઆઈમાં તાલીમ આપનાર
પ્રશિક્ષકોને પણ તાલીમ આપવામાં આવશે.

યુવાનોનાં કૌશલ્યવર્ધન માટેનાં નવ એમ.ઓ.યુ સંપન્ન

………………………….

ઈન્ડિયન ટેલેન્ટ પુલ ઓન અ ગ્લોબલ ફ્રંટીયર વિષયક સેમિનારમાં વિવિધ ક્ષેત્રોમાં યુવાનોને
કૌશલ્યવાન બનાવવા માટે નવ એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.
આ એમ.ઓ.યુ. થી રાજ્યનાં યુવાનો કૌશલ્યવાન બનશે તેમજ ઉદ્યોગોની જરૂરીયાત પૂરી કરી શકાશે.
જેમાં હેલ્થકેર સેક્ટરમાં ઝાયડસ કેડિલા, અદાણી સ્કીલ ડેવલેપમેન્ટ સેન્ટર, એપોલો મેડસ્કીલ તથા અંબુજા
સિમેન્ટ લિમીટેડ સાથે, ઓટોમોબાઈલ સેક્ટર ક્ષેત્રે મારૂતિ સુઝુકી અકાદમી સાથે, જેમ્સ-જ્વેલરી ક્ષેત્રે ટીમલીઝ
સર્વિસ લિમીટેડ સાથે, પ્રોડકશન એન્ડ મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે જ્યોતિ સી.એન.સી. તથા કન્સ્ટ્રકશન ક્ષેત્રે સૂર્યા વાયર્સ
સાથેનાં એમ.ઓ.યુ.નો સમાવેશ થાય છે.

 

ગુજરાત ગ્‍લોબલ સમિટ-૨૦૧૯
ટેક્ષટાઇલ ક્ષેત્રે ગુજરાત પુનઃ ભારતના
માંચેસ્‍ટર તરીકેની નામના મેળવશે : શ્રી વિજયભાઇ રૂપાણી

…………………………..
નવી ટેક્ષટાઇલ નીતિમાં પણ ટેક્ષમાં
કોઇ વધારો નથી : કાપડ મંત્રી શ્રીમતી સ્‍મૃતિબેન ઇરાની

……………………….

વીવીંગ માટે પ્રતિ યુનિટ દીઠ રૂા. ૩ અને અન્‍ય પ્રોસેસ માટે
રૂા. બે ની વીજ બીલમાં છૂટછાટ: પાવરલૂમ યુનિટને મળતો લાભ

……………………….

વાયબ્રન્‍ટ ગ્‍લોબલ સમિટ ૨૦૧૯ના ત્રીજા દિવસે મહાત્‍મા મંદિર ખાતે ટેક્ષટાઇલ કોન્‍કલેવ અંતર્ગત આયોજિત એકસપ્‍લોરિંગ
ગ્રોથ પોન્‍ટેશિયલ ઇન ટેક્ષટાઇલ ફોર બિલ્‍ડીંગ ન્‍યુ ઇન્‍ડિયા વિષયક સેમિનાર યોજાયો હતો. ગુણવત્‍તામાં સુધારો કરી રોજગારીની તકોમાં
વૃધ્‍ધિ કરવાની વિપુલ સંભાવનાઓ વિશે મુખ્‍ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, કેન્‍દ્રિય ટેક્ષટાઇલ મંત્રી શ્રીમતી સ્‍મૃતિબેન ઇરાની, મહિલા
અને બાળવિકાસ મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે સહિત ટેક્ષટાઇલ ઉદ્યોગના અગ્રણીઓની ઉપસ્‍થિતિમાં વિશદ છણાવટ કરવામાં આવી હતી.

ભારત સરકારના કપડા મંત્રી શ્રીમતી સ્‍મૃતિબેન ઇરાનીએ ટેક્ષટાઇલ ઉદ્યોગને વધુ મજબૂત બનાવવા માટે રાજય સરકારે લીધેલા
નિર્ણયોને આવકારતા જણાવ્‍યુ કે, ચરખાથી શરૂ થયેલું વણાટકામ આજે મહાકાય ટેકસટાઇલ ઇન્‍ડસ્‍ટ્રી સુધી પહોંચ્‍યું છે, તેમાં સરકારી
પ્રોત્‍સાહન નીતિઓનો મહત્‍વપૂર્ણ ફાળો રહ્યો છે. નવી ટેક્ષટાઇલ નીતિમાં પણ ટેક્ષમાં બિલકુલ વધારો કરવામાં આવ્‍યો નથી. વર્ષ ૨૦૧૪માં
ગુજરાતમાં નવ ટેક્ષટાઇલ પાર્ક હતા, જેમાં વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ વધારો કરી ૧૭ નવા ટેક્ષટાઇલ પાર્ક મંજૂર કર્યા તેમાંથી છ
કાર્યરત થયા છે. એ બાબત સરકાર ટેક્ષટાઇલ ઇન્‍ડસ્‍ટ્રીના વિકાસ પરત્‍વેની પ્રતિબદ્ધતા સિદ્ધ કરે છે.
ગુજરાતના કચ્‍છ સ્‍થિત વેલસ્‍પન ગ્રુપની કામગીરીને બિરદાવતાં શ્રીમતી સ્‍મૃતિબહેને જણાવ્‍યું કે, ભૂકંપે કચ્‍છને ભાંગી નાંખ્‍યુ
પણ ગુજરાતીઓનો જુસ્‍સો અકબંધ રહયો. વેલસ્‍પન ગ્રુપ આજે વિમ્‍બલ્‍ડન મેચથી લઇને પ્રયાગરાજ-કુંભમેળા સુધી પોતાના ટોવેલ
પહોંચાડે છે. આ ક્ષેત્રમાં મેન્‍યુફેકરિંગ ખર્ચ ઘટાડવા અને આવક તથા રોકાણ વધારવા સરકાર સતત પ્રયત્‍નશીલ છે. ટેકનોલોજી, સંસ્‍કાર અને
સભ્‍યતા એકસાથે કેવી રીતે કાર્ય કરી શકે તે ગુજરાતે સાબિત કરી બતાવ્‍યુ છે.

)
મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ટેક્ષટાઇલ ક્ષેત્ર રોજગારી આપવામાં હંમેશાથી અગ્રેસર રહ્યું છે. ટેક્ષટાઇલ ઉઘોગ
સાથે ગુજરાત વર્ષોથી સંકળાયેલું છે, ગુજરાત ટેક્ષટાઇલનું હબ છે. ટેક્ષટાઇલ ક્ષેત્રે, એપરલ ઇન્ડસ્ટ્રીઝમાં વધુને વધુ લોકોને રોજગારી મળતી
થાય તે માટે રાજ્ય સરકારે સમગ્ર દેશમાં પ્રથમ એવી ટેક્ષટાઇલ પોલીસી ઘડીને અન્ય રાજ્યોને ઉદાહરણ પુરૂ પાડયું છે. મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું
કે, ટેક્ષટાઇલ ક્ષેત્રને પ્રોત્સાહન મળે તે માટે ટેક્ષટાઇલ યુનિટ શરૂ કરવા માટે લેવામાં આવતી લોન ઉપર રાજ્ય સરકાર દ્વારા છ ટકા સુધીની
વ્યાજમાં સબસીડી આપવાનો નિર્ણય કર્યો છે.
પાવરલૂમ યુનીટોને રાહત મળે તે માટે વીવીંગ માટે રૂા. ત્રણ અને અન્ય પ્રોસેસ માટે રૂા. બે ની વીજ બીલમાં પ્રતિ યુનીટ છૂટછાટ
જાહેર કરતા મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર વિવાદ નહીં સંવાદનો અભિગમ ધરાવે છે. ટેક્ષટાઇલ ઉદ્યોગના અગ્રણીઓ સાથે ચર્ચા
વિચારણા કર્યા બાદ જ તેને અંતિમ કરવામાં આવી છે. ૧૮૬૧માં ગુજરાતમાં સૌ પ્રથમ શરૂ થયેલી કાપડની મીલથી તેમા ક્રમશઃ વિકાસ થયો
છે. સમય સાથે આધુનિકતા અપનાવી ટેક્ષટાઇલ ક્ષેત્રે ગુજરાતે ઓળખ બનાવી છે.
મુખ્‍ય મંત્રીશ્રીએ કહ્યું કે, કપાસના ઉત્પાદનથી તૈયાર વસ્ત્રોની નિકાસ સુધી એટલે કે ફાર્મ ટુ ફોરેનનો વિચાર મૂર્તિમંત કરી ગુજરાત
ખરા અર્થમાં મેઇક ઇન ઇન્‍ડિયાની કલ્‍પનાને સાકાર કરશે. ગારમેન્ટ-ટેક્ષટાઇલ ક્ષેત્રે ગુજરાત પુનઃ ભારતના માન્ચેસ્ટર તરીકે નામના મેળવશે
તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ભૂકંપ જેવી આપદાઓને કારણે પડી ભાંગેલા ગુજરાતની વૈશ્વિક ઓળખને પુનઃ

