[:gj]શિક્ષણનો વેપાર ક્યારથી….?[:]

[:gj]ગાંધીનગર,તા:25
ભણતર સાથે ગણતરમા અવ્વલ નંબરે ગણાતા ગુજરાત રાજ્યનું શિક્ષણ એટલી હદે નીચે ઉતારી દેવા સાથે તેનું વેપારીકરણ કરી નાખવામાં આવ્યું છે કે જેને લઇને ભવિષ્યે સર્વશ્રેષ્ઠ કે તેજસ્વી યુવાધન ગુમાવવામાં ગુજરાત પ્રથમ નંબર આવે તો આશ્ચર્ય નહીં હોય…..! ખૂદ રાજ્ય સરકાર ભણતરનો ભાર વિદ્યાર્થીઓના માથેથી નહીં પણ પોતાના માથેથી ઉતારવા છેલ્લા ૧૫ વર્ષ ઉપરાંતથી સતત પ્રયાસ કરી રહી છે. અને તેમાં તેને મહદ અંશે સફળતા પણ મળી છે. અને તે માટેનું શ્રેય સુખી સરમૃધ્ધ પરિવારોને અને રાજકારણીઓને ફાળે જ જાય છે. જે નિર્વિવાદ તદ્દન સત્ય હકીકત છે. એક સમયે દેશભરમા શિક્ષણ ક્ષેત્ર મફત હતું. પ્રાથમિક કક્ષાથી લઈને કોલેજ સુધીનું શિક્ષણ તદ્દન મફત હતું. લોકોને બંધારણમાં મફત શિક્ષણ અને મફત આરોગ્યનો અધિકાર આપવામાં આવેલ છે તે અનુસાર દેશભરની સરકારો પ્રાથમિક શાળાઓથી લઈને કોલેજા સુધી મફત શિક્ષણ આપવામાં આવતું હતું. દરમિયાન શિક્ષણની કિંમત આમ લોકો સમજે તે માટે ૧૯૬૪ શિક્ષણ ફી લેવાનું નક્કી કરવામાં આવતા દેશભરનાં રાજયોમાં વિદ્યાર્થી આંદોલનો થયા હતા. ગુજરાતમાં બ.ગો મહેતાની સરકાર હતી. ત્યારે શિક્ષણ ક્ષેત્રે ધોરણ આઠ થી ફી દાખલ કરવા સામે રાજ્યભરમાં જારદાર વિદ્યાર્થી આંદોલન થયા હતા. અને આંદોલનનું એપીસેન્ટર એ સમયના ભાવનગર જિલ્લાના બોટાદમાં હતું જેના આગેવાનો કામદાર પરિવાર અને ઠક્કર પરિવારના જ લોકો હતા. કામદાર પરિવારનુ સમગ્ર પંથકમાં બહુ જ માનપાન અને મરતબો બહુ મોટો હતો. ત્યારે બગો મહેતા કાફલા સાથે બોટાદ આવીને સીધા ડીએસપીને મળીને નાનુભાઈ કામદારના ઘરે પહોચી ગયા ત્યાં જમવા બેસતા પહેલા તેમના પુત્ર હર્ષદને બોલાવીને આ અંગે વાત કરી ત્યારે અન્ય વિદ્યાર્થી આગેવાનો પણ આવી ગયા અને સમાધાન રૂપે ગરીબ, મજૂર,ઓછી આવક ધરાવતા સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓની ધોરણ આઠ થી માત્ર બે આના ફી જ્યારે અન્યને ધોરણ ૮ થી ૧૪ આના નક્કી કરી અને તેની જાહેરાત જ મુખ્યમંત્રી શ્રી બ.ગો મહેતાએ કરી હતી. ત્યારબાદ આંદોલનનો અંત આવ્યો હતો. તે સમયે ટીવી ન હતા પરંતુ રેડિયો હતા અને દૈનિક પેપરોની બોલબાલા હતી.મોટા ભાગના લોકો દૈનિકો રેગ્યુલર વાચતા હતા એટલે બીજે દિવસે રાજ્યભરમાં સમાચાર ફેલાતા શિક્ષણ ક્ષેત્રે આંદોલન સમેટાઈ ગયું હતું.


