[:gj]વોલ્વો બસમાં જંગી ખોટ, ખરીદે તો પણ સસ્તી પડે [:]

[:gj]ST નિગમને સૌથી વધારે ખોટ કરાવતી હોય તો તે વોલ્વો બસ છે. સરકાર દ્વારા ચલાવતી વોલ્વો બસનું ભાડું ખાનગી વોલ્વો બસના ભાડા કરતા વધારે હોવાના કારણે પેસેન્જરો નહિવત પ્રમાણમાં સરકારી વોલ્વો બસનો ઉપયોગ કરે છે. વોલ્વો બસને ચલાવવા માટે ST નિગમ ડિઝલ સાથે પ્રતિ કિલોમીટર 40 રૂપિયા ભાડું ચૂકવે છે. આ ખાનગી ભાગીદારીવાળી વોલ્વો બસ સેવામાં નિગમનું ડિઝલ વપરાય છે. આ ઉપરાંત કર્મચારીઓનો પગાર અને ટોલ ટેક્સ સહિતનો ખર્ચ પણ ST નિગમ દ્વારા ચૂકવવામાં આવે છે.

વોલ્વો બસ હાઉસફૂલ જતી હોવા છતાં ખાનગી કોન્ટ્રાકટરને લાભ કરાવી દેવા માટે એસટી તંત્ર ખોટના ખાડામાં ઉતારી રહી છે. 2018માં 45 વોલ્વો બસને કારણે રૂ.5 કરોડની ખોટ ગઈ હતી. એક બસ દીઠ રૂ.11 લાખની ખોટ ગઈ હતી. જ્યારે એક બસ રૂ.40 લાખની આવે છે. આમ એસટી પોતે વોલ્વો બસ ખરીદીને ચલાવે તો પણ નફો કરી શકે તેમ છે.

2011-12થી 2017-18ના 7 વર્ષમાં કૂલ રૂ.13.33 કરોડની ખોટ કરી છે. 2017-18માં તો તે ખોટ રૂ.5.57 કરોડ થઈ હતી. કૂલ 45 બસ હતી. તેમ છતાં 200 વોલ્વો બસ ભાડે લેવાનું સરકારી નિગમે નક્કી કર્યું હતું.

130થી 160 હોર્સ પાવરની બસની જરૂર હોવા છતાં 3 કંપનીઓને ફાયદો કરાવવા માટે 280-290 હોર્સ પાવરના એન્જીન વાળી બસ ખરીદવામાં આવે છે. જેમાં મોટી રકમની હેરાફેરી થાય છે.

રાજ્યમાં નવી 50 વોલ્વો બસ શરૂ હતી. પણ અગાઉ 6 વર્ષમાં વોલ્વો બસના સંચાલનમાં રૂ.7.03 કરોડની ખોટકરી છે. 2014-15માં રૂ.2721.52 કરોડની આજ સુધીની ખોટ ગઈ છે.

રોજના 20 લાખ મુસાફરો એસટીમાં મુસાફરી કરે છે.

જીપીએસ સિસ્ટમની કીટ 7 હજાર બસમાં લગાડવામાં નથી, જ્યા લગાવી છે ત્યાં બંધ છે. છતાં ખાનગી પાર્ટીને રૃા10 કરોડ જેવી રકમ ચુકવી દેવામાં આવી છે.

2018-19માં  ગત વર્ષની તુલનામાં રૂ.161.83 કરોડ વધારે આવક કરી છે. જે 8.10 ટકાનો વધારો છે. ખોટ કરતી ટ્રીપોના સમય બદલીને કે રૂટો બંધ કર્યા છે. ગામડાઓમાં હવે બસ જતી નથી કારણ કે ત્યાં પેશેન્જરો મળતા નથી. તેથી ગામડાનો લોકોએ શટલ રિક્ષામાં જોખમી મુસાફરી કરવી પડે છે. ST નિગમના 16 વિભાગોમાંથી સુરત વધારે આવક કરવામાં મોખરે રહ્યું છે અને જૂનાગઢ બીજા સ્થાને રહ્યું છે.[:]