સ્થાપિત કરવામાં ર૦૦૩થી શરૂ કરવામાં આવેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટનો સિંહફાળો રહ્યો છે. વાયબ્રન્ટ સમિટનો કરવા ખાતર વિરોધ
કરનારાઓને સમજ નથી પડતી કે, હકિકતમાં તો ર૦૦૩થી શરૂ થયેલા ગુજરાતના ગ્રોથ એન્જિનમાં વાયબ્રન્ટ સમિટનો મહત્‍વપૂર્ણ ફાળો
રહ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વાયબ્રન્ટ સમિટને કારણે જ હવે વિદેશીઓ ગુજરાતમાં રોકાણ કરવા ઉત્સુક બન્યા છે. ગુજરાતે પોતાની
પ્રતિષ્ઠા જાળવી રાખી છે. મહિલાઓને રોજગારી આપવામાં ટેક્ષટાઇલ-એપરલ ઇન્ડસ્ટ્રીઝ અગ્રેસર હોવાથી ટેક્ષટાઇલ પોલીસી હેઠળ
મહિલાઓને રોજગારી આપનાર એકમો પૈકી મહિલાને રૂા.૪૦૦૦ અને પુરૂષોને રૂા.૩ર૦૦ વધારાનો પગાર રાજ્ય સરકાર દ્વારા ચૂકવવાનો
નિર્ણય કરીને સમગ્ર દેશમાં ગુજરાતે પહેલ કરી છે, એમ તેમણે ઉમેર્યું હતું.
મહિલા અને બાળવિકાસ મંત્રીશ્રી વિભાવરીબેન દવેએ માત્ર અમદાવાદ કે સૂરત જ નહીં પણ આખુ ગુજરાત ટેક્ષટાઇલ
ઇન્‍ડસ્‍ટ્રીસનું હબ બને તેવી આશા વ્‍યકત કરતા જણાવ્‍યુ કે, આજે ત્રણ લાખથી વધુ મહિલાઓ આ ઉદ્યોગ સાથે જોડાયેલી છે અને તેમાં
પણ વધારો કરવા નવી પોલિસી અસરકારક નીવડશે.
આ પ્રસંગે એસોચેમ ગ્રુપના પ્રમુખશ્રી બાલકિષ્‍ન ગોએન્‍કા અને ટેક્ષટાઇલ સિસ્‍ટમ નેધરલેન્‍ડના સીઓઓ શ્રી કાસ્‍પર નોસેન્‍ટે
કુલ જીડીપીના બે ટકા જેટલો મહત્‍વનો હિસ્‍સો ધરાવતા ટેક્ષટાઇલને કૃષિ ઉદ્યોગ પછીનો મોટો ઉદ્યોગ ગણાવ્‍યો હતો.
આ પ્રસંગે વિવિધ પાંચ કંપનીઓ સાથે એમઓયુ પર હસ્‍તાક્ષર થયા હતા. આ ઉપરાંત મહાનુભાવોના હસ્‍તે ટેક્ષટાઇલ ઉદ્યોગની
વિસ્‍તૃત માહિતી આપતી પુસ્‍તિકા – નોલેજ રિપોર્ટનું વિમોચન કરવામાં આવ્‍યુ હતું
સેમિનારના દ્વિતીય સત્રનું સમાપન કરતા રાજયના મુખ્‍ય સચિવ શ્રી જે. એન. સિંઘએ પ્રાસંગિક ઉદબોધન આપ્‍યુ હતું.

ગ્લોબલ કોન્ક્લેવ ઑફ ઇન્ટરનેશનલ ચેમ્બર્સ ઑફ કોમર્સના

વડાઓએ કર્યો વિચાર વિમર્શ
………………………….

એમ.એસ.એમ.ઇ. દેશના સામાજિક આર્થિક વિકાસ માટે કરોડરજ્જુ

………………………….

ગુજરાતમાં વેપાર ઉઘોગ માટે વિપૂલ તકો ઉપલબ્ધ છે. રાજ્ય સરકારે મધ્યમ-લધુ અને સૂક્ષ્મ ઉઘોગો
(એમ.એસ.એમ.ઇ.)ને વિશેષ મહત્વ આપ્યું છે. ત્યારે ગુજરાતમાં એમ.એસ.એમ.ઇ. ક્ષેત્રે મહત્તમ મૂડીરોકાણ સાથે વેપાર પ્રવૃત્તિમાં
વધારો થાય તે માટે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ અંતર્ગત ગ્લોબલ કોન્ક્લેવ ઑફ
ઇન્ટરનેશનલ પરિસંવાદ યોજાયો હતો. આ આંતરરાષ્ટ્રીય કોન્ક્લેવમાં ૧પ જેટલા દેશોના ચેમ્બર ઑફ કોમર્સના વડાઓએ
એમ.એસ.એમ.ઇ. સહિત વેપાર ઉઘોગ ક્ષેત્રે ગુજરાત સહિત વિવિધ દેશોમાં રહેલી વેપાર ઉઘોગની ઉપલબ્ધ તકો અંગે વિચાર
વિમર્શ કર્યો હતો.
રાજ્યના ટેક્ષ કમિશનર શ્રી પી.ડી.વાધેલાએ જણાવ્યું કે, એમ.એસ.એમ.ઇ. દેશના સામાજિક આર્થિક વિકાસ માટે
કરોડરજ્જુ સમાન છે. ગુજરાત સરકાર રાજ્યમાં એમ.એસ.એમ.ઇ. ઉઘોગોના વિસ્તાર માટે અનેકવિધ પ્રોત્સાહન પુરા પાડે છે.
એમ.એસ.એમ.ઇ. ક્ષેત્રે રાજ્યમાં મૂડીરોકાણ માટે રાજય સરકાર સંપૂર્ણ સહયોગ આપશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

શ્રી વાધેલાએ જણાવ્યું કે, ગુજરાત સમગ્ર દેશનું વિકાસનું ગ્રોથ એન્જીન બન્યું છે, ત્યારે ગુજરાતમાં વેપાર ઉઘોગ શરૂ
કરવો એ ડહાપણભર્યુ પગલું ગણાશે. તેમણે કહ્યું કે, સૌ પ્રથમવાર વેપાર જગતના પ્રતિનિધિઓ ઇન્ટરનેશનલ કોન્ક્લેવ દ્વારા એક
મંચ પર આવી વિચાર વિમર્શ કરી રહ્યાં છે. જેને પરિણામે મહત્વપૂર્ણ વિચારોનું આદાનપ્રદાન થવા સાથે ગુજરાત સહિત અન્ય
દેશોમાં વેપાર ઉઘોગ ક્ષેત્રે પ્રાપ્ય વિપૂલ તકો અંગેની જાણકારી મળી રહી છે.
શ્રી વાધેલાએ જણાવ્યું કે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિચારોના આદાનપ્રદાન માટે ગ્લોબલ કોન્ક્લેવ ઑફ
ઇન્ટરનેશનલ એન્ડ નેશનલ ચેમ્બર ઑફ કોમર્સ ફોરમની સ્થાપના કરવામાં આવી છે. જે વિવિધ દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર
વધારવાની સંભાવના તથા વેપારની નવી દિશાઓ અંગે ચર્ચા વિચારણા કરશે.