૧૯૬૪માં શિક્ષણ ક્ષેત્રે ફીનું ધોરણ અમલમાં મૂક્્યા પછી શિક્ષણની સાચી ભાષામાં કિંમત દરેકને સમજાઈ ગઈ અને શિક્ષણનું સ્તર ઝડપથી ઉચે આવવા લાગ્યું. પછીના ૨૦ વર્ષ સુધી ફી વધારવાનુ શસ્ત્ર એક પણ સરકારે ઉગામ્યું ન હતું. વળી શિક્ષણ એટલે સરસ્વતી,તેના ધામમાં ફી ન વધારાય તેવી લાગણી કે ભાવના સરકાર અને લોક નેતાઓમા હતી. એટલે શિક્ષણમાં ફી વધારો કે ખાનગી શિક્ષણ માટે કોઇને વિચાર પણ આવતો ન હતો. જાકે ભણતરમાં કાચા હોય તેવા વિદ્યાર્થીઓને શિક્ષક પોતાના ઘરે બોલાવી ભણાવતા પરંતુ એક પણ પૈસોલેતા ન હતા તેથી ટ્યુશન ફી લેવાથી દૂર રહેતા હતા. જા કે વિદ્યાર્થીનો પરિવાર એન કેન પ્રકારે ચીજ વસ્તુ રૂપે શિક્ષકને દક્ષિણા આપે છૂટકો કરતાં જે એક તથ્ય છે.

૧૯૮૬માં ગુજરાતમાં ભાજપની સરકાર આવી અને તે જ અરસામાં ખાનગી શાળાઓ ની શરૂઆત થઇ જે સમયે શિક્ષણ મંત્રી આનંદીબેન પટેલ હતા. પછીથી ખાનગી શાળાઓ માટે બહુ જ સારા પ્રમાણમાં ભરપૂર પ્રચાર થયો અને તેની સાથે સરકારી શિક્ષણ અને સરકારી શાળાઓની ખામીઓ ગજાવવાનું શરૂ થયું. અને ધીરી ગતિએ ખાનગી શાળાઓનો દોર શરૂ થયો જેમાં સત્તાધારી પક્ષના અને વિપક્ષના ધારાસભ્યોએ ઝંપલાવતા ખાનગી શિક્ષણનો વ્યાપ વધવા લાગ્યો. દિન-બ-દિન એટલી બધી ખાનગી શાળા- કોલેજા ખૂલી ગઈ કે ખાનગી શાળાઓને વિદ્યાર્થીઓ મેળવવા પ્રચાર કરવાની નોબત આવી ગઇ. અને આજની પરિસ્થિતિમાં શાળા કોલેજાને વિદ્યાર્થીઓ ન મળતા તાળા મારવાની સ્થિતિ બની ગઈ છે. તો રાજ્ય સરકાર ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપવા સરકારી શાળાઓમા વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાને લઈ મર્જર કરવા તરફ દોડી ગઈ છે…. પરિણામે આજે પાંચેક હજાર સરકારી શાળાઓને તાળા લાગી ગયા છે….! તેમ કહીએ તો ખોટું નથી. ઉપરાત સરકારની નીતિ ખાનગીકરણની છે જેથી શિક્ષણ ક્ષેત્રનો ભાર- તેનો ખર્ચ સરકારને વેઠવો ન પડે. જા ગુજરાત સરકારે દિલ્હી રાજ્ય સરકારની શિક્ષણનીતિનો અને શિક્ષણ ક્ષેત્રે લીધેલાં પગલાંનો અભ્યાસ કર્યો હોત તો ગુજરાતમાં ખાનગી શાળાઓને તાળા લાગી ગયા હોત. અને રાજ્યના ગરીબ, મજૂર, મધ્યમ વર્ગના વાલીઓને શાળા ફી નો ભાર વેઢારવાનો સમય આવતો જ નહીં… પરંતુ સરકારમાંજ જ્યા ખોડ હોય અને પ્રજામાં સમજ શક્તિનો અભાવ હોય ત્યાં વાંક કોનો કાઢવો…..?!
[:]