[:gj]શહેરમાં નવ વર્ષમાં મેટ્રો પ્રોજેકટ માટે ૫૮૪૦, બીઆરટીએસ માટે ૭૦૦ વૃક્ષોનુ નિકંદન[:]

[:gj]અમદાવાદ,તા.08        
દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં મેટ્રો રેલ પ્રોજેટ માટે વૃક્ષો કાપવાની સુપ્રીમ કોર્ટે રોક લગાવ્યા બાદ અમદાવાદ શહેરમાં છેલ્લા નવ વર્ષમાં મેટ્રો રેલ પ્રોજેકટ માટે ૫૮૪૦ અને બીઆરટીએસ પ્રોજેકટ માટે ૭૦૦ વૃક્ષોનુ નિકંદન કરાયુ છે.મેટ્રો પ્રોજેટ માટે કાપવામા આવેલા વૃક્ષોના નિકંદન મામલે સત્તાવાળાઓ તરફથી એવો દાવો કરાયો છે કે,બે વર્ષ અગાઉ ગ્યાસપુર ખાતે આવેલા મેટ્રો યાર્ડ માં વીસહજાર જેટલા વિવિધ જાતિના રોપા રોપવામાં આવ્યા છે.

આ અંગે મળતી માહીતી મુજબ,અમદાવાદ શહેરમાં રૂપિયા તેર હજાર કરોડના ખર્ચે મેટ્રો ફેઝ એકની કામગીરી ચાલી રહી છે. જેની સમય મર્યાદાને રાજય સરકારે વધુ બે વર્ષ માટે લંબાવી છે. અમદાવાદ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરી શરૂ કરાઈ એ સમયથી અત્યારસુધીના વર્ષોમાં સૌથી વધુ વૃક્ષો વર્ષ-૨૦૧૫-૧૬ના વર્ષમાં ૨૨૦૦ વૃક્ષો કપાયા હતા.મેટ્રો સત્તાવાળાઓનો એવો દાવો છે કે,મેટ્રોના રૂટ માટે જેટલા પણ વૃક્ષો કપાય છે એ સામે મેટ્રો એક વૃક્ષ દીઠ રૂપિયા ૨,૫૦૦ અમપાને ચુકવે છે.જેથી અમપા નવા દસ રોપા રોપી શકે. આ તરફ અમપાના ડીરેકટર પાર્કસ એન્ડ ગાર્ડન જિજ્ઞેશ પટેલનુ કહેવુ છે,ગ્યાસપુર ખાતે આવેલા મેટ્રોના યાર્ડમાં બે વર્ષ અગાઉ વીસ હજાર રોપા રોપવામાં આવ્યા હતા. જે પૈકી ૮૦ ટકા રોપાનો સારો ઉછેર થવા પામ્યો છે.

અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૧૭ના ઓકટોબર માસમાં નવજીવન પ્રેસ પાસે મેટ્રો પ્રોજેકટ માટે ૯૦૦ જેટલા વૃક્ષોનુ નિકંદન કરાયુ હતુ.અમપાના બીઆરટીએસ પ્રોજેકટ માટે છેલ્લા નવ વર્ષમાં કુલ મળીને ૭૦૦ જેટલા વૃક્ષોનુ નિકંદન કાઢવામાં આવ્યુ છે. જો કે કયા વર્ષમાં કેટલા વૃક્ષો કાપવા પડયા એની વિગતો આપવાનુ જનમાર્ગ સત્તાવાળાઓ દ્વારા ટાળવામાં આવ્યુ છે.

મેટ્રો પ્રોજેકટ માટે કયારે-કેટલા વૃક્ષો કપાયા
વર્ષ       વૃક્ષો
૨૦૧૦-૧૧  ૨૧૯
૨૦૧૧-૧૨  ૯૧૪
૨૦૧૨-૧૩  ૯૯૧
૨૦૧૩-૧૪ ૭૬૯
૨૦૧૪-૧૫ ૭૪૭
૨૦૧૫-૧૬ ૨૨૦૦
૨૦૧૭-૧૮ ૯૦૦

૩૦ એપ્રિલ-૧૯ સુધીની પરિસ્થિતિ
ગ્યાસપુર ડેપોથી શ્રેયસ      ૧૯૬ વૃક્ષો

વસ્ત્રાલગામથી થલતેજ ગામ ૬૯૨  વૃક્ષો

પરમીશન કેટલી છે
ગ્યાસપુરથી મોટેરા ૧૯૯૧
થલતેજ ગામ ૮૦૪

જો જરૂર પડશે તો હજુ કેટલા વૃક્ષો કપાશે
ગ્યાસપુરથી મોટેરા ૭૫૭
થલતેજ ગામ       ૧૪૧[:]