ગુજરાત ચેમ્બર્સ ઑફ કોમર્સના પ્રમુખ ડો.જૈમિન વસાએ જણાવ્યું કે, વાયબ્રન્ટ ગુજરાત સમિટે મૂડી રોકાણકારોને
પ્લેટફોર્મ પુરૂ પાડવા સાથે ગુજરાતમાં મૂડીરોકાણ માટે તંદુરસ્ત માહોલ પુરો પાડયો છે.
ગુજરાત સમગ્ર દેશમાં મેન્યુફેક્ચરીંગ હબ બન્યું છે તેમ જણાવતા ડૉ.વસાએ જણાવ્યું કે દેશના જી.ડી.પી.માં ગુજરાતનો
૭.પ ટકા હિસ્સો છે. ગુજરાત મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે રર ટકા નિકાસ કરવા સાથે ૬૦ ટકા ઉત્પાદન કરે છે.
તેમણે કહ્યું કે, ગ્લોબલ કોન્ક્લેવ ઑફ ઇન્ટરનેશનલ એન્ડ નેશનલ ચેમ્બર્સ ઓફ કોમર્સ ફોરમની રચના દ્વારા વિચારોનું
ઝડપી આદાનપ્રદાન થશે એટલું જ નહીં એક્ટિવ-કલેક્ટિવ અને પોઝેટીવ રીતે ફોરમનું નેટવર્ક મજબત બનશે. ડૉ.વસાએ ઉમેર્યું
કે ગુજરાતમાં નવા ઉઘોગો અને મૂડીરોકાણ માટે રાજ્ય સરકાર અને પ્રશાસન પોલીસી મેકર નહી પરંતુ ફેસીલેટરની ભૂમિકા અદા
કરી રહ્યાં છે.
આ કોન્ક્લેવમાં નાઇજીરીયાના અહુજા ચેમ્બર ઑફ કોમર્સ, એસોસિએશન ઑફ ધાણા ઇન્ડસ્ટ્રીઝ, ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા
વુમેન એન્ટ્રપિ્રન્યોરશીપ ફોરમ, બાંગ્લાદેશ ચેમ્બર ઑફ કોમર્સ, ભૂતાન ચેમ્બર ઑફ કોમર્સ, ભૂટવાલ ચેમ્બર ઑફ કોમર્સ, કેનેડા
ઇન્ડિયા ફાઉન્ડેશન, ફેડરેશન ઑફ બાંગ્લાદેશ ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ફેડરેશન ઑફ નેપાલીઝ ચેમ્બર ઑફ કોમર્સ
એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડિયા એશિયન શ્રીલંકા ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડિયન ચેમ્બર્સ ઑફ કોમર્સ ઍન્ડ કલ્ચર ઇન ધ
સ્લોબેક રીપબ્લીક, ઇન્ડિયન પ્રોફેશનલ ફોરમ, લંડન તેમજ ઇન્ડિયાના ઇન્ડિયા બીઝનેસ કાઉન્સિલના વડાઓએ પોતાના દેશમાં
વેપાર ઉઘોગ માટે ઉપલબ્ધ તકો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી.
ભૂતાન ચેમ્બર્સ ઓફ કોમર્સના સેક્રેટરી શ્રી સંજય દોરાજીએ ભૂતાનમાં એમ.એસ.એમ.ઇ., હાઇડ્રોપાવર, કૃષિ, એગ્રો
બિઝનેસ, હેન્ડીક્રાફટ, ટુરિઝમ જેવા ઉઘોગ ક્ષેત્રે મૂડીરોકાણ કરવા ઇજન આપ્યુ હતું.
શ્રી દોરાજીએ જણાવ્યું કે ભારતમાં ઉઘોગ માધાંતાઓ એવા મુકેશ અંબાણી, ટાટા, અદાણીના માત્ર નામો સાંભળ્યા હતા
પરંતુ તેઓ ગુજરાતી છે. એટલુ જ નહીં નયા ભારતના નિર્માતા એવા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પણ ગુજરાતી છે
તે ગુજરાત માટે ગૌરવની વાત છે.
કેનેડા ઇન્ડિયા ફાઉન્ડેશનના શ્રી પંકજ દવેએ જણાવ્યું કે ફાઉન્ડેશન દ્વારા ભારત કે વીર પોર્ટલ દ્વારા શહીદોને આર્થિક
રીતે મદદ કરવામાં આવે છે. પ્રતિ વર્ષે એક ભારતીયને કેનેડા ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા એવોર્ડથી સન્માનવામાં આવે છે.

આ કોન્ક્લેવમાં જી.આઇ.ડી.સી.ના એમ.ડી. શ્રીમતી ડી.થારા, એમ.એસ.એમ.ઇ. કમિશનર શ્રી યોગેશભાઇ,
જી.સી.સી.આઇ.ના સેક્રેટરી શ્રી નિલેશ શુક્લ, ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશન શ્રી કોશિયા સહિત વિવિધ દેશોના ચેમ્બર ઑફ કોમર્સના
વડાઓએ ભાગ લીધો હતો.

ખેડૂતોની આવક બમણી કરવા માટે ટકાઉ કૃષિ વિકાસનું લક્ષ :

સસ્ટેટનેબલ ટેકનોલોજી ડ્રિવન એગ્રિકલ્ચર ફોર ન્યૂ ઈન્ડિયા વિષયક સેમિનાર સંપન્‍ન

…………………..

પાક ઉત્પાદન ખર્ચમાં ખેડૂતોને મહતમ વળતર તરીકે ૫૦ ટકા ઉમેરીને ટેકાના ભાવ
આપવાનો કેન્દ્ર સરકારનો સંવેદનશીલ અભિગમ રહ્યો છે : કેન્‍દ્રીય મંત્રી શ્રી પરસોતમ રૂપાલા

…………………..

એફ.પી.ઓ.ને ઈન્કમટેક્સમાંથી મુક્તિનો નિર્ણય
કૃષિ ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહિત કરશે : શ્રી રૂપાલા

…………………..

કૃષિ એ નાગરિકોના પોષણ અને સ્વાસ્થ્યથી લઇને સમગ્ર દેશના અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. કૃષિ ક્ષેત્રે ઉત્પાદન અને ઉત્પાદકતા
વધારીને ખેડૂત અને ખેતીને વધુ સમુદ્ધ કરવા ગુજરાતમાં બહુઆયામી આયોજન અને પગલા લેવામાં આવી રહ્યા છે. ૨૦૨૨ સુધીમાં દેશના
ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નિર્ધારને સાર્થક કરવા ગુજરાતે આધુનિક ટેકનોલોજી અને આનુષાંગિક
સવલતો સાથે કૃષિ ક્ષેત્રને વધુ સમૃદ્ધ બનાવવા કમર કસી છે. આ પરિપ્રેક્ષમાં ગ્લોબલ સમિટમાં કૃષિ ક્ષેત્રના વિકાસને વધુ ગતિશિલતા આપવા
દ્રિપક્ષીય વ્યાપાર રોકાણને પ્રોત્સાહિત કરવા એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

‘‘સસ્ટેનેબલ ટેકનોલોજી ડ્રીવન એગ્રીકલ્ચર ફોર ન્યુ ઇન્ડિયા’’ વિષયક આ સેમિનારમાં કેન્દ્રિય કૃષિ રાજ્ય મંત્રી શ્રી પુરુષોતમ
રૂપાલાની હાજરીમાં મહત્‍વપૂર્ણ કૃષિ વિકાસલક્ષી પરામર્શ યોજાયો હતો.
કેન્દ્રિય કૃષિ રાજ્ય મંત્રી શ્રી પુરુષોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા જે સૌથી મહત્વનું પગલું લેવાયુ તે
છે-ટેકાના ભાવો નક્કી કરી ખેડૂતોના પાકોની ખરીદી કરવી. શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે આમાં વધુ સંવેદનશીલ
અભિગમ દાખવી ખેડૂતોના પાક ઉત્પાદનમાં જે કુલ ખર્ચ થાય છે તેમાં તેની મહેનતને પુરુતું વળતર મળી રહે તે માટે ૫૦ ટકા વધુ ઉમેરીને
ટેકાના ભાવ આપવાનું સરકારે નક્કી કર્યુ છે. કેન્દ્ર સરકાર દ્વારા ૨૨ પાકોના ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે પરંતુ અન્ય પાકો માટે રાજ્ય
સરકારોની ભલામણોને આધારે ખેડૂતોની પાક ઉત્પાદકતાની સ્થિતિને ધ્યાનમાં રાખી ટેકાના ભાવો નક્કી કરવાની તૈયારી કેન્દ્ર સરકારે દર્શાવી
છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

