[:gj]શાળાઓમાં રૂ.1500થી 3000નો ફી વધારો ઝીંકાયો[:]

[:gj]અમદાવાદની 80 ટકા શાળાઓમાં રૂ.1500થી રૂ.3000નો ફી વધારો રાજ્ય સરકારે કરી આપ્યો છે. આવો ફી વધારો દર વર્ષે 10 ટકાના ધોરણે હવે કરી આપવામાં આવશે. લોકોની આવક દર વર્ષે 10 ટકા વધે કે ઘટે તો પણ આ શાળાઓને 10 ટકાની ફી વધારો તો કાયદા મુજબ મળવા લાગ્યો છે. જે શાળા પહેલાં વર્ષે રૂ.15000થી નીચે ફી લેતી હતી તે હવે મોટા ભાગની શાળાઓ સરકારના કાયદા પ્રમાણે ઓછામાં ઓછી રૂ.15,000 થી રૂ.30,000 ફી લેવા લાગી છે. આવી બે હજાર શાળાઓ હતી કે જેમની ફી રૂ.15 હજારથી નીચે હતી. પણ સરકારે રૂ.15,000 થી રૂ,30,000 ફી નક્કી કરી હોવાથી શાળાઓ હવે વધું ફી લેતી થઈ ગઈ છે. અમદાવાદમાં આવી કૂલ 4500 શાળાઓ છે. જેમને સરકારે એકી સાથે 10 ટકા ફી વધારો મંજૂર કરી દીધો છે. તેથી 4500 શાળામાં રૂ.1500થી રૂ.3000 સુધી કાયદેસર ફી વધારો આપી દેવાયો છે. વળી 850 શાળાઓ એવી છે કે જેમણે રૂ.33,000 હજારથી વધારે ફી વધારો માંગેલો છે. જેમના કેસ પડતર છે. પણ આ શાળાઓ તો સરકારી કાયદાઓને ગણતી ન હોય તેમ વધું ફી લે છે. તેમની સામે કાયદો કંઈ કરી શકતો નથી. તમામ શાળાઓની રૂ.20થી 40 લાખ રૂપિયાની ફીનો બોજ વાલીઓ પર પડ્યો છે. એક અંદાજ પ્રમાણે અમદાવાદની પાંચ હજાર શાળાઓ રૂ.6થી 7 કરોડની ફી લેવી હોવાનો નિષ્ણાંતો અંદાજ બતાવી રહ્યાં છે. જેમાં રાજ નેતાઓની લગભગ 800 શાળાઓ છે, સરકારે ફી નિયમન કાયદો બનાવ્યા પછી રાજનેતાઓની ભાગાદારી વાળી શાળાઓ વધી છે. જે શાલાઓને કેટલી ફી વધારી આપવી તે હજુ સરકારે નક્કી કર્યું નથી. પણ 10 ટકાનો વધારો કર્યા પછી 850 શાળાઓને 20 ટકાથી લઈને 50 ટકા સુધી વધારો કરી આપવા માટે સરકારને અનેક પ્રદારનું દબાણ કર્યું છે.[:]