(આ ઉપરાંત એફ.પી.ઓ.ને ઇન્કમટેક્ષમાંથી મુક્તિ આપવાનો જે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે તેના કારણે કૃષિ ક્ષેત્રને વિકાસના નવા
આયામો મળશે તથા દૂરોગામી રીતે ખેડૂતોને પણ ફાયદો થશે. ખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવામાં પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પને
સાકાર કરવા વિશેષ સમિતિની રચના કરવા સહિત બહુઆયામી આયોજન કરવામાં આવ્યું છે. સહકારી માળખું કૃષિની કરોડરજ્જુ સમાન છે
તેથી તમામ સહકારી મંડળીઓને વધુ ગતિશિલ બનાવવા તેને કોમ્પ્યુટરાઇઝ્ડ કરવાની વ્યવસ્થા કેન્દ્ર સરકાર કરી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
શ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૩થી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ શરૂ કરવામાં આવેલી શૃંખલાએ આજે આંતરરાષ્ટ્રીય
બિઝનેસ માટેના કોમન પ્લેટફોર્મ તરીકે ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં અગ્રહરોળમાં મુકી દીધું છે.
રાજ્ય સરકારના કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુએ જણાવ્યુ હતું કે, ગુજરાતે કૃષિમાં આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા
ખેડૂત હિતલક્ષી વ્યાપક પ્રયાસો આદર્યા છે તેના પરિણામે કૃષિ ક્ષેત્રે ગુજરાતમાં નોંધપાત્ર વિકાસ થયો છે. ખાદ્ય ચીજોની ગુણવત્તા તથા
આરોગ્ય જાળવણી માટે વિશ્વસ્તરે વધતી જતી જાગૃતિનો ઉલ્લેખ કરીને શ્રી ફળદુએ ગુજરાતમાં કૃષિ ઉત્પાદન, ઉત્પાદકતા અને પાકોની
ગુણવત્તા સુધારવા થયેલા વ્યાપક પ્રયાસોની રૂપરેખા પણ આપી હતી.
ઊર્જા ક્ષેત્રે ગુજરાતે સાધેલા વિકાસને કારણે ખેડૂતોને પર્યાપ્‍ત માત્રામાં વીજળી ઉપલબ્ધ બની છે તથા જળસંચય અને
જળવ્યવસ્થાપની ઉત્કૃષ્ઠ કામગીરીને કારણે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી પુરું પાડવામાં આવી રહ્યું છે. ખેડૂતોની પાયાની જરૂરિયાત પાણી,
વીજળી, બિયારણ વગેરે અંગેની સુયોગ્‍ય વ્‍યવસ્‍થાને લીધે કૃષિ ઉત્પાદનમાં ગુજરાત રાષ્ટ્રમાં અગ્રીમ સ્થાને પહોંચ્યુ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
પશુપાલન મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતુ કે, કૃષિ ક્ષેત્ર સાથે સૌથી વધુ સંલગ્ન એવા પશુપાલન અને ડેરી ક્ષેત્રને
આધુનિક ટેકનોલોજીનો મહતમ ઉપયોગ કરીને આ ક્ષેત્રને બળ પૂરું પાડવામાં આવી રહ્યું છે. પશુઓના આરોગ્યની જાળવણી તથા પશુઓની
નસલ સુધારવા માટેની વ્યવસ્થા ઉપરાંત પ્રત્યેક ગામમાં પશુ ચિકિત્સા કેન્દ્ર મળે તે દિશામાં સરકાર પરિણામલક્ષી પ્રયાસો કરી રહી છે.
કૃષિ રાજયમંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાત પહેલું એવું રાજ્ય છે જેણે કૃષિમાં રિમોટ સેન્સિંગ ટેકનોલોજીનો
ઉપયોગ કરીને ખેડૂતોને સહાયરૂપ બની રહી છે.

સહકાર રાજયમંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે ખેતી અને ખેડૂતોના વિકાસ માટે રાજ્ય સરકારના વ્યાપક આયોજન અને અમલી બનાવેલ
વિવિધ યોજનાની વિગતોની છણાવટ કરી હતી.
કૃષિ વિભાગના અધિક સચિવ શ્રી સંજય પ્રસાદે આધુનિક ટેકનોલોજીને સાથે રાખીને ટકાઉ ખેતીના અભિગમની વિગતવાર ચર્ચા
કરી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતના ખેડૂતો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં રાષ્ટ્રમાં અગ્રીમ રહ્યા છે.

ન્યુનતમ ખર્ચ અને મહત્તમ ઉત્પાદન માટે રાજ્ય સરકારે કૃષિ ક્ષેત્રે ટેકનોલોજીકલ ઇનોવેશન ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને રિમોટ
સેન્સીંગના ઉપયોગ દ્વારા પાક મેપીંગ ઉપર ભાર મૂકવામાં આવે છે. સોઇલ હેલ્થ મેનેજમેન્ટના માધ્યમથી જમીનનું સંરક્ષણ, ટેકનોલોજીના
ઉપયોગથી જળવ્યવસ્થાપન તથા પાક ઉત્પાદનના અંદાજો મેળવવા અને પાકની નુકશાની-આકારણી જેવી બાબતો માટે એડવાન્સ રીમોટ
સેન્સીંગ તથા પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી ઉપર આ પરિસંવાદમાં ગહન વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.
સસ્ટેનેબલ ટેકનોલોજી આધારિત કૃષિ અંગે આ સેમિનાર દરમિયાન ટેકનિકલ સત્ર તથા પેનલ ડિસ્કશનનું સંચાલન શ્રી અશોક
દલવાઈએ કર્યું હતું. ગ્રીન રીવોલ્યુશનથી આગળ વધીને ખેડૂતોની ઇન્કમ રીવોલ્યુએશનના લક્ષ્યને સ્પષ્ટ કરતા નેશનલ રેઇનફેડ ઓથોરીટીના
ચિફ એક્ઝિક્યુટીવ ઓફિસર ડૉ. અશોક દલવાઇએ જણાવ્યું હતું કે, ઇન્કમ રીવોલ્યુએશન થકી ખેડૂતોની સમૃદ્ધિ સમગ્ર કૃષિ ક્ષેત્રમાં નવી
ક્રાંતિના મંડાણ કરશે.
સામાજિક-આર્થિક વિકાસના વૈશ્વિક સ્તરના એજન્ડાને કેન્દ્રમાં રાખીને આ ક્ષેત્રે રહેલી વિવિધ તકોને આ સેમિનારમાં રજૂ કરવામાં
આવી હતી. ગુજરાત રાજ્ય અને ભારત દ્વારા વિશ્વના દેશોને આ ક્ષેત્રે ભાગીદારી માટે ઉપલબ્ધ ઓફરો અને સવલતો વિષે માહિતગાર
કરવામાં આવ્યા હતા.
કૃષિ ક્ષેત્રે શિક્ષણ, સંશોધન, ઉત્પાદન વૃદ્ધિ, ઉત્પાદકતા, પ્રોસેસિંગ વગેરે વિષયોને આવરી લેવામાં આવી હતી. ફ્રાન્સ, રશિયા,
નેધરલેન્ડ, યુએઈ તથા અમેરિકા જેવા દેશોએ ભારતમાં વેપાર માટેની ઉત્‍સુકતા દાખવી હતી.
ખેડૂતોને લાંબાગાળા સુધી ટકાઉ ધોરણે સર્વ પ્રકારે લાભદાયી બને તેવી નવી ટેકનોલોજી આધારિત કૃષિના વિવિધ પાસાઓ ઉપર
પરિસંવાદમાં વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.
પરિમલદેસાઇ/સંજયસિંહચાવડા/ભરતગાંગાણી/દિનેશચૌહાણ… ………………….

ગુજરાતમાં કૈક અનોખી તાકાત છે જે વિશ્વમાં સહુ કોઈને આકર્ષે છે અને સતત નવું કરવાની પ્રેરણા આપે છે :

શ્રી સંગાય દોરજી, સેક્રેટરી જનરલ, ભૂટાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ

…………………..

શ્રી સંગાય દોરજીને ગુજરાતનું સફેદ રણ અને
ગીરના ડાલામથ્થા સિંહો જોવાની પ્રબળ ઈચ્છા છે

…………………..

ભૂતાનમાં હિંદી ભાષા અને હિન્દી ફિલ્મો ખુબજ લોકપ્રિય

…………………..

ગાંધીનગરમાં નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શુભારંભ કરાતો
હતો. આ વાયબ્રન્ટ ગુજરાત સમિટ હવે સાચા અર્થમાં વૈશ્વિક ફોરમમાં પરિવર્તિત થઇ ગઇ છે. આ સમિટ પરિણામદાયી, ફળદાયી
અને આનંદદાયી બની રહી છે. ભારતની અગ્નિ દિશામાં આવેલો પાડોશી દેશ એવો ભૂટાન સાથેના ભારતના સબંધોને વાયબ્રન્ટ
ગુજરાત ગ્લોબલ સમિટ-2019 થી નવી ઊંચાઈ મળશે તેવો વિશ્વાસ ભૂટાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સેક્રેટરી
જનરલશ્રી સંગાય દોરજીએ જણાવ્યું હતું.

દક્ષિણ એશિયામાં એક જમીનથી ઘેરાયેલો દેશ, પૂર્વીય હિમાલયમાં સ્થિત છે, ભારતના સિક્કિમ રાજ્ય અને પશ્ચિમમાં
તિબેટની ચુમ્બી ખીણની સરહદ, પૂર્વમાં અરુણાચલ પ્રદેશ અને આસામની સરહદો સાથે સંકળાયેલો દેશ ભૂટાન અદભુત પ્રાકૃતિક
સૌંદર્ય ધરાવે છે. ભુટાન એ દક્ષિણ એશિયામાં ભૌગોલિક રીતે માલદીવથી વધુ વસ્તી ધરાવતો બીજો દેશ છે. થિમ્ફુ તેની રાજધાની
અને સૌથી મોટું શહેર છે, જ્યારે ફુન્ત્સોલિંગ એ તેનું વ્યાપાર કેન્દ્ર છે. ભૂટાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સેક્રેટરી
જનરલશ્રી સંગાય દોરજીએ જણાવ્યું હતું કે, ગુજરાતની તેઓ પ્રથમ વાર મુલાકાત લઇ રહ્યા છે પરંતુ ગુજરાતના નામથી તેઓ
તથા ભૂટાનીઝ પ્રજા ખુબજ વાકેફ છે. અમે ટાટા, અંબાણી, અદાણી જેવી ગુજરાતની વૈશ્વિક કંપનીઓના માંધાતાઓના નામ
સાંભળ્યા છે તથા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતના છે જે ગુજરાત માટે ગૌરવની વાત છે. ગુજરાતમાં કૈક
અનોખી તાકાત છે જે વિશ્વમાં સહુ કોઈને આકર્ષે છે અને સતત નવું કરવાની પ્રેરણા આપે છે.

ભૂટાનનો મુખ્ય પાક સફરજન, સંતરા, એલચી, લવિંગ, લાલ ચોખા છે જેનું ઉત્પાદન કરે છે તથા તેની નિકાસ કરે છે.
ગુજરાતના ફૂડ ક્લચર વિષે વાત કરતા દોરજી જણાવે છે કે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં મેં ગુજરાતી ફૂડ ચાખ્યું છે જે
ખુબજ સ્વાદિષ્ટ અને ચટાકેદાર હોય છે. ખાસ કરીને થેપલા, દાલ, ખમણ-ઢોકળા, મીઠાઈ વગેરે ખૂબ જ સરસ લાગ્યું છે. જો કે
ભૂટાનમાં કોઈ પણ પ્રકારની મીઠાઇનો ઉપયોગ ભોજનમાં થતો નથી.
ભૂટાનમાં વ્યાપાર કરવા માટે FDI થકી પ્રવાસન ક્ષેત્ર, હોસ્પિટાલિટી, ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્ર માટે ખુબજ અવકાશ છે.
ભારતમાંથી ખોરાકને લગતી સામગ્રી, ઇંધણ, બાંધકામ સામગ્રી જેવી અંદાજિત 100 જેટલી વસ્તુઓની આયાત કરે છે.
આ ઉપરાંત, ભારત અને ગુજરાત વિષે વાત કરતા દોરજીએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ અને ભૂતાનની સંસ્કૃતિ એક
સમાન છે. જેમાં ધર્મ, ખોરાક, રહેણી -કરણી તથા ભાષા ખુબજ સામ્યતા ધરાવે છે. ભૂટાનમાં 50 ટકા કરતા વધુ વસ્તી હિન્દી
બોલી શકે છે. ભુતાનમાં લોકો હિન્દી ભાષાની ફિલ્મો જુએ છે. તેઓએ કહ્યુ હતુ કે તેઓ જયારે બીજીવાર ગુજરાત આવશે ત્યારે
તેઓ સફેદ રણ અને એશિયાટિક સિંહોને જોવા જરૂરથી જશે. ગુજરાતી લોકો વિષે વાત કરતા કહ્યું હતું કે ગુજરાતીઓ વિનમ્ર અને
મદદરૂપ હોય છે.

નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સફળ સમિટનું સમાપન
વિશ્વ ભારત ભણી મીટ માંડીને બેઠું છે, અને ભારતની નજર
ગુજરાત પર મંડાયેલી છે : શ્રી એમ. વેંકૈયા નાયડુ

……………….

સંસ્કૃતિના દેશની ઓળખ ધરાવતો ભારત
દેશ હવે વિકાસની સંભાવનાઓના દેશ તરીકે ઓળખાય છે

……………….
:મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી:

 ગુજરાત હવે ગેટ-વે ટુ ધી વર્લ્ડ બની ગયું છે
 એમ.એસ.એમ.ઈ. એકમોને વૈશ્વિક ફલક ઉપર લઈ જવાનો અદભૂત અવસર સાંપડયો છે
 ‘ન અમારૂં, ન તમારું’…. આ વિશ્વ છે સૌનું સહિયારું
 આગામી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં પધારવા ભાવભીનું નિમંત્રણ

સાચા અર્થમાં ‘ગ્લોબલ’ બની રહેલી નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું સફળતાપૂર્વક સમાપન થયું છે. ભારતના
ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુએ સમાપન સમારોહમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, માત્ર સંસ્કૃતિના દેશ તરીકેની ઓળખ ધરાવતો
ભારત દેશ હવે વિકાસની સંભાવનાઓના દેશ તરીકે ઓળખાવા લાગ્યો છે અને ગુજરાતની ઓળખ ઢોકળા, દાંડિયા અને ડાયમંડ હતી તેમાં
હવે કૌશલ્ય અને સાહસિકતાનો પણ સમાવેશ થયો છે. ગુજરાતની પાવન ભૂમિએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ
પટેલ, મોરારજીભાઈ દેસાઈ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવાં સપૂતો આપ્યા છે. ભારતનો આર્થિક વિકાસ નોંધપાત્ર છે ત્યારે સમગ્ર
વિશ્વ ભારત ભણી મીટ માંડીને બેઠું છે, અને ભારતની નજર ગુજરાત પર મંડાયેલી છે.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સમાપન પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયાનાયડુએ સંબોધનની શરૂઆત ગુજરાતી ભાષામાં
કરી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતીઓ ઉદ્યોગ સાહસિકતા, વ્યાપારી કુશળતા અને મહેનતુ સ્વભાવ માટે જાણીતા છે. વાયબ્રન્ટ ગુજરાત
ગ્લોબલ સમિટની સફળતા માટે હું ગુજરાતને અભિનંદન પાઠવું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતમાં પ્રભાવક સુધારા અને બદલાવની શરૂઆત કરી છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ શ્રી બરાક
ઓબામાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ‘રિફોર્મેશન ચીફ’ તરીકે ઓળખાવ્યા હતા એમ કહીને ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયાનાયડુએ જણાવ્યું
હતું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનો સિદ્ધાંત આપ્યો છે. સમગ્ર દેશ આ રિફોર્મનું સમર્થન કરી રહ્યો છે.
ભારતમાં ૬૫ ટકાથી વધુ વસ્તી ૩૫ વર્ષથી નીચેની વયના યુવાનો છે એમ કહીને શ્રી વેંકૈયાનાયડુએ કહ્યું હતુ કે, યુવાઓની આ
તાકાત ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભારતના રાજયો પણ પોતાના વિકાસ માટે એકબીજાની તંદુરસ્ત સ્પર્ધા
કરી રહ્યાં છે.
ઉપરાષ્ટ્રપતિશ્રીએ વિશ્વ સમક્ષના ત્રણ પડકારો સામે આંગળી ચીંધતા જણાવ્યું હતું કે, આજે વિશ્વ ત્રાસવાદની સમસ્યાથી પીડાય છે
તેનો સામનો કરવા સમગ્ર વિશ્વના દેશોએ સહિયારો પુરુષાર્થ કરવો પડશે. ક્લાઈમેટ ચેન્જ એ વિશ્વ સામેનો બીજો સૌથી મોટો પડકાર છે.
જયારે ત્રીજી સમસ્યા ભ્રષ્ટાચારની છે. તેમણે જમાવ્યું હતું કે, આ વૈશ્વિક પડકારોનો સામનો સૌએ સાથે મળીને કરવો પડશે. તેમણે એમ પણ
જણાવ્યું હતું કે, પરસ્પર સહયોગ અને એકબીજાની સંભાળ લેવી એ ભારતીય જીવન દર્શનનું હાર્દ છે. ‘‘વસુધૈવ કુટુંમ્બકમ’’ની ભાવના સાથે
ભારત દેશ હંમેશા વિશ્વશાંતિની જ હિમાયત કરે છે. સર્વ સમાવેશક વિકાસ માટે તમામ દેશોએ સહિયારો પ્રયાસ કરવો પડશે તેમ પણ
ઉપરાષ્ટ્રપતિશ્રીએ જણાવ્યું હતુ.
ગુજરાતમાં ઉદ્યોગકારો-મૂડીરોકાણકારો માટે રેડ ટેપ નહીં પરંતુ રેડ કાર્પેટ પાથરવામાં આવી છે તેનો ઉલ્લેખ કરતાં ઉપરાષ્ટ્રપતિ શ્રી
વેંકૈયાનાયડુએ ઉમેર્યું હતુ કે, સમગ્ર ભારત દેશમાં વિકાસને કારણે બદલાવ આવી રહ્યો છે ત્યારે, લોકોનું જીવન સરળ-સુવિધાપૂર્ણ બને તે વાતને
અમે વિકાસના કેન્દ્રસ્થાને રાખી છે.
મુખ્‍ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વાયબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ સમિટ-ર૦૧૯ની નવમી એડીશનનું સમાપન કરાવતાં જણાવ્‍યું
હતું કે, આ સમિટે હવે દશેય દિશામાં ગુજરાતની ખ્‍યાતિ વિસ્‍તારી છે. ગુજરાત હવે વિશ્વના ઉદ્યોગ-રોકાણકારો માટે ગ્‍લોબલ ઓફિસ
બન્‍યું છે અને આ સમિટ દ્વારા આપણે દુનિયા સાથે બ્રાન્‍ડિંગનો જ નહીં, બોન્‍ડીંગનો નાતો પ્રસ્‍થાપિત કર્યો છે.
મુખ્‍ય મંત્રીશ્રીએ ત્રિદિવસીય સમીટના ભવ્‍ય સમાપન સમારોહમાં કહ્યું કે, ગુજરાતના વિકાસને વૈશ્વિક ઓપ આપવાના પ્રધાન
મંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના પ્રયાસો આજે સફળતાના સિમાચિન્‍હ બની ગયા છે. ગુજરાત હવે ગેટ-વે ટૂ ધી વર્લ્‍ડ બની ગયું છે અને સારી
ભાવનાથી બિઝનેસ કરવા ઇચ્‍છનારા સૌ માટે એક આઇડીયલ પ્‍લેટફોર્મ, નેટવર્કીંગ, નોલેજ શેરિંગ અને વિશ્વની માનવજાતના કલ્‍યાણના
વૈચારિક આદાન-પ્રદાન માટેનો મંચ બન્‍યો છે.

શ્રી વિજયભાઈ રૂપાણીએ ૧૩૫ દેશો સહિતના ૪ર હજારથી વધુ લોકોની સહભાગીતા અને ૧૬ રાષ્‍ટ્રો તથા ૬ ભારતીય રાજ્યોના
ખાસ સેમિનારો આ ત્રણ દિવસોમાં યોજાયા તેની પણ વિશદ ભૂમિકા આપી હતી. તેમણે કહ્યું કે, આ આપણા માટે એક બહુ સારો સંકેત છે.
નોલેજ શેરીંગ અને સીધા મૂડીરોકાણ માટે ર૭,૦૦૦ પાર્ટનર્સશીપની રચના, ર૮,૩૬૦ જેટલા એમ.ઓ.યુ. અને ર૧ લાખથી વધુ રોજગારીની
ભાવિ તકો આ સમિટના આગવા પાસાં રહ્યાં છે, એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્‍ય મંત્રીશ્રીએ માર્મિક શૈલીમાં કહ્યું કે, ર૦૦૩માં આ સમિટ શ્રી નરેન્‍દ્રભાઈએ શરૂ કરી ત્‍યારે વિરોધીઓને લાગતું હતું કે, આવું તે
કોઇ આયોજન હોય. પરંતુ શ્રી નરેન્‍દ્રભાઈએ પોતાના આગવા વિઝન અને લોકોના તેમના પરના વિશ્વાસને ભરોસે ૧૦૦૦ લોકોની
ભાગીદારીથી શરૂ કરેલી આ સમિટ ‘લોગ સાથ આતે ગયે કાંરવા બનતા ગયા’ જેમ આજે સમગ્ર વિશ્વના રોકાણકારો માટેનું મંચ બની ગઇ છે.

મુખ્‍ય મંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતના ધોલેરા સ્‍પેશ્‍યલ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ રિજનનું વડાપ્રધાનશ્રીનું વિઝન આ નવમી વાયબ્રન્‍ટ
સમિટમાં સુપેરે સાકાર થયું છે. આ સમિટમાં નોલેજ શેરીંગ અને સીધા મૂડીરોકાણ માટે ર૭,૦૦૦થી વધુ પાર્ટનરશીપની રચના થઇ છે, એમ
તેમણે ઉમેર્યું હતું.
શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, નાના અને મધ્‍યમ કદના ઉદ્યોગકારોને સુયોગ્‍ય પ્‍લેટફોર્મ ઉપલબ્‍ધ થાય તે માટે સમિટમાં
MSME એકમોને વૈશ્વિક ફલક ઉપર જવાનો અદ્દભૂત અવસર સાંપડયો છે. ગુજરાતમાં યોજાયેલી પ્રત્‍યેક વાયબ્રન્‍ટ સમિટમાં વિશ્વના અનેક
રાષ્‍ટ્રોનો ગુજરાત સાથેનો સંબંધ વધુ દ્રઢીભૂત બન્‍યો છે. આ સમિટમાં યોજાયેલા ‘આફ્રિકા ડે’માં આફ્રિકાના લગભગ ૪પ જેટલા રાષ્‍ટ્રોના
મહાનુભાવો ઉત્‍સાહપૂર્વક જોડાયા હતા એ ગુજરાત માટે ગૌરવની બાબત છે. વર્ષ ર૦રરમાં ગુજરાતના વિકાસની પરિભાષા પ્રસ્‍તુત કરતું
‘સ્‍પ્રિન્‍ટ ટુ ર૦રર’ના મહત્‍વપૂર્ણ કાર્યક્રમમાં દેશ અને દુનિયાને ગુજરાતના ઉજ્જવળ ભાવિની ઝાંખી મળી હતી. તેમણે કહ્યું કે, વાયબ્રન્‍ટ
સમિટ માત્ર બિઝનેશ, વેપાર, ઉદ્યોગના અવસર ઉપરાંત હવે સમસ્‍ત વિશ્વની માનવજાતના કલ્‍યાણ માટેનું પ્‍લેટફોર્મ બની ગયું છે. મુખ્‍ય
મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સમાપન પ્રસંગે હૃદયપૂર્વક જણાવ્‍યું કે, ‘‘ન અમારૂં, ન તમારૂં…. આ વિશ્વ છે સહુંનું સહિયારૂં… આવો
આપણે સૌ સાથે મળીને પ્રશસ્‍ત કરીએ વિશ્વઉજાસનું અજવાળું….’’ તેમણે સહુ કોઇને ગુજરાતની આગામી વાયબ્રન્‍ટ માટે પુન: પધારવા
ભાવભીનું નિમંત્રણ પણ પાઠવ્‍યું છે.
હરિયાણાનાં મુખ્યમંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટરે જણાવ્યું હતું કે ગુજરાતની જેમ હરિયાણા પણ ઔદ્યોગિક વિકાસ તરફ હરણફાળ
ભરી રહ્યું છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘મેઈક ઈન ઈન્ડિયા’, ‘સ્કીલ ઈન્ડિયા’, ‘સ્વચ્છ ભારત’ જેવાં અભિયાનોને
હરિયાણાએ પણ આત્મસાત કર્યા છે. તેના પગલે હરિયાણા પણ ઈઝ ઓફ ડુઈંગ ક્ષેત્રે અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે.
વર્ષ ૨૦૧૬માં હેપનીંગ હરિયાણાનો ઉલ્લેખ કરતાં શ્રી ખટ્ટરે જણાવ્યું હતું કે લાખો-કરોડોનું રોકાણ હરિયાણામા આવ્યું છે. એટલું
જ નહીં હરિયાણાએ ડિજિટલ ઈન્ડિયાને પણ અમલી બનાવ્યું છે. તેના પગલે રાજ્યમાં ચાર પોલિસી કાર્યરત બનાવી છે. સાથે સાથે ડિજિટલ
ગવર્નન્સ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચરને પ્રાધાન્ય આપ્યું છે. આ ઉપરાંત સ્વચ્છ ભારત મિશનને પણ પરિણામલક્ષી અમલ કરીને હરિયાણા દેશ
આખામાં અગ્રેસર બને તેવા પ્રયાસ કરાયા છે. હરિયાણાનાં છ જિલ્લાએ સ્વચ્છતા ક્ષેત્રે અગ્રીમસ્થાન મેળવ્યું છે. વાયબ્રન્ટ ગુજરાતમાં સ્ટેટ
સેમિનાર હરિયાણા અને તેના પગલે દેશ આખાની ઔદ્યોગિક પ્રગતિ રોકાણ ઉપયોગી બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતે છેલ્લા વર્ષોમાં ભરેલી ઔદ્યોગિક હરણફાળ વિશ્વ
આખાએ જોઈ છે. આજે ગુજરાત વિશ્વ આખામાં વિકાસના માઈલસ્ટોન તરીકે ઓળખાય છે. ગુજરાતમાં વેપાર ઉદ્યોગ ખેતીવાડી રોજગારી
નિર્માણ ઉપરાંત માળખાગત સુવિધા વધારવા રાજ્ય સરકારે પરિણામલક્ષી કામગીરી કરી છે. આજે રાજ્યનો એકપણ પરિવાર કે એકપણ
જિલ્લો વિકાસનાં સફળતાપૂર્ણ અમલથી વંચિત નથી. રાજ્ય સરકારે આ દિશામાં સુગ્રથિત આયોજન કરીને રાજ્યની પ્રજાનાં કલ્યાણ-વિકાસ

માટે કામ કર્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રેરિત કરેલું ‘સૌનો સાથ, સૌનો વિકાસ’નું સૂત્ર આજે વૈશ્વિક બન્યું છે. વાયબ્રન્ટ ગુજરાત
સમિટનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું હતું કે આ સમિટમાં વિશ્વભરનાં અનેક ઉદ્યોગકારો-રોકાણકારોએ ઉપસ્થિત રહીને તેમના સૂચનો
માર્ગદર્શનો આપ્યા છે. તેમના આ સૂચનો રાજ્યનાં વિકાસમાં અને તેના પગલે રાષ્ટ્રનાં વિકાસમાં અમલી બનાવી રાજ્યની વિકાસયાત્રા વધુ
વેગવાન બનાવવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ફીક્કીના ચેરમેન શ્રી રાજીવ વસુપાલે વાયબ્રન્ટ સમિટની સફળતાનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ સમિટએ ઉદ્યોગકારો-
રોકાણકારો અને વૈશ્વિક પ્રવાહો માત્ર બ્રેઈન સ્ટોર્મિંગ સેશન પુરવાર થયું છે. આ સમિટમાં ૧૦૦થી વધુ દેશોએ ભાગ લીધો છે તે જ પુરવાર કરે
છે કે ગુજરાત રેપીડ અને ઈન્ક્લુઝિવ ગ્રોથ તરફ આગળ વધી રહ્યું છે.
દેશમાં રોકાણ ક્ષેત્રે ગુજરાત અગ્રિમ હરોળમાં હોવાનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું હતુ કે, ગુજરાતે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશમાં
સરાહનિય કાર્ય કર્યું છે. ટેક્ષટાઈલ, જેમ્સ એન્ડ જવેલરી, ફાર્મા જેવાં ક્ષેત્રોમાં વર્ષોથી અગ્રીમ ગુજરાત હવે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ ડિફેન્સ
જેવાં ક્ષેત્રોમાં પણ નવા સોપાનો સર કરી રહ્યું છે. ફીક્કી એ પણ એમઓયુ કર્યાં છે ત્યારે ફીક્કી પણ રાજયના વિકાસમાં સહયોગી બનશે તેમ
તેમણે ઉમેર્યું હતું.
હવે ગુજરાતના લઘુ ઉદ્યોગો કોમનવેલ્‍થ રાષ્‍ટ્રોમાં પોતાના ઉત્‍પાદનો પહોંચાડી શકશે તેમ જણાવી શ્રી વસુપાલે ઉમેર્યું હતું કે,
દેશભરમાં પ્રથમ વખત ફિક્કીએ ૬૦ જેટલા સ્‍મોલ એન્‍ડ મીડિયમ એન્‍ટરપ્રાઇઝ કોમનવેલ્‍થ રાષ્‍ટ્રોમાં પોતાના ઉત્‍પાદનોની નિકાસ કરી
શકે તે માટે ગુજરાત સરકાર સાથે સમજૂતિ કરાર કર્યા છે. જેનાથી ગુજરાતના લઘુ ઉદ્યોગને વૈશ્‍વિક બજારનો લાભ મળશે. વિકાસની નવી
ક્ષિતિજો ઉઘડશે.
સીઆઈઆઈ વેસ્ટર્ન રીજીયનના ચેરમેન શ્રી પીરુઝ ખંભાતાએ જણાવ્યું હતું કે, સમય હતો કે વિશ્વના નકશામાં ગુજરાતને શોધવું
પડતું હતું અને આજે વૈશ્વિક નકશામાં ગુજરાત ઝળહળી રહ્યું છે. જાપાન જેવાં દેશો પણ ગુજરાતના વિકાસની નોંધ લઈ રહ્યાં છે. આજે
વિશ્વના રોકાણકારોમાં ‘ગુજરાત’ એ રોકાણ માટે શ્રેષ્ઠ ડેસ્ટિનેશન બન્યું છે. ગુજરાત સસ્ટેનેબલ વિકાસ માટે તેમણે રાજયના મુખ્યમંત્રી શ્રી
વિજયભાઈ રૂપાણીને અભિનંદન આપ્યા હતા. દેશનો જીડીપી વધારવા વિકાસ જરૂરી છે ત્યારે, જેટલો વ્યાપાર-વણજ વધશે તેટલો વિકાસ
વધશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને વૈશ્વિક આવકાર મળી રહ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.
એસોચેમના ચેરમેન અને વેલસ્પન ગ્રૃપના શ્રી ગોયેન્કાએ જણાવ્યું હતું કે, ગુજરાતની વેપારી તરીકેની ઓળખ આજે વધુ મજબૂત
બની છે. વાયબ્રન્‍ટ ગુજરાતની શ્રુખંલા એક નવા આયામો પ્રસ્‍થાપિત કરી ચૂકી છે. આ સમિટ વર્લ્‍ડ ઇકોનોમીક ફોરમ માટે ‘દાઓસ‘ સમાન
પુરવાર થઇ છે. વેલ્થફંડનો ઉલ્‍લેખ કરી તેમણે જણાવ્‍યુ હતું કે, અમારી કંપની ૩૦ હજાર લોકોને રોજગારી આપી રહી છે. સાથે સાથે નિકાસ
ક્ષેત્રે કાઠું કાઢયુ છે. યુરોપમાં દર છઠૃી વ્‍યકિત કચ્‍છના વેલસ્‍પનમાં બનેલો ટુવાલ વાપરે છે. એટલું જ નહીં મોટા ડાયા મીટરથી પાઇપલાઇન
પણ નાંખી છે. કંપનીએ રાજયમાં ૧૦ હજાર કરોડનું રોકાણ કર્યું છે. અત્‍યારે ગુજરાત અને ભારતમાં રોકાણ માટેનો શ્રેષ્‍ઠ સમય છે એમ તેમણે
ઉમેર્યું હતું.

ગુજરાતના મહેમાન બનેલા ફ્રાન્સથી આવેલા ADEPTAના શ્રીયુત ફ્રાન્કોઈસ બર્ગાઉડે કહ્યું હતું કે, પ્રમુખ ભારત અને ગુજરાતના
ઔદ્યોગિક વિકાસથી તે ખૂબ જ પ્રભાવિત છે. આથી જ ફ્રાન્‍સ ભારત તથા ગુજરાતમાં રોકાણને પ્રાધાન્‍ય આપે છે. વાયબ્રન્‍ટ સમિટ-
૨૦૧૯માં પણ ફ્રાન્‍સની કંપનીઓએ ગુજરાતમાં રોકાણ માટે એમઓયુ સાઇન કર્યા છે. આગામી વાયબ્રન્‍ટ સમિટ-૨૦૨૧માં પણ ભાગ લેશે
એમ જણાવી શ્રીયુતે સમિટમાં આમંત્રણ બદલ રાજય સરકારનો આભાર માન્‍યો હતો.
ઓમાનના સ્‍પેશિયલ ઇકોનોમિક ઝોનના ચેરમેન અને ઇથરા-ઓમાનના ચેરમેન શ્રીયુત યાહ્યાબિન સઇદ અલજાબ્રીએ જણાવ્‍યુ હતું
કે, સમિટ-૨૦૧૯ એ ખરા અર્થમાં ગ્‍લોબલ સમિટ હતી. ઓમાન ડેલિગેશન સાથે ગુજરાતના મહેમાન બનેલા શ્રીયુત અલજાબ્રીએ ઉમેર્યુ હતું
કે, આ સમિટ ભારત-ઓમાન ઔદ્યોગિક સંબંધોને વધુ મજબૂત બનાવશે. ભારતને લાર્જેસ્‍ટ ઓઇલ પાર્ટનર ગણાવી તેમણે ભારત-ઓમાનના
ઐતિહાસિક સંબંધોનો પણ ઉલ્‍લેખ કર્યો હતો.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ના સમાપન કાર્યક્રમની શરૂઆતમાં સમિટ-૨૦૧૯ની સમગ્રતયા રૂપરેખા આપતા
મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવ શ્રી એમ.કે. દાસે જણાવ્યું હતું કે, આ સમિટમાં પહેલી વખત ગુજરાત સાથે ૧૫ દેશો પાર્ટનર કન્ટ્રી સાથે
જોડાયેલા છે, એટલું જ નહીં આ સમિટમાં વિક્રમજનક ૧૩૫ દેશોના પ્રતિનિધિમંડળે ભાગ લીધો હતો.
આ સમિટ દરમિયાન જુદાં-જુદાં ૨૨ સેમિનાર અને ૬ સ્ટેટ સેમિનાર યોજાયા હતા. તેમણે માહિતી આપી હતી કે, સમિટમાં
જોડાવા માટે એક લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને ૩,૦૪૦ જેટલાં ઈન્ટરનેશનલ ડેલિગેશન્સે આ સમિટમાં ભાગ લીધો હતો.
આ સમિટ દરમિયાન ૨,૪૫૮ બિઝનેસ ટુ બિઝનેસ મીટીંગ અને ૧,૧૪૦ જેટલી બિઝનેસ ટુ ગવર્નમેન્ટ મીટીંગ યોજાઈ હતી. સમિટ
દરમિયાન પહેલી વખત યોજાયેલી રિવર્સ બાયર્સ સેલર્સ મીટમાં અંદાજે રૂ.૧૫,૦૦૦ કરોડના વેપાર થયા હતા. તેમણે અમદાવાદ શોપિંગ
ફેસ્ટિવલનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ગુજરાતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુથી ગુજરાતના પ્રવાસન વિભાગના અગ્રસચિવ શ્રી એસ.જે.હૈદર અને એમ.ડી. શ્રી
જેનુ દેવન તેમજ ફિલ્મ અભિનેતા વિવેક ઓબેરોય વચ્ચે લીજન્ડ ગ્લોબલ સ્ટૂડિયો પ્રા.લિ. સ્થાપવા માટે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા.
ઉપરાષ્ટ્રપતિ, રાજયપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી સહિત વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘ગુજરાત ઈન્વેસ્ટર્સ પેરેડાઈઝ’ કોફી
ટેબલ બૂકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
સમાપન સત્રના અંતમાં ગુજરાતના મુખ્ય સચિવ શ્રી ડૉ. જે.એન.સિંઘે ગ્લોબલ સમિટની નવમી આવૃત્તિની સફળતા બદલ
તમામનો આભાર માનતા જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ સમિટના આર્કિટેક્ટ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સહિત વિવિધ દેશોના વડાઓ,
મંત્રીશ્રીઓ, કંપનીના CEO, ઉદ્યોગપતિઓ અને રોકાણકારોની સહભાગિતાને પરિણામે વાયબ્રન્ટ સમિટની નવમી આવૃત્તિ સફળ રહી છે.
તેમણે જણાવ્યું કે, આ સમિટમાં પ્રથમવાર ૧૩૫ દેશોએ ભાગ લીધો. ૨૨ સેમિનાર અને ૬ સ્ટેટ સેમિનાર યોજાયા. સૌ પ્રથમ વાર
નાસાના સહયોગથી સ્પેસ સાયન્સનું પ્રદર્શન યોજાયું. સમિટમાં સૌ પ્રથમ વાર સોવરિન વેલ્થ ફંડના વડાઓ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ,
પ્રથમ વાર આફ્રિકા ડે ની ઉજવણી, પ્રથમ વાર ગુજરાતનું ભાવિ વિકાસ દર્શાવતા રોડ મેપ-સ્‍પ્રિન્‍ટ ૨૦૨૨નું આયોજન, પહેલી જ વખત
દુબઇ શોપિંગ ફેસ્ટવલની જેમ અમદાવાદ શોપીંગ ફેસ્ટિવલ યોજાયો હતો, તેમ ઉમેરી ડૉ. સિંઘે આગામી વાયબ્રન્ટ સમિટ ૨૦૨૧ માટે સૌને
આમંત્રિત કર્યા હતા.
સમાપન સત્રમાં ગુજરાતના રાજયપાલ શ્રી ઓ.પી.કોહલી, મોરક્કો દેશના ઉદ્યોગ, રોકાણ, ટ્રેડ અને ડિજીટલ ઈકોનોમીના મંત્રી
શ્રીયુત રાકીયા ઈડહેરમ, રાજય મંત્રીમંડળના સર્વસભ્‍યશ્રીઓ, કેન્‍દ્રિય કૃષિ રાજયમંત્રી પરષોત્‍તમ રૂપાલા, MNREના સચિવ શ્રી

આનંદકુમાર, ઉદ્યોગપતિઓ, રોકાણકારો, કેન્‍દ્ર અને રાજયના ઉચ્‍ચ અધિકારીઓ સહિત મોટી સંખ્‍યામાં રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય
પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહયા હતા.[:]